વાસ્તવિકતા Nency R. Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

વાસ્તવિકતા

જીવનમાં જે જેવું દેખાય એવું જ અંદરખાને હોય એવું જરૂરી નથી હોતું. આ વ્યક્તિઓ માટે પણ લાગુ પડે છે, અથવા તો એમ કહી દઉં તો પણ ચાલે કે ૯૯ ટકા વ્યક્તિઓ માટે જ લાગુ પડે છે. કારણ કે કોઈ વ્યક્તિ જે બહારથી ખૂબ જ સારો દેખાય છે તો જરૂરી નથી કે અંદરથી પણ એટલો જ સુંદર હોય. અંદરથી સુંદર હોવાનું સીધું તાત્પર્ય એના ગુણો, એનો વ્યવહાર વગેરે ઉપર જાય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે દેખાવાની બાબતમાં સાવ સામાન્ય હોય છે છતાંય તેઓ તેમની કર્તવ્ય નિષ્ઠા, પ્રામાણિકતા વગેરે જેવા ગુણોને કારણે ખૂબ જ ઊંચું સ્થાન પામે છે. આ બાબત સમજવા માટે મારી જ ગઝલનો એક મત્લા બંધબેસતો છે.

"નરકના દ્વારે ઉભો,ને યમરાજ પુકારે,
ગાંડી ઘેલી થાતી અપ્સરા, એને કોણ સમજાવે?"

કોઈ એક વ્યક્તિ છે જે તેના કુકર્મ કારણે નરકના દ્વારે ઊભો છે. નરકના દ્વારે ઉભો છે તેમ છતાં તેને યમરાજ પુકારે છે ખૂબ જ આતુરતાથી. અને બીજી બાજુ અપ્સરાઓ ગાંડી ઘેલી થાય છે એ વ્યક્તિ માટે. અપ્સરા એટલે સ્વર્ગમાં વસવાટ કરતી સુંદરમાં સુંદર વ્યક્તિ. અપ્સરાઓ એ વ્યક્તિ માટે ગાંડીઘેલી થઈ ગઈ છે એટલે આપણે વિચારી શકીએ કે એ વ્યક્તિ બાહ્ય આવેશે કેટલો સ્વરૂપવાન હશે! કે આટલી સુંદર અપ્સરાઓ પણ એના માટે આતુર છે. અહીંયા પણ અંગ્રેજી નો એક વાક્ય મને યાદ આવે છે કે '

" don't Judge a book by its cover. "

વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. વાસ્તવમાં જેવું દેખાય એવું જ ઘણી વાર અસલમાં નથી હોતું.

બસ આવીજ વાસ્તવિકતા માટે મેં થોડું લખવાનો પ્રયાસ કર્યો છે. જેનો હેતુ માત્ર અમુક લાચારી અને અમુક કડવી વાસ્તવિકતા દર્શાવવાનો છે. કોઈની લાગણીઓને ઠેંસ પહોંચડાવાનો નહીં.


હૈયામાં કંઈક - એક વાસ્તવિકતા......

હૈયામાં કંઈક સળગે છે,
એ જ્વાળા નહીં ભસ્મ છે!

મુખ પર સ્મિત મલકે છે,
આ તો દુઃખ ના દોહરા છે!

રક્તથી હૃદય આ ધબકે છે,
ધડકન નહીં! આ જીવતર છે.

શ્વાસ ક્યારેક ચગડોળે વલખે છે,
રૂંધાતો નથી ખાલી મુરજાય છે!

ઓળખ-ઓળખાણને પરખે છે,
માણસાઈ ને એ બુજાવે છે!

મંદિરની ઘંટડીઓ રણકે છે,
હે નાથ! મારા, આ કોણ ભક્તો છે?

પાપ ધોવા સહુ એમાં ફરકે છે,
મૂલ્યવિહોણા સંસાર ને કોણ સમજે છે?

ક્ષતિરહિત સંબંધોને સૌ પોકારે છે,
પોતે એ ભૂલ માં જ ગોથા ખાય છે.

રામ નામની માળા એ જપકે છે,
શબ્દાવલીમાં એ પાવરધો રખડે છે.

ગઝલ રૂપી પ્રેમમાં નતમસ્તકે નમે છે,
એ શાયર એની દીવાનગી નેય તરછોડે છે !

પ્રેમના નામે માત્ર સ્વાર્થ ઝળકે છે,
દુઃખમાં તો બધા પરાયા જ બને છે.

આકાશ ગંગામાં કેટલાય તારાઓ ચમકે છે,
આકર્ષિત કાય થી અહીંયા સૌ કોઈ મોહે છે.

વાણીમાં કટુ વચન, ક્યાં કોઈ જળકાવે છે?
દિલમાં દાસ્તાન-એ-પથ્થર જ વરસાવે છે.

બાહ્ય આવેશે તો બધા દયાભાવના દાખવે છે,
અંદરખાને ષડયંત્ર એવા જ મોટા રમાય છે.

રોગની દવા બની ને સહુ કોઈ સાજે છે,
દવામાય ઝેરના તાંતણાઓ કંઈક ભળે છે.

હર હર મહાદેવના નાદ બધે ગુંજે છે,
એની આડમાં ભાંગના નશા કશેક ચડે છે.

નારીના ચેનચાળા કરવામાં ક્યાં એ વિફરે છે?
ડર હોય જો લેશમાત્ર, ગુનાહ આ કેમ ભડકે છે?

કાનૂની સહાય લેવા, બેકસૂર એક પહોંચે છે,
હપ્તા લઈને બેઠેલા એ ક્યાં કોઈનું સાંભળે છે?

સામાજિકતાના એ મૂલ્યો સમજાવે છે,
જેણે પોતે જ ન જાણે કેટલાય મૂલ્યો હણ્યા છે!

સમય સંજોગ હાલાત સામે સૌ કોઈ ઝૂકે છે,
પૈસા છે માત્ર મોહમાયા , એ ક્યાં કોઈ સમજે છે?

અક્સર જોયા દુખી જે સત્યની રાહ ને પકડે છે,
સુખી તો આયા ઇજ, જે ખોટા માર્ગો અડકે છે!

ગગનચુંબી ઇમારતોમાં વાસ એમ નો હોય છે,
ને વિચારો એમના ધૂળથીય જાય એવા હોય છે.

કાળા-બજારી, ગુનાખોરીમાં ઇજ સામેલ છે,
જે પૈસે ટકે ધનવાન પણ લાલચનો હાર્યો છે!

અને ગૈર ની તો ક્યાં વાત જ હતી!
દોસ્ત મારા.....
લૂંટવા તો મને મારા પોતાના જ માથે છે!

આશ્ચર્ય પમાડે મને આ વર્તન એમનું !
અને ઇ પાછા ગૈરોને પોતાના બનાવે છે!

આ રચના કોઈ ક્ષેત્રમાં કાર્યરત દરેક કર્મચારી કે સંપૂર્ણ સમુદાયને અનુલક્ષીને નથી પરંતુ તેમાંના અમુક એવા વ્યક્તિઓ કે જે અવિશ્વનીય કાર્યને અંજામ આપે છે તેઓના સંદર્ભમાં છે. અન્યથા આ સિવાયના વ્યક્તિઓ ખૂબ સારા કાર્ય કરે છે એમનો પણ હૃદયપૂર્વક આભાર, સરાહના અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. માણસ એ માણસાઇથી જકડાઇને રહેવું જોઈએ જ્યારે જ્યારે સ્વાર્થ નામનો કણ દાખલ થાય છે ત્યારે ત્યારે માણસાઈ માણસથી દૂર થતી જણાય છે જેના કારણે કડવી વાસ્તવિકતા પરિણમે છે. અને અમુક અઘટીત ઘટનાઓ અંજામ લે છે જે ઘણીવાર સમાજ માટે ખૂબ જ નિંદનીય સાબિત થાય છે. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રને અનુલક્ષીને કર્તવ્યનિષ્ઠ રહેશે તો આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે ઘટવા લાગશે અને પ્રગતી ઉપજશે. જય હિન્દ.