Kalakar - 1 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 1

શિયાળા ની ઠંડી તે પાછી ડિસેમ્બર ની, રઘુ અને તેનો સાથીદાર "ટાઇગર" એટલે કે નાનું કુતરા નું બચ્ચું બને ઠંડી થી બચવા એક બીજા ની હૂંફ લઇ સ્ટ્રીટ લાઈટ નીચે બેઠા છે.મોહનગરી મુંબઈ થી ૪૦૦ કિલોમીટર દૂર,વડોદરા ના "શેલ્ટર હાઉસ "(જે પુલ ની નીચે સરકાર કોમન રૂમ જેવું બનાવે એ ) માં રહેતો રઘુ અને ટાઇગર એક મેક ને દિલાસો આપતા હતા. આજે બંને ને જમવાનું મળ્યું ન હતું. આજે પેલા રમણ કચરા જોડે લડ્યો ના હોત તો બંને ને જમવા નું મળી જાત.
નાનું ભૂલકું પણ જાણે મન ના ભાવ સમજતું હોય તેનો એક પગ ઉંચો કરી ને રઘુ ના હાથ માં મૂકી ને હટાવી લે.
રઘુ ના મમ્મી પપ્પા અહીં કડિયા કામ માટે આવ્યા હતા.મૂળ છોટા ઉદેપુર ની પાસે ના ગામડાં ના ..એક કોન્ટ્રાક્ટર એની મમ્મી ને ફોસલાવી ને લઇ ગયો અને એના પપ્પા એક અકસ્માત માં જતા રહ્યા.એક 12 વર્ષ ના બાળક ને આટલી જ ખબર હતી.બાલ- માનસ
બચપણ થી જ લાચારી ,ભૂખ ગરીબી ,બેકારી ,દાદાગીરી ,ગુંડાગિરી અને બીજા કેટલા અપશબ્દો થી ટેવાય ગયું હતું.તે ના આંખ માં અંગારા અને દિલ માં નફરત હતી જમાના માટે ..તેને માણસો કરતા કુતરા માં સમજદારી,વફાદારી વધારે લાગી.ને વાત પણ સાચી જ છે ને માણસ સમય પ્રમાણે તમારો ઉપયોગ કરી ભૂલી જાય જયારે કૂતરો તેને નિભાવે છે.
ઠંડી ની રાત માં તે હાથ ઢાંકે તો પગ ખુલા રહે .ટૂંકી લીલી ચડ્ડી અને સફેદ શર્ટ પર રાતી ચોકડી ..આ એનો રોજ નો યુનિફોર્મ ..
કોઈ દિવસ શર્ટ ના પણ પહેરે ..આજે તેને આકાશ સામે જોયું ..કોઈ મૂક પ્રાર્થના કરતો હોય તેમ ..ભૂખ અને ઠંડી થી બચવા ..
એટલા માં એક ગાડી આવી ,તેમાંથી ૩ ચાર યુવક અને એક યુવતી ઉતરી ..તેમના હાથ માં એક જમવાનું અને ઓઢવા માટે શાલ આપી.
રઘુ થોડો હીચકાયો .એટલે 4 ના ટોળા માંથી પેલી યુવતી બોલી ..લઇ લે ..અમે એન જી ઓ તરફ થી છે ,દર શિયાળા માં અમે શાલ આપીયે છે. પેલા ટાયગર એ તો મોઢા થી શાલ પકડી રાખી .એ જોય ને યુવતી ને મજા પડી ગઈ .તેને પૂછ્યું .
" તું ક્યાં રહે છે ?"
" શેલ્ટર હૉઉસ માં ,લાલ બાગ બ્રિજ નીચે "
" બેન તમે મને કોઈ પણ કામ અપાવો તો ...ઘણું સારું..હું તો ..ચલાવી લઉં .પણ મારે મારા મિત્ર ને ભૂખ્યો નથી રાખવો ....જાણે ઘર નો વડીલ વાત કરતો હોય એવા ભાવ હતા.
" તું અમારી સોસાયટી માં રોજ ગાડી સાફ કરવા આવીશ ?..તારે થોડું ચાલવું પડશે "
" આવીશ બેન, હજુ તો મારે ઘણું ચાલવાનું છે અને ચલાવવાનું છે ..."
"તો સારું, અહીં માંજલપુર માં શાંતિ ધામ સોસાયટી છે ..કાલે સવારે આઠ વાગે ..આવી જજે ..
કહી ને યુવતી કઈ પણ બોલ્યા વિના જતી રહી .ચાર આંખો ખુશી થી ચમકવા લાગી જમવા નું પણ અને ઠંડી થી બચવાનું પણ મળી ગયું ..
ફરી ચાર આંખો આકાશ તરફ જોઈ રહી ..આ વખતે આભાર વ્યક્ત કરી હતા.

