દુબઈ પ્રવાસ - 2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

દુબઈ પ્રવાસ - 2

આગલા પ્રકરણમાં જે પ્રાઇવેટ ટ્રાવેલ કરતાં દુબઈ કસ્ટમવાળાઓ દ્વારા બધાની હેરાનગતિ થઈ અને થાય છે તે લખ્યું. એટલે મસ્કત કે નજીકથી દુબઈ જનારે કાર લેવાનું સાહસ કરવું તેમ હું માનું છું. પ્લેનની દોઢ કલાક જર્ની માટે 8000 રૂપિયા જેવા વધુ તો કહેવાય.
તો અમે બરાબર 3.30 ના, extended slot માં એન્ટર થયાં અને બુર્જ ખલીફામાં ઉપર જવાની લાઈનમાં ઊભાં. લાઈનમાં કશું એલાવ નથી, પાણીની બોટલ પણ. પ્રમાણમાં જલ્દી લાઇન ખસે છે.
અગાઉથી સ્લોટ બુક કર્યા વગર જવું નહીં. સમજીને સમય બુક કરવો. દુબઈની લાઈટો જોવી હોય તો સાંજે 7 થી 10.30 વચ્ચે નહીં તો સવારે 10.30 થી.
સંચાલન લગભગ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે તેવું જ હતું. ઓફિસરો ઘણા ખરા ભારતીય લાગ્યા અને સિક્યોરિટી વાળાં આફ્રિકન.
અહીં દુબઈથી ભારત અઢી થી 3 કલાક થાય જ્યારે આફ્રિકાનું કોઈ પણ સ્થળ 7 થી 8 કલાક. છતાં દરેક સ્થળે ભણેલા ગણેલા ટાઇવાળા આફ્રિકન જોવા મળે. ગોલ્ડન સેન્ડ હોટેલમાં એકાઉન્ટ વાળો આફ્રિકન હતો. અહીં પણ વ્યવસ્થા અને ક્યુ મેઇન્ટેઇન કરવા, પબ્લિક રિલેશન વ.માં આફ્રિકનો અને ભારતીયો જોયા. કદાચ અહીં મુસ્લિમો ક્લીન શેવ કરતા અને ઓમાનની જેમ સફેદ ઝબ્બાને બદલે સૂટ ટાઈમાં હોય તો ખબર ન પડે
હા. મસ્કતમાં કહે છે 2010 સુધી ગુજરાતીઓ રૂવી અને મત્રા પરામાં ખૂબ હતા પણ મારા અલ ખૂવૈરમાં કેરાલીઓ જ દેખાય. અહીં દુબઈમાં બોલતાં ધ્યાન રાખવું. પાકિસ્તાની ટેક્સી વાળો પણ ગુજરાતી બોલતો સમજતી હોય શકે. મસ્કત કરતાં ગુજરાતીઓ ઘણા વધારે મળ્યા.
ઉપર 124 અને 125મે માળ લિફ્ટમાં ગયાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ અહીં ફરતી ગોળ પ્રેક્ષક દિર્ઘા છે. ઉપર જતાં જ વેલ ડ્રેસ્ડ છોકરા છોકરીઓ કેમેરા સાથે તમને ઘેરી વળે. Nice family photo.. smile.. વગેરે કહેતા ફોટો પાડે. પાછા નીચે ઉતરો ત્યાં ફોટો તૈયાર પણ ખરીદો તો એટલામાં તો કેમેરો આવી જાય એટલા પૈસા. કદાચ 180 દીરહામ એટલે 3600 રૂ. જેવા? સમજ્યો નહીં હોઉં.
અમે દરેક ખૂણે ટેલિસ્કોપ કે હાથ હલાવી નીચેનું દૃશ્ય મોટું કરી બતાવતા સ્ક્રીન વગેરે જોયા. દરેક તરફથી નીચે દુબઈના sky scrapers , મેટ્રો લાઇન, ફ્લાય ઓવરો અને દૂર દરિયાની લાઈનો જોઈ. ભીડ વચ્ચે જગ્યા કરી ઊભી પોઝો આપી ફોટાઓ લીધા. આથમતા સૂર્ય વખતે કહે છે વધુ ટિકિટ હોય પણ અમારા સ્લોટ માં પણ ઢળતો સૂર્ય ખૂબ ઊંચેથી જોયો. 125મે માળ એક જગ્યાએ મજબૂત જાળી પાસે ઊભી આટલી ઊંચી જગ્યાની હવા પણ અનુભવી. ત્યાં પણ ગરમ તો હતી. સ્કાય વોક માટે 145 મે માળ જવાય તેની અલગ ટિકિટ. સ્કાય વોક આમેય દુબઈ ફ્રેમ માં બુક કરી હોઈ અહીં ન ગયા. તો પણ બે માળ વચ્ચે સવા કલાક તો ગયો જે ઓછો પડયો. થોડું અંતર પારદર્શક ફ્લોર પર ચાલવાનું છે ખરું 125મે માળે પણ.
