પ્રેમ Vivek patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પ્રેમ

  પ્રેમ 

 

          પ્રેમ કોને કહેવાય? બધા ના  અલગ અલગ વિચારો હોય છે આ પ્રેમ માટે ના. કોઈક ના કેવા મુજબ આ પ્રેમ લાગણીશીલ હોય છે,કોઈક ના કેવા મુજબ આ પ્રેમ જીવન જીવવા ની એક સીડી હોય છે, કોઈક ના કેવા મુજબ આ પ્રેમ વ્યસન હોય છે  તો કોઇક ના માટે આ પ્રેમ માત્ર  શારીરિક સંબંધ જરૂરિયાત પૂરતા હોય છે. બધા ની પ્રેમ ને જોવાની નજર અલગ હોય છે.

પરંતુ આજે હું મારો વિચાર રજૂ કરું કે મારા મતે પ્રેમ શું છે. પ્રેમ ક્યારેય સહનશીલતા થી ના થાય, પ્રેમ મા ક્યારેય કઈ જતુ કરવા થી ના થાય,પ્રેમ માં ક્યારેય કોઈ અપેક્ષા ના હોવી જોઈએ. પ્રેમ એક એવો સબંધ છે જ્યાં તમે એકબીજાની સાથે થોડા દિવસો પણ સાથે નીકળો પણ એ સમય તમને સ્વર્ગ ની સહાનુભૂતિ કરાવે, પ્રેમ એક એવો સબંધ છે જ્યાં તમે થોડી વાર પણ એકબીજા થી થોડીક ક્ષણ  અલગ થાઓ તો લાગે જાણે વર્ષો થી એકબીજાને મળ્યા ના હોય.
પ્રેમ બહુજ ગજબ લાગણી છે જ્યાં તમને એકબીજાની સાથે હોય તો ખાવા પીવા ની પણ ખબર ના પડે બસ એકબીજાની સાથે વાતો કર્યા જ કરીએ. સ્કૂલ માં ક્યારેક ગૃહકાર્ય ના કર્યું હોય આપણા શિક્ષક આપણને ઠપકો આપે કે ક્યારેય ખાવાપીવા નું તો ભૂલ તો નથી તો ગૃહકાર્ય કેમનું ભૂલી જાય છે. પણ સાહેબ પ્રેમ જો સાચો હશે તો તમે ખાવાપીવા નું પણ ભૂલી જવાય છે જ્યારે તમે એકબીજા ની સાથે હોય અને ખાવા પીવાનું ભૂલી જાઓ એના થી મોટું કોઈ ઉદાહરણ નથી પ્રેમ અનુભવ કરવા નું. પ્રેમ નિરપેક્ષ અને સ્વાર્થ  વગર થાય તો જીવવા ની મજા આવે.


     આજે હું પ્રેમ ને લગતી એક વાત કરું. વાત છે થોડા વર્ષો પહેલા ની મિત્રો સાથે એક દિવસ ના પર્યટન નું નક્કી થયું અને જવાનું થયું કાંકરિયા તળાવ ( ગુજરાતી મા વાર્તા ચાલુ હોય અને કાંકરિયા તળાવ નો ઉલ્લેખ ના થાય એવુ કેમ નું થાય) હવે પહોંચ્યો ત્યાં અને મિત્ર ના મિત્ર પણ ત્યાં મળ્યાં આખો દિવસ બધા એ સાથે મજા કરી જુદી જુદી રાઇડ માં આનંદ માણ્યો સાથે આઈસક્રીમ ખાધી સાથે જમવા નો આનંદ માણ્યો. ત્યાં પ્રાણી સંગ્રહાલય માં બધા પ્રાણી જોયા ખૂબ આનંદ કર્યો. મિત્ર ના મિત્ર પણ એ એવુ લાગ્યુ જાણે મારા વર્ષો જુના મિત્ર છે. ટાઇમ થયો એકબીજાને જય અંબે કહેવાનો મતલબ પછી મળીયે અને ફરીથી આવી મજા કરીશુ આવું કહેવાનો  અને પછી બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા. હાલ ના અદ્યતન જમાના માં આપડે મોબાઇલ અને સોશિયલ મીડિયા ના ઉપયોગ થી એકબીજા ની સાથે ટાઇમ નીકાળી શકીએ છીએ તો એના મદદ થી અમે વોટ્સપ ગ્રુપ બનાવ્યું જેમાં અમે સાથે મજા કરી હતી એ બધા મિત્રો ને ઉમેરીને ગ્રુપ થયું ચાલુ અમારું. પેલા તો થોડા સાથે મજા કર્યા ની તસવીરો એકબીજાએ ગ્રુપ આપમેલ ચાલુ કરી બહુજ વાતો કરી મજા કરી એની. થોડા દિવસ બાદ એ વાતચીત ગ્રુપ માં થી ઓછી થઈ વ્યક્તિગત ચાલુ થઈ ગઈ. આમાં ગ્રુપ માથી એક છોકરી સાથે વાત ચાલુ થઈ. થોડા દિવસ તો હાઈ, હેલો ,કેમ છો, જમ્યા, શું કરો છો, ચાલ્યું, એકબીજાને જોક્સ મોકલ્યા મજા કરી. થોડા દિવસો પછી એકબીજાની વ્યક્તિગત વાત મા દખલ કરવા નું ચાલુ થયું બંને એ બધુ જ  વાતો એકબીજાને કરી જેમકે શું ભણવા ચાલે, મમ્મી પપ્પા શું કરે છે ભાઈ છે તો શું કરે છે.  એમ કરતાં કરતાં બંને વચ્ચે દિવસો નીકળતા ગયા અને મિત્રતા છોકરી સાથે ગાઢ થતી ગઈ. હવે છોકરા ની મિત્રતા વધી ને છોકરો પ્રેમ ની લાગણી નો અનુભવ કરતો હોય એમ એ ને લાગવા લાગ્યું. તો છોકરા એ નિખાલસ સ્વભાવ થી એના પ્રેમ ની રજૂઆત કરી પણ થયું આવું કે છોકરી એ પ્રેમ સ્વીકારવા ની ના પાડી અને કહ્યું આપડે મિત્રતા માં જ ખુશ રહીશું ત્યાં થી આગળ નહીં વધીએ તો બંને એ મળી ને એ વાત નો સ્વીકાર કર્યો પણ થોડા દિવસ બંને ની વચ્ચે પેલા ની જેમ વાત થઈ હતી એના કરતાં ઓછી થઈ ગઈ દિવસો જતા ગયા અને થોડા દિવસો નીકળ્યાં અને એક દિવસ એવો આવ્યો કે પાંચ દિવસ કોઈ મેસેજ ના આવ્યો તો ત્યાં છોકરો ટેન્શન માં આવી ગયો અને પાંચ દિવસ મેસેજ કરવા નું ચાલુ રાખ્યું પણ એક મેસેજ નો જવાબ ના મળ્યો. અને અચાનક છઠ્ઠા દિવસે સામે થી મેસેજ આવ્યો અને એનો મેસેજ જોઈ ને છોકરો અચાનક ગાંડો થઈ ગયો અને એણે બોલવા લાગ્યો તને ભાન પડે છે તારા જોડે વાત ના થવાથી મને આવું થયું ને તેવું થયું બધો જ મન માં ભાર હતો એ ગુસ્સા ના રૂપમાં માં બાર આવ્યો ત્યાં પેલી છોકરી બસ નિખાલસ સ્વાભાવ થી બધું સંભાળી રહી હતી. પછી એને કઈ જ બોલ્યા વગર છોકરા ના બધા જ પ્રશ્નો નો જવાબ એક તસવીર મોકલી ને આપ્યો. પેલા તો એ તસવીર જોઈને છોકરો સ્તબ્ધ થઈ ગયો. નસો મા લોહી વહેવા ની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ. હ્રદય ના ધબકારા વધી ગયા. છોકરો કઈ બોલી ના શક્યો બસ એ તસવીર જોઈ ને રડતો રહ્યો. પણ એ તસવીર મા એવુ કઈ ન  હતું પણ એ તસવીર મા છોકરી એ છોકરા ને અલગ જ પ્રકાર થી પ્રેમ નો પ્રસ્તાવ કર્યો બસ પછી શું છોકરા એ રડતાં રડતાં પ્રેમ ના પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો. બસ પછી તો શું સવાર સાંજ, કોલેજ મા, લેક્ચર મા, વાંચવા ના ટાઇમ એ, જમવા ના ટાઇમ એ, રાત્રે મોડા સુધી એકબીજા સાથે વાત ચાલુ થઈ. જાણો બંને ને જીવતા જીવ સ્વર્ગ રહેતા હોય એમ લાગવા લાગ્યું. બંને એકબીજાના પ્રેમ બહુજ ઊંડા ઉતરી ગયા ક્યાંક ફરવા જાય ક્યાંક કઈ ખાવા જાય તો બંને એકબીજાને તસવીરો મોકલતા અને શાંતિ થી એકબીજાની સાથે વાતો કરતા. અને મજા ની વાત તો એ છે હજી સુધી બંન્ને કાંકરિયા મળ્યાં ત્યાર થી એક પણ વખતે મળ્યાં નહોતાં હા મળવા ના પ્લાન બધા બહુ બનાવ્યા પણ પૂરા એકમાત્ર ના થયા.  પણ બંને ખુશ હતા એકબીજા ની સાથે બસ ફૂલ ટાઇમ મેસેજ, વિડિયો કોલ, મા નીકળી જતો. પણ ભગવાન ને જાણે આ સબંધ મંજૂર ના હોય એમ લાગ્યું થોડા દિવસ થયા અને છોકરા ના ઘર મા લગ્ન ની વાત ચીત ચાલુ થઈ. છોકરો મૂંઝવણ મા પડ્યો અને બધી વાત કરી છોકરી ને અને છોકરી ને કહ્યું તુ તારા મમ્મી પપ્પા સાથે વાત કર તો આપને આપના સબંધ ને બધા ની સામે મૂકીએ પણ છોકરી એના પાપા ના ડર થી ઘરે કઈ જ નહીં શકે એમ કહ્યું.
