માઈક્રોફિકશન મેળો - 1 jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઈક્રોફિકશન મેળો - 1

કૂતરો (ડોગી)

જય ખુશ થતો થતો એનાં મિત્ર મેહુલને ત્યાં પહોંચ્યો, નવી જોબ મળ્યાની ખુશી દર્શાવવા પેંડા લઇને. જેવો જઈને બેઠો કે મેહુલનો પાલતુ કૂતરો - નાં કૂતરો નહીં ડોગી "ડોટકોમ" એને સુંઘતો આવી પહોંચ્યો. મેહુલે ઓર્ડર કર્યો ડોટકૉમ
" No " બેસી જા. ડોટકૉમ ચૂપચાપ બેસી ગ્યો. મેહુલ પોતાના કૂતરાની બડાઈ હાંકતાં બોલ્યો , જોયું કેવો ચૂપચાપ બેસી ગ્યો? હું ઉભો થા કહું તો ઉભો થાય ને બેસી જા કહું તો બેસી જાય. "Give me Handshake" એમ કહી મેહુલે હાથ ધર્યો તો ડોટકૉમે પોતાનો પગ એના હાથમાં મુકી દીધો મેહુલે એને સ્પેશ્યલ ડોગ માટનું બિસ્કીટ આપ્યું ને એક પ્લાસ્ટિકનું હાડકા આકરનું રમકડું દુર નાખ્યું, ડોટકૉમ દોડતો ગ્યો ને ત્યાં બેસી એ રમકડાને સાચું હાડકું માની ચાવવા લાગ્યો. મેહુલે કહ્યુ તને ખબર છે ડોટકૉમને ના ભસતાં આવડે છે ના કરડતા.
જયને એનો ઈન્ટરવ્યું યાદ આવી ગ્યો જેમા એને કહેવામાં આવ્યુ હતુ તમારી બધી ક્રિએટિવિટી પર અમારો હકક રહેશે. તમે બ્હાર ક્યાંય કોઈ પ્રકારનું કામ નહીં કરી શકો.
તમે માત્ર ને માત્ર અમારાં માટે અમારી કંપની માટે જ કામ કરશો. જય ક પેઈંટર ને સ્કલ્પચર આર્ટીસ્ટ હતો. કોરાનાકાળમાં બેકાર હતો પણ કલાકાર હતો.એણે તરત ફોન કાઢ્યો ને ડાયલ કર્યો ફોન ઉચકાતા જ સામેથી સવાલ આવ્યો "તો તમે શું નક્કી કર્યુ ? " જયે કહ્યુ હું ડોટકૉમ બનવા નથી માંગતો. ( ડોટકૉમ જાણે એ ગાળ બોલતો એ રીતે બોલ્યો ) સોરી ને કોલ કટ કરી નાખ્યો.


થાંભલો કે પીલર

રોહિત નવો નવો એન્જીનીયર બન્યો હતો ને આજે એનો એની કન્સટ્રકશન સાઈટ પર પહેલો દીવસ હતો. એ ખૂબ જ ખુશ હતો. કન્સટ્રકશન સાઈટ પર દુર એક નાનું ઝૂંપડું હતુ, કદાચ ત્યાં સાઈટ પર કામ કરતા ગોધરિયાનું હશે. એના બાળકો બ્હાર રમતા હતાં. એક 12 થી 14 વર્ષનો છોકરો કાંઇક નોટમાં લખી રહ્યો હતો , ત્યાં જ એક બૂમ આવી મેઈન સાઈટ એન્જીનીયરની "એ ગણેશ પીલરોને પાણી કોણ તારો બાપ પીવડાવશે? " ને એ છોકરો દોડીને આવ્યો ને બિલ્ડિંગના પીલર પર ને એના ભણતર પર ટૉટી વડે પાણી ફેરવવા લાગ્યો.
રોહિતને થયું જેણે આખી મહાભારત લખી એ નામધારી ગણેશ ઝુંપડાનો થાભલો બનશે કે બિલ્ડીંગનો પીલર.


