Loaded કારતુસ - 10 મૃગતૃષ્ણા - પારો દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Loaded કારતુસ - 10

Ep- 10


Ep -- 10
↕️

"કંઈક અંશે ગાફેલ ઈન્સાન બેફિક્રીમાં ગફલત કરી બેસે એ સ્વાભાવિક બાબત છે. જ્યારે બાયપોલર ડિસઓર્ડર અથવા તો સરળ ભાષામાં કહીએ તો સાઈકોથેલ્મિયા ડિસઓર્ડરનાં પેશન્ટસ સતર્કતાનાં શિકાર બનતાં હોય છે."


"વાહ, એજન્ટ કુટ્ટી! તમે તો એક ઉમદા સાઇકોલોજીસ્ટ તરીકેની થિયરી પ્રસ્તુત કરીને કંઈ. વેરી ગુડ રિસર્ચ."

"થેંક્યું મેમ."

"પણ, તમે તમારો બેકઅપ પ્લાન ડિસ્કસ કરવાનું ભૂલી રહ્યા છો કે!" હજુ એક ચોક્કો ફેંકાયો મિસ. માયરા તરફથી.

"એક્ચ્યુલી મેમ, ઈટ્સ અ ટોપ સિક્રેટ. અને આમેય આ પ્લાન સક્સેસફુલ થશે એટલે બેકઅપ પ્લાનની ખાસ જરૂરત ઊભી જ નહીં થાય. તો, લેટ્સ ડિસ્કસ અવર ધીસ પોઇન્ટ બ્લેન્ક પ્લાન ઓન્લી." - આવું કહેવા સમયે એ. કુટ્ટીએ થોડી થોડી વારે DIG ઉદય માથુર તરફ નજર ફેરવી એમનું રિએક્શન નોંધવાનું પણ ચાલુ રાખ્યું હતું.

ટેબલ પરથી બંને હાથ નીચે લઈ પોતાનાં ખોળામાં મસળતા હોય કે જાણે કોઈને એનાં ઈરાદાથી બેદખલ કરી નસ્તેનાબૂદ કરવા માટે તલપાપડ થઈ રહ્યા હોય. અને એવી તક એમનાં હાથમાંથી આવતા આવતા રહી ગઈ હોય એવો અફસોસ એ મસળતા હાથ પર અને એના પર અપાતા પ્રેશર પરથી સમજાઈ રહ્યું હતું. અને એટલે જ લાસ્ટ ઑવરનો સેકન્ડ લાસ્ટ બોલ તેમજ બે સિક્સર પણ પોતાનાં હાથમાં રાખવાની કુનેહ એ. કુટ્ટીએ સફાઈથી અજમાવવાનું મન બનાવી લીધું.

"હમ્મ, ઓકે, મીડિયા તમારાં સપોર્ટમાં રહેશે. આવતી કાલે સવારે ન્યૂઝપેપર તેમજ દરેકેદરેક ચેનલ્સ પર એ સમાચાર પહોંચી જશે જે તમને ગુનેગાર સુધી પહોંચવામાં સહાયક બને, ઓકે DIG."

"ઍબ્સોલ્યુટલી પરફેક્ટ મિસ. ગુપ્તા."

"એક્સ્ક્યુઝ મી DIG, ઈટ્સ સેનગુપ્તા."

"ઓહ, કમ ઑન, માયરા. વોટ્સ અ બિગ ડિલ! ગુપ્તા અને સેનગુપ્તામાં ફરક શો છે!"

DIGને વળતો જવાબ આપવાનું ટાળતા મિસ. માયરા સેનગુપ્તાએ બંન્નેવ ઓફિસર્સ સાથે સીધેસીધી જ વાત આરંભી:
"હવે આગળનો શો પ્લાન છે તમારાં બંન્નેવનો?"

કુટ્ટી અને માધવનને અનાયાસે DIG અને સિનિયર એડિટર વચ્ચેની નોંક્ઝોંકનો હિસ્સો બનવાનો મોકો ફરી એકવાર મળ્યો એટલે નાનાં બાળકોને જેમ સર્કસમાં ગુંલાટી મારતો જોકર જોવાની મજા પડે અને તાળીઓ વગાડી વગાડીને જોકરને શૂરાતન ચઢાવે એવું જ કંઈક અત્યારે આ બંન્નેવ એજન્ટોને થઈ રહ્યું હતું.

પણ, દેખાવ એવો જ કર્યો કે જાણે તેઓ આ ઘટનાથી કેટલીક ક્ષણો માટે હતપ્રભ થઈ ગયાં હતાં.