નીચે સંગીતમય સુરો સાથે હવે ધીમી લિફ્ટમાં ઉતરતાં આ મકાન બનવાની અકલ્પ્ય ઝડપ, તેનો ઈતિહાસ, મટીરીયલ વગેરેની ફિલ્મ ચાલી. સાથે નીચે પણ દેખાતું ગયું. તમે કેટલી સેકંડ માં કેટલામે માળે પહોંચ્યા તે ઇન્ડીકેટર બતાવતું આવ્યું.
અમુક લોકોને 125 થી 65મે માળ ઉતરતાં કાનમાં પ્રેશરમાં ફેર પડતો લાગ્યો.
નીચે ઉતરી દુબઈ મોલમાં ફરવા લાગ્યાં. વચ્ચે જ એક જગ્યાએ ઘણાં ટેબલો પર લોકો બેસીને ખાતા હતા અને ચારેય બાજુ દરેક પ્રકારનું ખાવાનું મળતું હતું ત્યાં ખાલી થતું ટેબલ જોઈ વીજળી વેગે જગ્યા ઝપટી. પુત્ર મેકડોનાલ્ડમાં મીલ્સ, બાજુમાંથી પૌત્ર માટે ફ્રાઇડ પોટેટો ચિપ્સ વગેરે લેવા ગયો અને મેં કોઈ દિલ્હી પરાઠા નામની દુકાન જોઈ દહીં પરોઠાનો ઓર્ડર આપ્યો. સાંજે 5 વાગે તેમણે ફ્રેશ પરોઠો ઉતારી દહીં અને લીંબુ આચાર સાથે આપ્યો. એના મેં બોબકાર્ડ થી પે કર્યા. ચાલ્યું. એટીએમ કાર્ડ ચાલતું નહોતું. મારા ખાણાના 12 દીરહામ થયા.
અમે ખાધું ન હોત તો કોઈ એક ડગલું ચસકી ન શકત. સવારના 5 વાગ્યાના એમ ને એમ હતા. ધન્ય છે દુબઈના કસ્ટમ વાળાઓની ફરજ પરસ્તીને.
ખાતાં જ પૌત્રને તો ઊંઘ આવવા લાગી. આ દાદાને પણ. પણ હું રહ્યો રખડુ અને પૈસા વસૂલ કરનારો અમદાવાદી.
તરત એક્વેરિયમની ટીકીટ લીધી.
એક્વેરિયમમાં શાર્ક, નાની વ્હેલ, સ્ટાર ફિશ, જળ ઘોડો અને ઘણું જોવાનું હતું. અમુક તો મસ્કતમાં નવાં થયેલાં કે 2011માં થાઇલેન્ડનાં એક્વેરિયમમાં જોયું હતું. એક મોટી ગ્લાસ ટનલમાંથી પસાર થઈએ એટલે ચારે બાજુ માછલીઓ વચ્ચેથી જતા હોઈએ.
એકાદ કલાક એક્વેરિયમમાં કાઢી તરત બહાર નીકળી ઘૂસ્યા નાઈટ લાઇફ ઝુ માં. આપણે કાંકરિયામાં થયું છે પણ આ ઘણા મોટા પાયે હતું. સાચાં ઘુવડ ચીબરી વગેરે સાથે ઘુવડના અવાજો, રાત્રીના અવાજો વગેરેનો અનુભવ યાદગાર રહ્યો. રાતનાં ચમકતી આંખો વાળાં પ્રાણીઓ, કદાચ બ્લેક ચિત્તો પણ જોયો. આ ઝુ માં વચ્ચે બેસવા માટે પત્થરો પણ છે. હું ધબ્બ કરતો વચ્ચે બેસવા માંડેલો. દોરડાંના પૂલ પરથી જવાનું અને નીચે પાણી અને એવી ચીજોનો અનુભવ કર્યો. આ બધું જોઈ બહાર આવ્યા ત્યાં સવા સાત થયેલા. મોલમાં ફર્યા.
