Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 5 - છેલ્લો ભાગ

હાજી કાસમ, તારી વીજળી રે

સંપાદક: ઝવેરચંદ મેઘાણી રઢિયાળી રાત....

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.

ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…
દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…
દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર. કાસમ, તારી…
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા છોકરાંનો નૈ પાર. કાસમ, તારી…

અગિયાર બજે આગબોટ હાંકી જાય છે મુંબઇ શે’ર. કાસમ, તારી…
બાર બજે તો બરોબર ચડિયાં જાયછે મુંબઇ શે’ર. કાસમ, તારી…

ઓતર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યાં વા’ણ. કાસમ, તારી…
મોટા સાહેબની આગબોટું મળિયું વીજને પાછી વાળ્ય. કાસમ, તારી…

જહાજ તું તારું પાછું વાળ્યે રોગ તડાકો થાય. કાસમ,તારી…
પાછી વાળું, મારી ભોમકા લાજે. અલ્લા માથે એમાન. કાસમ, તારી…

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા. વીજને પાછી વાળ્ય. કાસમ, તારી…
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય. કાસમ, તારી…

ચહમાં માંડીને માલમી જોવે પાણીનો ના’વે પાર. કાસમ, તારી…
કાચને કુંપે કાગદ લખે મોકલે મુંબઇ શે’ર. કાસમ, તારી…

હિન્દુ મુસલમીન માનતા માને, પાંચમે ભાગે રાજ. કાસમ, તારી…
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર. કાસમ, તારી…

ફટ ભૂંડી તું વીજળી! મારાં, તેરસો માણસ જાય. કાસમ, તારી…
વીજળી કે મારો વાંક્ક નૈ વીરા, લખિયલ છઠ્ઠીના લેખ. કાસમ, તારી…
તેરસો માણસ સામટાં બૂડ્યાં, બૂડ્યા કેસરિયા વર. કાસમ. તારી…

ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ. કાસમ, તારી…
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ. કાસમ, તારી…

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે જુએ જાનુંની વાટ. કાસમ, તારી…
સોળસેં કન્યા ડુંગરે ચડી જુએ જાનુંની વાટ. કાસમ, તારી…

દેશદેશથી તાર વછૂટ્યા વીજળી બૂડી જાય. કાસમ, તારી…
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે ઘર ઘર રોણાં થાય. કાસમ, તારી…

પીઠી ભરી તો લાડડી રુએ માંડવે ઊઠી આગ. કાસમ, તારી…
સગું રુએ એનું સાગવી રુએ બેની રુએ બાર માસ. કાસમ, તારી…

મોટાસાહેબે આગબોટું હાંકી પાણીનો ના’વે પાર. કાસમ, તારી…
મોટા સાહેબે તાગ જ લીધા પાણીનો ના’વે પાર. કાસમ, તારી…
સાબ મઢ્યમ બે દરિયો ડોળે પાણીનો ના’વે તાગ. કાસમ, તારી…

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.
લોકગીત....

શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર

દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશુ.માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી.રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ.બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ...

આ નવલકથા અહીં સમાપ્ત થાય છે.. મને હાજી કાસમ, તારી વીજળી રે ... વિષે જે કથા નો ખયાલ હતો તે આપની સમક્ષ રજૂ કર્યો છે. જો કોઈ અભિપ્રાય કે પ્રતિભાવ હોય તો આપ જરૂર થી લખશો..

ધન્યવાદ🙏🙏🙏🙏