બંને એ કેટલા દિવસ પછી ઠોકરો ની જગ્યા એ ભોજન ખાધું,"દોસ્ત,હવે કાલ થી હું તો કામ કરવા જઈશ ત્યાં સુધી તારે પેલા ડ્રમ ની પાછળ લપાઈ ને બેસી રહેવા નું ,વાહનો ની અવર જ્વર થાય ...તને લાગી જાય તો ..?
પેલું બચ્ચું કઈ સમજ્યું એ ખબર નહિ પણ શાંત જરૂર થઇ ગયું.
સવાર માં બંને ઉઠી ગયા.પેલો જ પ્રશ્ન કે આ શાલ મુકવી ક્યાં ?એ મૂકે તો સાંજે જોવા પણ ના મળે ..તેને પેલા કુતરા ને અને શાલ ને બંને ને ડ્રમ ની અંદર મૂકી દીધા ..પછી તે જેવું તેવું ન્હાઈ ને કામ પર ચાલ્યો .
લગભગ આંઠ ને વિશે ત્યાં પહોંચ્યો, ગેટ પર નો ચોકીદાર ..જાને કે તે કોઈ જાનવર હોય એમ ..અય જા, અહીં થી, .દૂર જા ..
તેની આંખો માં જ્વાળ ચડ્યો ..
" હું અહીં ભીખ માંગવા નહિ ..કામ કરવા આવ્યો છું,કોઈ લાલ રંગ ની ગાડી વાળા બહેન હતા .કાલે રાત્રે ચાલવતા હતા એટલે મેં જોયું "
" સારું,પણ અહીં ઉભો રે ,અંદર ના આવતો "
" એક દિવસ હું તને મારી ત્યાં નોકરી રાખીશ " એવું મન માં બડબડયો..
" શું બોલ્યો તું ?"
" પેલો સામે પથ્થર દેખાય છે ?
"હા "
" તે ઊંચકી ને માથા માં મારીશ ,જા ને પેલા બેન ને બોલાય ને ..ટોપી.."
એનો તાપ જોઈ ને ચોકીદાર ડોટ મારી ને ગયો અને ડોટ મારી ને પાછો આવ્યો.
" તને અંદર બોલાવે છે, જો અહીં થી ડાબી બાજુ પીળા રંગ નું મકાન છે તે "
"નંબર બોલ ને .."
" બ-૪૫,.. તને સમજ પડે "
તો શું અમને ભણવા નું મન ના થાય ..ત્યાં દર રવિવારે કોલેજ ના વિદ્યાર્થી અમને ભણાવે છે ..અને હું બધું જ શીખું છું ..જે જમાનો મને શીખવાડે છે ..હટ બાજુ પર ..ચાલ જવા દે ..
તેની ઉંમર કરતા મોટી વાતો અને આટલા તીખા તેવર જોઈ ને તે બાજુ પર ખસી ગયો ..ચોકીદાર ને તેના માં કઈ અલગ દેખાયું ..
રઘુ ઉતાવળા પગલે ગેટ ની અંદર ગયો.ત્યાં બાલ્કની માં ગઈ કાલ સાંજ વાળા બેન દેખાયા.
એમને હાથ થી ઈશારો કરી ઉપર બોલાવ્યો ..રઘુ ઘર ની અંદર જોયું અને પોતાનો પહેરવેશ જોઈ ને થોડી નાનમ અનુભવા લાગ્યો.
તેની આ વિમાસણ પેલી યુવતી પારખી ગઈ.
તેને પૂછ્યું " તારું નામ શું ?"
"રઘુ" અને બેન તમારું ?
" નીલિમા શેઠ"
" તમે ..પેલા ..વકીલ તો નહિ ..જેમને "માઘા-છિપા" ને જેલ કરાવી હતી "
"હા હું એજ "
" તને કેવી રીતે ખબર ?
" હું જયારે ચા ની દુકાને હતો ત્યારે લોકો વાતો કરતા હતા એટલે યાદ આવ્યું "
" દુકાન છોડી ને આ ગાડી સાફ કરીશ "
"અત્યારે મારો સમય નથી,અને મારી પાસે સમય નથી ..એટલે સમય જે કરાવે તે હું કરીશ ..જયારે મારો સમય આવશે ત્યારે હું સમય પાસે કામ કરાવીશ ..આટલું બોલતા બોલતા તો તેની આંખો લાલ,હાથ ની મુઠી ભિચાયેલ બંધ ..
" સારું, પણ આમ ગુસ્સે કેમ થાય ? તને કામ કરવા બોલાવાનું એક કારણ છે ,અત્યાર સુધી મેં કેટલા ને શાલ આપી ,જમવા નું આપ્યું ..પણ તું એક એવો નીકળ્યો કે જેને સામે થી કામ માગ્યું ..મને તું ખુદ્દાર લાગ્યો .."
"મારા કામ ના ફળ માટે મેહનત કરીશ ,અને આ લકીરો માં રંગ હું ભરીશ "
"વાહ રઘુ ..ચાલ જો હવે પેલી મારી ગાડી છે ..બાજુ માં સફેદ મારા પાપા ની છે અને ત્યાં જે ભૂરા રંગ ની છે તે મારા સંબંધી ને છે ..તારે રોજ આંઠ વાગે અહીં આવી જવાનું અને ગાડી સાફ કરી ને મૂકી દેવા ની ..વોચ મેન ને કહી તને પાણી ની ડોલ,અને પોતું આપવી દઉં છું ...
"સારું "
થોડી વાર માં રઘુ ગાડી ને પોતું (સાફ ) મારી રહ્યો હતો .
તેને વિચાર્યું "મુંબઈ જવું છે, આવી ગાડી લઇ ને ..અને ..મારે કલાકાર થવું છે,કોઈ ફિલ્મ લાઈન નો નહિ સાચુકલો ..
જે જીવન ના ચિત્રપટ પર રોજ નવા નવા રોલ ભજવે, રોજ નવો વેશ ...સમાજ માં રહેતા દરેક કલાકારો થી મોટો કલાકાર ..જેમને મને ધુતકાર્યો છે ..તેમના થી પણ મોટો ..અને પેલો બિલ્ડીંગ કોન્ટ્રાકટર ...

(ક્રમશઃ :)

 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED