ચેપ્ટર -2
અડધી ઊંઘ લઇ ને ઇન્સ .રાજ ઉઠ્યો ત્યારે સવાર ના ૧૧.૩૦ થયા હતા.ગઈ રાત નો ઉજાગરા ને લીધે આંખોમાં સહેજ બળતરા થતી હોય એવું લાગ્યું .પથારી માં પડ્યા પડ્યા તેને વીતેલી ઘટના એક ક્રમ માં ગોઠવી .સવાર માં કીર્તિ કુમાર નું ચાલવા જવું .. ત્યાર પછી ગૂમ થવું ..તેમના ઘરે થી ફોન આવવો .તેનું લેખક શ્રી ના ઘરે જવું . ધમકી ભરી ચીઠ્ઠી મળવી.પાછા આવી ને મોર્નિંગ ન્યૂઝ માં એજ લેખક ના મૃત્યુ ના સમાચાર વાંચવા .એક નવું પાત્ર અવિનાશ ... બધુજ તેને યાદ કર્યું .ચિઠ્ઠી અને લેખક શ્રી નું મોત.. કંઈક તો કન્નેકશન છે ..
પાછું કંચન અને તેમની પત્ની યશોધરા ને સમાચાર તો મળ્યા જ હશે ..પણ ફરજ ના ભાગ રૂપે મળવું તો પડશે.ફ્રેશ થઇ ને -ચા નાસ્તો પતાવી પોલીસ સ્ટેશન આવી તેમના સ્ટાફ માં થી એક નવયુવાન ને બોલાવ્યો .તેને જરૂરી સૂચના આપી વિદાય કર્યો . હવે તે ખુદ આ રહસ્ય ના પોપડા ઉખાડવા માંગતો હતો .
ફટાફટ તે મૃતક ના ઘરે પહોંચ્યો . ઘર આગળ તેમના ફેન્સ ,રીડર્સ , અને સગાવહાલા તોલે થયા હતા .સેલિબ્રિટી નું જીવન અને મરણ પબ્લિક માટે ગોસીપ નું બહાનું હોય .કેટલાય તક વિતર્ક નો સામનો કરતા તે ઘર ની અંદર પહોંચ્યો . જાણવા મળ્યું લાશ હજી પોસ્ટમોર્ટમ માંથી આવી નહોતી . કંચન ને મળવા ની ઈચ્છા હતી . માં દીકરી રડી ને બેહાલ થઈ ગયા હતા, આ હાલત માં પુછપરછ કેટલી યોગ્ય ,?
પોતાના મન ને મક્કમ કરી ને ..પ્રત્યક્ષ બોલ્યો :
"તમને આ જાણ કેવી રીતે થઇ "
" કોઈ અવિનાશ નો ફોન હતો " કંચન બોલી
" એમ નહીં મેડમ , અક્ષરઃશ: ડીટેલ માં કહો " થોડી કડકાઈ , પુલિસીઓ પુટ અવાજ માં આવી ગયો ..
" ઓકે.
આજે સવારે તમારા અહીંથી ગયા પછી ,લગભગ ૪.૧૦ વાગે અવિનાશ ભાઈ નો ફોન આવ્યો .
" હલ્લો હું અવિનાશ શેઠ બોલું છું , આપણા માટે એક દુઃખદ સમાચાર છે .."
" મેં કીધું ,હું તેમની પુત્રી બોલું છું .બોલો "
" મિસ . તમારા પિતા શ્રી ની લાશ જુહુ ,ચોપાટી પર થી મળી છે . " તમે આવી ને ઓળખ કરીજાવ તો .. "
મેં ઓકે કહી ને ફોન મુક્યો . મમ્મી ને સમગ્ર ઘટના કહી .અમેં બંને ત્યાં ગયા અને ટી શર્ટ , નાઇટી અને રુદ્રાક્ષ માલા .. જોય ને અમે સમજી ગયા .. પિતાજી ની કોઈ એ હત્યા કરી છે .
થૅન્ક્સ , પણ મિસ ..એક વાત કહું તમને .."
" બોલો , તમે લાશ ની ઓળખ ૪.૧૦ પછી કરો છો રાઈટ ? અને મોર્નિંગ ન્યૂઝ વાળા રાતે ૧૨.૦૦ વાગે ન્યૂઝ પ્રિન્ટ કરી દે છે કે
" "વિવાદાસ્પદ લેખક નું વિવાદાસ્પદ મોત.." તેનું કારણ શું ? તમને જાણ નથી થઇ તે પહેલા મીડિયા ને કેવી રીતે ખબર પડી ? અને આ
અવિનાશ કોણ છે ? જે તમને પણ જણાવે છે અને મીડિયા ને પણ ?
"મને શું ખબર ?"
" હા ,, તમને ક્યાં થી ખબર હોય ? થોડુંક હસી ને યશોધરા તરફ જુવે છે . મેડમ ..તમને કાંઈ ખબર ?
