આભા વિનિત - ભાગ 2 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આભા વિનિત - ભાગ 2


ગંતાક થી..........


વિન્ટો એકદમ ઉદાસ થઈ જાય છે ને પોતાની જાત ને ખુબ જ એકલો મહેસુસ કરે છે.આજ નો દિવસ એમના જીવન માટે એક ભયંકર દિવસ સમાન હતો.ભયાવહ ભુતકાળ તેના મન મગજ પર હાવી થઈ રહ્યું હતું .તેનું મગજ ફાટવા લાગ્યું આંખ પર અંધારૂ છવાય ગયું ને મન એકદમ સુન્ન બની ગયું .વારવાર ભુલવા મથે છતાં ભુતકાળ ની એ ગોઝારી રાત તેનો પીછો છોડી રહી નહોતી.ઘણીવાર તે રાતે ઊંઘ માંથી પણ જાગી જતો .
આજ થી પંદર વષૅ પહેલા ના વષૅ ના અંતિમ દિવસે એની સાથે બનેલી ઘટના એ એનું જીવન જ બદલી નાખ્યું .વિનીત માથી એ વીન્ટો બન્યો એના માટે આ ગોઝારી રાત જ જવાબદાર હતી.આજે સંઘષૅ ને પિડા વેઠી ને એ મુબંઈ નો ડોન તો બની ગયો હતો પણ શું એ આ બનવા માંગતો હતો?
સમય અને સંજોગ એને અહીં ઢસડી ને ફેંક્યો હતો .એના માટે પણ એને ઘણી લડતો ને સંઘષોૅ નો સામનો કરવો પડ્યો હતો.ટોચ પર પહોંચી ને પણ એને ખાલીપો વરતાઈ રહ્યો હતો.તેના ડર ના ઓથાર માં બધા જ એને સલામ ભરતા .તેના એક ઈશારા પર મુંબઈ અટકાવી શકે એટલું શાસન હતું અન્ડરવલ્ડૅ ની દુનિયા નો બેતાજ બાદશાહ હતો. છતાં અંદર થી એકદમ એકલો હતો. વિચારો નુ તોફાન અફાટ દરિયા નો મોજા ઉછળી કિનારે અથડાય એ રીતે મગજ માં અથડાય રહ્યા હતા.તેની આંખો ગુસ્સા થી લાલ થઇ ને તે ઓરડા ની શોભા વધારનારી કિંમતી ને રોયલ વસ્તુ ઓ ફેંકવા લાગ્યો આંખમાંથી અશ્રુઓની ધારા પાંપણ ના કિનારા મેલી ને અવિરત વહેવા લાગી.તેનુ શરીર મખમલી ચાદર પર પછડાયું ને એ મન ભરી ને રડી પડ્યો .
મનોમન ભગવાન ને ફરિયાદ કરતા એની નજર છત પર ફરતા પંખા પર સ્થિર થઈ ને એ ભુતકાળ માં વિલિન થઈ ગયો.

"એક દિવસ ભણી ગણી ને મોટો અફસર બનશે મારો દિકરો "
સાવિત્રી દેવી એ પતિ ને વિનીત ની માકૅશીટ બતાવતા કહ્યું;
"શું કહું છું ?આપણે તેને શહેર ની કોઈ સારી મોટી નિશાળ માં ભણવા બેસાડી એ તો?"
"સાવિત્રી મન તો મને પણ છે એને મોટી નિશાળ માં ભણાવવાનું પણ પૈસા વગર કેમ થશે આ બધું ને વળી ગામના જાગીરદાર ને ખબર પડે કે આપણે દિકરા ને બહાર ભણવા મોકલ્યો છે તો એ આપણને શાંતિ થી જીવવા પણ નહીં દે". રાતના આછા અંધકાર માં શરદબાબુ એ ધીમે થી સાવિત્રી દેવી ને કહ્યુ;
"આમ પણ ક્યાં શાંતિ છે ? "
"આપણું તો આખુ આયખુ એના વૈતરા કરવામાં ગયું પણ દિકરા વિનીત ની જિંદગી મારે નથી હોમવી."
"જે થશે એ જોયું જશે ,કોઈનેય ખબર નહીં પડે કે આપણે વિનીત ને શહેર ભણવા મોકલ્યો છે."
"ગામ માં એમ જ કહીશું કે એની માસી ની ઘરે મોકલી દિધો છે ,ચાર નો પેટ નો ખાડો પુરાતો નહીં તે એને મેલી આવ્યા તે કણે ."પથારી માં અધૅનિંદ્રા માં સુતેલ વિનીત ના કાને મા ના ચિંતા ભયાૉ એ શબ્દો અથડાયા.
"ભલે તું કે છે તૈ કંઈક કરીએ."
" નવા વરસ આડા હવે નવ દિ જ રહ્યા છે, નવા વરસ ના દિ જાગીરદાર ને ત્યાં થી રજા મળશે તો એ દિ જ શહેર જઈ આવીશું. બધી તપાસ કરતા આવી ને નિશાળ નું નક્કી પણ ."
"હવે નિરાંતે સુઈ જા હવ સારાવાના થશે. "પડખું ફેરવતા શરદબાબુ બોલ્યા;
"માં બાપ ને એની કેટલી ચિંતા છે .હું બહુ જ ભણીને મોટો અફસર જ બની બતાવીશ મનોમન દ્રઢનિશ્ચય સાથે વિનીત ભગવાન નો પાડ માનતો સુઈ ગયો.
આખરે આજે નવા વષૅ ને વધાવવા રાત થનગની રહી હતી.વષૅ ના આખરી દિવસે જાગીરદાર ના મહેલે ઝગમગાટ હતો.મા એ સવારે સાથે લઈ જવા માટે નાસ્તો ને બીજી વસ્તુ ઓ તૈયાર કરી.મા એ અલમારી માંથી માંડ માંડ બચાવી ને રાખેલી મુડી કાઢી .પૈસા ગણ્યા ને એક પોટલી માં બાંધ્યા .પિતાજી હજુ ઘરે આવ્યા ન હતા .હું મારાથી બે વષૅ નાની રેશમી શહેર જવાના ઉત્સાહ સાથે પિતાજી ની રાહ જોઈ રહ્યા હતા.રાત ના અગિયાર વાગવા માં હતા પણ હજુ પિતાજી ઘરે આવ્યા નહોતા.મા ના ચહેરા પર ચિંતા ની રેખાઓ વતૉય રહી હતી.
ઘડી ઘડી નજર બારણે મંડાયેલી હતી.
"બેટા તમે બન્ને સુઈ જાવ સવારે વહેલું જવાનુ છે."
ચિંતા ની તંગ રેખાઓ ને સાથે બારણે મીટ માંડી મા એ પથારી કરી ને અમને સુવડાવ્યા.રેશમી ના માથા પર હાથ ફેરવ્યો કે એ તરત જ ઊંઘી ગઈ.મને (વિનીત) ઊંઘ નહોતી આવી રહી.બરાબર બાર ના ટકોરે ગાડી દરવાજે ઊભી રહી. ને બે ગુંડા નીચે ઊતયૉ.કોઈ વસ્તુ ફેંકે એ રીતે પપ્પા ને ફેંકી ને જતા રહ્યા.મમ્મી ચીસ પાડતી દોડી બહાર ફળિયા માં બેભાન હાલત માં પપ્પા પડયા હતા .મમ્મીની ચીસ સાંભળી ને હું બહાર દોડી આવેલ ત્યાં જ મમ્મી બેભાન હાલત માં પડેલ પપ્પા પાસે રડતા રડતા તે ગુંડા ઓને ગાળો ભાંડતી હતી પણ હવે એનો અવાજ હવા જ ગુંજી ને એમ જ સમી ગયો . હૈયાફાટ રૂદન ને સાંભળનાર કોઈ ન હતું .હું તો આ જોઈને જ સડક બની ઊભો હતો.
મા ને ચીપકી રડવા લાગેલો ને માંડ માંડ ખુદ ને અને મને સંભાળતા મેં અને મા એ પપ્પા ને ઉંચકી ને અંદર લીધા.
ઢોર માર મારીને જાણે હાથ પગ જ ભાંગી નાખ્યા હોય એવું લાગતું હતું .
મા પપ્પા પાસે બેઠી ભાનમાં આવવાની રાહે રડતી બેઠી હતી. હું તેના ખોળા પાસે જ રડતો રડતો ઊંઘી ગયો. રાત ના ત્રણ વાગી રહ્યા હતા અચાનક જ કંઈક અવાજ મારા કાને અથડાયો આંખ ખોલી તો કોઈ માણસ મા ને ઢસડી ને લઈ જઈ રહ્યો હતો.હું સફાળો બેઠો થઈ ને એ તરફ દોડ્યો ત્યાં એ માણસ મા ને છોડી ને અંધારા મા કયાંક વિલીન થઈ ગયો.........

(શું થશે આગળ?
વિનીત નો ભુતકાળ માં હજી કેટલા છે રહસ્યો? જાણવા માટે વાચતા રહો આગળ નો ભાગ" આભા વિનીત")

ક્રમશ................