ઘડપણની મૂંઝવણ Nij Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘડપણની મૂંઝવણ


કવિશ્રી નરસિંહ મહેતાએ ઘડપણનો પૂરેપૂરું ચિતાર એમની કવિતા" ઘડપણ" માં આપ્યો છે.

ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ.
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા રે પરદેશ.
ગોળી તો ગંગા થઈ રે,અંગે ઊજળા થયા છે કેસ.
નહોતું જોઈતું તે શીદ આવ્યું રે
નહોતી જોઈ તારીવાટ.
ઘરમાંથી હળવાં થયાં રે, કહે ખૂણે ઢાડો એની ખાટ.

બાળપણથી યુવાની સુધી, હસી ખુશીથી. મોજ મસ્તિથી, તરવરાટ ભરેલી જિંદગી જીવી ગયા. કંઇક કરી બતાવવાની ખુમારી પણ જાણે હર એક પળ જીવનમાં જોવા મળે. પોતાના પરિવાર માટે બધું જ કરી છૂટતા ન જાણે ક્યારે ઘડપણ આવી ગયું, તેની ખબર જ ના રહી જિંદગી આખી જવાબદારી નિભાવવામાં ગાળી નાખી. પણ ઘડપણ માં "મને" કોઈએ જવાબદારીથી સ્વીકાર્યો નહીં. ત્યાંરે સમજાયું ઘડપણ આવ્યું. જેને આંગળી ઝાલીને ચાલતા શીખવ્યું એણેજ આજે લાકડી પકડાવી.

દીકરાઓ વહુઓ ના થઈ ગયા. અને દીકરીઓને જમાઈ લઈ ગયા. આ ઘડપણમા તો અમે એકલા જ ને.કામકાજમાં પોતાની જાતને એટલા પરોવી દેતા પરિવારજનો, કે વૃદ્ધ મા-બાપ માટે સમય જ ના હોય. સોમથી શનિ કામ ધંધા ના નામે અને રવિવારે તો બહાર જવાનું હરવા-ફરવા કાજે. લો અઠવાડિયું થઇ ગયું પૂરું. તો આમાં વડીલો માટે સમય ક્યાં? જેમના માટે જીંદગી આખી નો સમય ખર્ચી કાઢ્યો હતો. નાનપણથી મોટા થયા ત્યાં સુધી જેમની સાથે વાર્તાઓ કરી, જેમની વાતો સાંભળી, જેમના પ્રશ્નોના જવાબો આપ્યા. તે જ સંતાનો આજે સાંભળવા માંગતા નથી, કે માં બાપ ને શું વેદના છે.તેમની પાસે અમારા વૃદ્ધો માટે સમય જ ક્યાં હોય છે? આ નિવૃત્તિ પછીના જીવનમાં કરવા ને ખાસ કોઈ કાર્ય શેષના બચ્યું હોય. ખાસ કોઇ પ્રવૃત્તિ ના બચી હોય ત્યારે સમય વિતાવવો કેટલો મુશ્કેલ લાગે, તે વેદના ક્યારેક તો કોઈ સંતાન પૂછે. કોઈ બે ઘડી બેસી વાતો કરે તોય અમે તો રાજી હોય. થોડી તમારી પેઢી ની વાતો થોડી અમારા જમાનાની વાતો, કરી તો જુઓ. અમે બહુ મોજ થી સાંભળીશું. અમારા અનુભવોને તમે સાંભળો.તમારી કાર્યપદ્ધતિને અમે જાણીએ. એવો સંવાદ સાંધી તો જુઓ.
નાનપણમાં તમને છીંક આવે તોય મા બાપ ચિંતામાં પડી જતા. તાવ ભરી રાતે, તો આખી રાત જાગીને પોતા મૂકતા હોય. એમને ઘડપણ માં થતી તકલીફોમાં પાસે બેસી સાંત્વના તો આપો. અમે ક્યાં કહીએ છીએ કે તમે રાતો જાગો, પણ નાદુરસ્ત તબિયતની એ રાતે ઊંઘ ના આવતી હોય ત્યારે, થોડો સમય પાસે તો બેસો. પાછલી ઉંમરની શારીરિક અને માનસિક એ પીડા માં સંતાનો વહાલથી થોડું જાળવી ન શકે? આ પીડામાં વહાલથી ફરેલો હાથ, તો મા-બાપ માટે જડીબુટ્ટી જેવો લાગે. એ આ સંતાનોને ક્યારે સમજાશે?


કહેવાય છે કે ઘડપણ અને બાળપણ સરખું જ હોય બાળપણમાં પણ જીવ ચંચળ હોય અને ઘડપણમાં પણ જીવ ચંચળ બની જતો હોય છે આખી જિંદગી જે પ્રવૃત્ત રહ્યું હોય તે આમ અચાનક આટલું નિવૃત્ત થઈ જાય તો મન ચંચળ બની જાય એ તો સ્વાભાવિક છે ને ?મનમાં સતત આ કરી લઉં, પેલું કરી લઉં એવા વિચારોતો મંથન કર્યા જ કરવાના ને. ઢળતી ઉંમરે ખોરાકમાં ફેરફાર થવું, દાંત ના બચ્યા હોય તો ખાવાની તકલીફોમાં કે ખોરાક પ્રત્યેની રુચિ બદલાવી એતો સ્વાભાવિક છે ને ત્યારે અનુકૂળ ભોજન માટે પણ ચલાવ્યા જ કરવાનું.જે સંતાનોના ભાવતુ ના ભાવતું નું હંમેશા ધ્યાન રખાતું. રસોઈ પણ તેમની પસંદગીની જ બનતી, ત્યારે તો સંતાનો હોંશભેર જમી લેતા. અને ત્યારે મા-બાપ તો ક્યારે પોતાના મનગમતા સ્વાદની ઈચ્છા ના રાખતા. તો ઘડપણમાં એકાદ દિવસ તેમનું ભાવતું ભોજન આપવાનો વિચાર આ જુવાન પેઢીને કેમ નથી થતો?

આસપાસના મંદિરે દેવ દર્શને જઈ ને,કે નજીકના બાગમાં, શેરીના ચોતરે બેસીને, આસપાસના સાથે બેસેલા સમદુખિયાઓ સાથે વાર્તાલાપ કરીને સમય ગુજારતા. ઉંમર અવસ્થા ના લીધે કોઈ આંખે ઓછું જોવે, કાને ઓછું સાંભળતા,તો કોઈના પગના ઘુંટણમાં કામ ન કરતા, આવી કેટલી તકલીફો સાથે ઘરના વરંડા થી રૂમ સુધીની સફર ખેડતા રહેતા,આ મા-બાપને ક્યારેક નજીકની કોઈ યાત્રા તો કરાય. એવું આ આજની પેઢીને કોણ સમજાવે ? પોતાને ગમતું પુસ્તક લાઈબ્રેરીમાં જઈને વાંચી ન શકતા,વડીલને તે ખરીદીને ભેટ તો આપી શકાય એવું આ સંતાનોને કેમ ના સુઝ્યું ? એ જ માતા-પિતાએ એમના માટે ન જાણે કેટલીય ભેટ લાવ્યા હશે.
ઢળતી ઉંમરની આવી નાની-મોટી ઘણી વાતો મા બાપ પોતાના સંતાનો સાથે કરવા માંગતા હોય છે. આવી જાણી અજાણી કેટલીયે મુઝવણ ઘડપણ માં અનુભવાતી હશે. તે કોણ જાણે. ક્યારેક આપડે બધુંજ જાણતાં હોઈએ છીએ.તોય ચૂપ રહેતાં હોય છે. અને કેટલાંક જાણી ને આંખ આડા કાન કરતાં હોય છે.
તો આવો આપણે સૌ મળી ને એક " નવી શરૂઆત" કરીએ." ઘડપણ" ને સમજીએ. ઘડપણ ની મુઝવણ ને દુર કરીએ. 🌺નીતુ જોષી "નીજ"🌺