મમતા

એસ જી હાઇવે પર ગોતા બ્રિજ પછી આવેલા હાથી મંદિર ને એનાં પછી આવતી ગામઠી રેસ્ટોરન્ટથી થોડે આગળ એક છોકરી બુકાની બાંધી ઊભી હતી ત્યાં એક એક્ટિવા એની પાસે આવ્યુ ને એને પુછ્યું ક્યાં જવું છે? પેલી છોકરીએ કહ્યું અડાલજ ચોકડી.
એક્ટિવા લઇને આવેલા બહેને એને કહ્યું બેસી જાવ હું એ બાજુ જ જાઉં છું ઉતારી દઈશ.
પેલી છોકરી એક્ટિવા પર બેસી ગઇ.વૈષ્ણોદેવી પહોંચ્યા ને પેલા બહેને એને એનું નામ પુછ્યું એણે કહ્યું મંજરી. મંજરીએ એને લિફ્ટ આપનાર બહેનનું નામ પુછ્યું બહેને નામ કહેવાને બદલે મંજરીને કહ્યું તું કેમ ત્યાં ઊભી હતી કોઈની રાહ જોતી હતી? મંજરી એ કહ્યું હું તો ત્યાં એટલે ઊભી હતી કારણકે ત્યાં કેટલીક સ્ત્રીઓ પણ બેઠી હતી એટલે હું ત્યાં મારી જાતને સેફ સમજતી હતી.પેલા બહેને એને કહ્યું હવે પછી તું જયાં ઊભી હતીને ત્યાં ન ઊભી રહેતી. એ ધંધો કરવાવાળી સ્ત્રીઓની જગ્યા છે. ત્યાં કોટની પાછળ ઝાડીમાં ધંધો ચાલે છે. મંજરી એણે જોયેલા દ્રશ્યનો તાળો મેળવવા લાગી ને કહ્યું હા હું ત્યાં ઊભી હતી તો ત્યાં બુકાનીધારી બહેનો પણ હતી જે થોડી થોડીવારે ત્યાં આવતાં પુરુષો સાથે કાંઇક વાત કરતી ને પછી કોટની પાછળ ખેતરમાં જતી ને 10 15 મિનિટમાં પાછી બ્હાર આવી ને બેસી જતી. હવે સમજાયું.
ત્યાં અડાલજ ચોકડી આવી ગઇ.
પેલા બહેને એને અડાલજ ચોકડી ઉતારી ને કહ્યું હવે કદી ત્યાં ઊભી નાં રહેતી ને એક્ટિવાને વળાવ્યું. મેઘા હજી વિચારોમાં હતી કે એ કેવી જગ્યા પર ઊભી હતી. ત્યાં એસ ટી બસનાં હોર્નથી મેઘાના વિચારો તૂટ્યા. મેઘાએ એને થેન્ક્સ કહેવા બૂમ પાડવા મોઢું ખોલ્યું પણ એને નામ જ ખબર ન્હોતી એક્ટિવા પર ખાલી નામ લખ્યા હતા પ્રેમ, ખુશ્બુ. એ કાંઇ બીજુ બોલવા જાય ત્યાં તો એ બહેન ફુલ સ્પીડમાં ત્યાંથી નીકળી ગયા જે દિશામાંથી આવ્યાં હતાં એ જ દિશામાં પાછા.

દસ મિનીટ પછી એક એક્ટિવા ગામઠીથી છારોડી જવાના રસ્તે એ ખેતર પાસે આવીને રોકાયું જેની આગળ લખ્યું હતું મમતા ને પાછળ લખ્યું હતુ પ્રેમ,ખુશ્બુ.


Happy Good Morning

બેડ પર પડેલા અક્ષયના ચેહરા પર સૂર્યનો તડકો આવ્યો ને એવાજ તડકા જેવો ઝાળ લાગે એવો અવાજ પણ કાને પડ્યો, "ઉઠ હવે કેટલું ઊંઘીશ? અમે તારી જેમ નવરા નથી. અક્ષયે કહ્યુ "આજે રવિવાર છે સુવા દે ને. ત્યાં પાછો અવાજ આવ્યો રવિવાર છે તો શું થયું? ઉઠ ને ચા પી લે એટલે એક કામ પતે. અક્ષય ઉઠ્યો ને વોશરૂમમાં ગ્યો ત્યાં આવાજ આવ્યો "કેટલીવાર કરે છે ઝટ બ્હાર આવ સુઈ ગ્યો કે શુ?"
બ્હાર આવીને અક્ષયે છાપું લીધુ ને હજી વાંચવાનું શરુ કરે ત્યાં પાછો એ જ કર્કશ આવાજ આવ્યો, "બીજુ કાંઇ કામકાજ છે કે નઇ? સવાર સવારમાં છાપું લઇને બેસી ગ્યો. આ દેશ દુનિયાના સમાચાર કરતાં ઘરનાં સમાચારમાં ધ્યાન આપ. આજે ગ્રોસરી લેવા જવાનું છે. તેલ ખલાસ થઈ ગ્યું છે, ચા ખાંડ પણ ને મારા પેડ પણ લેતો આવજે. આટલું બોલાતા બોલતા એની સામે ટ્રે આવી ચાના કપ ને નાસ્તા સાથે ને છાપું અક્ષયના હાથમાંથી ઝુટવાઇ ગયું.અક્ષયે કહ્યું અરે વાંચવા તો દે. ને હજી ચાનો કપ ઉપાડે ત્યાં પેલા અવાજમાં કમ્પલેન શરૂ થઈ. તને ખબર છે કાલે મમ્મી મને કેટલું બોલ્યા મારો કોઈ વાંક ન્હોતો તોય બોલ્યા હુ હવે વધારે સમય આ ઘરમાં નહીં રહું તેં ઘર શોધ્યું? મુન્ની બેહેન પણ આજકાલ આવ્યા છે. મુન્ની આવી છે ક્યારે ?અક્ષયે ખુશ થતાં પુછ્યું. કાલે જ આવ્યાં પણ તુ તો રખડીને મોડો આવે એટલે તને થોડી ખબર હોય? ઘરમાં તારું કોઈ ધ્યાન જ ક્યાં છે ? ને આવ્યાં ત્યારથી એમની પણ કચકચ શરૂ થઈ ગઇ છે. ભાભી આજે આ બનાવો ને કાલે તે બનાવો ને ઘરમાં થોડી સાફ સફાઇ કરી નાખીએ. એક પછી એક ફરિયાદો ચાલુ થઈ. અક્ષય ચૂપચાપ સાંભળતો હતો ત્યાં પાછા કર્કશ અવાજમાં કહ્યુ હવે આ બધુ ચૂપચાપ સાંભળ્યા કરશો કે ચા પણ પીશો ઠંડી થઈ જશે એટલે પાછી ગરમ કરવા મોકલશો, જાણે અમે તો નવરા જ હોઇએ. અક્ષયે કચકચ સાંભળતા સાંભળતા કપ ઉપાડ્યો ને ટ્રે જોઇ હસ્યો. એ હાસ્યમાં એક કટાક્ષ હતો.
ટ્રે પર લખ્યું હતુ
હેપી ગુડ મોર્નિંગ.


ધર્મ

રામનવમીનાં જુલુસ પર થયેલા પથથરમારા બાદ આખા પઁથકમા આગચંપીનો માહોલ હતો. ટોળાઓએ એકબીજાના ઘરો દુકાનોને ને પોતાને નુકસાન પહોચાડ્યું હતુ. દરેક ગામમાં મુસ્લિમોના ઘરોને બાળવામાં આવ્યાં ને એમને મારવામાં આવ્યાં. રાત્રે હથિયારો સાથે બધા પોતપોતાના વિસ્તારોમાં ચોકી કરતાં. આવા માહોલમાં એક વેનમા 2-3 સ્ત્રીઓ ચાર પાંચ બાળકો ને 2 પુરુષો ડરેલાં ડરેલાં ક્યાંક જઇ રહ્યાં હતાં. સુમસામ રસ્તા પર ગાડી જઇ રહી હતી. થોડે દુર ગામ હતુ ને ત્યાં આગ સળગતી હતી.ટોળું હતું , કઈ કોમનું હતુ ખબર ન્હોતી પડતી.ગાડી પાછી લેવાનો કોઈ મતલબ ન્હોતો. ગાડી ત્યાં પહોંચી અંદર બેઠેલા બધાના ચહેરા પર ભય દેખાતો હતો.ટોળું ગાડીને ઘેરી વળ્યું. એક જણે ગાડીમાં જોઇ કહ્યું હિન્દૂ છે જવા દો. ગાડીમાં બેઠેલી સ્ત્રીઓએ માથે ચાંલ્લો કર્યો હતો ને સાડી પહેરી હતી.ત્યાં અવાજ આવ્યો ને કહ્યું ગાયત્રી મંત્ર બોલવાનું કહે. આ સાંભળતા વેત ડ્રાયવર ગાયત્રીમંત્ર બોલવા લાગ્યો. ફરી એ જ અવાજ આવ્યો, હનુમાન ચાલીસા બોલવાનું કહો. એક નાંનો છોકરો હનુમાન ચાલીસા બોલવા લાગ્યો...જય હનુમાન જ્ઞાન ગુણ સાગર...... કડકડાટ એ છોકરો હનુમાન ચાલીસા બોલી ગ્યો. પેલો કડક આવાજ પાછો આવ્યો " જવાદો " ને ટોળું હટી ગ્યું ગાડીમાં બેઠેલા બધાએ રાહતનો શ્વાસ લીધો ત્યાંજ ગાડીમાં બેઠેલી એક સ્ત્રી બોલી " યા અલ્લાહ રહેમ તેરા" ને ટોળામાંનાં ધર્મેન્દ્રએ એ સાંભળ્યું એ ઉભો રહી ગ્યો ગાડી તરફ ફર્યો એનાં હાથમાં તલવાર હતી. ગાડીની આગળ બેઠેલા બધાને ધર્મેન્દ્રનાં રૂપમાં સામે મોત આવતું દેખાતું હતુ. ધર્મેન્દ્ર નજીક આવયો એણે પેલા છોકરાંને પુછ્યું બેટા હનુમાન ચાલીસા કોણે શીખવાડી? છોકરો નિર્દોષતા સાથે બોલ્યો મારા બાપુએ મને તો ગીતાના શ્લોક પણ આવડે છે સંભળાવું? ધર્મેન્દ્રએ તલવાર ઉંચી કરી બધાની આંખો ફાટી ગઇ ત્યાંજ એનાં ચહેરા પર એક સ્માઈલ આવી ને એણે તલવાર ફેરવતાં કહ્યું જવા દો જલદી જવા દો.