એક આખી મોટી દીવાલ, લાંબી પરસાળ સાથે હતી જેની ઉપર 5000 ઉપર સ્ક્રીનો જોડી 20કરોડ ઉપર મેગા પિક્સેલ થી તેમના કહેવા મુજબ વિશ્વનો સહુથી મોટો LED સ્ક્રીન જોયો. તેના ઉપર લાઈવ સીસી ટીવી ની ઈમેજો, કલ્ચરલ શોર્ટ ફિલ્મો અને જાહેરાતો જોઈ.
એન્ટ્રી પાસે દીવાલ પરથી સતત પડતો વિશાળ ધોધ જોયો. માણસો કુદતા હોય તેવાં સ્ટેચ્યુ પણ હતાં. બીજો પણ લીલી વનરાજી સાથે કૃત્રિમ ધોધ જોયો.
આ બધું પતાવ્યું ત્યાં પોણા આઠ થવાને થોડી વાર હતી. મોલની બહાર મ્યુઝિકલ ફાઉંટેઈન સાડા સાતે ચાલુ થઈ દર અર્ધો કલાકનો શો હતો. એક શો પૂરો થાય કે ટોળું છૂટે તે દરમ્યાન વચ્ચે બોટિંગ પણ પૈસા લઈ કરાવતા હતા. દુબઈ માં ક્યાં પૈસા નથી? બધે જ ખિસ્સું ખાલી કરવું પડે.
અમે આગલો શો છુટતા જ ફુવારા ની રેલીંગ પકડી સારી જગ્યાએ ઊભી ગયાં. આઠ વાગે મ્યુઝિકલ ફાઉન્ટન નો શો ચાલુ થયો. લાઈટો અને નૃત્ય મુદ્રાઓ કરતો ફુવારો દસ માળ જેટલે ઊંચે જતો હતો!
સામે હવે લાઈટોથી ચમકતો બુર્જ ખલીફા અદભૂત લાગતો હતો તેના ફોટા લીધા અને આજુબાજુનાં રો ઝગમગતાં ગગનચુંબી મકાનો જોયાં.
સાડાઆઠે શો પૂરો થતાં મોલમાંથી ટેક્સી પકડવાની લાઈનો હતી તેમાં ટેક્સીઓની એક લાઇન આગળ આવતી જાય અને માણસોની લાઈનમાં ઊભેલા એક એક કરી બેસતા જાય. ટેક્સીઓ માટે પણ જવાનું હોય તે વિસ્તાર મુજબ લાઈનોમાં ઊભવાનું હતું.
નજીક મેટ્રો સ્ટેશન દુબઈ મોલ હતું પણ કોણ જાય?
ગોલ્ડન સેન્ડ અને બર દુબઈ માટે બુર્જમાન નામનું મેટ્રો સ્ટેશન છે. એક શરાબ્દી નામનું સ્ટેશન પણ એક કિમી ની અંદર છે.
અહીં મેટ્રો માટે પૈસા ભરી કાર્ડ લઈ તે એક્ટિવ કરવું પડે પછી મેપ જોઈ સ્ટેશન એન્ટર કરી એટીએમ જેવા સ્લોટ માં નાંખો એટલે પૈસા કપાય અને ટિકિટ નીકળે. બે ચાર દિવસ ગયા હોઈએ તો મને ફાવે એવું લાગ્યું નહીં. મેટ્રો ટેક્સી ઓ કરતાં ઘણી સસ્તી છે. ફ્રિકવન્સી પણ સારી છે.
આખરે હોટેલ આવ્યા. નીચે કાકડીવાળું પાણી પી તાજા થયા. હોટેલમાં ડીનર લેવું હોય તો અગાઉ લખાવી દેવું પડે. નજીકની રેસ્ટોરાંઓ એક સવા કિમી દૂર હતી. અમે ત્યાં રૂમમાં બેસી ઝોમેટો પર રોટી, દાલ ફ્રાય વગેરેનો ઓર્ડર આપ્યો. તે હોટેલના ગેટ પર આપી ગયો. ખાધા ભેગા સૂઈ ગયા. રૂમમાં સેન્ટ્રલ એસી હોઈ તેને 25 પર સેટ કર્યું. સખત થાક હતો. ખબર જ ન પડી કે સવારે સાડા છ ક્યાં વાગ્યા.
દિવસ બે હવે પછી.