એન્ટોન ચેખવ - 3 - કમજોર -નિર્બળ Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્ટોન ચેખવ - 3 - કમજોર -નિર્બળ

 

હાલમાં જ મેં બાળકોની શિક્ષિકા યુલિયા વસીલ્યેવનાને મારી ઓફીસમાં બોલાવી. મારે એમની સાથે પગારનો હિસાબ કરવો હતો. મેં એમને કહ્યું આવો , આવો .. બેસો તમારે પૈસાની જરૂર હશે પરતું તમે એટલા અંત:મુખી છો કે જરૂર હોવા છતાં પણ તમે ખુદ રૂપિયા નહિ માંગો. ઠીક છે અમે નક્કી કર્યું છે કે અમે દર મહીને તમને ૩૦ રુબલ આપીશું.

ચાલીસ ...

ના ના ત્રીસ, ત્રીસ જ નક્કી થયા હતા. મારી પાસે લખેલું છે. આમ પણ અમે શિક્ષકોને ત્રીસ રુબલ જ આપીએ છીએ  તમને અમારા ત્યાં કામ કરતા બે મહિના જેટલો સમય થયો.

બે મહિના અને પાંચ દિવસ થયા...

નાં.. બે મહિના થી વધારે નહિ. બસ બે મહિના જ થયા છે. બસ બે મહિના જ થયા છે. મેં આ પણ નોંધીને રાખ્યું છે. તો આ હિસાબે મારે તમને કુલ સાઈઠ રુબલ આપવાના છે. પરતું બે મહિનામાં કુલ નવ રવિવાર ભણાવવા આવતા નથી. માત્ર થોડીવાર એની સાથે રહો છો . આ સિવાય ત્રણ રજાઓ તહેવારની પણ પડી હતી.

યુલિયા વસીલ્યેવના નો મોઢું ગુસ્સામાં તમતમી ઉઠ્યું પરતું તેને કઈ કહ્યું નહિ અને પોતાના કપડા ઠીક કરવા લાગી.

            ત્રણ તહેવારોની રજાઓ મળીને કુલ બાર દિવસ થયા. આનો અર્થ એ થયો કે તમારા પગાર માંથી બાર રુબલ ઓછા થશે. ચાર દિવસ કોળ્યા બીમાર રહ્યો અને તમે એને ભણાવ્યું નહિ. ત્રણ દિવસ તમારા દાંત માં દુખાવો થયો ત્યારે પણ મારી પત્નીએ તમને છૂટ આપી હતી કે બપોરનાં સમયે એને ભણાવતા નહિ. આના સાત રુબલ થયા. તો બાર અને સાત મળીને ઓગણીસ રૂબર થયા. જો સાઈઠ રુબલ માંથી ઓગણીસ રુબલ બાદ કરો તો કુલ એકતાલીસ રુબલ થયા. મારી વાત સાચી છે. ને ? યુલિયા વસીલ્યેવનાની આંખોનાં બંને ખૂણા ઉપર આંસુઓ ચમકવા લાગ્યા તે ધ્રુજવા લાગી દરને કારણે તેને ખાસી આવી ગઈ અને તે રૂમાલથી પોતાની નાક સાફ કરવા લાગી.

            નવા વર્ષની ઉજવણી દરમ્યાન તમે એક પ્લેટ પણ તોડી હતી, બે રુબલ તેના પણ થયા. ચાલો આને જવા દઉં. તમારી ધ્યાન સૂચકને કારણે કોલ્યા ઝાડ ઉપર ચડી ગયો હતો અને એમાં એનો જેકેટ પણ ફાડી નાખ્યું. દસ રુબલ એના થયા.  કોલ્યાનાં જૂતા પણ તમારા લીધે ખરાબ થયા પાંચ રુબલ એના અને દસ રુબલ જાન્યુઆરીમાં તમે મારી પાસે ઉધાર લીધા હતા એ પણ મેં અહિયાં નોંઘીને રાખું છે. કુલ સત્તાવીસ રુબલ એકતાલીસ રુબલ માંથી સત્તાવીસ રુબલ ધટાડવાથી બાકી 14 રુબલ રહે છે.

            એને બંને આંખોમાં આંસુ આવી ગયા તેની સુંદર અને લાંબી નાક પસીનાં નાં ટપકા દેખાવવા લાગ્યા.

મેં માત્ર એકજ વાર રૂપિયા લીધા હતા. તે ધ્રુજતા અવાજમાં બોલી, તમારી પત્ની પાસેથી મેં ત્રણ રુબલ લીધા હતા તે સિવાય કઈ લીધું નથી.

એમ! આ તો મારી પાસે લખેલું જ નથી. 14 રુબલ માંથી બીજા ત્રણ ધટાડી કુલ અગિયાર રુબલ રહ્યા. અને મેં એને અગિયાર રુબલ આપ્યા. કઈ કહ્યા વગર એને રૂપિયા લીધા અને પોતાના ખીસામાં મુક્યા .. ધન્યવાદ ..એને કહ્યું.

            હું ઝડપથી ઉભો થયો મને ખુબ જ ગુસ્સો આવ્યો હતો હું આમ તેમ આંટા મારવા લાગ્યો. કેમ ધન્યવાદ ? મેં પૂછ્યું.

પૈસા આપવા માટે એને કહ્યું.

પણ મેં તો તને પુરતા પૈસા આપ્યા નથી તો પણ ધન્યવાદ.

બીજી જગ્યા ઉપર મને આ પણ આપવામાં આવતા ન હતા.

મેં તો તમારી સાથે મજાક કર્યું હતું. મારે તમને એક શિખ આપવી હતી. હું તમને બધા રૂપિયા આપીશ. આ જુઓ આ કવરમાં તમારા આખા મહિનાની પગાર છે. તમે ખોટી વાતનો વિરોધ કેમ ન કર્યો ? તમે કેમ ચુપ રહો છો. શું તમારી ઈચ્છા શક્તિ આટલી નબળી છે. તે દુખી મુખે હસી અને મેં એના મોઢા ઉપર વાંચી લીધો મેં તમારી સાથે ખોટા વ્હાવાહાર કર્યા એ બદલ માફી આપો આ તમારો આખા પગારની રકમ. ખુબજ સંકોચ સાથે એ મારો આભાર માન્યો અને બહાર નીકળી ગઈ . હું વિચારવા લાગ્યો કે આ જગતમાં શક્તિશાળી બનવું ખુબ જ આસાન છે.