Game Over - 0082 - 1 books and stories free download online pdf in Gujarati

Game Over - 0082 - 1










મુંબઈની કોમર્શિયલ બિલ્ડીંગ " ધી સિકારા " ચૌદમાં માળની બાલ્કનીમાં ઉભેલાં વ્યક્તિના હાથમાં મુઠ્ઠીમાં સમાઈ જાવું એવું નાનકડું કાળાં રંગનુ બોક્સ હતું. બોક્સ સાથે એક કાગળ લખીને રાખ્યો હતો.બાલ્કનીમા રહેલી ખુરશી પર ચઢીને ત્યાંથી છલાંગ લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું.

*****************************


" બચાવો...બચાવો..."ગાઢ જંગલમાં રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનાં ભયાનક રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. સાથોસાથ કોઈ યુવતી બચાવો...બચાવો... બુમાબુમ કરી રહી હતી. જંગલના હાઈવે પરથી પસાર થતી કાળાં રંગની ચમકતી મર્સિડીઝ એકાએક ઉભી રહી. ગાડીમાંથી ચહેરા પર કાળાં રંગનું માસ્ક પહેરેલો વ્યક્તિ ઉતર્યો. ગાડીમાંથી બહાર ઉતરીને પાછળની ડેકી ખોલી. ડેકીમાંથી વિશાળ કદની એક સુટકેસ માંડ માંડ કરીને ઉતારી. સુટકેસ બહુ વજનદાર લાગી રહી હતી. હાઈવેના કિનારે ઉભીને સુટકેસને જંગલ તરફ ફેંકી દેવામાં આવી. પાછળ ભરીને જોતાં એકાએક પેટમાં ખંજર ભોંકી દેવામાં આવ્યું.

******************************


ટેબલ પર પડેલાં ફોનમાં રિંગ વાગી છતા કોઈએ ઉપાડ્યો નહીં. ફરીથી ફોનની રિંગ વાગી " માણસને શાંતિથી જિંદગી જીવા દેવાનાં સમ ખાધા છે. જ્યારથી મોબાઈલ આવ્યો ત્યારથી જીવનમાં હજાર ઉપાધી પણ સાથે આવી " મનમાં બબડતી ઝંખના બાથરૂમમાંથી નીકળીને પોતાનાં સુવાસિત ભીનાં શરીર પર ટુવાલ વીંટીને બહાર ટેબલ પર રિંગ વાગતાં ફોનને ઉઠાવવા જતાં બોલી. " હેલ્લો... " વાત સાંભળતાં હાથમાં રહેલો ફોન જમીન પર પડી ગયો.

*******************************


પોતાનાં હાથમાં રહેલાં રિમોટ વડે ટીવી ચાલું કરીને સોફા પર દિયાના પોપકોર્નનો બાઉલ લઈને બેઠી. " આજની હેડલાઇન સંગમપુરના જંગલ વિસ્તારમાં અજાણ્યાં વ્યક્તિની લાશ મળી આવી. લાશની ઓળખાણ હજું સુધી કરવામાં આવી નથી. દર્દનાક રિતે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ કરીને હાથ પર 0082 નંબર લખેલાં મળી આવ્યાં. કોઈ સંબંધીઓ અત્યારે આ ન્યુઝ જોઈ રહ્યાં હોઈ તો નીચે આપેલાં નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી " પત્રકાર આટલું બોલીને પાછળ રહેલાં જંગલનું દ્રશ્ય બતાવી રહ્યો હતો.

દિયાના પોપકોર્ન ખાતી અટકી ગઈ. ન્યુઝ જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ. બાજુમાં પડેલાં ફોન પર તરત રિસ્નટ કોલમાં રહેલાં નંબર પર ફોન લગાવ્યો. " જલ્દી ટીવી પર આવતાં ન્યુઝ ચાલું કર. સામેથી એજ હેડલાઇન ફોનમાં ફરીથી સંભળાઈ રહી હતી. હવે આગળ શું કરવાનું છે ? " દિયાના ફોન પર રહેલાં વ્યક્તિ સાથે ગભરાયેલી હાલતમાં પુછવા લાગી. " તું પહેલાં ઉંડો શ્વાસ ભરીને અંતરમનને શાંત કરવાનો પ્રયત્ન કર. હું બધું જોઈ લઈશ " સામેથી મળેલો હકારાત્મક જવાબથી દિયાનાને થોડી રાહતનો અનુભવ થયો. ઉંડો શ્વાસ ભરીને ધીમે-ધીમે છોડતાં ફોન ટેબલ પર રાખ્યો.

ટકટક...ટકટક..અચાનક જોરથી દરવાજા બહારથી અવાજ સંભળાયો.‌ ફરીથી દિયાનાની ચિંતા વધવા લાગી. ધીમે-ધીમે આગળ વધી રહી હતી.‌ દરવાજામાં ગમ લગાવેલાં દુરબીન વડે નજર કરીને દરવાજા બહાર જોયું. " દિયાના મને ખબર પડી ગઈ કે તું અંદર છે.‌ જલ્દીથી દરવાજો ખોલ " બહાર ઉભેલા અભિજ્ઞએ કહ્યું. અભિક્ષનો અવાજ સાંભળતાં દિયાનાએ દરવાજો ખોલ્યો. બોલ અભિ શું કામ હતું ? મારી પાસે ઝગડો કરવાનો ટાઈમ નથી " દિયાના થોડી ગુસ્સે થતાં અભિ તરફ જોઈને બોલી. " આ બધું શું ચાલી રહ્યું છે ? કોલેજ પણ નથી આવતી. ફોન મેસેજનો જવાબ પણ નથી આપતી. માંડ માંડ કરીને તારૂં એડ્રેસ મેળવ્યું. આટલો વિશાળ બંગલો કોનો છે ? " ઘરમાં પ્રવેશ કરતાં વ્હેંત એકસાથે અભિ બધાં સવાલો પુછવા લાગ્યો. " મેં બધું જાણીને તારે શું કામ છે ? " દિયાના સોફા પર બેસતાં બોલી.

