વિદેશ Vivek patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિદેશ

વિદેશ

વિદેશ કેવો ગજબ શબ્દ છે. કેવી મઝા આવે આ વિદેશ સાંભળીને. હમણાં થી આ શબ્દ નું વલણ બહુ થઈ ગયું છે પણ વાસ્તવિકતા માં આ વિદેશ છે શું? શું હોય આ વિદેશ માં?નાનપણ થી સાંભળ્યું છે કે આપણાં દેશ ને છોડી ને બાકીના બધા દેશ એટલે વિદેશ. પણ છે શું આ વિદેશ? કેમ લોકો પોતાના ને છોડી ને વિદેશ માં જાય છે? એવુ તો શું હશે આ વિદેશ માં તો લોકો આપણા દેશ ને છોડી ને વિદેશ માં જાય છે.
નાનપણથી એક કહેવત સાંભળી હતી કે “પેટ કરાવે વેઠ' ક્યાંક ને ક્યાંક હવે આ કહેવત મારી આજ ની વાર્તા સાથે સેટ થતી હોય એવુ લાગે છે.
આપણો દેશ જ્યાં ફરવા માટે ઘણું બધું છે. ક્યાંક તમને બરફ થી ઢંકાયેલો પ્રદેશ તો ક્યાંક શરીર દઝાડે એવી ગરમી. રાજ્યમાં અલગ અલગ પ્રકાર ની સંસ્કૃતિ,અલગ અલગ પ્રકારના તીર્થધામ, કુદરતી સૌંદર્ય જેમ કે હિલ સ્ટેશન, દરિયાકિનારા, રાજા મહારાજા તરફ થી મળેલા એમના પ્રાચીન કિલ્લા, એમના અવશેષો. કહેવાય છે કે આ બધાથી સજ્જ હોવાને કારણે ભારત ને સોને કી ચીડિયા તરીકે ઓળખવા માં આવે છે. આ બધા શિવાય પણ ઘણું બધું છે આપણા ભારત મા કુદરતી તો ઠીક અદ્યતન ટેકનોલોજી થી સજ્જ પણ ઘણું બધું છે. તો શું લોકો ફરવા વિદેશ જાય છે? ભારત માંજ એટલુ બધુ છે કે તમને એક જન્મ ઓછો પડે આ બધું ફરવા માટે.
પણ વિદેશ જવાના ઘણા બધા કારણ છે. જેમકે ફરવા જવાનું, ઉચ્ચત્તર શિક્ષણ માટે,વ્યવસાય થકી... પણ તમને શું લાગે છે અમેરિકા,કેનેડા,ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ મા ફરવા ના વિઝા કે પછી ભણવા ના વિઝા લીધા પછી કોઈ પાછું આવે છે હા કદાચ 100 માં થી 5 જ પરિવાર કે 100 મા થી 5 વિદ્યાથી એવા હશે કે જે ફરી ને કે ભણી ને ત્યાં થી પાછા આવી જાય. તો બાકી ના 95 પરિવાર કે 95 વિદ્યાર્થી ત્યાં રોકવા નું કારણ શું? હવે ચાલુ થાય છે આપણી કહેવત પેટ કરાવે વેઠ.
વિદેશ માં જવાનું એકમાત્ર કારણ પૈસા કમાવવા. હવે પાછું પૈસા માટે કોણ વિદેશ જાય એવો મન માં વિચાર આવે પણ હાલ હકીકત જોતા તો એ જ લાગે છે કારણ ઘણા બધા દેશો નું ચલણી નાણુ ભારત કરતાં ઊંચું છે જેમ કે અમેરિકા નો 1 ડોલર બરાબર હાલ આપણાં 80 રૂપિયા થાય તો કામ તમારે એ જ કરવા નું પણ સામે પૈસા તમને ઘણા બધા મળે. હવે ત્યાં નોકરી કરી ને પૈસા બચાવી ને ભારત માં મોકલવા મા આવે ત્યારે તમને એ રકમ ઘણી મોટી લાગે.
