Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-78


(આયાન જાગતી આંખે સપનું જોવે છે કે તે કિઆરાને એલ્વિસ વિરુદ્ધ ભડકાવે છે.પછી તે કિઆરાને કહે છે કે તે અહીં માત્ર અહાના માટે આવ્યો છે.તે તેની સાથે વાત કરીને તેની માફી માંગવા ઇચ્છે છે.કિઆરા સિમાને લઈને પોતાના અને એલ્વિસના સંબંધમાં અસુરક્ષિતતા અનુભવે છે.એલ્વિસ તેને સમજાવે છે કે સિમા તેનો ભૂતકાળ હતી.અહીં રિયાન અને સિમાને મળવા અકિરા આવે છે.)

અકિરા સિમાને જોઇ રહી હતી.એલ્વિસની સગાઈને ઘણો સમય થવા આવ્યો હતો.તે છેલ્લા કેટલાય સમયથી સિમાને શોધી રહી હતી.અકિરા અને તેનો ભાઈ સિમાને શોધી રહ્યા હતાં પણ તેમને કોઈ ખાસ સફળતા ના મળી.તો સિમાને શોધવા અકિરાએ પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટરને હાયર કર્યો.તેની પાછળ તેણે ઘણાબધા રૂપિયા ખર્ચ્યા.અંતે તેના ખર્ચેલા રૂપિયા અને ઇન્વેસ્ટીગેટરની મહેનત સફળ થઇ.

તે ઇન્વેસ્ટીગેટરને માહીતી મળી કે સિમા આજકાલ મુંબઇમા જ છે.તેણે મહામહેનતે તેનું એડ્રેસ મેળવ્યું.અકિરાને ગઈકાલે સાંજે જ સિમાનું એડ્રેસ મળ્યું અને આજે સવારે તે અહીં પોતાની જાતે આવતા ના રોકી શકી.તે એક જ નજરે સિમાને જોઈ રહી હતી.

સિમા ખૂબજ સુંદર હતી.પિંક કલરના ફ્લોરલ ડિઝાઈનવાળા ડ્રેસમાં તેની સુંદરતા અને રૂપાળો વાન ખીલીને આવતો હતો.તેના લાંબા વાળ પાર્લરની ટ્રિટમેન્ટના કારણે એકદમ સ્ટ્રેટ હતાં.તેનો ચહેરો એકદમ ચમકદાર હતો,આંખો કાજળ અને મશ્કારાના કારણે વધુ સુંદર લાગતી હતી.હોઠો પર ગુલાબી રંગ લિપસ્ટિકના કારણે હતો કે કુદરતી હતો.તે જાણવામાં અકિરા નિષ્ફળ રહી.

"વાઉ,યુ આર સો બ્યુટીફુલ.તારી આગળ પેલી કિઆરાની સુંદરતા સાવ ઝાંખી પડે.એલ્વિસ કિસ્મતવાળો હતો કે ક્યારેક તું તેની ગર્લફ્રેન્ડ હતી.આજસુધી તેણે કોઈ બીજી યુવતીને પોતાનું હ્રદય કેમ ના આપ્યું તે વાત હવે સમજાઈ.એકવાર જે તારા પ્રેમમાં પડેને તેને બીજું કોઇ જ ના ગમે.એ તો આ કિઆરાએ પોતાના નખરાથી એલ્વિસને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો."અકિરા પોતાની જાતને આ બોલતા ના રોકી શકી.

તેની વાત સાંભળીને રિયાન અને સિમા ખૂબજ ગુસ્સે થયાં.

"તમે કોણ છો?તમને મળવાની હા પાડી તો સીધા મારા બેડરૂમમાં આવી ગયા.તમને મેનર્સ નથી ?હાઉ ડેર યુ મારા બેડરૂમમાં આવીને આવી રીતે મારા વિશે બોલવાની.મને ખોટા વખાણ કરીને પગના તળવા ચાટતા લોકો બેકાર લાગે છે.આઇ હેટ ધેટ કાઇન્ડ ઓફ પીપલ. ગેટ આઉટ.બહારના રૂમમાં જઈને રાહ જોવો."આટલું કહીને સિમાએ તેને જોરથી રૂમની બહાર ધક્કો મારીને ધકેલી.સિમાએ એટલી જોરથી ધક્કો માર્યો કે અકિરા જમીન પર પછડાઈ.આટલું હણહણતું અપમાન તેનું કિઆરા સિવાય કોઇએ નહતું કર્યું.

"આ એલ્વિસની ગર્લફ્રેન્ડ્સ આટલી માથાફરેલી કેમ હોય છે?"તે સ્વગત બોલી.
"સિમા ડાર્લિંગ,તે તો તારા વખાણ કરતી હતી.તે તેને અપમાનિત કેમ કરી?એકવાર તેની વાત તો સાંભળી લેવી હતી?"રિયાને કહ્યું.
"એક તો તેને કપડાં પહેરવાની કે કોઈના ઘરે કેવીરીતે વર્તવાનું તે મેનર્સ નથી અને તું મને મેનર્સ શીખવાડે છે?મારા પતિ સામે તે આટલા અંગપ્રદર્શનવાળા કપડાં પહેરીને આવે તે મને ના ગમે."સિમાએ કહ્યું.

"જેલસી માય લવ,ઓહ આઈ લાઇક ઇટ."
સિમા અને રિયાન બહાર આવ્યાં.

"બોલો,કેમ આવવાનું થયું તમારે?"સિમાએ અકડ સાથે પૂછ્યું.

"સિમામેમ અને રિયાનસર,હું અહીં કિઆરા વિશે વાત કરવા આવી છું.કિઆરા એલ્વિસની ફિયાન્સી જે ખૂબજ બદતમીઝ છે.સિમામેમ,તેણે તમારા પતિની આ હાલત કરી કે તેમને આટલો સમય બેડરેસ્ટ કરવો પડ્યો.તે સાથે તેમનું બધાની સામે અપમાન કર્યું.તમને ગુસ્સો નથી આવતો?તે ખૂબજ મોફાટ અને મારધાડ કરે છે.મારી સાથે પણ કારણ વગર તેણે ઘણીવાર આવું કર્યું છે."અકિરા આટલું કહીને અટકી.

"તો?શું હું કરું?"સિમાએ બેફિકરાઇથી કહ્યું.

"મેમ,આપણે એકસાથે મળીને તે કિઆરાને સબક શીખવાડીએ.એ તમે જ છો જે તે જંગલી બિલ્લીને સીધીદોર કરી શકે એમ છે.કેમકે તમારી આગળ એલ્વિસ પણ લાચાર થઈ જશે." અકિરાએ ધીમેથી કહ્યું.તે બોલી તો ગઈ પણ સિમાના ગુસ્સાવાળા ચહેરાને જોઇને તેને ડર લાગ્યો.બીજી જ ક્ષણે તેનો ડર સાચો પડ્યો.સિમાનો હાથ જોરથી તેના ગાલ પર પડ્યો અને તેણે અકિરાનું બાવળું પકડીને તેને ઘરની બહાર આવેલા ગાર્ડનમાં ફેંકી જ્યાં હમણાં જ માળીએ છોડવાને પાણી પાયુ હતું.જેના કારણે કિચડ થયો હતો અને અકિરાનો તેમા કુદરતી મેકઅપ થયો.

"આજ પછી તારું આ મોઢું મને ના દેખાડતી.બીજી વાત એલ્વિસ સાથે ભલે પ્રેમી પ્રેમિકાનો નહીં પણ દોસ્તી અને જુના પાડોશીનો સંબંધ છે.હું નથી ઇચ્છતી કે તેને તકલીફ પહોંચે.મને આ બદલા કે સબક શીખવવામાં કોઈ રસ નથી.હું મારા જીવનમાં ખૂબજ ખુશ છું.તેમા અાગ લગાવવા નથી માંગતી."આટલું કહી સિમાને એક ફોન આવતા તે પોતાના રૂમમાં જતી રહી.

અકિરા અસહ્ય અપમાનના કારણે ધુંઆપુંઆ થઈ રહી હતી.તેટલાંમાં લંગડાતો લંગડાતો રિયાન લાકડીની મદદથી આવ્યો.તેણે અકિરાને પકડીને ઊભી કરી.આ કરતા તેણે તેના શરીરના અમુક ભાગોનો ઇરાદાપૂર્વક સ્પર્શ કરી લીધો.જે અકિરાના ધ્યાન બહાર ના રહ્યું.રિયાને અકિરાને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને ફોન કરવાનો ઈશારો કરીને અંદર જતો રહ્યો.અકિરાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

અકિરાએ આ તક જતી ના કરી.તેણે ઘરે પહોંચીને તુરંત જ રિયાનને પોતાના પર્સનલ નંબર કે જે માત્ર તેના અંગત મિત્રો અને સગા પાસે જ હતો.તેનાથી મેસેજ કર્યો.અકિરાનો આટલી જલ્દી મેસેજ આવી જશે તે તેણે નહતું ધાર્યું.

તેણે અકિરાને થોડા દિવસ પછી મળવાનું નક્કી કર્યું.થોડા દિવસ પછી તેના પગમાંથી પાટો નીકળી જવાનો હતો.લગભગ એક અઠવાડિયા પછી રિયાનનો પાટો નીકળી ગયો હતો.સિમા દુબઈ પાછા જવા મક્કમ હતી પણ રિયાનની જિદ સામે તેનું કશુંજ ચાલ્યું નહીં.

સિમા ખૂબજ ડરેલી હતી.માંડ શાંત થયેલા જીવનમાં તોફાન આવવાના અણસાર આવી રહ્યા હતાં.તેણે વિચાર્યું કે તે રિયાનને સમજાવીને પાછો લઈ જશે.સિમા રિયાનને એકલો નહતી મુકતી જેથી રિયાનને અકિરાને મળવા જવાની તક નહતી મળતી.

સિમા એક ખાસ કામ માટે દુબઈ ગઈ હતી.રિયાનને તક મળી ગઇ.તેણે અકિરાને ફાઇવસ્ટાર હોટેલમાં મળવા બોલાવ્યો.

અકિરા અને રિયાન રેસ્ટોરન્ટના એક ખૂણાવાળા ટેબલ પર કોઇનું ધ્યાન ના જાય તે રીતે બેસ્યા.

"અકિરા,હું તૈયાર છું તારો સાથ આપવા માટે પણ મારે માત્ર કિઆરા નહીં એલ્વિસથી પણ મતલબ છે.તું તો માત્ર સબક શીખવાડાવાની વાત કરે છેને.હું સબક નહીં પણ તે બંનેને બરબાદ કરવા માંગુ છું.બોલ હવે મારો સાથ આપીશ.માલામાલ કરી દઈશ.એટલા રૂપિયા હશે તારી પાસે કે તું પોતે તારું પ્રોડક્શન હાઉસ ખોલી શકીશ."રિયાને સીધી મુદ્દાની વાત કરી.તેની આ સ્પષ્ટ વાત સાંભળીને અકિરા આશ્ચર્ય પામી.

તે વિચારમાં પડી ગઈ.તે એલ્વિસને એકતરફો પ્રેમ કરતી હતી પણ એલ્વિસ તેનો ક્યારેય નહતો થવાનો.પણ જો એલ્વિસ બરબાદ થઈ જાય અને કિઆરા તેનાથી દૂર થાય તો તે તેનો થઇ શકે એમ હતો.તેણે હકારમાં માથું હલાવ્યું.

"મંજૂર છે.મે કઇંક વિચારીને પણ રાખ્યું છે.તેના માટે આપણે થોડા દિવસો રાહ જોવી પડશે.કેમકે થોડા દિવસો પછી કિઆરાનો ખરાબ સમય શરૂ થવાનો છે."અાટલું બોલી અકિરાએ તેનો પ્લાન રિયાનને જણાવ્યો.જે સાંભળી રિયાનની આંખો પહોળી થઈ ગઇ.

"યુ આર જિનિયસ."રિયાને કહ્યું.

