Vicharo ni Pankhe books and stories free download online pdf in Gujarati

વિચારોની પાંખે

અમદાવાદ સપના નું શહેર...... એ જ માટે હું અહીં આવેલો છું વસ્ત્રાપુરમાં પીજી હોસ્ટેલ માં રહું છું mechanical engineer થવું છે નાનું સપનું ને મારી જિંદગી જોડેનું મારું એક માત્ર હાલ પૂરતું લક્ષ્ય .....
એક સાંજે વરસાદ માં હું અમુલનું દૂધ લેવા નીકળ્યો... રસ્તો ક્રોસ કરવા માટે વાહનો ને હાથ લંબાવતા હું જાણે બધા ને અટકાવતો હોય એમ ક્રોસ કરે જતો ને ડીવાઈડર સુધી પહોંચી ગયો ....સામે "અંધજન મંડળ" નું બોર્ડ ,આંખો નામ વાંચી ને બસ એ જોયા કરતી...ત્યાં એક છોકરી એ બાજુ થી રસ્તો ક્રોસ કરવા માટે વગર હાથ લંબાવે આવે જતી ના એને કોઈ વાહન રોકે એની ફિકર કે ના એને કોઈ અથડાય એની ફિકર..... ઓય!!મેં બૂમ પાડી ઊભી રે...... અથડાઈ જઈશ એ સાંભળે તો ને .... અંતે અમે બંને ડીવાઈડર પર મળ્યા.. મારી આંખ એને ટુગર ટુગર જોઈ જ રહી....એ મને જોતી ના હોય એમ નજરો ગુમાવતી હોય એમ એના વાળને સરખા કરે જતી.....હું એની આ હરકત થી સખત હેરાન આને પોતાના જીવની પડી જ નઈ....ત્યાં એ બોલી સામે પાર દુકાનથી પાર્લેજીનું બિસ્કીટ લેવું છે...... પાર્લેજી જાણે ભાગી જવાના હોય એમ દોડે જાય છે એમ વિચારતા હું એને જોઈ જ રહ્યો...પછી એતો ઉતરી ને સામે બાજુ એજ રીતે ગઈ ને બિસ્કીટ તો લઈ જ આવી...હું તો એને જોવા ત્યાં જ ઉભો રહ્યો ક્યારે એ પાછી આવે ને એને આ બાજુ નો રસ્તો ક્રોસ કરાવું.... સાથે અમે રસ્તો ક્રોસ કર્યો હું એની ડાબી બાજુ રહી એને જાણે પ્રોટેક્ટ કરતો હોય એમ આગળ ચાલી એને ક્રોસ કરાવતો ગયો....પછી એ અંધજન મંડળમાં ખુશ થતી થતી જતી હતી પાર્લેજી લઈને...હું એને જોવા પાછો અંદર ગયો..બહાર થી પરવાનગી લીધી નામ રજિસ્ટર કરાવ્યું ને અંદર ગયો...જોયું તો એ પાર્લેજી અપંગ નાના છોકરાને ખવડાવતી હતી. ત્યાં એના જોડે બહુ બધા બાળકો રમવા આવી ગયા...એને બધા એટલા વહાલથી ભેટી પડ્યા ને એના મોઢાનું હાસ્ય મને તો મોહિત જ કરી ગયું...મને તો જાણે પહેલી નજર નું એટ્રેકશન થઈ ગયું..થોડીક વાર થઈ એ .... કંઇક આંગળી ઓ થી કશાક ઉપર હાથ ફેરવી રહી હતી...ને છોકરાઓને વારતા કહી રહી હતી....મારી આંખો દંગ, જાણે પતંગિયા ની પાંખ પર ચિત્રેલો કુદરતનો શિલાલેખ વાંચી સંભળાવતી હોય અને અંતે એ કૂદવા માંડી....ને બાળકો પણ એના સાથે જુમી ઉઠ્યા...મારા મગજ ના ચિત્રપટ પર આ દ્રશ્ય પથરાતું એમ હું પણ નાચતો ગયો.... વગર કારણે હું પણ નાચવા મંડ્યો ના તો મને વાર્તા સંભળાતી કે ના તો મને કંઈ બીજું દેખાતું... પણ હું નાચતો એ જોઈ છોકરા મારી આજુબાજુ પણ આવી ગયા ને હો હો કરી મૂક્યો....ને છેલ્લે મને એટલું ટાઈટ ભેટી પડ્યા ને... આટલા વ્હાલ થી મને આજ સુધી કોઈ પ્રેમ નઈ આપ્યો હોય જે મને આજે અનજાણતા મળી રહ્યો હતો...ના કોઈ અપેક્ષા એ ના તો કોઈ મારા વિચારથી.... દુનિયા નું એક માત્ર નિર્દોષ કુદરતનું બાળક મને પ્રેમ આપી રહ્યું હતું....ત્યારે પેલી છોકરી ની પાર્લેજી લેવાની તલપ મને દેખાઈ....એની ખુશી એના માટે કેટલી મહત્વની હશે.. એનો અંદાજો મને અહેસાસ થવા લાગ્યો...હવે મારે તો એના જોડે વાત તો કરવી જ હતી..... કોઈ પણ રીતે....ને કોઈ પણ ભોગે...
હું એમ ચાલતો ચાલતો એના તરફ ગયો...ને વચ્ચે ૩-૪ ઘરડા અપંગ દાદા બા એની જોડે જઈ એને આશીર્વાદ આપતા ને લાડ લડાવતા એ જોઈ મારા રૂંવાટા સૂસવાટા મારતા હોય એમ જાણે એ દ્રશ્ય નિહાળી રહ્યા મારા જોડે...જેમ નજીક જાઉં એમ મારી તાજગી ને આનંદ માં વધારો થતો જાય.... આખરે દાદા બા મને ભી માથે હાથ ફેરવીને કે બેટા સુખી થા.....વગર કારણે વગર માગે મળતા આ આશીર્વાદ માટે તો હું જાણે એનો આભારી બનતો ગયો...ને એને પૂછ્યું કેમ છો?? ....એ હસતા હસતા બોલી....જો આવી છું.....પછી એણે મને પૂછ્યું બોલો આંખમાં કલરફૂલ છો કે મારા જેમ જ????
હું એને જોઈ જ રહ્યો આ શું કહેવા માગે છે...અરે તમને પૂછું છું..ત્યાં હુંતો બોલી ગયો...મને તો તમારી ખુશીમાં હર હંમેશ શામિલ થવું છે... ખબર નહિ કેમ હું... પણ, શું બોલી ગયો એનો અંદાજો જ રહ્યો નહિ.....ત્યારે એ જ હસતાં મિજાજ થી એ બોલી શું તમે મારી આંખો ના કલરફૂલ બની મને દુનિયા બતાવશો????
મારો જવાબ એક જ ...હા ..... તારી આંખ ના કલરફૂલ પતંગિયું બની આ દાદા બા જેટલું જીવવું છે તારા જોડે........

- ડો. અવનિ કડિયા "અગ્નિ"
30/6/2022

બીજા રસપ્રદ વિકલ્પો