ભાગ ત્રીજો (૩) અંતિમ
પવિત્રા પર તો આભ ટૂટી પડ્યો. પહેલા મા, પછી પ્રેમ અને હવે દાદી. દાદી તો હૈયાનો હાર, વસમી વેળા આવી પહોંચી, હવે કોની સાથે કરશે પવિત્રા મનડાં કેરી વાત.
કિરીટભાઈને પણ કંઈ સમજાતું નહોતું. પત્નીની વિદાય બાદ હવે દિકરીના લગનિયા લેવા કે માતાનાં મરશિયા ગવડાવવા?? છાતીનાં પટિયા ભીંસાય એવી આફતો આવી પડી.
દાદીના ગયા પછી દાદીના કબાટ માંથી દાદીએ લખેલ એક પત્ર મળ્યો, વાંચીને કિરીટભાઈએ નક્કી કર્યું કે આવતા મહિને પવિત્રાનાં લગ્ન કરાવી નાંખવા.
વિદેશથી છોકરાંને તેડાવી લીધો. લગ્ન માટે દાદીનો પત્ર વંચાવ્યો. છોકરો સંસ્કારી હોવાથી મોભી માનીતા સસરાની વાત માની લીધી.
પવિત્રા હજુ એ આવેલી અણધારી આફત માંથી બહાર નીકળી ન હતી ત્યાં લગ્નની વાત કેમ સ્વીકારે. એક પૂતળાની માફક જેમ લગ્ન માટે તૈયાર કરે એમ મહેંદી તો મૂકાણી પણ રંગ ચડશે કે નહીં એની ખબર નથી. પીળી પીઠી ચોળી પણ પીતાંબર ચડશે કે કેમ તેની ખબર નથી. ઘરચોળું પહેરાશે પણ પાનેતર ચડશે કે કેમ તેની ખબર નથી. લગ્ન વિધિ તો થશે પણ ચોંકીનાં ફેરા ફરાશે કે કેમ તેની ખબર નથી. દિકરીની વિદાય સાથે કિરીટભાઈ ટૂટી ઢગલો થઈ ગયા હવે વિખરાઈ ગયેલા વાદળો થોડા વરસશે.......
વાજતે ગાજતે વરવધુનું સ્વાગત થયું, વધામણા થયાં. રાતનો વખત થયો સજીધજીને તૈયાર શૈયા પર પવિત્રા બેઠી હતી. વરરાજા નજીક પણ ન આવ્યા. પવિત્રા કંઈ સુપાવવા માંગતી ન હતી. એટલે શરૂઆત કરે તે પહેલાં તો વરરાજા બોલ્યા પેલાં મારી વાત સાંભળો.
પવિત્રાએ મૌન ન જળવાયું બોલી આપડે તો વિડિયો કોલમાં વાત નહોતી કરી તો તમે કેમ કોઈને જાણ ન કરી કે હું તે છોકરી નથી, જે જોવા આવ્યા કોલમાં ત્યારે તો બીજી છોકરી બતાવેલી એમ કેમ ન પુછ્યું. એવું શું હતું દાદીના લખેલા પત્રમાં કે તમે લગ્ન માટે તૈયાર થઈ ગયા. વરરાજા કંઈ જ બોલ્યા વગર ચુપચાપ સાંભળી રહ્યા હતા.
પવિત્રાથી હવે ન રહેવાયું તે લગભગ બૂમ પાડી બોલી હવે કંઈક બોલશો.
વરરાજાએ પવિત્રાને શાંત પાડતા કહ્યું મારી એક વાત માનશો તો હું બધું જ કહેવા તૈયાર છું. પવિત્રાએ ફક્ત માથું ધુણાવી હકારાત્મક જવાબ આપ્યો. એને યાદ આવ્યું કે આ મારું ઘર નથી. અંહીયા બધાની આજ્ઞામાં રહેવું પડશે.
'મેં જ્યારે જોવા માટે વિડિયો કોલ કરેલો ત્યારે તમે આરતીને તમારી જગ્યાએ બેસાડી. પરંતુ મને આરતીએ તમારી બધી વાત કરી. અને તમારો ફોટો પણ બતાવ્યો હતો. દાદીમાના પત્ર એ મને વિવશ કરી દધો. એટલે હું લગ્ન માટે તૈયાર થયો તમારી બધી હકીકત મને આરતી અને દાદીમાના પત્ર દ્વારા ખબર પડી મને કોઈ અડચણ કે નડતર રૂપ નથી. એટલે મંડપમાં તમને જોયા પછી પણ હું કંઈ ન બોલ્યો.
વરરાજાએ પવિત્રાને શાંતિથી કહ્યું તમારો મોબાઇલ આપશો? એકપણ આનાકાની વગર પવિત્રાએ પોતાનો મોબાઈલ વરરાજાના હાથમાં આપી દીધો. વરરાજાએ ઈન્સ્ટાગ્રામ એપ ડાઉનલોડ કરી, પવિત્રાને મોબાઈલ આપી પાસવર્ડ નાખવા કહ્યું. જેવું ઈન્સ્ટા ઓપન કર્યું કે અજીબગરીબના એટલે કે પ્રેમના ઢગલા બંધ મેસેજ હતાં પરંતુ પવિત્રાએ એક પણ મેસેજ ન જોયાં. ફાયદો પણ શું એ મેસેજ જોઈને. એવું વિચારીને ફોલ્ડર જ ડિલીટ માર્યું.
એટલાંમાં વરરાજા પવિત્રા માટે ચા બનાવી લાવ્યા. અને બોલ્યા ચાની સુગંધ આવી? તો ઈન્સ્ટા નો લાસ્ટ મેસેજ લાસ્ટ ટાઈમ વાંચ ફક્ત મારા માટે પ્લીઝ....
ફરી એજ અજીબગરીબનો મેસેજ જોઈને પવિત્રા વ્યાકુળ થઈ ગઈ. તેનાથી વધુ વાટ ન જોવાઈ.
મેસેજ વાંચ્યો
મંદિરે કેમ ન આવી શક્યો, દાદીમાનો પત્ર વાંચીને પપ્પાએ લગ્ન માટે કેમ હાં પાડી, અને મેં અને આરતીએ મળીને કોલ કોન્ફરન્સમાં કઇ રીતે પ્લાન બનાવ્યો એ, બધી વાત કરતાં પહેલાં ' ટેબલ પર ચા મૂકી છે ઠંડી થાય તે પહેલાં પી લે '
-ક્રિષ્વી ✍🏽
સમાપ્ત