અને 'એક્સ્ક્યુઝ મી' કહી કેબિનની બહાર નીકળી જવું કે પછી કેબિનને લગોલગ આવેલી ગૅલરીમાં જતાં રહેવું! - એવો ભાવ ચહેરા પર આણી એ. કુટ્ટી અને એ. માધવને નીચું મોઢું ઘાલી પોતાની દયનીયતા બખૂબી પ્રસ્તુત કરી.

ત્યાં તો આ શું? યુદ્ધ ખતમ! બ્યુગલ વાગ્યું વાગ્યું ને ફુસ્સ્સ્સ્ પણ થઈ ગયું!! - આવો વિચાર કરનાર આ કેબિનમાં એક નહીં પણ બે બે જણાં હતાં. એ. મશાલ અને એ. માધવન!!

બન્નેવ એજન્ટ્સની તંદ્રા સાથે સલોણું સપનું પણ ઉપરથી નીચે પડીને કડડ્ભૂસ થઈ ગયું.

એ. કુટ્ટી કદાચ એ. માધવન પણ મનોમન ગીત ગાવા લાગ્યાં..

... મેરા સુંદર સપના તૂટ ગયા...
... કોઈ લૂંટેરા આકે લૂંટ ગયા..
..હાયે....
મેરા સુંદર સપન સા ખિલૌના તૂટ ગયા..

ત્યાં તો મિસ માયરા સેનગુપ્તાએ DIGને લેપટોપ પર એક ઈમેજ બતાવતાં એક પ્રશ્ન પૂછ્યો, "સર, ઇન્ડિયન ડિફેન્સ સર્વિસમાં IG અને DIG એમ બે પોઝિશન કેમ હોય છે? જ્યારે કોઈ એક જ બન્નેનાં કામો પાર પાડી શકે એમ છે, નૈં!!"

"DIG સરને પૂછાયેલ પ્રશ્નથી હેબતાઈ ગયેલાં એ. કુટ્ટી અને એ. માધવને વારાફરતી મિસ. માયરા તેમજ DIG સર તરફ નજર ફેરવી. અને ત્યારે પોતાની ચોરી પકડાઈ જતાં જે પ્રકારની બોખલાહટ અનુભવાય એવું જ કંઈક DIG સરે ફીલ કર્યું પણ છતું ન કરતાં માત્ર પોતાના તરફથી 'ગો અહેડ'નો ઈશારો એ. કુટ્ટીને પહોંચતો કરવામાં પાછા પડ્યાં.

તેમ છતાંય બાઉન્ડ્રીની બહાર ગયેલો બોલ કેચ કરવાની કુવત ધરાવનાર એ. કુટ્ટીએ આખો મામલો સંભાળી લીધો. અને તુર્ત જ પોતાનો સિક્રેટ લાગતો પ્લાન મિસ. માયરાને ડિટેઇલમાં એક્સપ્લેઇન કરવાનું શરૂ કર્યું.

એ. માધવનની ચાંપતી નજર પણ સતત મિસ. માયરાનાં ચહેરાને વાંચવા મથી રહી હતી. ત્યાં DIG ક્યારે ઊભા થઈ મિસ. માયરા પાસે આવી અપોલોજાઈઝ મુદ્રામાં ઊભા રહ્યાં એ ત્રણેવ માટે અચરજભર્યું તેમજ અનપેક્ષિત વર્તન હતું.

"આઈ એમ એક્સ્ટ્રીમલી સૉરી, મિસ. સેનગુપ્તા. આઈ અપોલોજાઈઝ. આઈ ટેક માય વર્ડ્સ બેક. પ્લીઝ ફર્ગિવ મી." કહી DIG, એજન્ટ કુટ્ટી અને માધવન તરફ આવી બંન્નેવ સાથે ગુફ્તગુ કરવાની તૈયારી દર્શાવી ધીમા પણ મક્કમ સૂરમાં કેટલીક બાબતો જણાવવા સાથે દરવાજા તરફ ગતિમાન થયાં.
અને
"યુ બોથ ડન વેરી વેલ ઓફિસર્સ. માય ફૂલ સપોર્ટ ઇસ વિથ યુ. ઈફ યુ નીડ એની અધર રિકવાયર્મેન્ટ્સ, પ્લીઝ ઇન્ફોર્મ મી ઇન પ્રાયર. ઓકે! યુ બોથ કેરી ઓન યોર કોન્ફિડેંશ્યલ કન્વર્સેશન્સ. અને જે કંઈ શેષ રહી ગયું હોય તો મને પછી ખાનગીમાં જાણ કરી દેજો. રાઈટ બોય્ઝ. આઈ મસ્ટ ગો નાઉ." કહેતામાં કેબિનની બહાર પણ નીકળી ગયાં.