આ બાજુ છોકરા એ બહુજ પ્રયત્નો કર્યા સમજાવવા ના પણ છોકરી ડર ના લીધે ઘરે થી ભાગી જવા તૈયાર હતી પણ ઘરે મમ્મી પપ્પા ને કઈ કેવા તૈયાર ના થઈ અને આ બાજુ છોકરા જાણે જીદ પકડી હોય એમ કહ્યું કે ના હું ભાગીશ નહીં અને ઘર નાને સાથે લઈ ને લગ્ન કરીશ. બંને એકબીજાની વાત મા થી હટવા તૈયાર ના થયા છોકરા ના ઘણા પ્રયત્નો પછી પણ છોકરી ના માની ત્યારે આ બાજુ છોકરા એ ઘર ના  ને હાલ લગ્ન નથી કરવા એ કરી ને વાત મૂકી પણ છોકરા ના ઘર નાને એક પ્રશ્ન પૂછ્યો કે તને કોઈ ગમે છે ત્યારે છોકરા એ વાત ને નકારી કારણ કે છોકરાને છોકરી પાસેથી કોઈ ટિપ્સ મળી નહીં. નકારેલી વાત સાંભળીને ઘર ના એ છોકરા પર ગુસ્સે થઈ ને પુછ્યું તો પછી કેમ તારે લગ્ન નથી કરવા ત્યારે છોકરો કઈ ના બોલી શક્યો અને ઘર ના કેવા મુજબ એ છોકરી સાથે સબંધ કરી લીધો. હવે વાર્તા થોડી અટપટી થશે એટલે આપણે પેલા નામકરન કરીએ છોકરા નું નામ માનવ અને છોકરી નું નામ રિયા બંને એકબીજા પ્રેમ હતા. હવે નવી એંટ્રી કરી એ  છોકરી નું નામ ઝોયા. તો વાર્તા પાછા ફરીએ. તો ઘર ના કેવા થી માનવ એ ઝોયા ને મળી ને એની સાથે સબંધ કરી લીધો. પણ હજી માનવ અને રિયા એકબીજા માટે એટલા જ પ્રેમ હતા જેટલા એ વર્ષો થી હતા.પણ રિયા એ સમય ને માન આપીને માનવ સાથે વાત ના કરવા જણાવ્યું. બંને સહમત પણ થયા. આ બાજુ માનવ અને ઝોયા આગળ વધ્યા અને રિયા પણ આગળ વધી અને એના મનમાં આ બધા વિચારો થી દૂર રહેવા એની જાત ને વ્યસ્ત કરી નોકરી ચાલુ કરી ને... પણ માનવ અને રિયા અવારનવાર એકબીજા સાથે વાત કરી લેતા અને હાલ ચાલ પૂછી લેતા, હા ક્યારેક ક્યારેક બંને પોતપોતાના નિર્ણય ને યાદ કરી ને રડતા અને પાછા બંને એકબીજાને રડતાં બંધ કરાવતા અને બંને એકબીજાને પેલા ની જેમ જ પ્રેમ કરતા રહેશે એવો વાયદો કરતા. સમય જતો ગયો અને રિયા ના ઘર ના એ પણ રિયા માટે છોકરો જોવાનું ચાલુ કર્યું આમાં એક છોકરો બધા ને અનુકૂળ આવી ગયો આનું નામ રાખીએ હિરેન. ઘર ના એ હિરેન અને રિયા નો સબંધ કરાવી દિધો અને આ બધી માહિતી રિયા એ માનવ ને આપી બંને એ  દિવસે બપોર થી વાત ચાલુ કરી હતી રાત્રિ ના 10 વાગ્યા સુધી વાત કરી અને એકબીજાને ફરીથી આમના સબંધ પાછા વળવા સમજાવ્યા પણ સમય અને સંજોગો આવા થઈ ગયા કે માનવ અને રિયા જોડે થઈ જાય તો ઝોયા અને હિરેન જે બિચારા કોઈ કારણ વગર હેરાન થતા. પાછા બંને પોતાના નિર્ણય કેન્સલ રાખ્યો અને જેમ ચાલે છે એમ ચાલુ રાખવા નું નક્કી કર્યું અને બંને બહુજ રડયા એકબીજા નો ભૂતકાળમાં કરેલી વાતો ને બધું યાદ કર્યું. પછી બંને એ એકબીજાને સાંત્વના આપીને વિરામ લીધો. ત્યાં થોડા દિવસ થયા અને ઝોયા અને માનવ ના વિચારો મળતાં ના હોવાના કારણે બંને એ એકબીજા થી દૂર થઈ જવાનું નક્કી કર્યું.  