trust books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ

નાના એવા કાઠિયાવાડી ગામડાં માથી કલ્પેશ વધુ રોજગાર માટે ભાવનગર જાય છે. એક વર્ષમાં એ તનતોડ મહેનતની ભાવનગર મા પોતાનું ઘર વસાવી લે છે.


ધીમે ધીમે સમય પસાર થઈ જાય છે, હવે તો કલ્પેશ નો સુખી પરિવાર પણ થઈ જાય છે. નયના જેવી પ્રેમાળ પત્ની, ભણવા મા હોશિયાર એવી તેની દિકરી નંદિની અને બધા ને મોહી લે એવો નાનો દિકરો રાહુલ આમ આ ખુશી પરિવાર હતું.


હવે જેમ જેમ દિવસો જતા જાય છે, તેમ તેમ નંદિની અને રાહુલ મોટા થતા જાય છે. બીજી બાજુ એક દિકરી ના પિતા હોવાથી કલ્પેશ ભાઈ ને દિકરી ની ચિંતા થવા લાગે છે. જેમ જેમ નંદિની એક પછી એક ધોરણ આગળ વધતી જાય, તેમ તેમ કલ્પેશ ભાઈ તેના પર રોક લગાવતા જાય છે. નંદિની બહાર જાય કે પછી તેની સહેલી જોડે બહાર રમતો રમવા જાય એના પર કલ્પેશ ભાઈ પિતા તરીકે કડક થઈ રોક લગાવી દીધી અને તેને કામ ખાતર અથવા નયના બેન જોડે જ બહાર જવા દેતા.આ તો હજુ શરૂઆત હતી, તે પછી તો કલ્પેશ ભાઈ નંદિની ની સ્કૂલ એ જઈ નંદિની ને ભણાવવા આવતા બધા સર અને પ્રિન્સિપાલ સર સહિત બધા ને કહ્યું, નંદિની પર પૂરેપૂરૂ ધ્યાન રાખજો એ કોઈ છોકરા જોડે વાતચીત ના કરે, તેની બધી સહેલી કેવી છે બગડેલી કે સારી..... એ બધી વાત ની જાણ મને કરજો.


આમ નંદિની ને ઘરે થી પણ ક્યાંય બહાર ના જવા દેતા અને સ્કૂલ મા પણ તેના પર કડકાઈ રહેતી. તેની કેટલીક સહેલી તો આ બધુ જોઈ નંદિની ને બગડેલી સમજીને તેની જોડે વાતો પણ કરતી બંધ થઈ ગઈ હતી. પણ જેમ જેમ દસમાં ધોરણ સુધી પહોંચી ત્યા તો એક છોકરી ના પિતા તરીકે કલ્પેશ ભાઈ એ તેના પર બધીજ રોક લગાવી દીધી હતી તેને ભણવા માટે નુ કહેવામાં આવતું હતું. હવે સમજણી થતી નંદિની ને જીવન એક જેલ જેવુ લાગવા માંડે છે.


ઘરમાં એને ક્યારેય બહાર ન જવા દેવામાં આવતું, વેકેશન મા પણ કોઈ સગા-સંબંધી ના ઘરે ન જવા દેવાતી. પછી દસમાં ધોરણ નુ પરિણામ આવે છે જેમાં નંદિની જીલ્લામાં પ્રથમ આવે છે. કલ્પેશ ભાઈ ની ખૂશી નો પાર નથી રહેતો, એ તો મનમાં એમ જ વિચારે છે આ પોતે લગાવેલ રોક નુ પરિણામ છે. પણ નંદિની એટલી બધી ખુશ નહોતી.


પછી નંદિની 11-12 સાયન્સ (વિજ્ઞાાન પ્રવાહમાં) મા ભણવાની ઇચ્છા કલ્પેશ ભાઈ ને જણાવે છે. તેથી કલ્પેશ ભાઈ તેની આ ઇચ્છા થી ખુશ થઈ તેને ભણવા માટે મંજૂરી આપે છે અને તેને એક મોબાઇલ ફોન લઈ દે છે જેથી તેમાંથી તે નવુ નવુ જાણે અને શીખી શકે. નંદિની એક દિવસ બીજા મિત્રો ની વાત સાંભળી મોબાઇલ મા ફેસબુક શરૂ કરે છે. કલ્પેશ ભાઈ ને આ જાણ થતાં તેમણે નંદિની ને ગાલ પર થપ્પડ મારી તેના પર ખૂબજ ગુસ્સે થયા. પછીથી એ રોજ મોબાઇલ ચેક કરવા લાગ્યા અને કામ સિવાય તેને મોબાઇલ ન આપતાં હતાં.


જેમ જેમ નંદિની 12 પુરૂ કર્યું એનુ પરિણામ પણ ખુબ સુંદર આવ્યુ. પણ બીજી બાજુ નંદિની ને તેના રોજના જીવન થી રસ ઉડવા લાગ્યો. એ ઘર ની બહાર ના જઈ શકે, સગા સંબંધીઓ ના ઘરે એકલા ના જઈ શકે, મોબાઈલ માં કોઈ સોશિયલ મીડિયા ન વાપરી શકે જેથી કોઈ મિત્રો જોડે વાતચીત પણ ના કરી શકે, પછી તો મોબાઇલ પણ તેને વાપરવો ના ગમતો. અને તે મનમાં ને મનમાં દુ:ખી થતી જીવનમાં એકલાપણું લાગતું અને કલ્પેશ ભાઈ ને કાઈ કહી શકતી નહોતી અને કહે તો પણ કલ્પેશ ભાઈ સાંભળે નહીં.


આ પરથી કહી શકાય કેટલીય એવી છોકરી કે છોકરા હશે જેને માતા પિતા તરફથી દબાણ આપવામાં આવતુ હોય છે. આવું કાઈ જેલ જેવુ જીવન હોય, તો પછી એક કેદી મા અને આવું જીવન જીવનાર મા શો ફરક??


કોઈ એમ નથી કહેતું કે મા-બાપ ને તેના બાળકો પર રોક ના લગાવવી જોઈએ, તમે મા-બાપ છો તમને તમારા બાળક ની ચિંતા થાય અને થવી પણ જોઈએ એ સ્વાભાવિક છે પણ તેના પર એટલી બધી રોક ના લગાવો કે જેથી તમારા જ બાળક તમને ખોટાં સમજવા લાગે અને તમને કોઈ વાત કહેવા માટે ડરવા લાગે.


સામે બાળકો એ પણ જો થોડી છુંટ મળે તો એનો ગેરલાભ ના લેવો જોઈએ, અને બાળકો એ પોતાની બધી વાતો એક મિત્ર ને પછી પહેલાં તેના સાચા મિત્ર એવા પોતાના મમ્મી - પપ્પા ને વગર સંકોચે કહેવું જોઈએ અને મમ્મી પપ્પા એ પણ તેના બાળકો સાથે મિત્ર તરીકે રોજ થોડો સમય પસાર કરવો જોઈએ.


અને ઊપર ની સ્ટોરી પરથી અમુક સવાલ તો દરેક ને થવા જોઈએ કે,

1).કલ્પેશ ભાઈ નંદિની ઉપર આટલી બધી રોક લગાવી તો શું કલ્પેશ ભાઈ ને પોતાની દિકરી પર વિશ્વાસ નઈ હોય....???

2).શું કલ્પેશ ભાઈ ને પોતે દિકરી ને આપેલા સંસ્કાર જે તેણે ખુદ પોતે તેની દિકરી ને આપ્યા તે સંસ્કાર પર પણ વિશ્વાસ નહીં હોય.........???

3). નંદિની ને તેના પિતાની કડકાઈ થી જીવન જેલ જેવુ લાગતું અને તેના પિતા ને ખોટાં સમજતી, તો શું નંદિની ને તેના પિતા પર એટલો વિશ્વાસ નઈ હોય કે તેના પિતા જે કરે એ તેના માટે તેના સારા માટે કરે છે........???


બીજા રસપ્રદ વિકલ્પો