DIG સરનું આમ અચાનક કેબિનમાંથી નીકળી જવું એ પણ એક ક્ષુલ્લક બાબત માટે થઈને! એ ઍબ્સો્લ્યુટલી અચરજ પમાડનારું કૃત્ય હતું. પણ, મોટાં માણસો, મોટી વાતો. એમ વિચારી એ. કુટ્ટી અને એ. માધવને મિસ. સેનગુપ્તા સાથેનું મીડિયા સંદર્ભનું ડિસ્કશન ચાલુ રાખ્યું.

કલાકેક બાદ "એક્સ્ક્યુઝ મી મેમ" કહી મિસ. લોબો કોન્ફિડેંશ્યલ ડિસ્કશનની એસી કેબિનનાં DIGની નાદાનીને કારણે અધખુલા રહી ગયેલા દરવાજેથી ભીતર આવવાની પર્મિશન લેવા નિમિત્તે કે કશુંક અગત્યનું કહેવા માટે ઊભી હતી એવું પહેલી નજરે લાગ્યું.

"યસ મિસ. લોબો. વોટ હેપન્ડ!?"

"મેમ, કાલનાં ન્યૂઝપેપરમાં એડિટોરિયલ રિપોર્ટ કયો મૂકવો એ માટેની મિટિંગ માટે સહુ એમનાં પેંડિંગ વર્કને ક્લિયર કરવા બાદ આપની સમક્ષ હાજર થવા તૈયાર છે. આપ જો થોડો સમય ફાળવી શકતા હોવ તો કાલનાં ન્યૂઝપેપર્સ પ્રિન્ટિંગ માટે..."

અધૂરા વાક્યને પૂરું કરવાની ખૂબ સુંદર આવડત માયરા સેનગુપ્તામાં હતી. અને એ આદતથી વાકેફ મિસ. લોબોએ પણ એ તક મેડમને સામે ચાલીને આપી ત્યારે એ. કુટ્ટી તથા એ. માધવન મૂક પ્રેક્ષક બની ફક્ત તેમને જોઈ રહ્યાં.

"ગીવ મી 5 મિનિટ્સ. આઈ'લ બી ઘેર. સહુને કોંફરન્સ રૂમ નંબર 5માં બેસાડો હું હમણાં જ આવું છું. ઓકે."

"યસ મેમ! થેંક્યું મેમ!" કહી સ્માઈલ આપી મિસ. લોબોએ દરવાજો બંધ કર્યો.

"ઓકે ઓફિસર્સ, એઝ આઈ સેઇડ, આવતીકાલની સવાર ક્રિમિનલ્સ માટે ખતરનાક પુરવાર થશે." કહેવા સાથે માયરા ઊભી થઈ અને પોતાની ડાયરી તેમજ ટેબ્લેટ જેવો મોબાઈલ લઈ બંન્નેવ ઓફિસર્સ સાથે વારાફરતી હેન્ડ શેક કરી એમની વિદાય લેવાની તૈયારી કરવા લાગી.

એ. માધવનની આંખોમાં એક પ્રશ્ન સળવળાટ કરતો જોઈ દરવાજા સુધી પહોંચેલી મિસ. માયરા જરીક ટર્ન થઈ. અને વધુ એક પ્રશ્નાર્થ ચિહ્નન પોતાની માદક સ્માઈલ સાથે એ. માધવનનાં હૃદય પર મૂકતી ગઈ. ત્યારે ઘાયલ માધવનને સાચવવું એજન્ટ કુટ્ટી માટે મુશ્કેલ બની જશે એવું લાગ્યું.

"ઓફિસર્સ, ઇફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ હેવ અનધર મિટિંગ વિથ માય ટીમ." પોલાઈટલી કહ્યા બાદ ક્ષણભર માટે રુકી મિસ. માયરાએ એ. કુટ્ટી સામે જોઈ કનિંગ સ્માઈલ ફેંકી અને, "ઇફ યુ બોથ કેન વેઇટ, ધેન, વેઇટ હિયર ફોર હાફ એન આર. ઑર યુ કેન લિવ વિથ મી."

"મિસ. માયરા, તમે તમારી મિટિંગ કન્ટિન્યૂડ કરો, આપને કોઈ ઍતરાઝ ન હોય તો અમે થોડીવાર પછી અહીંથી નીકળીએ."

"યા, શ્યોર, વાય નોટ. ઇફ યુ નીડ એનિથિંગ યુ કેન કૉલ મિસ. લોબો, શી વિલ બી હેપ્પી ટૂ હેલ્પ યુ ફોર એનિથિંગ યુ સે.
ઓકે."

