ઐસી લાગી લગન - 1 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઐસી લાગી લગન - 1

ભાગ પહેલો....(૧)

ટેબલ પર પડેલ મોબાઈલમાં રીંગ વાગી રહી હતી, રાધે ક્રિષ્નકી જ્યોત અલૌકિક.... બીલકુલ બાજુમાં રહેલા બેડ પર એક પગ ટૂંકોને એક લાંબો રાખીને સુતેલી પવિત્રાએ ઉંઘમાં જ મોબાઈલ ફંફોળી આંખ ખોલ્યાં વગર જ કટ કરી નાખ્યો. ઓરડાની બારી માંથી આછાં પીળા પીતાંબર સમાન રંગના સૂરજનાં કિરણો પથરાય સવાર થઈ હોવાનો દાવો કરતા અરીસા માંથી પ્રવેશી આખાં ઓરડાને બપોર થઈ હોવાનો દર્શય ખડું કરતું હતું. બાજુનાં ઓરડામાંથી અગરબત્તીની સુવાસ આખાં ઓરડાને મહેંકાવી રહી હતી. પવિત્રાના દાદી ઘંટીના નાદથી ભગવાનને અર્ચના પૂજા કરી રહી હતી. બીજાં રૂમમાં એના પપ્પા રેડી થઈ પવિત્રાને બૂમ પાડી નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા. બીજીતરફ પવિત્રા સાંભળતી હોવા છતાં આંખ આડા કાન કરી રહી હતી. સૂતાં હોય તેને જગાડી શકાય પણ અઘરું છે જાગતાંને જગાડવા. પણ પવિત્રાને જાગૃત અવસ્થા માંથી કેમ જગાડવી તેનો મંત્ર આખાં ઘર પાસે હતો.
અને એ છે ચા
બસ ચાનું નામ સાંભળતા તો ખબર નહીં પવિત્રાના શરીરમાં જોશ આવતો હોય એમ ચાની સુગંધ થી તો ઊછળી પડે.
પવિત્રાએ નાની ઉંમરમાં જ વટવૃક્ષની છાંયડા સમાન વડવાઈરૂપી સથવારો છૂટી ગયો હતો. આશરે બાર તેર વર્ષની વયે જ ધરતી બંજર જમીન બની જાય એમ માતૃત્વની મમતાએ વિદાય લીધી હતી. પવિત્રા ખૂબ શાંત સ્વભાવની, સૌને મદદરૂપ થવું એમને ગમતું. દેખાવમાં સાઉથના મૂવી માં આવતી રશ્મિકા જેવી નખરાળી, જ્યારથી માનુ મૃત્યુ થયું ત્યારથી દાદીમા જ પવિત્રતાની સંભાળ રાખતા. દાદીમાએ ચા બનાવી અને સુગંધથી તો પવિત્રા સાચે જ ઊછળી પડી, એક ઝાટકે જ બેઠી થઈ ગઈ. રસોડામાં આવી બ્રશ કર્યા વગર જ એક ઘૂંટે ચા ગટગટાવી ગઈ. દાદી તો બોલતા રહ્યા બ્રશ કર બ્રશ ત્યાં તો રકાબી માંથી ક્યારની ચા ગાયબ, પવિત્રાનાં પેટમાં બ્રેક ડાન્સ કરવા લાગી.
'હવે તારા પપ્પા માટે ફટાફટ નાસ્તો બનાવી આપ એને ઓફિસ જવાનું મોડું થાય છે બેટા' દાદી બોલ્યા.
' મને બહુ ઉંઘ આવે છે દાદી પણ તારી... તારી નહીં મારી...અરે આપડી આ ચા.....'
'બા તને બરાબર ખબર છે ને કે ચા મારી કમજોરી, ચા જ મારી તાકાત, ચા મારું જીવન, ચા જ મારી દુનિયા, ચા છે તો જ હું અને હું એટલે જ ચા' પવિત્રા બોલી
દાદી હળવે હાથે પીઠ પર ધબ્બો મારતાં બોલ્યા ચાને નીચે મૂક અને તારાં પપ્પાનો નાસ્તો બનાવ એમને ઓફિસ જવાનું મોડું થાય છે એટલે તો મેં તને જગાડવા માટે ચા બનાવીતી.
ઓહહહ દાદી તમે પણ આજકાલ હોશિયાર થતાં જાવ છો હોં, મારી કમજોરી બરાબર જાણો છો એટલે
ત્યાં અધ્ધ વચ્ચે જ કિરીટભાઈએ બૂમ પાડી ' નાસ્તો તૈયાર છે ' ના પપ્પા, મને ઉંઘ આવે છે પરંતુ તમે ચિંતા ન કરો હું પાંચ મિનિટમાં રેડી કરું.
હાં હું અડધી કલાક થી રાહ જોવ છું. તમારી વાતો પૂરી થાય તો નાસ્તો બનેને.
