Deepen the shadow of fear, wear the soul - 2 books and stories free download online pdf in Gujarati

ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 2

ડરનો સાયો ગહેરો


આત્માનો પહેરો - 2

કહાની અબ તક: વિના અને સ્વયોગ બંને સ્વયોગની પુરાણી હવેલીમાં જાય છે. સ્વયોગને એ હવેલી વેચાઈ જવાની હોવા થી ત્યાં ફરવું હોય છે તો વિના ની સાથે જાય છે. વિના એને પોતાનો પ્રિન્સ કહે છે. સ્વાયોગ પણ એને પ્રિન્સેસ કહે છે. એટલામાં જ કોઈ પડછાઇ ત્યાં થી પસાર થઈ જાય છે. વિના બહુ જ ડરી જાય છે, પણ સ્વયોગ એને એનો ભ્રમ ગણાવે છે. ઘરે જ્યારે સ્વયોગ એને ડ્રોપ કરીને આવે છે ત્યારે એની મમ્મી નો કોલ પર ચિંતાતુર અવાજ એ સાંભળે છે. પોતે તો એને એમને ચિંતા ના કરવા કહ્યું પણ ખુદ પોતે બહુ જ એ ચિંતા અનુભવે છે! એ તાંત્રિક લઈને વિનાના ઘરે જવાનું કહે છે અને કોલ કટ કરે છે.

હવે આગળ: વિના ની હાલત જોઈને સ્વયોગ ને રડવું આવી રહ્યું હતું આખીર એ કેમ એણે હવેલી લઈ ગયો! એના વાળ છૂટ્ટા અને અસ્ત વ્યસ્ત હતા એના ચહેરામાં નિર્દોષ સ્મિત નું સ્થાન એક અલગ જ પ્રકારની ખુમારી અને ગુસ્સા એ લઈ લીધું હતું.

તાંત્રિક એ અમુક મંત્રોચાર શુરૂ કર્યા અને ગંગાજળ એની ઉપર નાંખતા બોલ્યો - "કોણ છું તું?! કેમ અહીં આવી છું?! શું જોઈએ છે તારે?!"

"મારે મારો પ્રિન્સ સ્વયોગ જોઈએ છે... હું એને જ લેવા આવી છું!" એક જુદા જ અવાજમાં વિના બોલી રહી હતી.

"અરે આ પ્રિન્સ સ્વયોગ કોણ છે?!" સ્વયોગ થી બોલી જવાયું.

"આપના વંશમાં એક પ્રિન્સ હતા... જે એક નોકરાણી ની છોકરી સાથે પ્યાર કરતા હતા... જ્યારે કિંગ ને એમના વિશે ખબર પડી તો એણે..." સ્વયોગના પપ્પા ની વાત અડધી કાપતા જ અલગ અવાજમાં વિના બોલી - "તો એણે મને જીવતી મારા જ ઘર માં સળગાવી દીધી!!! અને બીજી બાજુ પ્રિન્સ ને પણ લાગ્યું કે હું એણે ધોખો આપીને બીજે ક્યાંક ચાલી ગઈ છું તો એણે પછી બીજી જગ્યાએ લગ્ન કરી લીધું!"

આ દરમિયાન જ સ્વયોગના પપ્પા ની આંખો માંથી આંસુઓ વહી રહ્યાં હતા.

"મતલબ... એ કે તમે બંને જે હવેલીના હિસ્સા માં પ્યાર થી વાતો કરી રહ્યા હતા ત્યાં જ એક સમયે પ્યાર થી વાતો એ લોકો કરતાં હતાં તો એની આત્મા પાછી આવી છે..." ક્યારની ચૂપ રહેલી સ્વયોગ ની મમ્મી બોલી.

"હવે અહીં કોઈ પ્રિન્સ સ્વયોગ નથી... તું જતી રહે આ છોકરીના શરીર માંથી!" તાંત્રિક જોરથી બોલ્યો અને એની ઉપર ફરી ગંગાજળ નાંખ્યું.

અમુક સમય એની ઉપર વિધિ કર્યા પછી અને ઉપર ગંગાજળ નાંખ્યા પછી વિના બેહોશ થઈ ગઈ. સ્વયોગ એણે એના બેડ પર લઈ ગયો અને એની પાસે જ રહ્યો એના હાથ ને એ એક સેકંડ માટે પણ છોડવા નહોતો માંગતો. એક હાથથી એણે એના હાથ ને પકડ્યો હતો અને બીજાથી એ એના માથા ને પંપોરી રહ્યો હતો.

આવતા અંકે ફિનિશ..
_________________

આવતા એપિસોડ 3(અંતિમ ભાગ)માં જોશો: સવાર પડી ગઈ. વિના ની પસંદીદા ચાની પ્લેટ સાથે અને બીજા હાથમાં બ્રશ લઈ સ્વયોગ ત્યાં જ રેડી હતો એ વિના ની ઊંઘ બગડવા નહોતો ચાહતો.

"ઓહ બહુ પ્યાર આવે છે એમ મારી ઉપર!" કહી ને બ્રશ લઈ વિના બ્રશ કરવા ચાલી ગઈ.

પછી બંને એ ચા સાથે પીધી. "જો તું મારા જેવી પાછળ ના પાગલ થા... તમે રહ્યાં કિંગ, પ્રિન્સ અને હું એક સામાન્ય ગવાર!" ચા ની એક સિપ લેતા એ બોલી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED