Ispector ACP - 18 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 18

ભાગ - ૧૮
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
ACP, રમણીકભાઈ ને પોતાનો કોન્ટેક્ટ નંબર આપીને નિકળી ગયા છે.
આગળનાં દિવસે રાત્રે,
રોજની જેમ ઘણાં બધાં ગામલોકો,
મૃતક શિવાભાઈ સરપંચના ઘરે બેસવા આવ્યા છે.
સરપંચના પત્ની પાર્વતીબહેનને, અચાનક કંઈ યાદ આવતાં, તેઓ રમણીકભાઈને કોઈ જરૂરી વાત જણાવવા થોડાં સાઈડમાં બોલાવે છે.
રમણીકભાઈ સાઈડમાં આવતા.....
પાર્વતીબહેન :- હું, શું કહું છું રમણીકભાઈ,
કાલે સવારે, હું જ્યારે મુંબઈ જવાની તૈયારી કરતી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર શું નામ છે એમનું, ( થોડુ વિચારીને )
હા યાદ આવ્યું, અશોકભાઈ
અશોકભાઈ આવ્યા હતા, એડવાન્સ લેવા માટે.
ને તમારા ભાઈએ, એ કોન્ટ્રાક્ટરની સામેજ, એડવાન્સ આપવા માટે તીજોરી ખોલી હતી.
બધા પૈસા તિજોરીમાં સામેજ પડ્યા હતા.
મેં તમારા ભાઈને ઈશારો પણ કર્યો, કે કોઈની સામે આમ તિજોરી કેમ ખોલો છો ?
પણ તેમનું ધ્યાન ના ગયું.
પહેલા તેમને તિજોરીમાંથી કોઈ કાર્ડ કાઢીને, અશોકભાઈને આપ્યું, અને કહ્યું કે,
અશોકભાઈ, તમારે મટીરીયલ આ દુકાનમાંથી લેવાનું છે.
તમારાં ભાઈ આટલું બોલ્યાં.....
ત્યાંજ, એ કોન્ટ્રાક્ટર ઉભો થઇ ગયો હતો.
પછી થોડી રકઝક પણ થઈ, અને છેલ્લે,
ખાલી એ લેબરથી કામ કરવાનું કહી,
કોન્ટ્રાક્ટર અશોકભાઈ ગુસ્સામાં, પૈસા લીધા સીવાય ત્યાંથી નીકળી ગયા હતા, તો રમણીકભાઈ, શું, એ કોન્ટ્રાકટર આવું કરી શકે ?
એટલામાં, સીમા અને આદર્શ આવતાં,
સરપંચના પત્ની પાર્વતીબહેન, સીમાને જોતાજ, ઘરમાં જતા રહે છે.
સીમા અને આદર્શ, રમણીકભાઈને પગે લાગે છે.
પછી, સીમા આદર્શને રમણીકભાઈની ઓળખાણ કરાવી, આદર્શને થોડીવાર તેમની સાથે રહેવાનું કહીને, અંદરના રૂમમાં મમ્મીને મળવા જાય છે.
ત્યારે, રમણીકભાઈ આદર્શને....
રમણીકભાઈ :- બેટા, કેવા સમયે તને મળવાનું થયું,
અત્યારે હું તને હસીને બોલાવી પણ શકતો નથી.
આમાં મારોજ વાંક છે, મેં જ સરપંચને આ જવાબદારી સોંપી, અને એમનો જીવ જોખમમાં મૂક્યો.
આદર્શ :- એવું ના બોલો અંકલ,
આ બધું તો બનવા કાળ બની ગયું.
આતો નીમિત માત્ર છે.
રમણીકભાઈ :- તારી વાત સાચી બેટા, પણ મારો અંતરાત્મા મને ડંખે છે, અને પાછું, આમ જોવા જઈએ તો, નિમિત્ત તો હું જ બન્યો ને ?
ઉપરથી ગુનેગાર મળી નથી રહ્યો.
કોણ હશે એ નરાધમ ?
આદર્શ :- હત્યારો મળશે અંકલ, ચોક્કસથી મળશે,
પરંતુ.....
ત્યાં સુધી આપણે જેટલું જાણતા હોઈએ,
જે જાણી શકતા હોઈએ,
જે વાત આપણને શંકાસ્પદ લાગતી હોય,
આ બધુંજ, જો આપણે, પોલીસને જણાવતા રહીશું,
તો મારું માનવું છે કે, ખૂબજ ઝડપથી પોલીસ હત્યારાને શોધી લેશે.
રમણીકભાઈ :- આદર્શ, પોલીસ આજે નહિ તો કાલે, ગુનેગારનું પગેરું તો શોધીજ લેશે.
એકનાએક દિવસ અસલી ગુનેગાર તો સામે આવવાનો જ છે.
આદર્શ :- અંકલ, મને પણ આમાં થોડી વાત શંકાસ્પદ લાગી રહી છે.
રમણીકભાઈ :- કઈ વાત આદર્શ ?
આદર્શ :- અમે એ દીવસે રાત્રે, જ્યારે લકઝરી મુંબઈ જવા રવાના થઈ, પછી અહીં આવ્યાં હતા.
હું નસીબદાર છું કે, પપ્પા અમને આશીર્વાદ આપીને ગયા, મને મળીને ગયા.
ત્યારે જમ્યા પછી રાત્રે નીકળતી વખતે,
જ્યારે, હું મારી ગાડી રીવર્સ મારી રહ્યો હતો, ત્યારે પેલા સામેના ઓરડામાં જે મજૂરો રોકાયા હતા, એમાંથી બે મજૂર.....
મજૂરીના પૈસા લેવા ઓસરીમાં બેઠા હતા, અને પપ્પા અંદર પૈસા લેવા ગયા હતા.
હું જ્યારે ગાડી વાળીને પાછો આવ્યો, ત્યારે મારી નજર ફરીથી ઘર બાજુ ગઈ,
તો બે મજૂરમાંથી એક મજૂર, ઊભો થઈ ઘરની બારીમાંથી અજીબ નજરે ઘરમાં જોઈ રહ્યો હતો,
કે જ્યાં પપ્પા તિજોરીમાંથી પૈસા કાઢી રહ્યા હતા.
થોડીવાર પછી, અમે જ્યારે નીકળ્યા, ત્યારે મજૂરો હાઇવે સુધી અમારી ગાડીમાંજ આવ્યાં હતા, અને પાછળની સીટમાં બેસેલ મજુરનાં હાથમાં, એક સફેદ કલરની થેલી હતી.
જેમાં કોઈ બોક્સ હોય તેવું લાગતું હતું, અને એ મજૂર, છેક હાઈવે સુઘી, તે થેલી હાથમાંજ સાચવી રાખતો હતો.
એ લોકો જ્યારે ગાડીમાંથી ઉતર્યા, ત્યાં સુધી મેં જોયું કે,
તે મજૂર એ થેલી ખૂબજ સાચવો હતો.
થોડીવાર માટે પણ એ નીચે મુકતો ન હતો.
તો અંકલ,
મને લાગે છે કે,
એ થેલીમાં, ચોરાયેલ રૂપિયા 50 લાખ તો નહીં હોય ?
વધુ ભાગ ૧૯ માં

બીજા રસપ્રદ વિકલ્પો