The Author Nij Joshi અનુસરો Current Read નારી તું નારાયણી - 1 By Nij Joshi ગુજરાતી મહિલા વિશેષ Share Facebook Twitter Whatsapp Featured Books રાય કરણ ઘેલો - ભાગ 6 ૬ મોડાસાનો દુર્ગપતિ ‘મહારાજ! મને આ સ્વપ્નમાં, આ રેત સમ... લવ યુ યાર - ભાગ 73 કિસ્મત પણ રુઠે ત્યારે બધી બાજુએથી રુઠી જાય છે.. સાંવરીએ પોતા... ભાગવત રહસ્ય - 156 ભાગવત રહસ્ય-૧૫૬ દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માન... ફરે તે ફરફરે - 57 ફરે તે ફરફરે - ૫૭ "ભુખ ને લીધે સરદારો ઉપર હુમલો... નવા વર્ષનું રીઝોલ્યુશન નવા વર્ષનું રીઝોલ્યુશન- રાકેશ ઠક્કર નવા વર્ષનું શ્રે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Nij Joshi દ્વારા ગુજરાતી વાર્તા કુલ એપિસોડ્સ : 4 શેયર કરો નારી તું નારાયણી - 1 (10) 2.4k 6k કહે તો બધા છે નારી તું નારાયણી, પણ માને કેટલા છે નારી ને નારાયણી. આજે સાચે મનમાં કડવાશ ભરાઈ ગઈ છે. એક ઉદાસીનતા છવાઈ ગઈ છે ઉરમાં. "નારી તું નારાયણી" એ હવે એક વ્યંગ કે કટાક્ષ સમુ લાગે છે. કહેવાતી આ વાત એક નારીના જીવનમાં કે દુનિયામાં ક્યાંય સાચી ભાષે છે? શું સાચે નારી ને નારાયણી સ્વરૂપે જોવામાં આવે છે? નારીને એક નાજુક, નમણી, લાલિત્ય સભર દેહલતા સમાન શરીર માત્ર તરીકે જ તો જોવામાં આવે છે. જો એમ ના હોય તો આજે ડગલે અને પગલે વધતા જતા આ છેડખાની અને બળાત્કારના કેસમાં આટલો ધરખમ વધારો થતો હોય ખરો? જેને પૂજનીય ગણતા હોઇએ તેંને મલિન કરીએ ખરા? કહેવાતા વલ્ગર શબ્દોનો ઉચ્ચાર કરી પૂચકારે ખરા? આ કડવું છે. પણ સત્ય છે.યુગોથી ચાલતી પ્રથા છે આ તો, નારીની જ વ્યથા છે આ તો. મહાભારતમાં દ્રૌપદીની વ્યથા સૌ કોઈએ જાણી. પણ અપહરણની પીડાથી પીડાતી અંબા, અંબિકા અને અંબાલિકાની વેદના કોણે જાણી? અંબા પહેલેથી મનથી શૈલ રાજાને વરી ચૂકી હતી, અપહરણ કરી વિવાહ કરતા પહેલા અંબા કે તેમની બહેનોની મરજી જાણવાની કેમ જરૂર ન જણાઈ? અંબાના મનની હાલત કેમ ના દેખાઇ જો નારી નારાયણી હતી તો? નારીને અધિકાર નઈ, કેવળ નારી પર અધિકારને પાત્ર ગણવામાં આવે છે. શ્લોક અને સુભાષિતોમાંજ નારીને નારાયણી સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. જ્યારે વાસ્તવિક જીવનમાં તેને અલગ રીતે જોવામાં આવે છે. એને નખશિખ નીતરતી આંખોએ લાળ ટપકાવીને નિહાળવામાં આવે છે. એ કેટલા અંશે વ્યાજબી ગણાય? મનગમતા વસ્ત્રો પરિધાન કરી, મુક્ત મનથી ઘરની બહાર વિહાર કરી શકે છે ખરી? કેટલીયે લોલુપ નજરો ક્યાંય સુધી પીછો નાં છોડતી હોય. તો ક્યાંક બીભત્સ વાંકબાણોથી હણાતી હોય. અસહજ અનુભવતી હોય. પણ આ નારાયણીની મનઃસ્થિતિની પરવા ક્યાં કોઈને કરવી હોય છે. ધરતીના ચાસમાંથી જન્મેલા સીતામાતાને અગ્નિ પરીક્ષા આપવા છતાંય ધરતીમાં સમાવવું પડતું હોય તો આમાં નારાયણી ક્યાં? ઇતિહાસમાં જોઈએ કે વર્તમાનમાં નારી ના સુરક્ષિત હતી ના સુરક્ષિત છે. જો સાચેજ નારી સુરક્ષિત હોત તો નારી સાથે અઘટિત ઘટનાઓ ઘટતી હોય ખરી? આ ડાયરી હું લખી રહી છું ત્યાં નાં જાણે કેટલિયે નારી લજ્જાની મારી કપડાંની કોર સંકોરતી ડુસકા ભરતી હશે. કેટલીયે નિર્ભયા હણાઈ ચૂકી હશે. કહેવાય કે આજની નારી પુરુષ સમોવડી છે. પણ એજ પુરુષ એને સમોવડી નો દરજ્જો આપે છે ખરો? દિલ્હીમાં પોતાના કામ પરથી ઘરે પરત ફરતી યુવતીને " નિર્ભયા" નાં બનવું પડ્યું હોત. એ આઝાદીથી પોતાની મરજીથી જીવી શકી હોત, જીવનને માણી શકી હોત ને. ક્યાંક નાની નાની ખુશીની પળ માણી શકી હોત ને? એ નારાયણીના સ્વરૂપ સમી "નિર્ભયા" ને સામૂહિક બળાત્કારનો ભોગ ના બનવું પડત. અને તોય એને કહેવાય કે એ આજની નારી. અહીં તો નારીને પોતાની મરજી જતાવવાની પણ મનાઈ છે. કોઈના પ્રેમ પ્રસ્તાવને ના સ્વીકાર કરવાની ગુસ્તાખી તો કરીજ ક્યાં શકે છે? "નહિ તો એ જ નારી ના રહી થઈ જાય" જો એવું નાં હોત તો સુરતમાં કોઈ "ગ્રિસ્મા" ની હત્યા થાઇજ નઈ ને. એક ના સાંભળીને પછી એને સતત ફોન કરીને કે મેસેજ કરીને એને હેરાન નાં કરતા હોય. નાં એને રસ્તો રોકી વારંવાર એજ વાત પૂછવામાં આવતી. અને તોય એને પૂજનીય ગણવી. આ બધું વિચારતા મારું મન સાચે ખિન્ન થઈ જાય છે. આ બધામાં નારી ક્યાં નારાયણી છે? જ્યાં દેવતાઓ રમણ કરતા હોય ત્યાં નારીની આવી અવદશા? આજે દરેક નારીના મનમાં આવા અનેક સવાલો સતત ચાલતા રહેતા હોય છે. 🌺નીતુ જોષી નીજ🌺 › આગળનું પ્રકરણ નારી તું નારાયણી - 2 Download Our App