Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 19

ભાગ - ૧૯

વાચક મિત્રો,

આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,

મૃતક શિવાભાઈ સરપંચની દીકરી સીમા, અને તેનો પતિ આદર્શ
આજે મમ્મીને મળવા માટે, મમ્મીને સાંત્વના આપવા માટે, અને એમને હિંમત આપવાનાં મક્કમ નિર્ધાર સાથે તેજપુર આવ્યા છે.

પહેલા આપણે, થોડું ફરી સીમા, અને તેની મમ્મી વિશે જાણી લઈએ.

આમતો સીમા અને આદર્શ, બે દિવસ પહેલા પણ પપ્પાના અંતિમ સંસ્કાર વખતે તેજપુર આવ્યા હતા, પરંતુ

એ સમયે, માત્ર સીમાના ઘરનોજ નહીં, ગામ આખામાં માહોલજ એવો હતો કે, કોઈ કોઈની સાથે જરા સરખી વાત કરવાની અવસ્થામાં ન હતું.

પરંતુ,

આજે સીમા, પૂરેપૂરી તૈયારી સાથે, મમ્મીનો જરા પણ ડર, કે સંકોચ રાખ્યાં વગર, મમ્મી આજે જે કહે તે સાંભળવાની,

મમ્મી આજે જેટલું વઢે એટલું મૂંગા મોઢે સહન કરવાની, અને કદાચ,

મમ્મી આજે તેના પર હાથ પણ ઉપાડે, તો મમ્મીનાં હાથની બે થપ્પડ ખાઈને પણ, આ સંજોગોમા મમ્મીને હિંમત આપવા માટે, સીમા તેની પુરી તૈયારી સાથે આવી છે.

સીમાએ ભલે મમ્મીની મરજી ના હોવા છતાં, તેની ઉપરવટ થઈને પણ, આદર્શ સાથે પ્રેમ લગ્ન કર્યા, અને સ્વભાવિક છે કે, એ, સીમાની મમ્મીને ના ગમ્યું હોય, અને નાજ ગમે, કોઈ પણ મમ્મીને એ વાત બિલકુલ મંજૂર ના હોય કે, સંતાન એમની મંજૂરી વગર, કે ઉપરવટ થઈને લગ્ન શું ?
બીજું કોઈ કામ પણ કરે, એ નાજ ગમે.
એટલે, સીમાએ આજે નક્કી કરીજ લીધું છે કે,

ભલે આજે એ મારાં પર ગમે તેટલો ગુસ્સો કરે,

બાકી, આજે સીમા, મમ્મીની બઘી ચિંતા હળવી કરવાનાં નિર્ધાર સાથેજ આવી હતી.

એટલે,
સૌથી પહેલાં, સીમા
આદર્શને રમણીકભાઈની ઓળખાણ કરાવી,
સીમા સિધીજ મમ્મીને મળવા માટે, ઉતાવળે પગલે ઘરમાં જાય છે.

આ બાજુ,

રમણીકભાઈ અને આદર્શ ઔપચારિક વાતો કરી રહ્યા હતા, ને અચાનક

આદર્શને હમણાં બે દિવસ પહેલાની એક વાત યાદ આવે છે.
છેલ્લે બે દિવસ પહેલાં, આદર્શ અને સીમા સરપંચને મળવા આવ્યા હતાં, અને મળીને જ્યારે રાત્રે તેઓ પરત જવા નીકળતા હતા, એ વખતે
તેઓએ, શિવાભાઈના કહેવાથી ગાડીમાં જે મજૂરોને હાઈવે સુઘી જવા માટે લિફ્ટ આપી હતી,
એ ત્રણ મજુરોમાંથી
પેલા એક મજૂરના હાથમાં રહેલ થેલી, કે જે થેલી એ મજૂર થોડીવાર માટે પણ પોતાનાથી અલગ કરતો ન હતો, કોઈને શંકા ના જતી હોય, તો પણ શંકા જાય, એ રીતે, પેલો મજૂર એ થેલી સાચવતો હતો.
આદર્શને મજૂરવાળી એ ઘટના, પોતાના સસરા શિવાભાઈની સાથે થયેલ દુઃખદ બનાવ બન્યા પછી, થોડી વધારે શંકાસ્પદ લાગીતા, આદર્શ એ રાત્રે બનેલ પૂરી ઘટના, રમણીકભાઈને જણાવે છે.

બેસણામાં નંદની પણ આવી છે, ઈન્સ્પેકટર AC પણ આવ્યા છે.
વાત કરવાનો મોકો મળતાં, રમણીકભાઈ, ઈન્સ્પેકટર AC ને સાઈડમાં બોલાવી, શંકાસ્પદ લાગતી એ બે વાત, એટલે કે,
એકતો,
પાર્વતીભાભીએ કહેલ કોન્ટ્રાકટર વાળી વાત, અને બીજી હમણાંજ આદર્શે કરેલ મજૂર વાળી વાત,
આ બન્ને વાત, રમણીકભાઈ AC ને જણાવે છે.
AC માટે, આ કેસ,
વધારે કોમ્પ્લિકેટેડ થતો જઈ રહ્યો છે.
કેમકે,
પહેલા, શંકાના દાયરામાં આવ્યો,
મૃતક શિવાભાઈનોજ જુગારી દિકરો જીગ્નેશ
બીજો,
મુંબઈથી પરત આવી, ગામમાં જ રોકાઈ ગયેલ ઉડાઉ વિનોદ
અને, ત્રીજો
ભટ્ટ સાહેબે, જાણકારી આપેલ પેલા બે, ATM ચોર,
ને હવે......
હવે આ બીજાં બે શંકાસ્પદ, કોન્ટ્રાકટર અને મજૂર
છતાં.....
જરા સરખો પણ સમય બગાડ્યા વિના, ઈન્સ્પેકટર AC
રમણીકભાઈની વાત સાંભળી,
તુરંત,
AC, પેલા કોન્ટ્રાકટર અને મજૂર વિશે બધી માહિતી ભેગી કરાવી લે છે, ને એક ત્રાહિત વ્યકિતને પણ પોતાની સાથે લઈ,
કે જે વ્યકિત, પેલાં મજુરો અને પેલા કોન્ટ્રાકટરને, બન્નેને ઓળખતો હતો.
AC સીધા પહોંચે છે, શહેરની એક મોટી, અને નવી બની રહેલ એક બિલ્ડિંગ પાસે, કે જ્યાં આ બે શંકાસ્પદ લોકો મળી શકવાની શક્યતા હતી.

એ બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું છે, પેલો કોન્ટ્રાકટર અને મજૂર, આજે અહીં ચોક્કસ મળી જશે, એની પૂરેપૂરી ખાત્રી સાથે, ઈન્સ્પેકટર AC તેમના સ્ટાફ સાથે,
પરંતુ... પરંતુ...
સાદા ડ્રેસમાં, અને એ પણ, ફ્લેટ જોવાને બહાને બિલ્ડિંગનાં ગેટ પર પહોંચે છે.
ત્યાંજ, એ બિલ્ડિંગનાં માલિક, એટલેકે
બિલ્ડરની ગાડી આવે છે, ને એ બિલ્ડર, ગેટ પાસે ઊભા રહેલ ઈન્સ્પેકટર AC ને જુએ છે, અને તે પણ સાદા ડ્રેસમાં.
બિલ્ડર પોતાની ગાડી, છેક AC પાસે લાવીને ઊભી રાખે છે.
કેમકે,
એ બિલ્ડર AC ના મિત્ર છે.
વધુ ભાગ ૨૦ માં