વીરાંગના નેત્રા - 1 Piya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરાંગના નેત્રા - 1

ઈ.સ.1899 ના સમય માં અંગ્રેજો નુ ભારત પર પ્રભુત્વ હતું. આ સમય માં ભારત ના નાગરિકો માં થોડો એકતા નો અભાવ હતો અને થોડો અંગ્રેજો નો ડર.પરંતુ આપણા ઘણા શૂરવીરો દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા.
આવા કપરા સમય માં જમ્મુ કાશ્મીર માં એક નાના ગામ માં
એક સામાન્ય પરિવાર માં એક બાળકી નો જન્મ થયો.તેનુ નામ નેત્રા પાડ્યું.પિતા ગુલશન સિંહ સૈનિક હતા.અને માતા નુ નામ સહેનાઝ.તેનો મોટો ભાઈ અવિનાશ.એમ ચાર સભ્યો નો પરિવાર.
આજ સમયે ગુજરાત માં એક ગામ માં શેઠ ને ત્યાં એક બાળક નો જન્મ થયો.તેનુ નામ ઉત્તમ.પિતા સૂરજ શેઠ અને માતા મહિમા. સૂરજ શેઠ ગામ ના ધનવાન લોકો માં ના એક હતા.
આવા વિકટ સમય માં ઘણી મુશ્કેલી હતી પરંતુ આ બંનેની
કિસ્મત કઈક અલગ મોડ પર જ જવાની હતી.
ઉત્તમ ના પિતા ખૂબ ધનવાન હોવાના લીધે ઉત્તમ નુ બાળપણ ખૂબ સારું હતું.અને ઉત્તમ પોતાના ના નામ પ્રમાણે ઉત્તમ જ હતો.અભ્યાસ માં શ્રેષ્ઠ હતો.ખોટા જગડાઓ અને મારા મારી થી દુર રહેતો .એકદમ શાંત સ્વભાવ.તેને આગળ અભ્યાસ માટે બીજા દેશ માં જવાનો મોકો મળે છે.
જ્યારે અહીં નેત્રા નુ બાળપણ મજૂરી અને ભૂખમરા માં હતું.પણ તે ખૂબ જ બહાદુર અને નિડર હતી.પિતા ગુલશન સિંહ સૈનિક હતા તેથી બાળપણ માં જ શૂરવીરતા ના પાઠ શીખવ્યા હતા.નેત્રા દેખાવ માં પણ એટલી જ સુંદર.ભગવાને જાણે નવરાશ ના સમય માં જ બનાવી હોય.
નેત્રા એ આટલી નાની ઉંમર માં એક અંગ્રેજ સૈનિક નુ માથું ફોડી નાખ્યું હતું.
તેના પિતા એ તેને શાળા માં અભ્યાસ કરવા માટે મોકલી .તે પણ ભણવામાં ખૂબ જ હોશિયાર .સ્વભાવે ચંચળ.
ધીમે ધીમે નેત્રા અને ઉત્તમ બને પુખ્ત અવસ્થા માં આવી ગયા . હવે ઉત્તમ ને આગળ અભ્યાસ માટે વિદેશ જવાનું હતું.
હવે નેત્રા અને ઉત્તમ ના જીવન માં નવા વળાંકો આવવાના હતા..
નેત્રા ખૂબ જ સુંદર હતી અને સાથે નિખાલસ પણ હતી તેથી તેના પિતા તેને બહાર ના જવા દેતા.
પરંતુ એક વાર નેત્રા કોઈ કારણસર ઘર ની બહાર નિકળી.તે જ સમયે એક અંગ્રેજ મેજર ત્યાં થી નીકળ્યો અને તેની નજર નેત્રા પર પડી.તેની આંખો માં હવસ હતી.નેત્રા ને તેની દ્રષ્ટી ખરાબ લાગી.અંગ્રેજ મેજર તેની પાસે આવ્યો અને તેણે નેત્રા ને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો.અને તેના શરીર ને બદલે ખૂબ પૈસા આપવાનો પ્રસ્તાવ કર્યો.આમ કરવા થી નેત્રા એ ખૂબ ગુસ્સે થઇ ને તે મેજર ને બધા ની સામે જલિલ કર્યો.આમ કરતાં થોડો સમય ગ્યો.બધા આ વાત ને ભૂલી ગયા પરંતુ મેજર એક છોકરી દ્રારા થયેલા પોતા ના જાહેર અપમાન ને ભૂલી ના શક્યો.એક દિવસ મેજર પોતા ના થોડાક સૈનિકો ને લઈ ને નેત્રા ના ઘરે ગયો અને નેત્રા ના માતા પિતા સામે તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.નેત્રા હર મને તેમ ના હતી તેને મેજર ની રિવોલ્વર થી તેને મારી નાખ્યો.તે મેજર ખાસ માણસ હતો અને તેના કાતિલ ને સજા દેવી ફરજિયાત હતી નહી તો લોકો માંથી અંગ્રેજો નો ડર દૂર થાય જાય તેમ હતું.
આ બાબત વિશે ગુલશન સિંહ જાણતા હતા તેથી તેને નેત્રા અને તેના પરિવાર જોડે ત્યાં થી નીકળવાનું નકી કર્યું.તે બધાય થી છુપી રીતે ત્યાં થી નીકળી ગયા અને એક ટ્રેન માં ચડી ગયા.તેની આ સફર કંઈ જગ્યા એ તેને લઈ જાય તે કુદરત ના હાથ માં હતું પરંતુ આ ટ્રેન ગુજરાત ની હતી.
અહી ગુજરાત માં પણ કઈક આવી જ પરિસ્થિતિ હતી.ત્યાં પણ ઉગ્ર વાતાવરણ હતું.
જ્યારે અહી ઉત્તમ વિદેશ થી અભ્યાસ પૂરો કરી ને પાછો ફર્યો હતો.

હવે અહી થશે ઉત્તમ અને નેત્રા નો અનોખો મિલાપ....

To be continued......