જિંદગી દો પલકી... Part -4 Secret Writer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

જિંદગી દો પલકી... Part -4

અત્યાર સુધી...

 

પરિવારજનો અને બધા મિત્રોએ મળીને સક્ષમની બર્થડે પાર્ટી કરી. સક્ષમને પોતાની ભૂલ સમજાતાં તે પ્રેક્ષાની માફી માંગે છે. થોડા દિવસ પછી પ્રેક્ષા ઘરમાં ખુશ ખબર આપે છે. બધા ખુબ જ ખુશ હોય છે. બીજા દિવસે કોઈક કારણસર સક્ષમને ચક્કર આવે છે.

 

હવે આગળ...

 

 

 

જિંદગી દો પલકી... Part -4

 

આમને આમ દિવસો હસી ખુશીથી વિતી રહ્યા હતા. હા , સક્ષમને ચક્કર આવવાં, કોઈ વખત વોમિટ થવી, આંખે અંધારા આવી જવા તેવી ઘટનાઓ વારે વારે થતી હતી. પરિવારે તેને ઘણી વખત ડોક્ટરને બતાવવાની સલાહ આપી પણ હંમેશા તે ના પાડતો અને કોઈને કોઈ બહાનું બનાવીને છટકી જતો હતો. 

 

પ્રેક્ષાને આઠમો માસ બેસવાનો હતો ત્યારે પ્રેક્ષાની જિદ્દ આગળ હાર માની સક્ષમ ડોક્ટરને ત્યાં જવા તૈયાર થઈ ગયો. ત્યાં બધા રિપોર્ટ કઢાવ્યા પણ બધા નોર્મલ આવ્યા. છેલ્લે સક્ષમને MRI કરાવવાની સલાહ ડોક્ટરે આપી. બીજા દિવસે સક્ષમે MRIના રિપોર્ટ કઢાવવાના હતા. બીજા દિવસે સક્ષમ સાથે જિદ્દ કરી પ્રેક્ષા પણ ગઈ. ડોક્ટરની ધારણા સાચી પડી. સક્ષમ પણ તેનું કારણ જાણતો હતો. પરંતુ પ્રેક્ષાને પોતાના સમ આપી તેણે રતનભાઈ અને દક્ષાબેનને કઈ પણ ન જણાવવાનું વચન માંગ્યું. ના છૂટકે પ્રેક્ષાએ તેની વાત માનવી પડી. 

 

📖📖📖

 

બે મહિના બાદ, 

મોટી ગાયનેક હોસ્પિટલમાં.. 

 

પ્રેક્ષાને ચિંતાને કારણે પરમાં દુખાવો ઉપડયો હતો. ઓપરેશન થિયેટરમાંથી પ્રેક્ષાની ચીસ સંભળાતી. બહાર બેઠો સક્ષમ પણ ચિંતા કરી રહ્યો હતો. " મા આ લોકો હજી પ્રેક્ષાને કેટલી ચીસો પડાવશે? એટલે અંદર જ રાખી મૂકશે કે શું ? હજી કેટલી વાર? " ચિંતામાંને ચિંતામાં તેણે દક્ષાબેનને પૂછ્યું. " બેટા , બાળકને જન્મ આપવું એટલું સહેલું કાર્ય નથી. હિંમત રાખ. બધું સારું થઈ જશે? " દક્ષાબેન તેને સમજાવતા બોલ્યા.

 

📖📖📖

 

બે મહિના પહેલા,

હોસ્પિટલમાં,

 

સક્ષમના રિપોર્ટમાં ડોક્ટરની ધારણા મુજબ ખામી આવી હતી તેમણે પ્રેક્ષાને પોતાની કેબિનમાં મળવા માટે બોલાવી હતી. પ્રેક્ષા જેવી કેબીનમાં ગઈ ડોક્ટરે તેને બેસવા માટે ઈશારો કર્યો. " મિસિસ પટેલ મારી ધારણા સાચી નીકળી. Sorry to say you that... " ગંભીર થઈ બોલી રહેલા ડોક્ટર એક ક્ષણ માટે અટકી ગયા. પછી બોલ્યા, " સક્ષમ ને બ્રેઈન ટયુમર છે. મગજની ગાંઠ સેકંડ સ્ટેજ પર છે. " ગંભીર થઈ ડોક્ટર બોલ્યા. " સક્ષમને બ્રેઈન ટયુમર છે.." બ્રેઈન ટયુમરનું નામ સાંભળી આઘાત પામેલી પ્રેક્ષાના કાનમાં આ શબ્દો ગુંજવા લાગ્યા. " કોઈ ઈલાજ? " એક આશાની કિરણ સાથે તેણે ડોક્ટર તરફ જોઈને પૂછ્યું. " ઈલાજ શક્ય છે. પણ તેના પરિમાણના ટકા ખુબ જ ઓછા છે. કંઈ જ કહી શકાય નહિ. " ડોક્ટર ગંભીર થઈ ફરી બોલ્યા. " મોબાઈલમાંથી નીકળતા રેડિયેશન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક હોય છે. પણ સાચું કહ્યુ તો તે બાબતે કેટલાક લોકો જ અવરનેસ ધરાવે છે. આ રેડિયેશનને કારણે કેન્સર જેવી ઘણી મોટી બીમારીઓ થાય છે. " ડોક્ટર ગંભીર સ્વરમાં બોલ્યા. પ્રેક્ષા જાણે એકદમ સૂનમૂન બની ગઈ. તે ત્યાંથી ઉભી થઇ અને દરવાજા તરફ પગલાં માંડ્યા. ત્યાંજ તેની નજર દરવાજે ઉભા સક્ષમ પર પડી. પ્રેક્ષાની આંખોમાંથી વહી રહેલા આંસુઓને જોઈ સક્ષમની આંખો પણ ભરાઈ આવી. તે ત્યાંજ પૂતળાંની માફક સ્થિર થઈ ગઈ. આંખોના પાણી પાછા ધકેલી સ્વસ્થ થઈ તે કેબિનમાં પ્રવેશ્યો. પ્રેક્ષાના ખભા પર હાથ મૂકી તેને બહાર લઈ ગયો. પ્રેક્ષા એકીટસે સક્ષમને જોઈ રહી હતી. 

 

બંને ભારે હૈયે હોસ્પિટલની બહાર નીકળ્યા. " કેમ સક્ષમ કેમ? " અશ્રુ ભરી આંખો સાથે સક્ષમ તરફ જોઈ પ્રેક્ષાએ પૂછ્યું. પણ સક્ષમે તેના સવાલનો જવાબ ના આપ્યો. અને તેને સાચવીને ગાડીમાં બેસાડી પોતે પણ ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો. " I know that. " સક્ષમ ફક્ત એટલું જ બોલ્યો. " છતાં તે અમને કેમ ના જણાવી પોતે આ દુઃખને સહ્યા કર્યું. શું તમને એટલા બધા પારકા સમજે છે કે તું તારું દુઃખ અમારી સાથે વહેંચી પણ ના શકે? " આંસુ સારતી પ્રેક્ષા બોલી. " પ્રેક્ષા , એવી કોઈ વાત નથી. તમને મારી ચિંતા ના થઈ એટલે હું તમને જેનાવતો ના હતો. અને આજે પણ હું તેમને નથી જણાવવા માંગતો ના હતો. પ્લીઝ તને મારા સમ છે. મા પાપાને કઈ ના કહીશ. પ્લીઝ મારા માટે, ને રહી વાત ઈલાજની તો માટે મારો ઈલાજ નથી કરાવવો. કારણ ખબર છે? મારી પાસે કેટલું જીવન છે તે તો હું નથી જાણતો પણ હા જેટલું પણ જીવન બાકી છે તેને તમારી સાથે દરેક ક્ષણને માણવા માંગુ છું. હું તારી પાસે રહું કે ના રહું આપણા પ્રેમની નિશાની હંમેશા તારી સાથે રહેશે. " ભાવુક થતો સક્ષમ ભીની આંખે બોલ્યો. " પ્લીઝ મારો સાથ આપ." વિનંતી કરતો સક્ષમ એક ક્ષણ થોભી ફરી બોલ્યો. 

 

📖📖📖

 

તેણે ભૂતકાળની એ વાતો યાદ આવી જ્યારે તેણે પ્રેક્ષાને પોતાના સમ આપી અટકાવી દીધી હતી. પોતાની બીમારી વિશે યાદ કરી તેના ગળે ડૂમો બાઝી ગયો, અને આંખો ભીની થઈ ગઈ. થોડી વારમાં પ્રેક્ષાની ચીસો અટકી. એક નર્સ બહાર આવી બોલી, " માસી, દીકરો જન્મ્યો છે હવે તમે મળવા જઈ શકો છો." કહી નર્સ ત્યાંથી નીકળી ગઈ. બધા ખુબ જ ખુશ થયા. સક્ષમ તો વાત સાંભળી સીધો અંદર ભાગ્યો. બાળક એકદમ સ્વસ્થ અને ખુબ જ વહાલું હતું. " એકદમ સક્ષમ જેવો છે." ભાવુક થઈ દક્ષાબેન બાળકને જોઈ બોલ્યા. અને તેના કપાળ પર એકદમ વહાલું ચુંબન કર્યું. બાળકને જોઈ સક્ષમ પ્રેક્ષા પાસે ગયો. તેના હાથ પકડી બોલ્યો," Thank you so much પ્રેક્ષા. " તેને ગળે લગાવી સક્ષમ બોલ્યો. એ દિવસે હિંમત કરી સક્ષમે પોતાની બીમારી વિશે દક્ષાબેન અને રતનભાઈને જણાવી દીધું. પરિવારમાં એક તરફ ખુશીનો તો બીજી તરફ દુઃખનો માહોલ હતો. સક્ષમે દક્ષાબેન અને રતનભાઈને ઉત્સવ મનાવવા સમજાવ્યા. તેમને પણ સક્ષમના નિર્ણયનો સ્વીકાર કર્યો. 

 

📖📖📖

 

ત્રણ વર્ષ પછી, 

 

" લક્ષ બેટા, જમવાનું ખાઈ લે. " નાનકડા લક્ષની પાછળ પાછળ ખાવાનું લઈને ફરી રહેલી પ્રેક્ષા બોલી. " ના મા , પા આવે પસી મમ્મમ કરા." કાળીઘેલી ભાષામાં લક્ષ બોલ્યો. " હે ભગવાન, આ છોકરો મારી કોઈ વાત માનતો નથી." પ્રેક્ષા એકલી એકલી બબડી રહી હતી. " સક્ષમ પણ આવડો હતો ત્યારે આવું જ કરતો. " પાછળથી આવતા દક્ષાબેને પ્રેક્ષાના ખભે હાથ મૂકી કહ્યું. તેમની વાત સાંભળી પ્રેક્ષા મુસ્કુરાઈ. ટેરેસ પર ગયેલો લક્ષ પોતાની કાળીઘેલી ભાષામાં બોલ્યો, " પા આઇ ગયા. " લક્ષનો અવાજ સાંભળી પ્રેક્ષા પણ ટેરેસ પર ગઈ. " પા, આ મા છે ને મને જબર જસ્તી કરી મમ્મમ કરાવે છે તમે જ કહોને કે મારે નથી ખાવું. " લક્ષ આઠમના ખીલેલા ચાંદ તરફ જોઈ શિકાયત કરતો બોલ્યો. " હવે તો પાપા પણ આવી ગયા હવે તો ખાઈ લે." ખાવાનાનો કોળિયો લક્ષ તરફ ધરતા પ્રેક્ષા વ્હાલથી બોલી. ખુશ થતો લક્ષ ખાવા લાગ્યો. થોડું ખાધા પછી તે નીચે ચાલ્યો ગયો. 

 

" સક્ષમ કદાચ ચાંદ મારી વાતો તારા સુધી પહોંચાડતો હશે. જોઈ છે ને તું તારો દીકરો તારા વગર ખાવાનું પણ ખાતો નથી. કેમ તું છોડીને ચાલ્યો ગયો? ક્યાં ચાલ્યો ગયો? " ભાવુક થતી પ્રેક્ષા મનોમન બબડી. તેણે બે વર્ષ પહેલાંનો દિવસ યાદ આવી ગયો. 

 

📖📖📖

 

બે વર્ષ પહેલાં, 

 

લક્ષને એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. પૂરા એક વર્ષ બાદ તેણે પોતાનો પહેલો અક્ષર ઉચ્ચાર્યો હતો, " પા.." મોડી રાત્રે લક્ષને સુવડાવ્યા પછી પ્રેક્ષા સક્ષમ પાસે આવી. " પ્રેક્ષા આજે મને ખૂબ જ સારું લાગે છે. હું ખુબ જ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની અને લક્ષ જેવો વ્હાલો દીકરો મળ્યો. Thank you so much to come in my life... મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજે. " ભીની આંખે ભાવુક થતો સક્ષમ બોલ્યો. 

 

" સક્ષમ , તમને કઈ નહિ થાય. આજે અચાનક તમે આવી કેમ વાતો કરો છો?" આશ્ચર્ય સાથે પ્રેક્ષાએ પૂછ્યું. " ખબર નહિ કેમ પણ આજે મારે બધાની માફી માંગવી છે. મને નથી ખબર કે હું હજી કેટલું જીવી શકીશ. તારું અને આપણા બાળકનું ધ્યાન રાખજે. " સક્ષમ બોલ્યો. " તમને કશું જ નહીં થઈ. " પ્રેક્ષા તેના ગાલ પર વ્હાલથી હાથ ફેરવતા બોલી. સક્ષમે તેને પોતાની બાંહોમાં સમાવી લીધી. પ્રેક્ષા પણ તેને મજબૂતીથી ભેટી પડી. 

 

📖📖📖

 

સવાર થતાં પ્રેક્ષાની આંખ ખુલી તેને ઠંડી લાગી રહી હતી. તે ગભરાઈને સફડી બેઠી થઇ ગઇ. તરત તેણે સક્ષમના કપાળ પર હાથ અડાડ્યો. સક્ષમનું શરીર એકદમ ઠંડુ પડી ગયું હતું. પ્રેક્ષા તેને ઉઠાડવાની કોશિશ કરવા લાગી પણ તે તો હંમેશા માટે ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હતો. પ્રેક્ષા તેને ભેટીને રડવા લાગી. પ્રેક્ષાનો રડવાનો અવાજ સાંભળી દક્ષાબેન અને રતનભાઈ ઉપર દોડી આવ્યા. સામે સક્ષમની આ હાલત જોઈ તેમની પણ આંખો ભરાઈ આવી. તેટલામાં દક્ષાબેનની નજર ડેસ્ક પર પડેલા લેટર પર ગઈ. તેમણે તે લીટર ઉઠાવી વાંચવા માંડ્યો. 

 

" મા પાપા , ખબર નહિ આજે મને બેચેની જેવી લાગતી હતી. લાગતું હતું કે આજે કદાચ મારો છેલ્લો દિવસ છે. એટલે આજે છેલ્લી વાર માફી માંગુ છું. મારી જો કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો અને પ્રેક્ષા તથા લક્ષને મારી અમાનત સ્વરૂપે સંભાળજો. " સક્ષમનો લેટર વાંચી દક્ષાબેન ભાવુક થઇ રડી પડ્યા. સક્ષમને અંતિમ વિદાય આપવામાં આવી. 

 

📖📖📖

 

તે દિવસને યાદ કરી આજે ફરી પાછી પ્રેક્ષાની આંખો ભરાઈ આવી. નીચેથી અવાજ આવતા તે વર્તમાનમાં પાછી ફરી. નીચેથી લક્ષનો ખડખડાટ હસવાનો અવાજ આવી રહ્યો હતો. પોતાનાં આંસુ લૂછી તે નીચે ગઈ. આખું ઘર " Happy Birthday to dear Laksh... " થી ગુંજી ઉઠ્યું. આજે લક્ષના ત્રણ વર્ષ પુરા થઈ ચોથું વર્ષ બેસવાનું હતું. બધી તરફ ખુશીઓ જ ખુશીઓ હતી. ફકત એક વ્યક્તિની કમી હતી, સક્ષમની. 

 

 

 

સમાપ્ત

 

 

 

પ્રિય વાચક મિત્રો,

 

મારા ધાર્યા પ્રમાણેના વળાંક સાથે આ વાર્તા અહી સમાપ્ત થઈ છે. આશા છે તમને મારી રચના પસંદ આવશે. લખાણમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મારી વાર્તા વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર... 🙏🙏 મારી રચના વાંચી યોગ્ય પ્રતિભાવ અને રેટિંગ આપવાનું ભૂલશો નહિ. તમે પ્રતિભાવ આપશો તો મને ખૂબ ગમશે. ધન્યવાદ....🙏🙏🙏

 

 

 

 

નોંધ: 

મોબાઈલ જેવા ઉપકરણોમાંથી નીકળતા રેડિયેશન મનુષ્યોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. પરંતુ આજના સમાજમાં રેડિયેશન માટેની અવરનેસ ખુબ જ ઓછા વ્યક્તિઓમા જોવા મળે છે. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનને કારણે કેન્સર જેવી ઘણી બીમારીઓ થઇ છે. તો આવા રેડિયેશનથી આપણે પોતે અને આપના પરિવારને સુરક્ષિત રાખવા જોઈએ. જેના માટે નજરમાં ઘણા ઉપકરણો પણ ઉપલબ્ધ છે. તો પોતાના પરિવારનું તથા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.