" જો મારી વાત શાંતિથી સાંભળવાનો પ્રયત્ન કર. પૈસા જિંદગીને સુખમય જરૂર બનાવે છે. પરંતુ પૈસા એકમાત્ર જિંદગી નથી હોતી. હું તને આટલાં વર્ષોથી ઓળખું છું. તું મારી એ દિયાના નથી. તું એ દિયાના નથી રહીં જેની પાછળ હું ગાંડો હતો. જેનાં પ્રેમમાં હું દિવસ-રાત ગળાડુબ રહેતો " અભિ દિયાનાની પાસે આવીને બન્ને ખંભા પર હાથ રાખીને સમજાવી રહ્યો હતો. " તું બંધી વાતો નહીં સમજી શકે. હું અત્યારે તને વધારે કશું કહીં શકું એમ નથી. પ્લીઝ તું આપણો ભુતકાળ ભુલીને તારી જિંદગીમાં આગળ વધીને ખુશીથી રહે એજ એકમાત્ર મારૂં સપનું છે " દિયાના અભિના બન્ને હાથ પોતાનાં હાથમાં લઈને એની આંખોમાં જોતાં બોલી. બન્ને એકબીજાના પ્રેમમાં ફરી એકવાર ખોવાઈ ગયાં. દિયાનાના હાથનો સ્પર્શ અભિના તનબદનને આંખોમાંથી વરસતાં પ્રેમ વડે ભિંજવી રહી હતી. ગુસ્સો, ઝગડો, ગેરસમજ હોવાં છતાં બન્ને વચ્ચેના સંબંધોને જોડતાં પ્રેમની લાગણીનાં તાંતણા હજું એને જકડીને રાખ્યાં હતાં. એકબીજાની આંખોમાં જોતાં નજીક આવી રહ્યાં હતાં. બંનેના શ્ર્વાસની બહાર નીકળતી ગરમ હવા એકબીજાંને નજીક ખેંચી રહી હતી. સુકાં પડેલાં હોઠને સ્પર્શ કરવાં જતાં અચાનક દિયાનાનો ફોન રણક્યો. એકબીજાની દુર થઈ ગયાં. દિયાના પોતાનો ફોન લઈને બહાર જતી રહી.

" આપણે નિરાંતે વાત કરીએ તો વધારે સારું રહેશે બન્ને માંટે. નાનકડાં બાળકોની માફક આમ દરોજ ઝગડો કરવાનો કોઈ અર્થ નથી " દિયાના અંદર આવીને સોફા પર બેસેલા અભિ તરફ જોતાં બોલી. " ઠીક છે આપણે બહાર મળીને આ વાત પર ચર્ચા કરીશું.‌ મહેરબાની કરીને ફોન ઉઠાવજે " અભિ સોફા પરથી ઉભો થતાં બોલ્યો. " ઠીક છે " દિયાના અભિને બાય કહીને દરવાજો બંધ કર્યો.


" પપ્પા મારે નવો ફોન જોઈએ છે. મારાં બધાં મિત્રો પાસે સારી સરી બ્રાન્ડના ફોન છે.‌ ફક્ત મારી એક પાસે જ ફોન નથી. આંખી જિંદગી મોટાભાઈની બંધી વસ્તુઓનો ઉપયોગ કરીને મોટો થયો છું. બાળપણનાં એ રમકડાં, કપડાં, દફતર, ચોપડાં, યુનિફોર્મ સહિત હું ભાઈની વસ્તુઓનો વપરાય કરીને મોટો થયો છું. આ વખતે મારે નવો ફોન જોઈએ " પપ્પા સાથે એકીસાથે બધી ફરિયાદ કરતાં રોકી બોલ્યો. " અત્યારે પીન્ટુનો ફોન ચલાવ. દિવાળીનાં તહેવાર સમયે બોનસ મળશે ત્યારે નવાં ફોનનું વિચાર કરીશું " પપ્પાએ છાપું વાંચતા રોકીને જવાબ આપ્યો. ગુસ્સેથી રોકીએ પોતાનાં હાથમાં રહેલો ફોન દિવાલ પર જોરથી પટકાર્યો. દિવાલ પર અથડાવાને કારણે ફોનના ટુકડાં થઈ ગયાં. છાપું વાંચતા રોકીના પપ્પાએ ઉભાં થઈને ગાલ પર બે તમાચો જોરથી ફટકાર્યો. ગુસ્સેથી રોકી એનાં પપ્પાની આંખોમાં જોઈ રહ્યો હતો.

ઝંખનાએ ફોનમાં શું સાંભળ્યું હશે ? દિયાનાની જિંદગીમાં શું ચાલી રહ્યું હતું ? રોકી હવે આગળ શું કરશે ? અલંગ અલંગ પાત્રોની એકબીજા સાથે સંકળાયેલી જિંદગીના અનોખાં જોઈએ આગળનાં ભાગમાં શું થશે.

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો