હું અને એ - ખંડ ૧ Bhavin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને એ - ખંડ ૧

મારા લગ્ન તો ત્યારે જ થઈ ગયા હતા જ્યારે હું એકવીસનો પણ નહતો થયો. જોકે મારી પત્ની અને મારી ઉંમર માં બે અઢી વર્ષ નો તફાવત હતો...તે પચ્ચીસ વર્ષ મોટી હતી. એમાં કોઈનો વાંક નહોતો. આપણા દેશમાં કાયદો માત્ર ઘડાય છે એનું પાલન થતું નથી.
એ સમયે બી.એ. માં એડમિશન લીધું હતું અને બે મહિના થયા હતા. પણ અમે ત્રણ ભાઈઓ હતા અને કોઈ કમાતું નહતું, હું વચોટ હતો. મારા પિતા આર્મી રિટાયર્ડ હતા અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા. પેંશન આવતું, પણ એમની મોટાભાગની આવક દેવામાં જતી રહેતી. માટે મને એવું લાગ્યું કે મારે કઈંક ટેકો કરવો જોઈએ.
મારો મોટો ભાઈ એ જે જગ્યાએ ઈન્ટરવ્યુ આપી આવ્યો ત્યાં મેં પણ જવાનું વિચાર્યું. મેં વિચાર્યું કે કોલેજ સાથે નોકરી કરીશ. નોકરી લાગી ગયો. પગાર હતો દસ હજાર મહિને. અઠવાડિયા પછી કોલેજમાં પરીક્ષા આવી, હવે નોકરીની પૉલિસી એમ હતી કે બે મહિના સુધી કોઈ રજા મંજુર થાય એમ નહતી. હવે મેં એ નોકરી છોડવાનું વિચાર્યું, પણ એ પહેલાં જ મારા મોટાભાઈએ નોકરી જવાનું બંધ કરી દીધું.
મને ખાલી મારા પિતાની મદદ કરવાનું ઠીક લાગ્યું. એટલે હું પરીક્ષા આપવા ન ગયો. એવામાં એક વખતે મારા પિતાએ મને એક છોકરીનો ફોટો બતાવ્યો. મેં પહેલી નજરે જ ના પાડી દીધી. મને હમણાં પરણવાનો કોઈ વિચાર નહતો...છતાં પણ મારા પિતાએ મને મનાવ્યો અને બીજા દિવસે અમે તેના ઘરે ગયા. અમારી પાસે ઈકો હતી એમાં હું મારા પિતા અને વચેટિયા એમ ચાર જણા સવારે નીકળી પડ્યા.
હિંમતનગરનું એક નાનકડું ગામ. તેના ઘરે તેના દાદા સાથે વાતો કરી. ઘણી વાતો થઈ પણ મારૂં ધ્યાન નહતું. પછી મને બીજા ઘરે લઈ ગયા જ્યાં ખુરશી પર હું અને મારો મિત્ર (જેના પપ્પાએ આ વાત બતાવેલ) થોડીવાર પછી તે છોકરી આવી. હું તો તેને જોતો જ રહી ગયો. કારણ જે ફોટો મેં જોયેલો એ ઘણો જુનો હતો અને તેમાં તે વધારે જાડી દેખાતી. પણ હકીકતમાં જોયા પછી હું આંખનો પલકારો ચુકી ગયો.
ઘણી વાતો કરી, મને યાદ નથી કેવી વાતો કરી પણ સારી એવી વાતો કરી. પછી એ જ ઘરની આગળ પટાંગણમાં જમવા બેસ્યા. હું તેનો ચહેરો ભુલી શક્યો નહીં. અમે ત્યાંથી નીકળી સીધા બીજા ગામે મારા મોટાભાઈ માટે એક છોકરી જોવા ગયા. એ છોકરીને છે બહેનો અને એક જ ભાઈ હતો. તેનો ફોટો પાડી અમે પાછા ઘરે આવ્યા. હું તૈયાર થઈ નોકરી ગયો પણ આંખો દાડો હું બધેય એને ભાળતો રહ્યો.
બધેથી, મજાની, અને પ્રેમની આ,
અખંડા, અને સુંદરી કન્યા વિધાતા,
મને યાદ આવે અને જાણતી ના એ,
મધુરો અને ભવ્ય સાદ જેનો જે.
અંહી મેં ભુજંગી છંદ પ્રયોજ્યો છે જેમાં છેલ્લે બે પંક્તિઓમાં મેં છૂટ લીધી છે. પણ મને આ પંક્તિઓ લખવાનું મન એટલે થયું કે તમે પણ જાણી શકો કે ભગવાનને મેં કંઈ રીતે મારી દુવિધા જણાવી. હું બસ રાત્રે ઘરે જવાની રાહ જોતો. રાત્રે ઘરે આવ્યો તો મને ખબર પડી કે એ છોકરીના માં બાપ બંન્ને તેના બાળપણમાં ગુજરી ગયેલા, તે તેના મોસાળમાં મોટી થઈ હતી. જે ગામમાં હું ગયેલો.
મારા પિતાએ મને કહ્યું કે મારે ના પાડવી પણ મને તો એ છોકરી ગમી ગયેલી. મારે એનાથી મતલબ હતો. સાચું કહું તો બાળપણથી લઈને આજ સુધી મેં ક્યારેય કોઈ છોકરી સાથે વાત નહોતી કરી. હું શર્માળ નહતો પણ મને એ બધું વ્યર્થ જ લાગતું. પણ જીવનમાં પહેલી વખત મને કોઈની સાથે પ્રેમ થયો અને હવે આ શું થયું? પરમાત્માને મારી બે ઘડીની ખુશી વેઠાઈ નહીં?
વિધાતા એવી વાત ન કર મુ નાસ્તિક છું ,કે
બદલો આ રીતે ન કર વિભુ માફ કર તું.
પ્રભુ તે મારા મન, તન અને લોહી સુધી પહોંચી,
અને કેવે ટાણે તું મને એ વિસરવા કહે છે.
હું પોતે તો નાસ્તિક જ. કદી મને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બેસી નહીં. કદાચ એટલે જ ભગવાને આમ રચ્યું હોય? મન મક્કમ કરીને કહી દીધું કે મને તે ગમે છે અને મારે એની સાથે જીવન વિતાવવાનું છે ના કે એના પરિવાર સાથે. બસ કોઈએ કંઈ કહ્યું નહીં. હવે મારા લગ્ન ની તારીખ પણ જોવાઈ ગઈ જે ત્રણ મહિના પછીની હતી. પણ હું કંઈ રીતે સમય પસાર કરીશ?
મારો નિર્ણય બરોબર હતો કે પછી મારે મારા પિતાજીનું માન રાખવું જોઈતું હતું?