વીરાંગના નેત્રા - 6 Piya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરાંગના નેત્રા - 6

અવિનાશ ના પ્રશ્ન નો નેત્રા જવાબ આપતા કહે છે કે હું તારી સાથે જ છું ને હું હવે આ ચળવળ માં સફળતા મેળવી ને ઉતમ ના સપના ને સ્વીકાર કરીશ.
બસ નેત્રા એ તો આ માની લીધું કે બસ તેના જીવન નુ એકમાત્ર ઉદ્દેશ આ ચળવળ ને ક્રાંતિ માં ફેરવવાનો છે.
પરંતુ નેત્રા ને તેના પરિવારજનો આ ચળવળ માટે ના પાડે છે. કારણ કે તે હવે માં બનવાની હતી.અને પરિવાર માંથી કોઈ બીજું સદસ્ય ખૂટે તે લોકો હવે સહન નહી કરી શકે.
પણ તેનો ભાઈ અવિનાશ નેત્રા ને આ માટે નિર્ણય લેવા આઝાદી આપે છે.ને તે તેનો જે નિર્ણય હશે તે સ્વીકારશે.
નેત્રા હવે પોતે પાછી નહી હટે.તું મારી સાથે છે ને ભાઈ??
એમ કહી ને તે અને અવિનાશ હવે બંને આ ચળવળ માં જોડાયા.અને આ ચળવળ માં ઉતમ ની જગ્યા હવે નેત્રા એ સંચાલન નો દોર પોતાના હાથ મા લીધો.
નેત્રા પણ બહાદુર અને હોશિયાર હતી.આ બાબતે તેના વિચારો ઉતમ થી થોડાક અલગ હતા.ઉતમ એ સીધા અને વિશ્વાસુ પ્રકૃતિ ના વિચારો ધરાવતો હતો.તે પરાક્રમી અને નિડર હતો પરંતુ બધા પર જલ્દી વિશ્વાસ કરી લેતો તે જ તેના મોત નુ કારણ બન્યું.
નેત્રા બુદ્ધિમાન સ્ત્રી હતી.તે દેખાવ એવો કરતી તેને બધા પર વિશ્વાસ છે પરંતુ તે આયોજન બધા થી અલગ કરતી.નેત્રા બધા ને બધું ત્યારે જ નો કહેતી સમય આવ્યે કહીશ એમ કરી ને વાત ને ટાળી દેતી મતલબ એ રાજનીતિ ના વિચારો ધરાવતી હતી જે ઘણા શ્રેષ્ઠ હતા.
પરંતુ હવે ત્યાં ની સ્થિતિ પહેલા કરતા પણ વધારે ગંભીર હતી.ત્યાં અંગ્રેજ સૈનિકો ની સંખ્યા પાંચ ગણી વધારી દેવા માં આવી હતી.બધા લોકો ની મનોસ્થિતિ નબળી પડતી જતી હતી કારણ કે પોતાના બધા પાસા નબળા હતા.
આ બધું નેત્રા જાણતી હતી.હજી ઉતમ ના મોત ની અસર બધા પર હતી.બધા ની હિંમત તૂટી ગઈ હતી.આવી ગંભીર સ્થિતિ નો સામનો કરી ને નેત્રા એ બધા સાથે આગળ વધવાનું હતું.નેત્રા એ બધા સાથે વાતચીત કરવા માટે એક ગુપ્ત સભા નુ આયોજન કર્યું.
પરંતુ આ આયોજન માં લોકો ના આવ્યા કારણ કે તેને ઉતમ જેવો ભરોસો નેત્રા પર ના હતો.અને તે શોક માં પણ હતા ઉતમ અને તેના સાથીમિત્રો ની મોત થી.
આવા ડર અને હતાશા ના માહોલ માં નેત્રા એ વિશ્વાસ અને ઉમ્મીદ નો ઉમળકો ભરવાનો હતો.
નેત્રા એ બધા ના ઘરે ઘરે જઈ ને લોકો ને વિશ્વાસ માં લેવાનું નક્કી કર્યું.અવિનાશ અને નેત્રા લોકો ના ઘરે ઘરે જઈને તેને આશ્વાસન આપતા અને આઝાદી નુ મહત્વ સમજાવતા.
આ બધું ઘણા દિવસો સુધી ચાલ્યું.પણ તેમાં ખાસ્સી સફળતા મળી નહી. લોકો તેના પર થોડો વિશ્વાસ કરવા લાગ્યા પરંતું તેમના મન માં ડર હતો કે આ આઝાદ કરાવી શકશે કે નહીં.
આ બધું ઘણા મહિના સુધી ચાલ્યું.હવે નેત્રા નો પ્રસૂતિ નો ટાઇમ પણ નજીક આવી રહ્યો હતો.પરંતુ નેત્રા આરામ કરવા ને બદલે લોકો ને સમજાવવા અને ચળવળ માં મદદ કરવા માટે જોડાવા ના બધા પ્રયત્ન કરતી.
એક વખત અવિનાશ અને નેત્રા એક ઘરે ગયા.ત્યાં અંગ્રેજો ને ખબર પડી કે આ લોકો પોતાના વિરૂદ્ધ લોકો ને ઉશ્કેરે છે
આથી તે લોકો નેત્રા ની પાછળ ગયા અને તે જે પરિવાર પાસે હતા તે પરિવાર ને મારી નાખવાની ધમકી આપી. પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી.તે આખો પરિવાર ડર માં હતો.
નેત્રા એ અંગ્રેજો ને પોતે મરવા તૈયાર છે આ બધા ને છોડી દેવાનું કહ્યું.હવે જોવાનું એ હતું કે અંગ્રેજો શું કરે છે???...
To be continued.....