આમાં એ પાછું કાયદેસર વિઝા મળે તો ઠીક નહીં તો આમાં એ કેટલાય તોડ હોય છે. જેને આપડે 2 નંબર કહિયે છીએ. એમાંય જુદી જુદી યોજનાઓ હોય અને યોજનાઓ પ્રમાણે એના ભાવ. જેમકે પરિવાર સાથે જવાના ભાવ અલગ, એકલા જવાના ભાવ અલગ,ભણવા જવાના ભાવ અલગ પાછું આને અમુક સલાહકારો પેકેજ નું નામ આપે છે જેમાં ત્યાં પહોંચ્યા પછી પૈસા ચૂકવવાના.અને એ રકમ જોતા મન માં આવું લાગે કે આટલી મોટી રકમ આપીને પણ વિદેશ જઈને મશીન ની જેમ જીવન જીવવાનું. ચલો તમે આ રકમ ભરી ને તમે વિદેશ પહોંચી પણ ગયા અને ત્યાં જઈને તમે પૈસા કમાવવા પણ લાગ્યા. તમે એ પૈસા વાપરી પણ ના શકો તો એ શું કામ નું. તો આમાં લોકો નું કેવાનું આવું થાય છે કે તેમના ભવિષ્ય સુરક્ષિત કરે છે. પણ આવું ભવિષ્ય સુરક્ષિત કરીને પણ શું કરવા નું જ્યાં તમે વર્તમાન પણ શાંતિ થી જીવી ના શકો. ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પોતાના ને છોડી ને વિદેશ માં વસાવવાનું, પાછું ત્યાં જવા માટે મોટી રકમ હોય એટલે તમારી જોડે સગવડ હોય તો ઠીક નહીંતર એકબીજા જોડે થી લઈ ને જવાનું, આમાં એ પાછા કોઈક સ્વાભિમાની હોય જે બીજા જોડે મદદ માગતા અચકાતા હોય એ એમની સંપત્તિ વેચી ને રકમ ની સગવડ કરે. આ બધું કરતા એ જો શાંતિ થી ત્યાં પહોચી જવાય તો ઠીક નહીંતર એમા ઘણી બધી તકલીફો હોય છે. અહીંયાંથી ત્યાં જવાનું ચાલતું જવાનું,નદી પાર કરી ને જવાનું, ઠંડી માં ગરમી માં ચાલવા નું પાછું ત્યાં ના સૈન્ય થી સંતાઈને રહેવાનું. વિદેશ જવાની લાલસા માં લોકો પોતાની સાથે એમના નાના બાળકો ને લઈને જાય છે જેમાં કેટ કેટલી તકલીફો હોય છે. આમાં બોર્ડર પાર કરવા મા કેટલા એ લોકો ના જીવ જાય છે અને એ આપડે અવારનવાર સાંભળીએ છીએ સમાચાર ના માધ્યમથી.હવે આવી રીતે ભવિષ્ય સુરક્ષિત થાય?
હવે ત્યાં જવા વાળા લોકો પણ ખોટા નથી જીવન માં પૈસા ની જરૂર કોને ના હોય. હાલ ના સમયમાં પૈસા વગર શું થાય છે? સાહેબ મોજ શોખ તો દૂર જો પૈસા પૂરતા ના હોય તો કેટ કેટલી તકલીફો પડે છે ગરીબ વર્ગ જ જાણે છે. ભારત માં પેલા થી પરંપરા છે નાના થી નાના પ્રસંગો માં વ્યવહાર સાચવવા ના હવે જે લોકો એમનુ જ પૂરું કરતાં થાકી જતા હોય એ બિચારા ક્યાં આવા વ્યવહાર સાચવે? અહીંયા એકબીજા ની દેખાદેખી માં માણસ જાતે જીવન જીવવાનું ભૂલી ગયો છે એ એની પરિસ્થિતિ ભૂલી ને દેખાવ કરવા નું ચાલુ કરી દે છે અને પાછું બધું પત્યા પછી એ જ દુખડાં ગાયા કરે છે કે આ સામાજિક સંબંધો નો થાક લાગે છે આના કરતા વિદેશ સારું જ્યાં કોઈ વ્યવહાર તો નહીં બસ તમે,તમારૂ કામ અને પૈસા અલગ થી. પણ થોડું કમાવું અને થોડા મોજ શોખ કરવા સારા એકલવાયું જીવન જીવવું એના કરતાં...હા અહીંયા ધંધા મા કે નોકરી મા સ્પર્ધા બહુ છે કારણ ભારત દેશ ની આબાદી પણ બહુ છે પણ પરિશ્રમ વગર જીવન માં કઈ નથી એ આપણે જાણીએ છીએ.આપણે બધા ની સામે એવા કેટલાય લોકો હશે જે કહેતા હશે કે વિદેશ સારું કોઈ માથા કૂટ જ નહીં, અને એ જ લોકો ત્યાં પહોંચ્યા પછી બોલે છે કે અહીંયા ના અવાય પણ ત્યાંથી કોઈ પાછું પણ નથી આવતું. અહીંયા થી જવા વાળા દરેક ની પરિસ્થિતિ અલગ હોય છે કોઈક એમના બાળકો લઈને જાય તો કોઈક એમના વૃધ્ધ માતા પિતા ને છોડી ને જાય. અને ગયા પછી પાછા ક્યારેય ફરશે એનુ કઈ નક્કી ના હોય. પણ આ બધું કરવા પાછળ નું એકમાત્ર કારણ પૈસા. સામાજિક પ્રસંગો થી કોઈ નથી થાક તુ.અને બધા જોડે રહેવાની મજા જે છે એકલા રહેવામાં મા નથી પણ સમય એવો આવે કે આ બધું કર્યા વગર ચાલતું નથી. તમારે બધું મૂકી ને આગળ વધવું પડે છે. આ થઈ ફરવા જવાના વિઝા ની વાત.
તો આજ પરિસ્થિતિ ભણવા જવાના વિઝા માટે પણ છે. વિદ્યાર્થી અહીંયાંથી ભણતર પતાવી ને ઉચ્ચતર ભણતર માટે વિદેશ જવા માટે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS) પરીક્ષા આપીને સારા ગુણ પ્રાપ્ત કરે તો તે લાયક થાય છે વિદેશ માં અભ્યાસ કરવા માટે પછી એમને કોલેજ ની ફી ભરવા ની અને ભણવા ની સાથે નાણાંકીય તકલીફ ના પડે એટલે ગેરંટી ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC જે કેનેડા માં ચાલે છે) અહીંયા થી તમારી પાસે 10,000 ડોલરની ડિપોઝીટ કરાવે અને પછી ત્યાં પહોંચ્યા પછી તમને થોડા થોડા ડોલર દર મહિને પાછા મળે આ બધું ખર્ચે આશરે 15 થી 17 લાખ રૂપિયા સુધી થાય અને જ્યાં સુધી સરસ્વતી માતા સાથે હોય ત્યાં સુધી લક્ષ્મી માતા ની આવશ્યકતા ઓછી હોય છે. પણ આજ વસ્તુ જ્યારે થોડા ભણવા મા માંદા બાળકો ઈચ્છે પણ લાયક ના થતા હોય અને વિદેશ માં એમને સેટ કરવા એમના માતા પિતા ઘણા પ્રયત્નો કરે છે.અને પછી પહોંચી જાય છે સલાહકાર જોડે અને આ સલાહકાર આમાં એ પેકેજ ઉપલબ્ધ કરે જેમાં એમની જોડે બધા તોડ હોય છે. આ લોકો પૈસા લઈ ને બધું જ સેટિંગ કરી આપે છે તમારા ભણતર થી લઈ ને તમારા IELTS ના ગુણ સુધી અને આ બધા ના આશરે તે લોકો 40 થી 45 લાખ માગે છે. અને આ પૈસા ખર્ચ કરતાં એ કામ પૂરું થાય તો ઠીક આમાં પણ કેટલાય લોકો છેતરપીંડી ના શિકાર બને છે.અને બાળકો ની જિંદગી સુધારવા જતા એમની મુશ્કેલી વધારી દે છે. માતા પિતા ક્યાંય ક્યાંય થી પૈસા લાવી ને તેના બાળકો ને ભવિષ્ય સેટ કરાવા માગતા હોય છે.
વિદેશ ખોટું નથી જો તમે ત્યાં કાયદેસર હોય. કાયદેસર હોવાના કારણે તમે આવજાવ કરી શકો,વિદેશ માં બાળકો ને સારું શિક્ષણ,ત્યાં ની સુવિધાઓ,અને પૈસા તો ખરા જ. વિદેશ માં ભવિષ્ય તમારૂ સુરક્ષિત છે જો કાયદેસર હોઈએ તો. વિદેશ આ એક શબ્દ છે જ્યાં તમે ભારત મા કમાયેલા પૈસા વાપરી પણ શકો છો જો તમે ધનાઢ્ય પરિવારના હોય તો અને જો તમે મધ્યમ વર્ગના હોઉં અને કાયદેસર હોય તો વિદેશ માં થી કમાઈ ને ભારત માં બાકી વધેલી જિંદગી શાંતિ થી વીતાવી શકો છો.પ્રસંગો અને વ્યવહારો પણ સાચવી શકાય છે. કારણ કાયદેસર માં આટલો ખર્ચો નથી થતો જે 2 નંબર મા સંતાઈ ને રહેવા મા થાય છે.
આપણા દેશ ને છોડી બીજા બધા દેશ એટલે વિદેશ.