પવિત્રાને તેનાં પપ્પા દરરોજ સાથે નિકળતા પવિત્રાને કોલેજ મૂકી પોતે ઓફિસ, આ તેમનો નિત્યક્રમ હતો.
થોડા દિવસ પહેલા જ પવિત્રતાને કિરીટભાઈએ મોબાઈલ જન્મદિવસમાં ભેટ સ્વરૂપે આપ્યો હતો.
પવિત્રાની ફ્રેન્ડ આરતીએ ઈન્સ્ટાગ્રામ એપ ડાઉનલોડ કરી આપી હતી. પવિત્રા સોશિયલ મીડિયાથી બહુ દૂર રહેતી. પણ આજકાલ પવિત્રાને ઈન્સ્ટાગ્રામનો ચસકો ચા જેવો લાગી ગયો હતો.
આડેધડ બધાંના ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ જોઈ લેતી. સ્ક્રોલ કરતાં કરતાં એક અજીબ પ્રોફાઈલ પિક્ચર અને અજીબ લાગતું નામ દેખાયું. પ્રોફાઈલ પિક્ચર એકાઉન્ટ નામને બીલકુલ સુટ થતું હતું એટલે અજીબને ફોલોઈગ કર્યું.
અજીબગજીબ નામના આ એકાઉન્ટની પિક્ચરમાં કોઈ દાઢીધારી નાનો નહીં, મોટો નહીં, હસ્તો નહીં, નહીં કે રડતો ધીરગંભીર જેવા પુરુષનું પિક્ચર હતું.
તેમનું સ્ટેટ્સ જોઈ પવિત્રા ખૂબ ગંભીર થઈ ગઈ. બીજી વખત જોયું, સ્ટોરી રિએક્ટ કરી લખ્યું મા તો માં હોય છે તેનાં પર કોઈ લખી શકે જ નહીં.
અજીબગજીબની સ્ટોરી રિએક્ટ કર્યા બાદ થોડીવાર રાહ જોઈ કે રીપ્લે આવશે. પણ આવ્યો જ નહીં. પવિત્રાએ આરતીને અજીબગજીબનુ એકાઉન્ટ શેર કર્યું.
આરતીએ તો એમની બધી પોસ્ટ્સ જોઈ, બધી પોસ્ટ સ્ત્રીને લગતી વળગતી હોવાથી ખૂબ ગમી તો પોસ્ટને લાઈક કરી. પોસ્ટ પર થી લાગતું જ હતું કે સ્ત્રીને ખૂબ જ માન- સન્માન આપતો હશે.
આખરે ચાર કલાક બાદ આતુરતા નો અંત આવ્યો ખરો. અજીબગજીબના એકાઉન્ટ માંથી 'હાં સાંચી વાત છે' પવિત્રાએ તરત જ રીપ્લે કર્યો, હેપ્પી બર્થડે ટુ યોર મોમ. અજીબગજીબે ખાલી મેસેજને લાઈક કરી. પવિત્રાએ બીજા દિવસે સવારે મેસેજની રાહ જોઈ પણ ન આવ્યો. એક છોકરાનો સામે થી મેસેજ ન આવવો એટલે સમજી જવું સંસ્કારી ?
પવિત્રા મનોમન વિચારવા લાગી કે કઈ વાઈબ છે જે મને અજીબગજીબ તરફ ખેંચાઈ રહી છું. સામે થી મેસેજ કરું તો મારી ઈમેજ ઈરાદો સારું તો લાગે છે કે? હવે શું મારે પહેલ કરવી જોઈએ ? એટલાં માં જ મેસેજ આવ્યો મોર્નિંગ.....
પવિત્રા કંઈ જ વિચાર્યા વગર સીધો મેસેજ સીન કરી લીધો, મોર્નિંગ લખી બંને એકબીજાના પરિચય આપી વાતો વાતોમાં જીવનમાં બનેલી ઘટના વર્ણવી. ડેઇલી વાતો કરવા લાગ્યા. વાતો વાતોમાં ક્યારે નજીક આવી ગયા ખબર જ ન પડી. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ બની ગયા.
એક દિવસ પ્રેમે પવિત્રાને મળવા માટે કહ્યું. પવિત્રાએ તો તરત હાં પાડી દીધી પરંતુ પ્રશ્ન હતો કે ક્યાં મળવું. પવિત્રા સરપદડ ગમમાં રહેતી. જ્યારે પ્રેમ સુરતમાં રહેતો, કઈ રીતે મળવું એ પ્રશ્ન હતો. પ્રેમે જીદ કરી કે હું મળવા આવું છું. એક તરફ ખુશીઓ હતી બીજી તરફ ચિંતા અંહીયા ક્યાં મળીશું. પવિત્રા તો નક્કી કરેલા દિવસે આરતીને લઈ રાજકોટ પહોંચી ગઈ. પ્રેમને મેસેજમાં જણાવી દીધું હું પહોંચી ગઈ. ન તો મેસેજ સીન થયો ન તો રીપ્લે આવ્યો.

કલાકો સુધી રાહ જોઈ પવિત્રા મંદિરમાં શયન આરતી સુધી રાહ જોતી રહી......



ક્રમશ:......