નામ : દિલમાં રહેલ હમસફર
તારીખ:જયારે તું વાંચે ત્યારે
સરનામુંઃ દેશની સરહદ
શીર્ષક: દેશપ્રેમ અને નિસ્વાર્થ પ્રેમની વ્યથા
પ્રિય સાગર ,
તમારો પત્ર મળ્યો તમે મારા પત્રનો જવાબ આપ્યો એ બદલ પહેલા તો હું તમારો "આભાર "વ્યક્ત કરું છું. તમે મને લખ્યું છે કે હ સ્વાર્થી છું. હું પ્રેમમાં ત્યાગ અને બલિદાન આપવા નથી માગતી એ શબ્દથી તમને દુઃખ થયું. તમને મારો પ્રેમ સ્વાર્થી લાગ્યો પરંતુ દરેક પ્રેમ કરનાર વ્યક્તિ તેના પ્રેમને પોતાનાથી દૂર કરવો ક્યારેક ગમતું નથી.
તમે સરહદનું વર્ણન કર્યું છે કે, તમે "સરહદ "પર દેશપ્રેમીઓ માટે લડી રહ્યા છો હું ફક્ત તમેને પ્રેમ કરું છું પરંતુ તમે મને તો ખૂબ જ પ્રેમ કરો છો પરંતુ દેશની સરહદ પર દેશવાસીઓ દેશમાં નિરાંતે સુઈ રહે તે માટે રાત -દિવસ લડી રહ્યા છો. તમારો દેશપ્રેમનો નિસ્વાર્થ પ્રેમ વાંચતા મારું હૈયું ભરાઈ ગયું મને દુઃખ પણ થયું કે ' ખરેખર હું સ્વાર્થી બની ગઈ.
સાગર બીજા તમારા શબ્દો હતા કે હું જીવું છું તો દેશની સેવા કરવા માટે અને દેશની સેવા કરતા-કરતા દેશપ્રેમ માટે મારા શરીરનો ત્યાગ આપવો પડે તો પણ હસતા મૂખે આપીશ. ખરેખર મને મારા પ્રેમ પર અભિમાન થાય છે કે મેં તારા જેવા બહાદુર સેનિકને પ્રેમ કર્યો છે જે ખરેખર દેશ માટે વફાદાર છે તમારા ત્યાંના સરહદનું અંધારી રતનું વર્ણન વાંચ્યુ કે એક દિવસ અંધારી રાત હતી પાંદડુ પણ હાલતું નહોતું.ઠંડી અને હિમવર્ષા થઇ રહી હતી એ વખતે દુશ્મન દેશના ભણકારા વાગતા હતા કે દેશ પર કોઈ સૈન્ય આવી રહ્યું છે તમે બધા જ એકદમ તૈયાર હતા જ્યારે તમે દેશની સરહદ પર લશ્કર સામે બંદૂક તાણીને ઊભા હતા .ઠંડીમાં તમે પોતાની પરવા કર્યા વિના સરહદ પર ઊભા હતા અને અમે અહીંયા મીઠી નિંદર માણી રહ્યા હતા.પરંતુ સાગર તમારા કારણે દેશવાસી મીઠી નીંદર મળી રહે છે. તમે એ પણ લખ્યું હતું કે એ અંધારી રાતમાં તમને કંઈ દેખાતું પણ ન હતું એના ભણકારા દૂરથી આવવા લાગ્યા તમે બધા એકદમ સજાગ થઇ ગયા અને સડક ઉપર બંદૂક લઇને ચાલવા લાગ્યા એ અંધારી રાતમાં તમને પગ નીચે કંઈ દેખાતું નહોતું કોઈ જીવજંતુ પણ તમારા પગ નીચેથી ચાલી જાય એવી પરિસ્થિતિ હતી હિમવર્ષા થઇ રહી હતી તમને તમારૂ લક્ષ્ય દેખાતું હતું કે આવનાર દુશ્મનની સામે પડકાર ફેંકું અને તમે લોકોએ દેશની સીમા પર રહીને ભૂખ્યા તરસ્યા રહીને લશ્કરને અંધારામાં પણ રંગોળી નાખ્યું .એ જાણીને મને ખરેખર આનંદ થયો કે પ્રેમ કરવો અને પ્રેમની વફાદાર રહેવું એ ખૂબ અઘરી બાબત છે તમે દેશને પ્રેમ કર્યો છે અને તેને વફાદાર રહ્યા છો ખરેખર હું માનું છું કે તમારો પ્રેમ ધન્યવાદને પાત્ર છે પરંતુ થોડીક મારી સામે અને મારા પ્રેમને પણ દિલમાં સમવતા રહેજો.
"હૈયું હાથ નથી રહેતું સાગર તારા પ્રેમ વિના.
જાણે હું બની ગઈ પ્રેમ પૂજારણ તારા પ્રેમ વિના'
"યાદ કરું છું દિલથી કે ક્યારે પિયુ મારા આવે ઓરડે.
ઓરડે આવી પ્રેમથી તરબોળ કરે હૈયું ભરી"
જ્યારે નિરાંત મળે ત્યારે ચોક્કસ મને યાદ કરતા રહેજો તમે લખ્યું છે કે દિવાળીની અમાસે તમે મારે પાસે ચોક્કસ મળવા આવશો અને દરેક ફરિયાદને તમે યાદગાર બનાવશો. પત્રનો જવાબ આપશો એને હું રાહ જોઈ રહી છું અરે પત્રની સાથે તમે પણ આવજો દિવાળીની અમાસે રાહ જોઇશ.
"શું કરું ફરિયાદ, ફરિયાદના કોઈ શબ્દ નથી .
તમે રહ્યા સરહદ પર હું ત્યાં કોઈની ઓળખાણ નથી."
પ્રેમની વાતો રૂબરૂ કરીશ સરહદ સાથે દેશપ્રેમ યાદ કરીશ.
સરહદ પર મને યાદ કરીને પત્ર લખજો.સૈનિક ડરતો નથી પણ તમે લખ્યું છે કે તારો પ્રેમ મને સરહદ ઉપર મજબૂત બનાવે છે દેશ માટે લડીશ મારો પહેલો પ્રેમ દેશ પ્રેમ છે અને પછી પ્રિયા તારો પ્રેમ છે હા હું તને પૂરો વફાદાર છું તો ક્યારેય મારા પ્રેમ પર શક ના કરતી. જીવીશ કે મરીશ તો પણ તારા પ્રેમને યાદ કરીને દિલમાં સમાવીને પરંતુ હંમેશા સરહદ પર લડતા જ રહીશ પછી અંધારી રાત હોય કે અજવાળી રાત મારે માટે દેશપ્રેમ એ જ પ્રથમ લક્ષ્ય...
દેશપ્રેમની પરાકાષ્ઠા અને મારા પ્રેમની પરાકાષ્ઠા વાંચીને ખૂબ જ આનંદ થયો તમારા આગળના પત્રની રાહ જોઇશ.
લિ.
તમારી પ્રિયા .
વધુ આગળ પાત્ર/4