Jugupsa - 1 books and stories free download online pdf in Gujarati

જુગુપ્સા ..અણચાહી હકીકત - 1

પ્રકરણ 1

‘શ્રુતિ તું કેમ આમ ચુપચાપ મૂંગી બેસી રહી છું તને તો કેટલું બધું બોલવા જોઈએ છે? તારાં પાપા પણ તને ઘણીવાર કંટાળીને કહે શ્રુતિ બેટા બસ હવે થોડીવાર ચૂપ રહો તોય તું ચૂપ ના રહે તારાં મોઢેથી કંઈને કંઈ પ્રશ્ન નીકળે અથવા તું કોઈને કોઈ વાત કાઢે. પણ આજ સવારથી તું સાવ મૌન થઇ ગઈ છે શું થયું બેટા? પેલી સ્નેહા, પૂર્વી ક્યારનાં તને બોલાવવા આવી ગયાં તું એલોકોની સાથે પણ ના ગઈ? શું થયું છે બેટા કેહને? કોઈએ તને કંઈ કહ્યું છે? સ્નેહા કે પૂર્વી સાથે કંઈ થયું છે? “

   શ્રુતિની મમ્મી મીરાંબહેન ક્યારનાં શ્રુતિને પૂછી રહ્યાં છે પણ શ્રુતિ ગંભીર ચહેરો કરીને બસ ચૂપ બેસી રહી છે. મીરાંબહેને એને પૂછવાનું છોડી દીધું હમણાં બોલશે કોઈનાથી એને ખોટું લાગ્યું હશે...પછી પાછું પૂછું છું એમ વિચારી પોતાનાં ઘરકામમાં લાગી ગયાં.

  શ્રુતિ ચુપચાપ બધું જોઈ રહી હતી પણ કંઈ બોલી નહોતી રહી એને ટીવીમાં પણ રસ નહોતો પડી રહ્યો એણે ટીવી બંધ કર્યું અને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.     

  મીરાંબહેને બધું જોયું પણ શ્રુતિને પ્રશ્ન નાં કર્યો પણ એમણે શ્રુતિ જાણે નહીં એમ સ્નેહા અને પૂર્વી બંન્નેને બોલાવીને પૂછ્યું..."સ્નેહા ,પૂર્વી ...તમારે શ્રુતિ જોડે કંઈ થયું છે? કોઈ બાબતે ઝઘડો કે...” મીરાંબહેન આગળ કંઈ પૂછે પહેલાંજ બંન્ને જણી બોલી  “ના આંટી અમારે શ્રુતિ સાથે કંઈ નથી થયું બલ્કે એજ અમારી સાથે બોલી નથી રહી. નથી રમવા આવતી બસ ચુપચાપ જ રહે છે આંટી શ્રુતિને શું થયું છે ?”    

  મીરાંબહેને કહ્યું “એજ તો હું તમને પૂછી જાણવા માંગુ છું તમારી સાથે કંઈ ના થયું હોય અહીં ઘરમાં કંઈ થયું નથી..નથી અમે એણે લઢ્યાં તોય એ છોકરી આમ...?”

  સ્નેહાએ કહ્યું “આંટી એને સારું થાય ત્યારે રમવા મોકલજો અત્યારે તો વેકેશન છે ખુબ મજા આવશે.” 

  મીરાંબહેન હવે ચિંતામાં પડ્યાં એમણે તરતજ શ્રુતિનાં પાપા વિકાસભાઈને ફોન કર્યો...વિકાસભાઈએ તરતજ ફોન ઉપાડ્યો...મીરાંબહેને કહ્યું “વિકાસ શ્રુતિ સાવ જ મૌન બેસી રહે છે તમે સવારે બોલાવી તોય નહોતી આવી તમે ઓફિસ જવાની ઉતાવળમાં નીકળી ગયાં પણ એ છોકરી હજી કંઈ બોલતી નથી ઉદાસ ઉદાસ રહે છે શું થયું હશે એને?”

વિકાસભાઈએ કહ્યું “એનાં ફ્રેન્ડ્ઝ સાથે ઝઘડો થયો હશે અરે સાંજ સુધીમાં ભેગાં થઇ જશે..આમ ચિંતા કરવાની જરૂર નથી.”  મીરાંબહેને કહ્યું “અરે એજ તો ચિંતા છે મેં એની ખાસ ફ્રેન્ડ સ્નેહા અને પૂર્વીને બોલાવીને પૂછ્યું એલોકો કહે અમારી સાથે કંઈ નથી થયું પણ શ્રુતીજ રમવા નથી આવતી...”

  વિકાસભાઈએ કહ્યું “ઓહ....કંઈ નહીં હું સાંજે ઘરે આવું ત્યારે વાત...હું મનાવી લઈશ મારી દીકરીને ચિંતા નાં કરીશ પણ ત્યાં સુધી એને સાચવી લેજો. “ કહી ફોન મુકાયો.

