ચારયુગ - 2 - કળિયુગ ને વરદાન Dave Yogita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચારયુગ - 2 - કળિયુગ ને વરદાન

નમસ્કાર મિત્રો! આગળના ભાગ માં આપણે સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં મહાન કોણ? સત્યયુગ કહે હું મહાન છું.ત્રેતા કહે હું મહાન છું.દ્વાપરયુગ કહે હું મહાન છું.એનું શાબ્દિક યુધ્ધ ચાલી રહ્યું હતું.આ ત્રણેય યુગનું વર્ણન આગળના ભાગમાં દર્શાવ્યું છે.ત્યાં કળિયુગ આવી પહોંચે છે.હવે કળયુગ નો વારો આવે છે.


કળિયુગ માં પાપ વધારે હોય છે.એટલે કળયુગ એકલો પડી જાય છે. સ્ત્યયુગ,ત્રેતાયુગ અને દ્વાપરયુગ ત્રણેય યુગ સાથે મળીને કળિયુગ ને એકલો પાડી દે છે. ત્રણેય યુગ એમની દલીલ આગળ વધારતા કહે છે કે કળિયુગ તારા યુગમાં પાપ - પ્રપંચ, ખૂન,મારપીટ, રેપ આ બધું જ છે.નવા નવા રોગોનો સામનો પણ તારા યુગમાં જ કરવો પડ્યો છે.જે આટલા વર્ષમાં ક્યારેય કોઈએ નથી જોયું એ બધું કળિયુગમાં જોવા મળે છે.

કળિયુગમાં મનુષ્યની ઉમર ૧૦૦વરસ છે. અને મનુષ્ય નાની ઉમરમાં કોઈપણ રોગનો શિકાર બની જાય છે.કળિયુગમાં ચારેય બાજુ બસ ઉદ્વેગ , રાગ અને દ્વેષ જ છે. અને હા, કળિયુગમાં પુણ્યની માત્રા જ નથી.બસ, પાપ જ છે.કળયુગ મનમાં મુંજાય છે.સમજી નથી શકતો શું જવાબ આપવો.

કળિયુગ વિચારોમાં પડી જાય છે.અને ભગવાન ને મનોમન યાદ કરે છે. અને ભગવાનને દોષ આપે છે.તે મને બધું આપ્યું સૌથી સારી ટેકનોલોજી આપી. સૌથી વધારે ગેજેટ્સ આપ્યા.સૌથી વધારે મનુષ્ય પણ મારા આ યુગમાં જનમ્યા.ભગવાન હું એક નવો માનવ યુગ ઊભો કરી શકું એવી ટેકનોલોજી આપી.ચાંદ અને મંગળ પર માનવ મારા યુગમાં જ પહોંચી શક્યો છે.છતાં તે મને આમ અધુરો કેમ રાખી દીધો.
સામે આ ટેકનોલોજી નો દુરુપયોગ પણ આ યુગમાં જ થાય છે.
સૌથી વધારે પાપી યુગ બનાવી દીધો.ખબર છે મને તારો અવતાર આવશે.અને તારા કલ્કિ અવતાર ને હજી તો ટાઈમ છે.તારો આ અવતાર ક્યારે આવશે?હે પ્રભુ! મને કોઈ વરદાન દે..

હે પરમાત્મા! હે ઈશ્વર! મને તું તારા શરણમાં લે અને મને વરદાન દે.. હે પ્રભુ! મારી પ્રાથના સાંભળ.બન્ને હાથ જોડી ભગવાન પાસે પ્રાથના કરે છે.

આવા ભાવથી જ્યારે કળિયુગ ભગવાનને પ્રાથના કરે છે.ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા પ્રગટ થાય છે.

બધા યુગ પરમાત્મા ને પ્રણામ કરે છે.કળિયુગ ભગવાનને પ્રાથના કરી પોતાની વાત આગળ વધારે છે.ભગવાન તે મારી સાથે અન્યાય કર્યો છે.આ બધા યુગ ને તે કંઇક ને કંઇક આપ્યું છે.એક મને જ કંઈ નથી આપ્યું.

પરમાત્મા કહે છે, મે ક્યારેય અન્યાય નથી કર્યો.જે જેને લાયક હતા એને એ મળ્યું છે.અને હા, આજ તારી પ્રાથનાથી ખુશ થઈને તને વરદાન આપું છું

આ ત્રણેયયુગમાં તો વર્ષો વર્ષ સુધી મારું ધ્યાન ધરવું પડતું. મારી વર્ષો ના વર્ષ સુધી તપસ્યા કરવી પડતી હતી.શરીર પર માટીના થર જામી જાય.બરફ, વરસાદ તડકો ૧૦૦વર્ષો સુધી સહન કરતા ત્યારે મારી કૃપા પ્રાપ્ત થતી હતી.

હે કળિયુગ! તને વરદાન છે મારું કે તારા આ યુગમાં માત્ર થોડા સમય માટે મને મનથી યાદ કરશે.મારું નામ સ્મરણ કરશે. ધર્મ વિરુદ્ધ કાર્ય નહિ કરે. એ મનુષ્યને મારી કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે. ખાલી આખા દિવસમાં પાંચ મિનિટ મને મનથી સ્મરણ કરશે.હું એ મનુષ્ય ના દુઃખ દૂર કરીશ. આ વરદાન આપી પરમાત્મા અદ્ર્શ્ય થઈ જાય છે.

બધા યુગ પણ ત્યાંથી ચાલ્યા જાય છે.કેમ કે, હવે બોલવા જેવું કોઈ પાસે કંઈ રહ્યું નથી હોતું.

હે પ્રભુ! આ કળિયુગમાં તમારી કૃપા દ્રષ્ટિ અમારા જેવા તમારા ભક્તો પર રાખજો.અમારા સર્વેના દુઃખ હરજો.


મારી આ વાર્તા મારી દાદીમાં (બા) ને સમર્પિત કરવા માંગુ છું.આ વાર્તા હું નાની હતી ત્યારે એમણે મને ટૂંકમાં કહી હતી.
જેથી આજે એ હું લખી શકી.

યોગી