Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 2

આપણે આગળ નાં ભાગ માં જોયું કે...
નાનકડી દિક્ષા તો હવે એની સાથે રમવા વાળું કોઈક નાનું ઘર માં આવશે તે સાંભળી ને ખુશી થી કુદકા જ મારવા માંડી હતી....
હવે આગળ....
********

પછી... થોડોક ચ્હા નાસ્તો કરાવીને... અને મ્હોં મીઠું કરાવીને....તેમ જ...એક મીઠાઇ ના બોક્ષ સાથે.... ડોક્ટર પ્રહલાદ ભાઈ...ને હષૅ ભેર બધા એ વિદાય આપી...

પછી તો ઘર માં આનંદોત્સવ છવાઈ ગયો.... હંસાબહેન તો ખુશ ખુશાલ થઈ ને... આજુબાજુ બધે જ ..આઠમ નો પ્રસાદ આપવાની.. સાથે સાથે પોતાની નાની વહુ.. લક્ષ્મી ને સારા દિવસો છે..તેવા શુભ સમાચાર પણ આપી આવ્યા....

બધા જ માતા અંબે ના દશૅન નો લાભ લેવા આવ્યા..તેમ જ લક્ષ્મી દેવી ને..વધાઈ પણ આપી આવ્યા....
અહીં ઘર માં પણ બધા જ લક્ષ્મી દેવી નો ખ્યાલ રાખવા માં જોડાઈ ગયા... તેમની જેઠાણી ઉમાદેવી તો ... લક્ષ્મી ને જાણે પોતાની નાની બહેન જ હોય...તેમ‌ જ ખ્યાલ રાખતા...્
બીજે જ દિવસે...દેવ ભાઈ... ડોક્ટર પ્રહલાદ ભાઈ શાહ ની સલાહ મુજબ.. ગાયનેકોલોજીસ્ટ અસ્મિતા બહેન ની એપોઈનમેન્ટ લઈને... લક્ષ્મી દેવી ને ચેક અપ માટે લઈ ગયા...

અસ્મિતા બહેન એ ચેક અપ કર્યા.. પછી બાળક અને માતા.. બંને ની હેલ્થ સારી છે...તેવુ કહ્યું..
થોડીક જરુરી દવાઓ તેમજ જરૂરી સૂચનાઓ આપી...
:આમ ખુશી માં ને ખુશી માં... લક્ષ્મી દેવી ને.છ મહીના તો ક્યાંય હસતા રમતા પસાર થઈ ગયા.....સાતમો મહિનો પણ બેસી ગયો.. પહેલુ બાળક હોવાથી.. લક્ષ્મી દેવી ને ખોળો ભરીને..પિયર મોકલવાના હતા...
ખોળો ભરવાની ..રીત રસમ પણ ધામધુમથી ઉજવવામાં આવી.. પરંતુ ્રે્્ર જ્યારે લક્ષ્મી દેવી ને તેમના પિયર મોકલવાના હતા ્ત્યારે દેવ ભાઈ એ લક્ષ્મી દેવી ના માતા પિતા..રાજભાઈ અંને રેણુકા બહેન ને વિનંતી કરી..કે." તમારી મંજૂરી હોય તો અમારુ બાળક... અમારા ઘરે જ થાય તેવી ઈચ્છા ધરાવીએ છીએ...અમને ઘણાં સમયે..આ ખુશી મળી છે...અમે આ ખુશી ને સાથે અહીં જ માણવા માંગીએ છીએ..."
દેવભાઈ નો .. લક્ષ્મી દેવી પ્રત્યે નો પ્રેમ જોઈને..રજુભાઈ આને રેણુકા બહેન તો
નો તો હરખ સમાતો નહોતો...તેમજ હંસાબહેન અને અંબાલાલ ભાઈ એ પણ દેવભાઈ ની વાત ને સહમતી આપી....તો લક્ષ્મી દેવી ના માતા પિતા એ...પણ હકાર ભણી દીધી....તેમજ લક્ષ્મી દેવી ને..દેવભાઈ ને ખુબ જ આશિવૉદ આપી ને ત્યાં થી... હરખભેર વિદાય લીધી...
ઘર માં બધાં જ લક્ષ્મી દેવી ના સેવા માં ખડા પગે રહેતા...તેમને પિયર ની જરા પણ ખોટ ન વતૉવા દેતા...
આમ ને આમ ..એક દિવસ..જેનો બધા કાગડોળે રાહ જોતા હતા..તે દિવસ આવી પહોંચ્યો...
સાંજ ના બધા ઘર ના જમી પરવારી ને સાથે બેઠા હતા.. ત્યારે જ અચાનક લક્ષ્મી દેવી ને... ડિલિવરી નો દુઃખાવો ઉપડ્યો... દેવભાઈ લક્ષ્મી દેવી ની પાસે બેઠા..આને મોટા ભાઈ તરત જ રોડ પર જઈને રિક્ષા બોલાવી લાવ્યા.. લક્ષ્મી દેવી..દેવાભાઈ તેમજ હંસાબહેન રીક્ષા માં બેસી ને લક્ષ્મી દેવી ને હોસ્પિટલ લઈ ગયા..
પાછળ પાછળ ઘર ના બધા જ... બીજા વહીકલ પર હોસ્પિટલ પહોંચ્યા... લક્ષ્મી દેવી ને લેબર રૂમ માં લઇ ગયા ને.. થોડીક જ વારમાં..નાના બાળક નો રડવાનો અવાજ..ઘર ના બધા એ સાંભળ્યો...
ડોક્ટર અસ્મિતા બહેન એ...એક સુંદર પરી જેવી... સાક્ષાત્ લક્ષ્મી જ હોય તેવી રુપાળી દિકરી..બહાર આવી ને.. હંસા બહેન ના હાથ માં આપી... કહ્યું કે.." લક્ષ્મી પધારી છે.. તમારા ઘરે...તેમજ માતા પણ સ્વસ્થ છે...
આ સાંભળી દરેક ના મન માં એક ઉમંગ ની લહેર પ્રસરી ગઇ...તરત જ આ શુભ સમાચાર.. હોસ્પિટલ ના લેન્ડ લાઈન ફોન પર થી... લક્ષ્મી દેવી ના માતા પિતા ને... અંબાલલ ભાઈ એ આપ્યા.... તેમના માતા પિતા પણ આ સાંભળી.. હરખઘેલા થઈ ને..તરત જ હોસ્પિટલ આવી પહોંચ્યા...
દિકરી અને પૌત્રી ને સ્વસ્થ જોઈ ખુશ થયા..
પૌત્રી તો જાણે કે... રુપ રુપ નો અંબાર ... રુપ તો પુરું લક્ષ્મી દેવી નું લઈને જન્મી હતી.. જોતા જ... રેણુકા બહેન ના તો મ્હોં માંથી શબ્દો સરી પડ્યા.. મારી" શ્રીયા".. .. મારી પૌત્રી નું નામ રાખીશું..." શ્રીયા" મતલબ કે સાક્ષાત લક્ષ્મીનું રૂપ...
બધા ને આ નામ યોગ્ય લાગ્યું..
તેથી
ઘર ના બધા એ તાળી ઓ ના ગડગડાટ સાથે..." શ્રીયા, શ્રીયા " કહીને આ નામ ને વધાવી લીધું...
સૌથી વધુ ખુશી તો દિક્ષા ના ચહેરા પર વર્તાઇ રહી હતી..તે આતુર હતી પોતાની નાની બહેન ને ખોળા માં લઇ ને..વ્હાલ કરવા...

હવે આગળ....