    મીરાંબહેન રસોઈ અને બીજાં કામ પતાવીને શ્રુતિનાં રૂમમાં આવ્યાં હળવે પગલે શ્રુતિની નજીક આવ્યાં એમણે જોયું તો શ્રુતિ પડખું ફેરવીને સુઈ ગઈ છે મીરાંબહેને ધ્યાનથી જોયું તો શ્રુતિની આંખમાંથી આંસુ વહીને થીજી ગયાં હતાં...મીરાંબહેનની આંખો ભીંજાઈ ગઈ અરે આ છોકરીને શું થયું છે કે આમ ઊંઘમાંય રડે છે?

એમણે હળવેથી શ્રુતિને સ્પર્શ કર્યો અને પૂછવા લાગ્યા “શ્રુતિ...શ્રુતિ...” ત્યાં શ્રુતિ એકદમજ ઝબકીને જાગી ગઈ ખુબ ગભરાયેલી હતી એ બોલી ઉઠી “ઓહ કોણ કોણ ..કેમ મને અડો છો ? દૂર રહો...” પછી એની મમ્મીને જોઈને વળગી પડે છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.

   મીરાંબહેન કહે “મારી શ્રુતિ દીકરા શું થયું ? કેમ આમ ઝબકી ? કોનો ડર છે ? કોણ અડે છે તને ? શું થયું છે તારી સાથે ? મારી દીકરી બોલ...જે હોય એ સાચું કહી દે શું થયું છે ? કેમ આટલું બધું રડે છે ?” 

    શ્રુતિ રડતી રડતી કહે “મમ્મી ..મમ્મી મને એકલી નાં મુકીશ  અંકલ ખુબ ગંદા છે...આઈ હેટ હીમ...મમ્મી એ ખુબ ગંદા છે...

    મીરાંબહેન હવે સાચે સાચ ભડક્યા એમણે શ્રુતિની આંખમાં આંખ પરોવીને પૂછ્યું “શું થયું શ્રુતિ ? કોણ અંકલ ? એમણે તારી સાથે શું કર્યું ? તું કેમ પહેલેથી કહેતી નથી ? મને બધુંજ કહીં દે હું તારી માં છું તું સાચું બોલજે તારે ડરવાની જરૂર નથી હું તારાં સાથમાંજ છું તારાં પાપા એમને...કોણ અંકલ ? કોની વાત કરે છે ?”

શ્રુતિએ આંખો બંધ કરી દીધી રડવા લાગી. મીરાંબહેન કહે “તું શા માટે રડે છે ? શા માટે ડરે છે ? તું હજી માંડ ૧૧ વર્ષની છે તારી સાથે કોણ અડપલું કરે છે ? બોલ નામ દીકરા હું તારાં સાથમાં છું. 

શ્રુતિએ એની મમ્મી તરફ જોયું આંખમાં આંસુ માતા નહોતાં એનું શરીર આખું જાણે હીબકે ચઢેલું. ત્યાં મીરાંબહેને કહ્યું “ તું શાંતિથી બેસ તારાં માટે પાણી લાવું છું એ ઝડપથી કીચનમાંથી ગ્લાસ ભરીને પાણી લાવ્યા શ્રુતિનો બરડો પંપાળતા પંપાળતા પાણી પીવરાવ્યું પછી બોલ્યાં “ દીકરા ગભરાયા વિના નામ બોલ...”

“જય અંકલ ..” જોરથી ચીસ જેવા અવાજે શ્રુતિ બોલી ગઈ. નામ સાંભળીને મીરાંબહેન તો અવાક  થઇ ગયાં. એમણે કહ્યું “ શ્રુતિ બેટા આ તું શું બોલે છે ? એ તો તારાં અંકલ છે તારાં મોટા કાકા એ યોગા ટીચર છે અને બધાને યોગા શીખવે છે. તું શું બોલે છે તને ખબર છે ને ? બરાબર યાદ કર એજ તને ...”

“શ્રુતિએ રડતાં રડતાં કહ્યું મમ્મી તું હવે વિશ્વાસ નથી કરતી પણ જયઅંકલ જ મને પજવે છે ....એ યોગા શીખવતાં બધી મુદ્રાઓ બતાવવાનાં બહાને મને ગમે ત્યાં સ્પર્શે છે મને નથી ગમતું બહુ ઓડ લાગે છે મને ક્ષોભ થાય છે ઘણાં દિવસથી એવું કરે છે મેં આજે તને કહ્યું “ એમ કહીને ખુબ રડવાં માંડે છે. 

