માતૃત્વ - 2 Monika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વ - 2

શિવાની પિયરમાં પહોચતાં જ શિવને ફોન કર્યો તો શિવનો ફોન બંધ. શિવાનીને સમજાઈ ગયું હતું કે હવે આ બધાં મારી સાથે વાત નહિ કરે. તેણે તેમ છતાં શિવને ૩ ૪ દિવસ વાત કરવા ફોન કર્યા. સાસરીમાંથી કોઈએ શિવાનીની તબિયત પૂછી નહિ. પરિવારની સ્ત્રીઓમાં સાસુ અને નણંદો હોવા છતાં કોઈએ ફોન ન કર્યો. સિઝરની તારીખ તથા દવાખાનું નક્કી થઈ ગયું હતું.

શિવાની એ શિવને ફોન કર્યો કે,તમે બાળકનું મોઢું જોવાતો આવશોને? ત્યારે શિવએ કહ્યુકે ,” હું આવીશ પણ તું મારા પપ્પાને ફોન કરી માફી માંગી મને એ કોલ રેકોર્ડીંગ મોકલીશ તો આવીશ.” શિવાની શિવના સ્વભાવને જાણતી હતી કે,”તેને બાળક માટે ખુબ જ પ્રેમ છે. પણ હાલ તે આ સમજી શકે તેમ નથી.” શિવાનીએ બધું જતું કરી સસરાની માફી માંગી અને રીવાજ મુજબ ગળથુંથી નાના નાની કે પછી પિયરના કોઈ વ્યક્તિ પીવડાવે પણ સાસરી પક્ષની ઈચ્છા એમ હતી કે, “ગળથુંથી તો શિવાનીની સાસુ જ પીવડાવે.” 

શિવાનીની ઈચ્છા તો ક્યાય મહત્વની હતી જ નહિ. શિવાનીએ વધુ ઝઘડાં ન થાય તે માટે તે વાતને માન આપી તેના પિયરમાં મનામણા કર્યા. અંતે ડીલીવરીના દિવસે બધાં આવશે તેવું નક્કી થયું.

શિવાનીને ત્યાં લક્ષ્મીજીનો જન્મ થયો. ફૂલની પાંખડી જેવી નાજુક અને રૂના પૂમડા જેવું શરીર.

ડોકટરે જન્મ બાદ પહેલા શિવના હાથમાં મૂકી તે દિવસે બાપ અને દીકરીનો પ્રથમ નજરનો પ્રેમ. દીકરીએ જન્મતાંની ૯સેકન્ડમાં શિવના હાથમાં આંખ ખોલી. ત્યાં ઉભેલા સૌ ખુશ હતા પણ સાસુ રડતાં હતાં કે મારે ચાર હતી અને આને પણ પહેલી દીકરી જ આવી. અમારે દીકરીવાળું ઘર. અંતે સ્નેહીજનોએ મન મનાવ્યું અને ગલથુથીનો રિવાજ પૂર્ણ કર્યો.

શિવાની ભાનમાં આવે તે પહેલા આ બધા રિવાજ તો પૂર્ણ થઇ ગયા હતા. શિવાની ભાનમાં આવી ત્યારે શિવે તેના હાથમાં પુત્રી આપી. શિવાનીએ તેનું મસ્તક ચુંમી તેને પગે લાગી. મનમાં નક્કી કર્યું કે,” આજ પછી તું મારી જવાબદારી હું પૂર્ણ નિષ્ઠાથી તારી સેવા કરીશ અને તને ખુશ રાખીશ. સંતાનના સ્વરૂપમાં મારા ધાર્યા કરતાં ઘણું સારું આપ્યું છે ભગવાને. તું ઈશ્વરનું વરદાન છે.”

શિવ-શિવાનીનું અંશ રૂપ-રૂપનો અંબાર હતું. કાળા ભમ્મર વાળ, ગુલાબી હોઠ, નમણી આંખ, ગોરો રંગ જાણે ભગવાને સ્ત્રીસહજ સુંદરતાની બધી જ ઈચ્છા પૂરી કરી નાખી.

શિવાનીના મમ્મી બધા મહેમાનને લઈને ઘરે ગયા અને બધાને જમાડ્યા. સાસરીવાળા તો ઉતાવળે આવ્યા હોવાથી તરતજ પરત રવાના થયા. શિવને શિવાનીના સાસુ સસરાનો રોકાવાનો આદેશ હોવાથી એ રોકાયા. શિવાનીને જે પણ ખવડાવતાં પીવડાવતાંએ બધું જ સાસરીવાળા શિવને પૂછતાં અને એમની ઈચ્છા મુજબ ના હોય તો શિવને કહેતાં કે, એ વસ્તુ ના અપાય. શિવ પણ તરત અકળાઈ જતો અને શિવાનીને કહેતો કે, “ બધાં તને ગમે તે ખવડાવે છે.” “ કોઈ સરખું ધ્યાન નથી રાખતાં”. શિવાની તો ના શિવને કઈ કહી શકે ના એના માતા-પિતાને.

મનમાં અંદર દુઃખી થયા કરે કે, “  માતા પિતાને નીચા દેખાડવાના અને પોતાની જાતને સારા બતાવા માટે સાસરી વાળા કશું જ બાકી નહિ રાખે. પરંતુ સમય સમયને માન છે એમ ત્યારે શિવાનીએ જેમતેમ કરી હોસ્પીટલના દિવસો કાઢી નાખ્યા.

શિવાનીને દીકરીને લઈને ઘરે જવાનો દિવસ આવ્યો તે ખુબ જ ખુશ હતી. નાની પરી જેવી દીકરી કેવી સુવે? કેવી જાગે? કેવી રમે? કેવી ખુશ થાય બધું જ નિરીક્ષણ તે કરતી.

ઘરે ગયાં એટલે શિવાનીના પપ્પાએ તો કંકુની થાળી ભરી રાખી હતી. કંકુ પગલાં કર્યા. છઠ્ઠીનો દિવસ આવ્યો પરંતુ સાસરીમાંથી તો કોઈને બોલવાના હતાં નહિ કારણકે તે જન્મના દિવસે જ કહીને ગયાં હતા કે,“અમે  છઠ્ઠીમાં તો નહિ આવીએ.“ જ્ઞાતિના પાડોશીને બોલાવીને રિવાજ પૂર્ણ કર્યા. શિવાની એટલી ડરતી કે વિધિના ફોટો મોકલતાં પણ મૂંઝાતી મનમાં એમ થયા કરે કે,”  વળી આમાંય કંઇક ભૂલ કાઢશે અને પાછું શિવને ઓછું આવશે. નામકરણનો સમય થયો એટલે શિવને બેનો હોવા છતાં દાદાએ કીધુંકે,” નામ હું પાડીશ.” શિવાનીની ઈચ્છા અલગ નામ રાખવાની હતી પણ ગમે તે રીતે બોલીને ઝઘડીને નામ તો એજ પડાવ્યું જે દાદા ઈચ્છતા હતા.

શિવ-શિવાનીએ પછી દાદાની પસંદગીનું નામ સ્વીકાર્ય રાખ્યું હતું. ૧૧ માં દિવસે લાડવા લઈને આવવાનું હોય માટે શિવાનીના માતા પિતાએ ફોન કર્યો કે ,” લાડવા લઈને આવજો અને મેહમાનને લેતાં આવજો શૈલને આશિર્વાદ આપવા. પરંતુ દાદા અને બા તો એકલા આવ્યાં. કોઈ સાસરીના વડીલ કે કાકીજી ફોઈજી સાથે નહિ. શિવાનીને અજીબ લાગ્યું પરંતુ તેણે તે સમયે સ્વીકારી લીધુકે દુર છે તો બધાં આવ્યા નહી હોય. તે જ્યારે વતન જશે ત્યારે બધાં આવશે જ ને. દાદાએ શૈલને પહેલી વાર જોઈ. તેને એફ.ડી. કરાવી આપી અને બધાં હરખથી વિદાય થયાં.

સમયને જતાં ક્યાં વાર લાગે છે એમ દિવસો પસાર થતાં ગયાં. શિવાનીને સવા મહિને તેડું કરવાનો સમય આવ્યો પણ કોઈએ ફોન કરી એમ કીધું નહી કે, “તને તેડી જઈએ.”

કોઈ શૈલને રમાડવા પણ આવતું નહિ. પણ શિવાનીને એમ કે, “હું નોકરી કરીશ ત્યારે એમને સાથે રેવાનું જ છે ભલેને ન આવ્યા. ૩ મહિના થવા આવ્યા પણ તોય તેડું કરવા ન આવ્યા. ૫માં મહિને તો શિવાનીને નોકરીમાં જવાનું હતું એટલે ત્યાં જતું રેવાનું હતું તો પછી જીયાણું તો ક્યારે કરશે?. આટલી દીકરી વાળું ઘર હોવા છતાંય પેટનું પાણી ના હલ્લે એ તો ખરાબ લાગતું. શિવાની જીવ બાળ્યા કરતી પણ કે કોને? એના માં-બાપ પણ મૂંઝાય કે સામેથી કેમ મોકલવી અને પૂછવું ય કેમ?

અંતે ૩ મહિના પૂરા થવાને ૨ દિવસ બાકી હતાં ત્યાં નજીકમાં દુરના કાકાજીનું ઘર હતું ત્યાં તેડું કરાવીને વિધી પૂરી કરી. શિવાનીથી રહેવાયું નહિ એટલે શિવને આ ફોટો મોકલ્યા અને વાત કરવા ફોન કર્યો કે,” તમારા મમ્મી પપ્પાએ મને કેમ બોલાવી નહિ? અને મારે ત્યાં આવવાનું છે ખરું?” ત્યારે શિવે કીધુંકે,” હું ઘરે તને તેડવા આવે એમ ના કહું. તારે કહેવું હોય તો કે. તને એમનો સ્વભાવ ખબર જ છે.”

અંતે ખુબ કહેતાં શિવએ ફોન કર્યોતો સસરાએ એમ કીધું કે,” શિવાનીને કહેજે કે, પોતાના ઘરમાં કોઈ તેડાં ના હોય, કોઈ આવશે નહિ. શિવાનીને ખુબ ખરાબ લાગ્યું. ઘણી રડી. આવા ઘરમાં પાછળ શું થશે એ ચિંતા થવા લાગી. શિવાનીની કોઈ ઈચ્છાને માન નહિ.

અહિયાં પિયરમાં માં-બાપ વાટ જોઇને બેઠાં હતાં કે, “શિવાનીને લેવા આવે અને અમે જીયાણું ભરીએ.”  શિવાનીએ માં-બાપને કઈ કીધા વગર વચલો રસ્તો કરવા શિવને મનાવ્યાં કે મને તેડી જાવ, આપણા કુટુંબવાળા શૈલને રમાડે. શિવતો ૧૧ દિવસ માટે તેડવા આવ્યાં. સાસુ બસમાં બેસીને શિવાની પાસે આવવા તૈયાર ન હતાં એટલે  નોકરીના સ્થળેથી નોકરી પૂરી કરી શિવ સાસુને લેવા ૩૦૦ કિમી દુર વતન ગયા અને ત્યાંથી પછી ૨૫૦ કિમી દુર શિવાની પાસે આવ્યાં આમ ૫૫૦ ૬૦૦ કિમીની મુસાફરી કરી તેડવા આવ્યાં અને પાછા શિવાની અને શૈલને લઈને વતન ગયાં.

શિવાનીને શિવના પ્રેમથી કોઈ ફરિયાદ હતી જ નહિ. હંમેશા બધું જ કરી છુટતા. એક પતિ કરતાં વધુ પ્રેમી હતાં.  તેમના પરિવાર પ્રત્યે વધુ લગાવ હોવાથી તેમનું આંધળું અનુકરણ કરી ઘણી વાર શિવાનીને દુઃખી કરી દેતાં પરંતુ શિવાની માટે સબંધ સાચવવાનું એક માત્ર કારણ શિવનો શિવાની માટેનો પ્રેમ હતો. સસરા અને સાસુના દરેક વણજોતાં વર્તનને માફ કરી શિવાનીએ વતન ગઈ. પહોચતાં પહોચતાં રાત થઇ ગઈ. શિવાનીનું સ્વાગત ભાવભર્યું થયું.

શિવાની અને શિવ પોતાના ઘરમાં શૈલને લાવીને ખુબ ખુશ હતા. શિવાની સવારે જાગી તેના સાસુને પૂછ્યું," બા, આજ તો બધાં શૈલને રમાડવા આવશે ને?  સાસુએ કીધું કે," આપણે તો કોઈને કીધું નથી." શિવાની ત્યાં ૧૦ દિવસ રોકાઈ પણ રોજ એક જ વાતાવરણ સવારે જાગવાનું.

ભાણેજરૂ આવે રમે એમની માટે જમવાનું બનાવવાનું અને ઘરકામ કરી ઘડીક આરામ કરવાનો. રાત્રે રસોઈ કરી બધાને જમાડીને સુઈ જવાનું. કોઈ કુટુંબીજનો મળવા આવ્યા નહિ ખબર નહિ કોઈને બોલાવ્યા જ નહિ હોય કે પછી શું હશે એ. શિવાની કઈ સમજી ના શકી કે આટલું મોટું કુટુંબ છે પણ કોઈ મળવા કેમ નથી આવતું.?

સમય પૂરો થતાં શિવાનીને તેડવા તેના પિતા આવ્યા અને તેઓ પિયર ગયાં અને સમયને જતાં ક્યાં વાર લાગે છે એમ શિવાનીની માતૃત્વ રજાઓ પૂરી થઇ અને નોકરીએ જવાનો સમય આવ્યો. શિવાનીને કુદરતી લગાવ હતો શૈલ સાથે. તે એને ખુબ જ સાચવતી. દીકરીને સાચવવા માટેના સપના પણ ખુબ વિશેષ હતાં. ૫.૫ મહિના ની શૈલને લઈને શિવાની કર્મભૂમિમાં પહોંચી. પણ ૫.૫ મહિનાની શૈલને સાચવવા વાળું કોણ????? એ પ્રશ્ન પાછો ઉદ્ભભવ્યો........