"ઓકે, થેંક્સ, મેમ." કહી માદક સ્માઈલ એ. કુટ્ટી તરફથી પણ મિસ. માયરાનાં હૃદય સુધી પહોંચી. પણ બાઉન્સ થઈ પાછી ફરી ગઈ ડેડ એન્ડ મળ્યો હોય એમ કદાચ. અને એ વાત કુટ્ટી પણ સારી રીતે સમજી ચૂક્યો હતો.
અને એ ચાહતો પણ હતો કે મિસ. માયરા એની સ્માઈલને એનલિટિકલી જજ કરે.

"માધો, ઓ માધો! તેરી રાધા ગઈ. અબ તૂ ભી ઉઠ જા મેરે ભાઈ. હમેં ઇસસે ભી જ્યાદા બહોત હી ઈમ્પોર્ટન્ટ કામ નિપટાને હૈં. ચલ, ચલ, ઉઠ જા. ચલ, રાત કો તેરી અનસુલઝી પહેલી કો સુલઝાતે બૈઠના બસ. તુઝે કોઈ ડિસ્ટર્બ નહીં કરેગા." મરક મરક હસતાં કુટ્ટીએ આશિક માધવનને જણાવ્યું.

કહ્યા બાદ માર્કર વાઈટ બોર્ડની બોર્ડર પર મૂકી એજન્ટ કુટ્ટી ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો. પોતાની પાછળ માધવનનાં શૂઝનો ટપ ટપ અવાજ ન સંભળાતા એણે નિસાસા નાંખતા માધવન તરફ એક તીરછી નજર ફેરવી.

માધવનને મિસ. સેનગુપ્તાનાં ફોટોઝને તાકી તાકીને જોતાં જોઈ એજન્ટ કુટ્ટીને વન સાઈડેડ લવ અફેર જેવું લાગ્યું. પણ, બીજી જ પળે માધવનની ફોટોઝ જોવાની સ્ટાઇલ પરથી 'કુછ તો ગડબડ હૈ દયા'નો CID સિરિયલનાં ACP પ્રદ્યુમ્નનો ડાયલોગ યાદ આવી ગયો. એક આખો જમાનો વીતી ગયો CID ની ટેલી સોપ્સ જોઈને.


માધવનને બૂમ પાડવાના ઈરાદે મ્હોં તો ખોલ્યું પણ માધોની એકાગ્રતા ચકાસવાના ઈરાદે કુટ્ટી રાઉન્ડ ટેબલની બીજી કોરથી ઝડપથી માધવનની એક્ઝેટ પાછળ આવી ઊભો રહ્યો. ફોટો ફ્રેમમાં ડિજિટલાઈઝડ કરેલા સ્નેપશોટ્સની આખરમાંના સૌથી નાનાંં ફોટા પરથી માધવનની નજર હટી નહોતી રહી. કુટ્ટીએ એ ફોટો પોતાનાં હાથમાં લીધો અને એનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો કે,
"આ વૉલ પેઇન્ટિંગ ક્યાંક તો જોયેલું હોય એવું લાગે છે. પણ, ક્યાં?"

"અને આ છોકરી તેમજ એની સાથે ઊભેલી આ ઘૂંઘટમાંની ઔરત મેચ અપ નથી થઈ રહી, રાઈટ!" - (ફોટો એડિટ તો નહીં કર્યો હોય ને!) એ. કુટ્ટીની બુદ્ધિનાં ઘોડાઓ તેજ દોડવા લાગ્યાં.

"ઈંગ્લીશ સ્ટાઈલમાં દેશી તડકા જેવી આ હેટ પહેરેલી છોકરીનો ચહેરો સ્પષ્ટપણે દેખાઈ નથી રહ્યો કાં કુટ્ટી?"

"હાં, અને વિદેશી ડ્રેસ અપ થયેલી કન્યા સાથે દેશી ઢબની ઘૂંઘટો તાણી ઊભેલી રાજસ્થાની સન્નારી કોણ, એ પણ ક્યાં સમજાઈ રહ્યું છે!"

"કુટ્ટી, મેં ફોટોઝ ક્લિક કરી લીધા છે. ચલ, એને લેપટોપ પર ઝૂમ કરીને એનું બેકગ્રાઉન્ડ ચેક કરીશું." કહી સંમોહિત થયેલો માધવન જાગૃત થઈ ગયો હતો. અને એજ જોશમાં એ મિસ. સેનગુપ્તાની કેબિનમાંથી સડસડાટ બહાર નીકળી ગયો.

® તરંગ
28/1/21

★★★ loaded કારતુસ ★★★

ક્રમશઃ (11)