પ્રેમ કે દોસ્તી - 5 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી - 5

‌ રેવા ના બેહોશ થયા પછી રીશી રેવા ને તેના ઘરે મુકવા જાય છે...અને પછી રીશી બહાનું બનાવી ને ત્યાંથી જતો રહે છે....અને સતત રેવા વિશે જ વિચારે છે કે શું રેવા એ એ સાંભળ્યું હશે કે નહીં.... મારે રેવા ને કહેવું જોઈએ કે નહી....આ બધા સવાલો થી રીશી વારંવાર પરેશાન થતો હતો........

હવે આગળ.........



રીશી વારંવાર બસ રેવા વિશે જ વિચારતો હતો.... થોડીવાર પહેલાં રીશી એ રેવા ને જે પણ કહ્યું હતું એ વિશે વિચારતો હતો.., કે રેવા એ કંઈ સાંભળ્યું કે નહીં....તે વારંવાર બસ આ જ વિચાર કરતો હતો...તે પોતાની ગાડી પાર્ક કરે છે..અને સીધો પોતાના રુમ તરફ જાય છે....

" રીશી, કેમ આટલી ઉતાવળ માં છે..." રીશી....રીશી.... મેઘના બેન ( રીશી ના મમ્મી ) રીશી ને બોલાવે છે...પણ રીશી કંઈ સાંભળ્યા વગર જ પોતાના રુમ માં જતો રહે છે અને દરવાજો બંધ કરી દે છે...

અરે, સાંભળ્યા વગર જ જતો રહ્યો... કંઈ ન‌ઈ કામ કરી ને પછી એની સાથે વાત કરીશ....અને એને પુછી પણ લ‌ઈશ કે રેવા વિશે તેનો શો વિચાર છે... આમ એમને પુછ્યા વગર તેમના મેરેજ ફીક્સ ન કરવા જોઇએ..... મેઘના બેન મનમાં કહે છે....


રીશી એના રુમ માં જાય છે અને રેડિયો ચાલુ કરે છે , જેથી તે રેવા ના વિચારો થી થોડી વાર દુર રહી શકે અને એને પોતાના દિલ ની વાત કેવી રીતે કહેવી તે વિશે વિચારી શકે...... પણ રેડિયો ચાલુ કરતાં જ રેવા નું ફેવરીટ સૉન્ગ વાગે છે.........


अजीब दास्तां है ये
कहाँ शुरू कहाँ खतम
ये मंज़िलें है कौन सी
न वो समझ सके न हम
अजीब दास्तां...

(किसीका प्यार लेके तुम
नया जहाँ बसाओगे) -२
ये शाम जब भी आएगी
तुम हमको याद आओगे
अजीब दास्तां...


આ ગીત ના શબ્દો સાથે રીશી ફરી થી રેવા ની યાદ માં ખોવાઈ જાય છે....અને રેડિયો બંધ કરી ને પોતાની ડાયરી લે છે જેમાં તે રેવા ની દરેક વાતો , રેવા સાથે વિતાવેલ દરેક પલો , સમય ,હસી ,મજાક બધુ જ તે એક ડાયરી મી નોંધી લેતો...આજે ફરી તે એ જ લઈને બેઠો હતો...


રેવા આજે ફરી આ ડાયરી લઈ ને બેઠો છું અને ફરી માત્ર તારા માટે અને તારા વિશે જ લખું છું... આજે તને મારે મારા દિલ ની બધી જ વાત કરવી હતી, કે હું તારા વિશે શું વિચારું છું ,તને કેટલો પ્રેમ કરું છું બધું જ જે પણ ફીલિંગ તારા વિશે છે એ બધું જ....આજે ફરી વાર તને કહેવાની કોશિશ કરી...પણ આજેય ના કહી શક્યો.... ખબર ન‌ઈ ક્યારે હું મારા દિલ ની વાત તારા દિલ સુધી પહોંચાડીશ...... બસ મારે તો માત્ર તારું થઈ ને જ રહેવું છે ને તને માત્ર મારી જ કરવી છે.......




મારે તને ન‌ઈ તારા પ્રેમ ને પામવો છે......
હંમેશા તારા આ સાથ ને પામવો છે......

મારા આ પ્રેમ નો તને એહસાસ કરાવવો છે.....
તારા દિલ ને પણ મારી સાથે ઈશ્ક કરાવવો છે...

મારા સુખ દુઃખ માં તારો સાથ જોઇએ છે.....
મારા જીવનમાં બસ તારો જ પ્રેમ જોઇએ છે....

બસ આ જીવન તારું કરીને જ રહેવું છે...
અને માત્ર બસ તારું બનીને જ રહેવું છે....




આટલું લખતા જ ફરી રીશી ને રેવા યાદ કરે છે..અને એ રેવા ને એની તબિયત જાણવા માટે કોલ કરે છે...કે ડોક્ટરે શું કહ્યું પણ તેને યાદ આવે છે કે તે એનો ફોન ગાડી માંજ ભુલી ગયો છે...તે ડાયરી બંધ કરે છે અને તેનો ફોન લેવા રુમમાં થી બહાર નીકળે છે.....

જેવો રીશી રૂમમાંથી બહાર નીકળે છે કે ફરી મેઘના બેન તેને રોકે છે ," રીશી, ઉભો રે મારે તને કંઈક પુછવું છે.. "

મમ્મી અત્યારે ન‌ઈ...થોડીવાર ખમ મારે થોડુંક કામ છે...મારે એક અરજન્ટ કોલ કરવો છે...પછી વાત કરું.... રીશી કહે છે...

અરે, પણ મારી વાત તો સાંભળ...મારે રેવા વિશે વાત કરવી છે....ખબર પડી કે તે બેહોશ થઈ ગઈ હતી ,અને જ્યારે તે બેહોશ થઈ ત્યારે તે તારી સાથે જ હતી....શું થયું છે એને?.....

મમ્મી ખબર નથી પણ લાગે છે વધુ કામ કરવાથી કદાચ એ બેહોશ થઈ ગઈ હશે...અત્યારે એને જ કોલ કરવો છે...એને પુછી ને જ તને જણાવીશ...ઓકે....



વધુ આવતા અંકે...✍🏻