હવે માનવ કોઈ બંધન મા બંધાયેલો નહતો પણ સામે રિયા અને હિરેન એમના જીવનમાં આગળ વધી ગયા હતા... માનવ એ બધી જાણ કરી રિયા ને બધું કહ્યું બસ પછી શું બંને એકબીજાના નસીબ રડયા અને સાંત્વના આપી ને જેમ ચાલુ હતું એમ ચાલુ રાખ્યું આ બાજુ માનવ એકલો અને ત્યાં રિયા અને હિરેન આગળ વધ્યા. થોડા સમય પછી માનવ બીજી છોકરી આનું નામ આપડે હેલી રાખીએ હેલી સાથે સબંધ કર્યો માનવ એ બધી જાણ કરી રિયા ને અને બંને એ( માનવ અને રિયા ) પોતપોતાના ના સહભાગી સાથે જીવન સારું જાય એવી પ્રાર્થના કરી. માનવ અને હેલી આ બાજુ રિયા અને હિરેન. બંને આગળ વધ્યા. થોડા સમય બાદ માનવ અને હેલી ના સબંધ માં નાનો મોટો ઝઘડો થવાનું ચાલુ થયું પણ હવે માનવ કોઈ ને કઈ કહી શકે એની સ્થિતિ મા નહોતો એ અંદર ને અંદર એવુ વિચારતો કે જો એ હવે ઘર મા આવુ કહે તો ઘર ના માનવ નું નહીં માને અને આ બધા માટે જવાબદાર માનવ ને માનસે બસ આ ડર ના લીધે બધું સહન કરવા લાગ્યો એમ કરતાં કરતાં વાત પહોંચી લગ્ન પર હવે માનવ અને હેલી ના લગ્ન નક્કી થયા પેલા ની જેમ માનવ એ બધી જ વાત કરી રિયા ને બંને બહુ રડયા પોતાના જુના દિવસો યાદ કરીને. બંને પોતાના જ પ્રેમ ઉપર પથ્થર નાખી ને એકબીજા થી દૂર થવાનું નક્કી કર્યું પણ બંને જાણતા હતા કે બંને એકબીજા વગર નહીં રહી શકે. સમય થયો લગ્ન નો લગ્ન ના આગલા દિવસે માનવ પર મેસેજ આવ્યો રિયા નો અને વિડિયો કોલ કરવા નું કહ્યું માનવ અને રિયા એ વિડિયો કોલ ચાલુ કર્યો અને બંને કઈ પણ બોલ્યા વગર એકબીજાને જોતા રહ્યા અને બસ રડતાં રહ્યા. બંને ને પોતાના નિર્ણય પર ખૂબ જ દુઃખ થયું હતું કારણકે આ એક એવો સબંધ હતો જ્યાં બંને ની ખોટ એકબીજાને દેખાતી હતી. માનવ અને રિયા એ દિવસે ખૂબ રડયા જાણે બંને ને એમ આ એમની જિંદગી નો છેલ્લો દિવસ હોય અને છેલ્લે રિયા એ માનવ ને કહ્યું મને ખાલી તું વરરાજા ના કપડાં મા તૈયાર થાય એની તસવીર મોકલી આપજે. બીજા દિવસ થઈ ગયો સમય ઘોડે ચડવા નો માનવ થઈ ગયો તૈયાર સૌથી પેલા માનવ એ વચન મુજબ તસવીર રિયા ને મોકલી અને ત્યારબાદ માનવ ના લગ્ન થઈ ગયા. એ સમયે કદાચ કોઈ નહી જાણતું હોય કે રિયા પર શું વીત્યું હશે કદાચ એ સમયે શબ્દો મા રજૂ કરવો અઘરો હસે. માનવ અને હેલી ના લગ્ન થઈ ગયા અને આ બાજુ રિયા ને વિદેશ મા સેટ થવાનું થયું.