*********

સમય તેની ગતિ પ્રમાણે વિતતો ગયો.અહાનાની કમી કિઆરા,વિન્સેન્ટ,સૌમ્યભાઈ અને સોનલબેનને ખૂબજ ખલતી હતી.વિન્સેન્ટના રૂપમાં એક દિકરો મળવાની ખુશી તે કમીને થોડા ઘણા અંશે દૂર કરી રહી હતી.તે બસ રાહ જોઈ રહ્યા હતા કે કોલેજ શરૂ થાય અને અહાના જલ્દી આવે.

કોલેજનું વેકેશન ખતમ થઈ ગયું હતું અને આજે સોમવાર હતો.
એલ્વિસ છેલ્લા બે અઠવાડિયાથી વિદેશ શુટીંગ માટે ગયેલો હતો.જેના કારણે આજે કિઆરાને કોલેજ ડ્રોપ કરવા વિન્સેન્ટ જઈ રહ્યો હતો.

આમ તો એલ્વિસની વિદેશ ટ્રિપમાં તે હંમેશાં તેની સાથે જતો પણ હવે એલ એકલો નહતો જેના કારણે તેણે વિન્સેન્ટને અહીં જ રહીને કિઆરાનું ધ્યાન રાખવા કહ્યું.

સગાઇ અને લિવ ઈન પછી કોલજ આવવાનો આ પહેલો દિવસ હતો.કિઆરા આજે પહેલી વાર કોલેજ આવતા નર્વસ થઈ ગઈ હતી.તેણે તેની સગાઈ વાળી વાત છુપાવવા માટે તેની સગાઈની વિંટી કાઢી નાખી હતી.

અર્ચિત અને આયાન ગેટ પાસે ઊભા હતાં.અર્ચિતે આ જ કોલેજમાં માસ્ટર ડિગ્રીનું આગળનું ભણવાનું શરૂ કર્યું હતું.તે બંને પણ કિઆરાની સગાઈની વાત છુપાવવામાં તેની મદદ કરવાના હતાં.

આજે તે બધાં જ ખૂબજ ઉત્સાહિત હતાં.બધાની ખુશીનું કારણ અલગ અલગ હતું.કિઆરા એટલે ખુશ હતી કે અહાનાને લાંબા સમય પછી મળાશે.તે સિવાય આ છેલ્લું વર્ષ પતે પછી તે પોતાના આઈ.પી.એસ બનવાના સપના અને એલ્વિસ સાથે લગ્ન કરવાના સપનાને પૂર્ણ કરી શકશે.

વિન્સેન્ટ ખુશ હતો કે અહાનાને મળી શકાશે.આ તમામ દિવસોમાં તેનું સૌમ્યભાઇ અને સોનલબેન સાથેનું બોન્ડ ખૂબજ સરસ થઈ ગયું હતું.તે હવે ધીમેધીમે અહાનાનું દિલ જીતીને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુકવા માંગતો હતો.

અર્ચિત માસ્ટર્સમા એડમિશન માટે તો આયાન ફરીથી કિઆરા સાથે રહેવા મળશે તે માટે ખુશ હતો.આયાન તે લોકોથી દૂર ઊભો હતો.તેણે જાણીજોઈને કિઆરાને અવગણી.તેણે કિઆરા કે વિન્સેન્ટને બોલાવ્યા પણ નહીં.તે કોઈકની રાહ જોઈ રહ્યો હતો.તે કોણ હતું તે કિઆરા અને વિન્સેન્ટ સમજી ના શક્યાં.

બરાબર તે સમયે એક ટેક્સી આવીને ઊભી રહી.જેમાંથી એક યુવતી ઊતરી.બધાની નજર તે તરફ ગઈ.

કિઆરાના કોલેજના છેલ્લા વર્ષમાં શું ધમાકા થશે?
રિયાન અને અકિરાનું એકસાથે આવવું કિઆરા એલ્વિસના જીવનમાં શું વાવાઝોડુ લાવશે?
કોણ આવ્યું હશે આ?

જાણવા વાંચતા રહો.