" ના" આટલો ટૂંકો જવાબ જેની ઇન્સ . ને જરાય આશા નહોતી .
" ઓ.કે ..અત્યારે તો હું જાવ છું , પણ આ કેસ મારી માટે એક ચેલેન્જ છે .. એટલે તમને મળતો રહીશ .
કહી ને બે મિનિટ બંને ના ચહેરા જોયા કર્યા.પણ કોઈ એવા એક્સપ્રેસન ના મળ્યા જે તે ઈચ્છતો હતો. ગુડ બાય કહી ને ચાલવા લાગ્યો .
પો. સ્ટેશન પર આવી ને રાજ ચેર માં ગોઠવાયો .. પગ લાંબા , અને હાથ ઉંચા કરી આળસ ખાતો હતો ત્યાંજ તેનો સહ કર્મચારી અર્જુન (નવ યુવાન ) આવ્યો .સેલ્યૂટ મારી ઉભો રહ્યો "
" શું થયું,કામ થયું ?
" યશ સર "
" બકવા માંડ "
" શું ?"
" શરૂ થઇ જા , જે ખબર લાવ્યો હોય તે કહે .. "
" સર, તમારા કેહવા પ્રમાણે હું પેહલા મોર્નિંગ ન્યૂજ ના રિપોર્ટર કમ તંત્રી સુધીર ચૌધરી ને મળ્યો . તેમના અનુસાર બપોર ના ૧૨.૩૦ થી ૧.૦૦ વાગ્યા ની આસપાસ લાશ મળી . ટોળું હતું પણ લાશને કોઈ ઓળખતું ના હતું . અવિનાશ અને એનો દોસ્ત ત્યાંજ હતા ,તેને લાશ ની ઓળખાણ આપી."
" ઓકે" હવે નંબર -૨
" નંબર -૨ ,? ઓકે , હું સમજ્યો , મારા બે માણસો એ અવિનાશ નો પીછો કર્યો, તેના એક દોસ્ત છે ગુલ્લુ , તેને પકડી ને દબોચી ને પૂછતાં
માલુમ પડ્યું કે બંને બેકાર છે , સુરત થી મુંબઈ આવ્યા છે અને તે પણ ૫૦,૦૦૦૦૦ ના હીરા ની તપાસ માં ..
ઇન્સ. રાજ ની આંખો જીની થઇ ગઈ ,કંઈક વિચાર તો હોય તેમ ..
" શું વાત કરે છે ? "
" હા સાહેબ ,આ જાણી ને તો અમને પણ નવાઈ લાગી "
" અને આ અવિનાશ મળશે ક્યાં ? હવે તો તેને ગમે તે ગુના માં પકડી ને લઇ આવ ..
ત્યાંજ સાડા પાંચ ફૂટ હાઈટ, બ્લુ ચેક્સ શર્ટ, અને આછું ગ્રે રંગ નું જીન્સ પેહરી ને એક ૨૭ વર્ષીય યુવાન પો.સ્ટેશન માં આવ્યો .
" હું જાતે જ હાજર થઇ ગયો સાહેબ " ઇન્સ . રાજ આંખો ફાડી ને જોઈ રહ્યો .કોઈ અજાયબી જોઈ રહ્યો હોય એમ
" હું અવિનાશ શેઠ , તમારી સમક્ષ હાજર છું ..કયો ગુનો લગાવશો ?
રાજ સિંહ થોડો છોભીલો પડી ગયો , જવાબ આપવા શબ્દ ના મળ્યો .
"હું બેસી શકુ? "
" હા,હા , કેમ નહિ ? બેસો "
"ખુરશી પર ગોઠવાઈ ગયા બાદ .
"ઇન્સ્પેક્ટર સાહેબ , થોડું પાણી મળશે? "
તેને પાણી આપ્યું . પાણી પીધા પછી તે બોલ્યો .
" થૅન્ક્સ ફોર વોટર , તમે મને કઈ પૂછો , તેના બદલે હું તમને મારા વિશે જણાવી દઉં તો ? કોઈ વાંધો તો નથી ને ?ઇન્સ્પેક્ટર સાહેબ ,
હવે ઇન્સ. રાજ તેના પ્રભાવ થી બહાર આવી ગયો હતો .
"એ જણાવી ને તમે મારા ઉપર કોઈ અહેસાન કરવા ના હોવ તો રહેવા દો. પુલીસ પાસે જાણવા ના ઘણા રસ્તા છે , સોર્સ છે .
" એવું નથી , તમે મારા મિત્ર ને પકડી ને પૂછ તાછ કરી , એથી મને લાગ્યું કે એક જાગ્રત નાગરિક તરીકે ,હું તમને સામે થી મળી આવું . અને બીજું કે પોલીસ ની હેરાન ગતિ પણ ના ઝેલવી પડે .
" સરસ .. ગમ્યું .. બીજી વાતો પછી કરીશું , ચાલુ થઇ જાવ "
સહેજ મલકી ને ,
" મારુ નામ અવિનાશ શેઠ , રહેવાસી સુરત નો ,MBA કર્યા પછી બેકાર હતો , એક હીરાની ફેક્ટરી માં સુપરવાયઝર ની ૮૦૦૦ ની જોબ મળી " અને અહીં અમે ૫૦ લાખ ના હીરા ની તપાસમાં આવ્યા છે આ લેખક શ્રી ની લાશ જયારે કિનારે પડી હતી ત્યારે એની ઓળખાણ મેંજ આપી હતી .કે આ લાશ કીર્તીકુમાર ની છે . મેં તેમને એક રીડર ,પ્રશંસક તરીકે ઓળખું છું. છેલ્લા કેટલા સમય થી તેઓ રોજ મોર્નિંગ વોક માટે આવતા હતા .૧૨.૩૦ લાશ જોઈ પછી મેં.કે આ લાશ કીર્તીકુમાર ની છે . મેં તેમને એક રીડર ,પ્રશંસક તરીકે ઓળખું છું. છેલ્લા કેટલા સમય થી તેઓ રોજ મોર્નિંગ વોક માટે આવતા હતા .૧૨.૩૦ લાશ જોઈ પછી મેં પોલીસ ને જાણ કરવા કરતા લોક સહકાર પાર્ટી નો નેતા દેવેંદ્ર રઘુવંશી ને જાણ કરી એ નેતા એ પણ રાજકીય રમત રમવા આ ન્યુઝ રોકી રાખ્યા અને બીજે દિવસે સવારે મને કીધું કે તેમે જ આ તેના પરિવાર ને અને પોલીસ સ્ટેશન માં ખબર આપો. નેતા નું માનવું હતું કે તેમની હત્યા ની જો જાણ થાય તો સાંપ્રદાયિક દંગા થાય .મેં એમને કીધું એ પ્રમાણે કર્યું . હું ડાયરેક્ટ પોલીસ ના લફડા માં પડવા નહોતો માંગતો પણ નેતા પણ ખેલાડી નિકર્યો .
એક અન્ય પત્રકારે આ ન્યુઝ મારા નામ સાથે જ છાપી માર્યા . જે પછી ખબર પડી કે નેતા નો ચમચો છે.
"ગુડ, આ નેતા ને તમે કઈ રીતે ઓળખો , તેમનો પર્સનલ નંબર ક્યાંથી મળ્યો ?
" ગુજરાત થી આવી ને પેહલા હું એમને મળ્યો .. મારા ૫૦ લાખ ના હીરા માટે. ..
(વાચક મિત્રો , ૫૦ લાખ ની લૂંટ એક અલગ થ્રિલર કથા છે . તે વાંચવા માટે બુક પરચેઝ કરવી પડશે , અહીં માત્ર માસ્ટર માઈન્ડ અવિનાશ નો ઉલ્લેખ કર્યો છે )
ઓકે , તારા હીરા મારી માટે જરુરી નથી ,હત્યારો કોણ છે? એ જરૂરી છે.
એ શોધવા નું કામ તમારું .. હું રજા લઉ.. "
હા ..પણ શહેર છોડી ને નહિ .
સર...સર... ,
'સુ છે ,સખારામ,?
" આ કોઈ રહેમત ખાન પઠાણ આપ ને મળવા માંગે છે "
" આવવા દો"
" સલામ વાલયકુમ , શાબ ,
એક નજર જોતાજ જંજીર નો શેરખાન તાજો થઇ જાય એવો વેશ ,
" બોલો ખાન ,કેમ આ બાજુ "
"હું અમારા એક સ્કૂલ માસ્ટર ની અકસિડેન્ટ ની ફરિયાદ લખાવવા આવ્યો છું. બે દિવસ પેહલા સ્કૂલ માં થી નીકળી સાયકલ પાર ઘરે જતા કોઈ ફોર વીલર ટક્કર મારી ને રોડ ની સાઈડ માં ફેંકી ને જતું રહ્યું ..
" તેના ઘર વાળા કેમ ના આવ્યા ફરિયાદ કરવા "?
" વાત એમ છે કે અબ્દુલ વહોરા ની લાસ મળી નથી "
" વ્હોટ..ઇન્સ્પેક્ટર ખુરશી માંથી કૂદ્યો ..
.. આ ઘટના મેં જોઈ છે એટલે ફરિયાદ લખવા આવ્યો છે >.
" ઓકે " સખારામ આમની ફરિયાદ લઇ લે "
ઇન્સ્પેક્ટર જાણતો હતો કે રહેમત ખાન ખુદા નો નેક બંદો ..ક્યારેય ખોટું ના બોલે ..એ દારૂ ની હેરા ફરી કરતો .ગલિયો નો બેતાજ બાદશા કહેવાતો ..તેની ધાક અંધારી આલમ માં રહેતી ...
'શુક્રિયા ..કહી ને ખાન ગયો '
ઇન્સ્પેક્ટર એક લાશ માં થી હજી બહાર નથી આવ્યો અને બીજી ગળે પડી .