ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ફ્લાઈંગ હેલિકોપ્ટર ના ફેન ની ઉપરથી દેખાઈ રહ્યો છે.અને બસ,થોડી જ વારમાં હેલિકોપ્ટર નિકોબાર આઇલેન્ડ પર લેન્ડ થાય છે.
હેલિકોપ્ટર નો left side door અડધો ઓપન થાય છે અને પછી અંદર બેઠેલી વ્યક્તિ ચાર પાંચ વાર જોરથી ધક્કો મારે છે અને તેના googles ઠીક કરી ને નીચે ઉતરે છે.
pilot તેને બાય નું thumb signe આપે છે અને તે વ્યક્તિ તેનો શૂટ સરખો કરીને આમતેમ જોતો જોતો થોડીક ઓવરકોન્ફીડન્સ વાળી ચાલથી સ્મિત કરતો આગળ વધે છે.
એ વ્યક્તિ ચાલી રહી છે અને પાછળથી પ્રચંડ વિસ્ફોટ નો અવાજ સંભળાય છે.અને હેલિકોપ્ટરનો કાટમાળ pilot ની ડેટ બોડી સાથે દરિયામાં ગરકાવ થાય છે.
અહી બિહારના હાટકેશ્વર જંકશન પર આગગાડી સ્થંભીત થયા ની બીજી જ સેકન્ડે હાટકપુર એક્સપ્રેસ ની ઈમારત દેખાય છે.
તેનો મુખ્ય દ્વાર ખુલતાની સાથે જ છાપખાના ના કલ્પુર્ઝાઓ નો ઘોંઘાટ સંભળાવા લાગે છે.
તંત્રી સોમનાથ આકાશ ગંગા લોખંડની સીડી ને ઉતાવળે ચઢતા દેખાઈ રહ્યા છે અને તેમની પાછળ તેમના બે આસિસ્ટન્ટ પણ.
રીવોલ્વીંગ ચેર નો સહેજ ચરરરર અવાજ સાથે જ આકાશ ગંગા નો હાથ ચેર પરથી હટે છે.
પેલા બે આસિસ્ટન્ટ એ તેમની ચેર ખેંચી અને સોમનાથે સ્થાનસ્થ મુદ્રામાં તેમને બેસવાનું કહ્યું.
સામે બેઠેલી બંને વ્યક્તિ સમાચાર ના આવાગમન વાળી સ્વાભાવિકતા માજ બેઠા છે,જ્યારે સોમનાથ તેમના મસ્તિષ્કમાં કશિક
શંકાની સોય ધારણ કરીને.
જોકે સોમનાથ ની પાસે આવી શંકાઓ કરવા માટે હજારો ન્યુઝ હતા.એટલે તેમની આ શંકા ની અંદર કામની ઉતાવળ પણ સાફ વર્તાતી હતી.
જેના કારણે તે શંકાના નિવારણ વાળી ઉત્સુકતા જરા દબાયેલી જ લાગતી હતી.
જર્જરિત એવા હાટકપુર એક્સપ્રેસ ના તંત્રી અને માલિક સોમનાથે એમના બન્ને આસિસ્ટન્ટ ને પૂછ્યું, સો ફૉક્સ!વોટ્સ યોર ઓપિનિયન?
એકે કહ્યું સર કદાચ પાયલોટે ખોટી દિશા પકડી લીધી હોય અને આદિવાસીઓએ તેનું કામ તમામ કરી દીધું!
ભલે સોમનાથના ઇન્ટેલિજન્સ સોર્સીસ નાના નબળા કે કમ્પેરીટીવલી ઓછા હોય પરંતુ તેમને જે પણ ખબર મળતી હતી તેમાંના તેમના પૃથક્કરણો બહુ જ સચોટ રહેતા હતા.
અને એટલે જ સોમનાથ તેમના આસિસ્ટન્ટ ને જોયે જ રાખે છે.
કેમકે, તેમની ખબર અનુસાર હેલિકોપ્ટરના falls તીર કામઠાઓ ની રેન્જ થી ઘણા દૂર હતા.
છતાં પણ સોમનાથે તેને કહ્યું,ઓકે પ્રેસ ધીસ બ્લડી હેલ.
પેલા બંને આસિસ્ટન્ટ ના નીકળ્યા પછી સોમનાથ ફોનનું રિસિવર ઉઠાવે છે અને એક નંબર ડાયલ કરે છે.
સામેવાળી વ્યક્તિ હેલો ની જગ્યાએ સીધું જ એક નામ ઉચ્ચારણ કરે છે અને કહે છે સર અજીત ,આઈ મીન, મરીન, મીશ્ટર અજીત દયાલ.
both સાઈડ ફોન રીસીવર ડ્રોપ સાઉન્ડ ની પેરેલલ જ બીજો અવાજ સંભળાય છે, ગહેરા પાણી માંથી પાણીની સત્હ ઉપર પહોંચ્યા પછી નો અવાજ.
થોડી જ વારમાં તે marine મેન પાછળથી તેને costume change કરતો દેખાય રહ્યો છે અને બોટનો કેપ્ટન અવાજ આપીને કહે છે દયાલ તુ તૈયાર છે ને!
પેલી વ્યક્તિ કહે છે હા જવા દો.
wales capital cardiff નો એક બાર બહારથી દેખાઈ રહ્યું છે જેના પર લખ્યું છે ધ ગ્રેટ ડિક્ટેટર બાર.
સ
બાર ની અંદર થી ચહેલ પહેલ વર્તાઈ રહી છે અને થોડી જ વારમાં બુટેડ સ્ટેપ્સ ખુલતા દરવાજાથી અંદર પ્રવેશ કરે છે.
તેના પ્રવેશ ની પદ્ધતિ થોડીક અસામાન્ય લાગી અને બસ અડધી જ મિનિટમાં દસ રાઉન્ડ બુલેટ ફાયર નો અવાજ સંભળાય છે.
એ સાથે જ બારમા ભગદડ શરૂ થઈ જાય છે અને સામે ટેબલ પર બે લાશ
લહુ lohan હાલત માં દેખાઈ રહી છે.
અંદર પ્રવેશેલી તે વ્યક્તિ તેના માથે હેટ ફરીથી ધારણ કરે છે અને ફરી પાછા તેના બુટેડ સ્ટેપ્સ બાર ની બહાર જતાં દેખાઈ રહ્યા છે.