અજાણી રાત - ભાગ - 1 Nihar Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણી રાત - ભાગ - 1

લેખક :- નિહાર પ્રજાપતિ


વાચક મિત્રો આપ સૌ મજામા હશો.હું નિહાર પ્રજાપતિ મારી ધોરણ 10 ની પરીક્ષા હોવાના કારણે હું તમારા સૌથી લગભગ ચાર મહીના પછી મળી રહ્યો છું.મારા પેપર બહું જ સારા ગયા છે.

જીવનની આ સુંદર સફરમાં તમારા સૌનો સાથ સ્નેહ અને આશીર્વાદ સદાય ઝંખુ છું.વેકેશનના થોડાક સમયનો સદુપયોગ કરીને તમારા માટે એક રોમાચંક વાર્તા લઈને હું તમારી સામે ઉપસ્થિત થયો છું.

અગાઉના જેમ આ વાર્તાને પણ વાચીને તમારો પ્રતિભાવ ચોક્કસ આપશો.લેખનના ક્ષેત્રમાં હજી પા પા પગલી ભરુ છું.ભુલો રહેવી સ્વભાવિક છે.ભુલો હોય તો મારું માર્ગદર્શન પણ કરશો.

સાથે સાથે મારા જેવા નવા લેખક રસીકો માટે આટલું સરસ પ્લેટફોર્મ પુરું પાડવા માટે "પ્રતિલીપી"નો પણ ખુબ ખુબ આભારી છું.

હવે વધારે સમયના લેતા કલ્પનાની દુનિયામાં ચાલો મારા સાથે એક રોમાચંક સફરમાં નવી જ કથા સાથે.

******************************************
વાર્તા :-

એલાર્મનો મીઠો ધ્વની કાનમાં પડતા જ મારી આંખ ખુલી ગઈ. મોબાઇલમાં જોયું તો સવારનાં 6:00 વાગ્યા હતા.મારા રૂમમાં પૂર્વ તરફ પડતી બારીમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો.સવાર થતા જ સમ્રગ પ્રકૃતિ જાણે સજીવન થઈ જાય છે.પક્ષીઓ પણ પોતાના માળા છોડીને આકાશમાં વિહારવા લાગ્યા છે.બારીમાંથી પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય દેખાઈ રહ્યું હતું ...એટલા માં જ મમ્મીનો અવાજ આવ્યો.બેટા નાસ્તો તૈયાર છે જલ્દી તૈયાર થઈને આવી જા.

હા ચાલો હું જલદીમાં જ મારો પરિચય આપી દઉં.મારું નામ અંકિત પ્રજાપતિ છે.મારી ફેમીલીમાં મારા મમ્મી-પપ્પા,નાની બહેન અને હું આમ ટોટલ ચાર વ્યકિતનો નાનું ફેમીલી છે.આમ તો હું મહેસાણાનો છું.પણ રાજકોટમાં નોકરી લાગી હોવાથી અમે બધાં રાજકોટ રહેવા આવી ગયા હતા.હજુ રાજકોટ આવીને મારી નોકરીના માત્ર ત્રણ દિવસ જ થયા હતા. રાજકોટમાં તાત્કાલિક ઘર ન મળ્યું હોવાથી અમે પાસેના ગામડામાં રહેવા ગયા હતા.મારે દિવસનાં સવારના 9 થી રાતના 8 કે 8:30 સુધીની નોકરીનો સમય હતો.કામનો બોજો વધારે હોવાને કારણે ઘણીવાર ઓવર ટાઈમ પણ કરવો પડતો હતો.તેથી કેટલીક વખતે મોડું પણ થતું હતું.

આજે પણ એવું જ બન્યું ઓફિસમાં કામ વધારે હોવાને કારણે અને ઓવર ટાઈમને કારણે આ દિવસે થોડુક મોડું થાય તેમ હતું.ત્યાં તો પટાવાળાએ કહ્યું કે અંકિતભાઈ આજે તો તમે ઓફિસમાં સુઈ જાઓ તો સારુ.આમ પણ આવતી કાલે રવિવાર છે મે હું કહ્યું.કાકા કેમ તમે આવું કહો છો આ કંઈ પહેલી વાર તો બન્યું નથી.હજી તો ત્રણ દિવસ પહેલા પણ ઓફીસના કામમાં રાત્રીના 12 વાગ્યા હતા.તે દિવસ તો તમે આવું કંઈ કહ્યું નહી અને આજે અચાનક એવું તો શું થયું કે આમ કહો છો ???

કાકાએ કહ્યું અંકિતભાઈ આજે શનિવાર અને અમાસ છે. તમારું ગામ લગભગ 12 કિલોમીટર દુર છે.રસ્તામાં આવતા તળાવ પાસે ખરાબ શક્તિઓનો વાસ છે એવું આજુ બાજુના લોકો કહે છે.

અરે કાકા ! આ એકવિસમી સદી છે.માનવ મંગળ ઉપર જવાની તૈયારી કરે છે અને તમે હજી અંધશ્રધ્ધામાં જીવો છો. આ તમારો મનનો ભ્રમ છે બીજુ કંઈ જ નથી.

ચાલો હવે હું નીકળું છું.અત્યારે લગભગ રાતના 11:45 કે 12:00 વાગ્યે ઘરે નીકળવા બાઇક સ્ટાર્ટ કર્યું.હું ઓફિસમાંથી કામ કરીને ઘરે આવતો હતો.હું જે રોડથી ઘરે આવતો તે રોડ હંમેશા સૂમસામ રહેતો હતો કારણ કે એ રોડની 1.5 km ની આસપાસ તો કોઈ ગામ જ ન હતું.ત્યાં માત્ર ઉજ્જડ જમીન અને તેના કેટલાક વિસ્તારમાં વૃક્ષો ઉગેલા હતાં.

અમાસની રાતમાં રોડ પર માત્ર હું બાઇક પર અને એક અજાણી ગાડી હતી.ગાડી મારાથી થોડી - ઘણી પાછળ હતી.હું શાંતિથી અને મનમાં થોડોક ડર અનુભવતો આગળ બાઇક ચલાવી રહ્યો હતો.આમ તો ડરવા જેવું કંઈ હતું નહી પણ ઓફીસના પટ્ટાવાળાની વાત વારંવાર યાદ આવી રહી હતી. અચાનક હું ચોકી ગયો કારણ કે જે ગાડી મારી પાછળ આવી રહી હતી તેને તો મેં હમણાં જ સાઈડગ્લાસમાં દેખી હતી અને હમણાં જોયું તો તે સાઈડગ્લાસમાં દેખાતી ન હતી. પવનના સૂસવાટા સાથે મારા મનમાં એકાશય ભય વધતો ગયો.પણ મેં આજુ - બાજુ દેખ્યા વગર સીધી નજર રાખી ને બાઇકની થોડીક સ્પીડ વધારી.

હું બાઇક પર એકલો જ હતો.પણ મને કંઈક એવો અનુભવ થયો કે જાણે મારી પાછળ બાઇક પર કોઈ બેસ્યું છે. સાઈડગ્લાસ થોડો વાળી કાચમાં જોયું તો કોઈ જ ન હતું.મનમાં થોડોક સુકુન થયો જાણે જિંદગીનો બધો સુખ એક જ સાથે સમાઈ ગયો હોય. પણ ત્યારે જ બાઇકની સામે એક સ્ત્રી આવી ગઈ.હું તો વિચારમાં પડી ગયો કે આજુ - બાજુ તો કોઈ ગામડું નથી.રસ્તા પર હું આવતો હતો ત્યારે કોઈ જ ન હતું.તો આ સ્ત્રી આવી ક્યાંથી? મનમાં વિચારો જાણે એકાએક ઊભર્યા કરે.પણ આવી સ્થિતિમાં વિચારોને લક્ષ્યમાં લીધા વગર કોઈ પગલું / એક્શન લેવું પડે. મેં એકાએક બાઈકનું સ્ટેરીંગ વાળી નાખ્યું.પણ વધુ વાળવાને કારણે બાઇક સ્લીપ ખાઈને પડી ગયું.

મારો પગ બાઇક નીચે દબાઈ ગયો.તેથી ચાલી શકવાની હિંમત મારામાં રહીં ન હતી.સાથે - સાથે મારા હાથની થોડીક ચામડી પણ સોલાઇ ગઈ હતી.તે સ્ત્રી મારી સમક્ષ આવી.અંધારી રાતમાં દર્દથી પીડાતો હું તેને જોવાની પણ હિંમત રાખતો ન હતો કારણ કે મનમાં જ ઘણો બધો ડર વસેલો હતો.છતાં, મેં તેની સામે જોયું ત્યારે તેની સુરત વખાણી ન શકાય તેવી હતી.લાંબા લાંબા વાળ હતા.દેખવામાં તો તે ઘણી સુંદર હતી.

એટલી જ વારમાં તે સ્ત્રીએ મને પૂછ્યું કે તમને વધુ ઇજા તો નથી થઈને?પ્રશ્નના ઉત્તરમાં મેં મારું માથું હલાવતા ' ના ' કહેવાનો ઈશારો કર્યો.કહેવામાં તો ' ના ' કઈ દીધું પણ પોતાનું મન જ જાણે કે કેટલી પીડા થાય છે.મેં તે સ્ત્રીને પ્રશ્ન પૂછતાં કહ્યું કે તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો?તે સ્ત્રીએ મારા આ પ્રશ્નનો ઉત્તર ન આપતાં અને એકાએક વાત બદલીને કહ્યું કે મારો આ છોકરો બીમાર છે. તેથી હું તમારી મદદ લેવા ઊભી હતી.

સ્ત્રીનું આ વાક્ય સાંભળીને હું એકદમ એટલે એકદમ ડરી ગયો કારણ કે તેના પાસે તો છોકરો હતો જ નહીં. અને તે કહેતી હતી કે તેનો આ પુત્ર બીમાર છે.હું તો તે છોકરાને જોઈ પણ શકતો ન હતો.તેથી મારા મનમાં એકાશય ભય ઊભો થતો ગયો.પછી જ્યારે મેં ડરથી તે સ્ત્રી સામે જોયું તો........😱😱

ક્રમશ: