વીરાંગના નેત્રા - 3 Piya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરાંગના નેત્રા - 3


હવે ઉત્તમ અને નેત્રા ને બધા ની મદદ કરતા જોઈ અને બંનેના સમાન વિચારો અને બંનેને એક જ દિશા માં કાર્ય કરતા જોઈને તે બંને ના માતાપિતા એ તેના આગળ ના ભવિષ્ય નો વિચાર કરવા નક્કી કર્યુ.
ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઈ ને બંનેના માતાપિતા એ તે બંને ના વિવાહ નો પ્રસ્તાવ તે બંને સમક્ષ રજૂ કર્યો.
અહી નેત્રા અને ઉત્તમ તો પહેલે થી જ એક બીજા માં મોહિત થય ગયા હતા તેથી ખુશી થી તેના માતાપિતા ના નિર્ણય માં હામી ભરી દીધી.
હવે તે બંને ના લગન ની તારીખ નક્કી કરવા માટે બ્રાહ્મણ ને બોલાવ્યા. તે બંને ની કુંડલી બતાવી અને આગળ ના લગ્નજીવન માં કંઈ મુશ્કેલી નહી આવે તેવું પૂછ્યું.
પંડિત જી એ કુંડલી જોઈ ને કીધું કે બંને ના લગ્ન નો યોગ તો છે પરંતુ ઉત્તમ ને લગન પછી ખતરો છે.
ઉત્તમ આ બધા માં માનતો ન હતો તે વિદેશ થી ભણી ને આવ્યો હતો તેથી તેને આ બધું અંધશ્રદ્ધા લાગતું.
ઉત્તમ ના પિતા ને આ બાબતે ચિંતા હતી તેણે ઉત્તમ ને આ બાબત પર વિચાર કરવા કહ્યું પરંતુ ઉત્તમ એક નો બે ના થયો તેણે નેત્રા જ પોતાની પત્ની બનશે એવું માની લીધું .અને પોતા નો નિર્ણય કહી દીધો.
અહી નેત્રા ને આ બાબતે કંઈ ના કેહવા કહ્યું.નહી તો એ પોતા ની જાત ને ઉત્તમ ની દૂર કરી દેશે એમ ઉતમ એ તેના પિતા ને કહ્યું.
અહી ગુલશન સિંહ અને તેનો પરિવાર પણ વ્યવસ્થિત સ્થાયી થઈ ગયા હતા. તેણે નવું મકાન પણ ખરીદી લીધું હતું.અને ધંધો પણ ધીમે ધીમે ચાલવા લાગ્યો હતો.
બંને ના લગ્ન ની તારીખ નક્કી થઈ ગઈ.બને નો પરિવાર ખૂબ આનંદ માં હતો.બધા ખૂબ ઉલ્લાસ થી લગન ની તૈયારી કરવા લાગ્યા.
સુરજ શેઠ ની હવેલી ને ખૂબ સરસ રીતે સજાવવામાં આવી હતી.
હવે લગ્ન નો દિવસ આવ્યો .ઉતમ આજે કોઈ રાજકુમાર જેવો લાગતો હતો.લગન ની વિધિ ચાલુ થઈ અને લગન પણ સૂરજ શેઠ ને ત્યાં હતા તો પછી ત્યાં અલગ જ રોનક હોય ને ..
બધા સગા વ્હાલા આવવા લાગ્યા લગન માં બધા નુ સ્વાગત પણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું.નેત્રા લગન ના જોડા માં ખૂબ સરસ લાગતી હતી.ઉતમ પોતાની નજર જ ના હટાવી શક્યો.
હવે નેત્રા અને ઉત્તમ બને મંડપ ના ફેરા માં હતા ચાર ફેરા ફર્યા ને એકબીજા ને વચનો આપી ને બધા વિધિ વિધાન થી લગન પૂરા થયા.
અહી બધું એક સપના ની જેમ સરસ ચાલતું હતું.બધા ખૂબ ખુશ હતા.બધા ના ચેહરા પર સ્મિત હતું .
હવે નેત્રા અને ઉતમ પણ એક થઈ ગયા હતા.બને પોતા ના લગન જીવન ની પળો ને પ્રેમ રસ થી માણતા હતા. નેત્રા ને ઉતમ અને ઉતમ ને નેત્રા જ દેખાય.જાણે બને એક જ હોય એવું લાગતું હતું.
બંને એક બીજા ને ખૂબ સરસ રીતે જાણતા હતા.એક બીજા ની ખુશી , ઈચ્છા,પસંદ-નાપસંદ બધી બાબતો નુ ધ્યાન રાખતાં.બને એક આદર્શ પતિ પત્ની હતા.તેનો પરિવાર પણ આ જોઈ ને ખુશ હતો.એમ થતું કે આ પળ અહી જ ઊભી રહી જાય.બધા આમ જ હંમેશા ખુશ રહે.

પણ આ બધું અહી જ ઉભુ નહિ રેતું.હજી તો ઘણા ઉતાર ચડાવ આવવાના હતા ઉતમ અને નેત્રા ના જીવન માં
કુદરત પણ બધા દિવસ ને સરખા નથી આપતો તેથી હવે નેત્રા અને ઉતમ ના જીવન માં પણ ઘણા પરિવર્તન થવા ના હતા.તે સારા ને ખરાબ બને હતા.
તો હવે .....to be continued....