Featured Books
શ્રેણી
શેયર કરો

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 1

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા -રા'નવઘણ ભાગ -૧ . .

જેને આપણે સુવિસ્તૃત રીતે 15 ભાગમાં જોવાનો પ્રયત્ન કરીશુ... ..



• Part -1 સ્ત્રી હઠ •



જ્યાં મુચકુંન્દે હણ્યો છે કાળને
જ્યાં યવન પાછળ પડ્યો તો કૃષ્ણની...
જ્યાં ઈન્દ્ર ના હાથી તણા
પગલા હજી સ્મરણે ચઢે.. .!

એવી સોરઠની ધરા અને તેની રાજધાની જુનાગઢ, નાનકડુ એવુ રાજ્ય પણ સુંદરતા સ્વર્ગ ને પણ લજવે, ગઢ ગિરનાર જુનાગઢની હદમાં આવતો. જુનાગઢની ગાદી પર ચુડાસમા રાજવંશના શાશક દહિયાસ [ડિયાસ] ના રાજ તપે.
રા' નો વિશ્વાસુ એવો ઝુમ્મક ચાવડો નામનો રાજપુત જેને ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો પાસેથી મુંડકા વેરો લેવાનુ કામ સોંપાયું.

રા'ડીયાસ ને ઝુમ્મક ચાવડા માટે ભરોસો હતો કે માણસ દાણ વસૂલ કરવાની નીતિને વગોવે તોવો ખાઉધરો નથી,



એક દિવસ એવું બન્યું કે ગુજરાતના સોલંકી રાજા દુર્લભસેનની પટરાણી એમના રસાલા સાથે પાટણથી ગિરનારની યાત્રાએ આવ્યા, રાજા દુર્લભસેનની પટરાણી જૂનાગઢ માં દાખલ થતાં જુમ્મક ચાવડાએ તેમને રોકી મુંડક વેરો માગ્યો..અને દાણ ભર્યા પછી જૂનાગઢમાં દાખલ થવાશે એમ સ્પષ્ટ જણાવ્યું...!

પટરાણીએ કહ્યું : હું પતિ ની માનીતી રાણી છું જો હું વેરો ભરીશ તો તમારે મોત ના જડબામાં ધકેલાતા પડશે, અને તમારા જુનાગઢ ની રાજસત્તા સોલંકી રાજાના હાથમાં જશે..

'રાણીજી તમારી એક ધમકી મારી ફરજ ની કચડી શકશે નહીં, તમારી પાસે કર લીધા સિવાય તમને જુનાગઢ ના દરબારમાં દાખલ થવા દઈશ નહીં'


ગુર્જરપતિ દુર્લભસેનની પટલાણીએ કચવાતે હૈયે વેરો ભર્યો અને ગિરનારની યાત્રા પુરી કરી પાટણ પહોંચતાની સાથે જ તેમણે પોતાના પતિ ગુર્જરનરેશ ને ફરિયાદ કરી, જૂનાગઢમાં મારી પાસેથી બળજબરીપૂર્વક વેરો વસુલ કરવામાં આવ્યો છે. જો તમે સોરઠરાજ ડિયાસ ના વેરા ખાતાના અધિકારી ઝુમ્મકચાવડા ને કેદ પકડી મારી પાસે નહી લાવો તો આજથી અન્ન નહિ લઉં...!!

દુર્લભરાજે પટલાણી ને સમજાવ્યા, ‘રાણીજી આપણે પણ વેરો લઇએ છીએ તમારે વેરો ભરવો પડ્યો તે ન્યાયને અનુસરતું છે, તેમાં સોરઠના રાજ કે તેમના વેરા ખાતાના અમલદારોનો કશો જ વાંક ન કહેવાય,

ગુર્વાજરનરેશનો જવાબ સાંભળી રાણીએ પોતાના માથાના વાળ છોડી નાખ્યા જમીન પર પડતું મૂકી આળોટવા લાગ્યા..!


રાણી નહી છું પટરાણી,પાટણ તથા ભૂપેશની,

જુકે પ્રજા મુજે ચરણમાં,સારાએ ગુર્જર દેશની,

વેરો ભર્યો મેં સોરઠી યાત્રાએ, જતા અપમાનથી,

બદલો નહીં લેવાય તો,હું જઈશ મારા જાનથી...!



દુર્લભરાજ સોલંકીએ પોતાની પ્રિય રાણીને નમ્રતાથી ઘણી ઘણી સમજાવી, મને પરાણે સોરઠ પર હુમલો કરવાની ફરજ ન પાડો રાણીજી...!!



જંગ પેદા થાય તે કામ જ નથી કલ્યાણનું;છે સેંકડો કુટુંબના કારમાં બલિદાનનું,

જાલિમ છે સ્ત્રીહઠ ધારણ કરો ના રોષથી; નિર્દોષ મરાશે યુદ્ધમાં કોઈ એક જ દોષથી,


પણ પટરાણીએ રુદન મિશ્રિત અવાજે જુસ્સામાં જવાબ આપ્યો..

પટકીશ માથું ભીંતમાં; જો વેર નહીં વાળો તમે,

સ્વામી જ કાયર હોય;ત્યાં શું કરી શકીએ અમે,

રે અન્ન્ તો છોડી દીધું; જીવન સુધા છૂટી જશે ,

અપમાન કેરી આંગમાં રે; કાળજુ સળગી જશે,


રડતા-રોકકડ કરતા રાણી માથું પટકવા લાગ્યા, દુર્લભરાજ પોતાની રૂપવતી પટરાણી માથું પટકી મરી જશે એ બીકથી કહેવા લાગ્યા....

કરી દો બંધ રુદનને લઈશ બદલો હુ નિર્દય થઈને,

અરે પંદર દિવસમાં તો લઈશ બદલો નિર્ભય થઈને,

કહે છે દિલ દુર્લભ તુ, નાહક લડાઈ ના ઉભી કરતો,

કહે પત્ની ની પ્રીત કે જુલમથી લેશ તુ ના ડરતો...!!


પતિના શબ્દોથી પટરાણી ઊભા થઈ રાજા ને ભેટી પડ્યા...!!


•આગળની ગાથા ભાગ-૨ મા આપણે સોરઠપતિ રા'ડીયાસ (રા'દહીયાસ) ના ખુન ની વિગતો જોઈશું...!!

•part-2 રા'ડીયાસ નુ ખુન coming soon....