   મીરાંબહેન શ્રુતિની સામે જોયાં કરે છે પછી વિચારમાં પડી જાય છે. જયભાઈ તો ઘણાં વર્ષોથી યોગા શીખવે છે વળી એ વિકાસ કરતાં મોટાં છે બધી રીતે સૌમ્ય અને સજ્જન છે એ આવું કરી શકે ? ચોક્કસ શ્રુતિની કોઈ ગેરસમજ છે જે હોય એ વિકાસ ને વાત કરવી પડશે. મીરાંબહેને કહ્યું “ ભલે દીકરા તું શાંતિથી સુઈ જા હવે તને કોઈ નહીં પજવે. જય અંકલ એવું કરીજ ના શકે તારાં માટે નાનપણથી વધુ લાગણી છે એમને એટલે વ્હાલ કરતાં હશે. કંઈ નહીં હવે તું એમની પાસે યોગા ના શીખીશ. જયકાકા આપણું ખુબ ધ્યાન રાખે છે તેઓ એકલાંજ રહે છે અને તનેજ દીકરી માને છે પણ તેં ફરીયાદ કરી છે તો હવેથી હું ધ્યાન રાખીશ અને સાંજે તારાં પાપા ઓફિસથી આવે એટલે એમને પણ વાત કરું છું તું મનમાંથી બધાં વિચાર કાઢી નાંખ...”                                          

******

સાંજે વિકાસ ઓફિસથી આવી ફ્રેશ થઈને જમવા બેઠો. મીરાંબહેનનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને સમજી ગયો એણે પૂછ્યું “ હવે શ્રુતિનો મૂડ કેવો છે ? કંઈ કીધું એણે ? “

મીરાંબહેને કહ્યું “ તમે શાંતિથી જમીલો પછી વાત કરું છું શ્રુતિ એનાં રૂમમાં ને રૂમમાંજ છે સવારથી કંઈ ખાધું નથી તમે ઘરે આવો એનીજ હું રાહ જોતી હતી.”

વિકાસે જમીને થાળીમાંજ હાથ ધોતાં ધોતાં કહ્યું “ તું જે રીતે આટલી ગંભીર થઇ ગઈ છે તો શું વાત છે ? હવે મેં જમી લીધું હવે મુદ્દાસર વાત કર બધી મને..”

   મીરાંબહેને કહ્યું “  શ્રુતિને ખુબ સમજાવી પટાવીને શાંતિથી પૂછ્યું છે એકદમ એની મિત્ર બનીને પ્રશ્નો કર્યા છે પૂછતાં પહેલાં એને વિશ્વાસ અપાવી દીધો કે હું તારાં સાથમાં છું જે વાત હોય જેવી હોય મને કહે.”

વિકાસે કહ્યું “ તો એણે શું જવાબ આપ્યો ?” મીરાંબહેન કહે “પહેલાં તો એ ખુબ રડી એણે રડતાં જોઈ મને ખુબ રડું આવી ગયું હજી માંડ ૧૧ વર્ષની છે આપણી દીકરી આપણે એને એટલી સાચવી છે એવા સંસ્કાર આપ્યાં છે કે એનો તો આટલી નાની ઉંમરે કોઈ કુંડાળામાં પગ ના જ પડે...”

વિકાસે કહ્યું “ તું વાતમાં મોણ ઉમેર્યા ના કર શું વાત છે એ સીધી સીધી મને કહેને તો સમજણ પડે. “

   મીરાંબહેન કહે “ એજ તો કહું છું મેં એને બહું સમજાવી પછી એણે જે કહ્યું એ સાંભળી હું આઘાતજ પામી ગઈ વિકાસભાઈએ પૂછ્યું એવું શું કીધું ? શેનો આઘાત ?”

મીરાંબહેન કહે “ તમારી શ્રુતિએ જયભાઈનું નામ લીધું યોગા ટીચર એનાં કાકા તમારાં મોટાં ભાઈ કહે એ મને ખુબ વિતાડે છે મને ...” પછી બોલી ના શક્યા...

   વિકાસ સાંભળતાંજ ઉભો થઇ ગયો એની આંખો પહોળી થઇ ગઈ અવાજ તરડાઈ ગયો “જયભાઈ ?”

“જયભાઈ એવું શું કરે છે એની સાથે ? એની કાંઈ ભૂલ તો નથી થતીને ? જયતો એની દીકરી જેવી ગણે છે એને તો સંતાનજ નથી...ચોક્કસ શ્રુતિની ભૂલ થાય છે ચાલ શ્રુતિ પાસે હું પૂછું...”

“મીરાંબહેન કહે “આમ ઉતાવળા ના થાવ મેં બરાબર પૂછ્યું છે હું સ્ત્રી છું અમને જે થાય અનુભવ તમને પુરુષને નહીં સમજાય ..શ્રુતિ પછી” 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED