પ્રેમ કે દોસ્તી - 1 Nidhi Satasiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે દોસ્તી - 1

પ્રસ્તાવના:-....

રિશી અને રેવા બંને બાળપણ થી જ ખાસ મિત્રો હતા.. બંને વચ્ચે અકબંધ દોસ્તી હતી....એક બીજા વગર જરા પણ ન ચાલતું.... રીશી ડીગ્રી મેળવી ને એક મોટો બીઝનેસ મેન બની ગયો હતો અને પોતાની લાઈફ મા સેટલ થ‌ઈ ગયો હતો.. રેવા પણ પોતાના મોડેલિંગ કરિયર મા ખુબ નામ મેળવી લીધું હતું..તે એક ખુબ જ મોટી મોડેલ બની ગઈ હતી....

બંને ની લાઈફ ખુબ જ બીઝી હતી છતાં પણ તેઓ ને મળ્યા વગર જરા પણ‌ન ચાલતું.... રોજ એકવાર તો મળવાનું જ ભલે ને માત્ર પાંચ મિનિટ માટે કેમ ના હોય.....બંને બાળપણ થી મિત્રો હતા ને એક બીજા ને સારી રીતે ઓળખતા. અને હંમેશા એકબીજાના આ દોસ્તી ના રિશ્તા ને માન આપતા.

તે બંને ની આ દોસ્તી જોઈને લોકો ને લાગતું કે તે તેઓ એકબીજાને પ્રેમ કરે છે...અને એમને લગ્ન કરી લેવા જોઈએ.. ધીરે ધીરે આ વાત તે બંને ના પેરેન્ટ્સ સુધી પહોંચી ગઈ..તે બંને ના પપ્પા બિઝનેસ મા પાર્ટનર હતાં.. અને તેઓ પણ ખાસ મિત્ર હતા..

તેમના પેરેન્ટ્સ તે બંને ને પુછ્યા વગર તેમના મેરેજ ફીક્સ કરી લે છે...પોતાની મિત્રતા ને એક બીજુ નામ આપવા તૈયાર થઈ જાય છે....વેવાઈ અને વેવાણ નું......

પણ‌ શું એ બંને પણ એકબીજાને પ્રેમ કરે છે કે માત્ર તેમનો સંબંધ દોસ્તી સુધી જ છે. બંને એકબીજા નો સાથ આપે છે કે પોતાની દોસ્તી હંમેશા માટે ખતમ કરી નાખે છે, કે પછી બંને નું જીવન એક નવો વળાંક લે છે.

★★★★★★


" હેલો......,રેવા ક્યાં છે તું? ક્યારનો તારો ફોન ટ્રાય કરુ છું, કેમ ઉપાડવા માં આટલી બધી વાર? મે તારા માટે ગાડી મોકલી છે કંઈ પણ સવાલ કર્યા વગર તેમા બેસી જા અને અત્યારે જ મને મળવા આવ...". રેવા કંઈ બોલે એ પહેલાં જ રીશી ગુસ્સામાં ફોન કટ કરી દે છે અને એક ગાર્ડન માં રેવા નો ઇન્તજાર કરવા લાગે છે.......


રેવા એના ફોટોશૂટ માં બીઝી હતી અને ફોન હાથમાં લઈને જુએ છે કે રીશી ના પંદર મિસકોલ હતાં.. તે ફરી થી રીશી ને ફોન ટ્રાઈ કરે છે પણ રીશી ફોન ઉપાડતો નથી.....રેવા ને ચિંતા થવા લાગે છે કે કશુંય થયું તો નહિં હોય ને...... આવા સેંકડો વિચારો સાથે તે કાર માં બેસે છે અને રિશી ની ચિંતા કરવા લાગે છે.......

રીશી રેવા ની છેલ્લા એક કલાક થી રાહ જુએ છે..અને રેવા હજુ આવી નહોતી .રીશી નો ગુસ્સો ખુબ જ વધતો જાય છે અને એને એની મિત્ર રેવા ની જરૂર હતી.....

રેવા ગાડી માંથી ઉતરી ને સીધી ત્યાં ભાગવા લાગે છે કે જ્યાં રીશી હંમેશાં તેની રાહ જોતો હોય છે....બંને નો ફ્રેન્ડશીપ પોઈંટ જ્યાં તેઓ દરરોજ મળે છે...રેવા રીશી ની ચિંતા માં ત્યાં ભાગતી ભાગતી આવે છે પણ ત્યાં રીશી જ નથી હોતો..રેવા ને ખુબ જ ગભરાટ થાય છે કે રીશી ક્યાં ગયો હશે.થોડીવાર પહેલાં જે મને .................................


શું કામ હશે રીશી ને, ક્યા ગયો હશે, શું રેવા ના મનમાં ઉઠી રહેલા સવાલો નો જવાબ મળશે? કે પછી બંને નો સામનો કોઈ મુસીબત થી થવાનો હતો. શું થયું હશે રીશી ને? આ વિચાર વારંવાર રેવા ને સતાવતો હતો, રેવા તેને આમતેમ શોઘવાના શક્ય તેટલા પ્રયત્ન કરે છે.... શું થશે રીશી જોડે આવા દરેક સવાલો ના જવાબ માટે જોડાયેલા રહો પ્રેમ કે દોસ્તી સાથે......


આભાર🙏
વધુ આવતા અંકે.......✍🏻