છ મહિના પછી રિયા વિદેશ થી પાછી ફરી એના અને હિરેન ના લગ્ન માટે. રિયા એ આવી ને બધી જાણ કરી માનવ ને. હિરેન અને રિયા ના લગ્ન મા દસ દિવસ બાકી હતા તો રિયા એ દસ દિવસ એકબીજાને પૂરો સમય આપીશું એવુ નક્કી કર્યું દિવસો વીતવા લાગ્યા અને દસ દિવસ મા થી બે દિવસ વધ્યા બંને ના મન અચકાતાં અને આઠમા દિવસે બંને પહેલા માનવ ના લગ્નની જેમ રિયા ના લગ્ન મા રડયા જાણે એમના શરીર મા થી કોઈ અંગ છૂટું પડી ગયું. બંને ખૂબ દુઃખી હતા પણ આમની મદદ કરનારું જાણે કોઈ ના હોય ભગવાન પણ એ દિવસે બંને ની કરુણતા જોઈને એવુ વિચાર્યું હશે કદાચ આ બંને નું ભવિષ્ય મેં લખ્યું હોય તો સારું હતું પરંતુ છેલ્લાદિવસે પણ બંને એકબીજા હમેશાં એકબીજા ના જ થઈ ને રહેશે એવો નિર્ણય લીધો.. બસ પછી શું આ બાજુ રિયા લગ્ન ચાલુ થયા અને રિયા નો પરિવાર વિદેશ રહેતો હોવાથી રિયા એ લગ્ન લાઈવ પ્રસારણ કર્યું યુટયૂબ પર અને અહીંયા એની લીંક માનવ ને મોકલી માનવ લાઈવ પ્રસારણ  જોતો જાય અને  એના નસીબમાં જે નહોતુ એના માટે રડતો જાય એમ કરતાં કરતાં માનવ ના હાથ મા બ્લેડ આવી ગઈ અને એને પોતાનું જીવન ટૂંકાવવાનું  નક્કી કરતો અને થોડી થોડી વાર મા એના મગજમાં આત્મહત્યા કરવા ના વિચાર આવતાં આટલા મા ત્યાં માનવ ની મમ્મી આવી પહોંચી અને એ  આ બધુ જોઈ ગઈ અને એકબાજુ માનવ એની મમ્મી ની સામે રડતાં મોઢે થી જોયું અને એની મમ્મી ને પાસે બોલાવી આના ખોડા મા માથું મૂકી ને ખૂબ રડયો અને બધી હકીકત એની મમ્મી ને કીધી... માનવ લાઈવ પ્રસારણ મા રિયા ને જોઈને રડે અને માનવ ના મમ્મી માનવ ને જોઈ ને રડે.. બસ અહીંયા થી રિયા એના સાસરે અને માનવ હેલી સાથે નાના  મોટા ઝઘડા મા જિંદગી થી કંટાળી ને ક્યારે છૂટો પડે એની રાહ જોઈ ને બેઠો છે.અને હજી મન મા એમ ધારી ને બેઠો છે કે એના લગ્ન થશે રિયા સાથે.

       મારા મતે આજ છે સાચો પ્રેમ છે જ્યાં આટઆટલી તકલીફો પછી પણ માનવ અને રિયા એકબીજાને પ્રેમ કરતા રહ્યા. હા બંને એ અલગ અલગ ઘર વસાવી લીધા પણ હજી બંને એકબીજાની યાદો મા જીવે છે. આ છે સાચો પ્રેમ જ્યાં કોઈ સ્વાર્થ નહીં ક્યાંય કોઈએ કોઈનો ઉપયોગ ના કર્યો કઈ જ નહીં. બસ બંને ના નસીબ નહોતા ખુશ રહેવાના અને સાથે રહેવાના. અને હજી પણ મજા ની વાત એ છે કે બંને કાંકરિયા તળાવ પછી સરખા મળ્યાં પણ નથી. ભગવાન બધા ની પરીક્ષા કરે પણ ભગવાન ને પ્રાર્થના કે આવી પરીક્ષા કોઈ ની ના કરે...