હત્યા કલમ ની - 1 Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હત્યા કલમ ની - 1

હત્યા કલમ ની

                                            ચેપ્ટર -૧

ટ્રીન ..ટ્રીન..ટ્રીન.  બે -ત્રણ વાર ફોન ની ઘંટી વાગી . રાત ના ૧૧.૩૦ થયા છે .જુહુ પોલીસ સ્ટેશન માં ફોન ની ઘંટી વાગ્યા જ કરે છે. ઇન્સ. રાજસિંહ  ફોન ઉપાડે છે :

" હેલો, ઇન્સ. રાજ સ્પીકિંગ ..

" હેલો, ઇન્સ. સાહેબ , હું યશોધરા બોલું ,કીર્તીકુમાર ની પત્ની .  થોડો સ્વર ગભરાયેલો હતો તેમ રાજ ને લાગ્યું .

" કોણ .. કીર્તિ કુમાર ? અને ક્યાંથી બોલો ? "

" લેખક .. છે તે , હું  જુહુ -થી શિવકુંજ સોસાયટી .બંગલા ન. ૨૬ માંથી વાત કરું .

"ઓ .કે. .. બોલો " વધારે માથા ફૂટ ના કરતા રાજ બોલ્યો

" મારા પતિ  આજ સવારે વોકિંગ માટે ચોપાટી ગયા હતા તે હજુ સુધી આવ્યા જ નથી ."

" કેટલા વાગ્યે ગયા હતા ?

" સવારે -૬.૦૦ વાગે .. રોજ ની જેમજ "

" જુવો મેડમ,  આમ તો ૨૪ કલાક પછી , જો વ્યકતિ ના મળે તો તેની ફરિયાદ લખી શોધ કરી શકાય , પણ  હું  તેમને પર્સનલી ઓળખું છું માટે  જો થાય તો કઈ તપાસ કરાવું "

" સાહેબ મારા પપ્પા ની તપાસ જલ્દી કરજો ,,અમને બહુ બીક લાગે છે " સામે થી તેમની દીકરી કંચન નો અવાજ હતો.

" તમે કોણ ?

" હું તેમની દીકરી કંચન "

"ઓ કે .. હું ટ્રાય કરું છું . " તો પણ તમે કાલ સવાર સુધી તો રાહ જુવો પછી ફરિયાદ લખીસું,.

 કહી ને ફોન મૂકી રાજ વિચારવા લાગ્યો . આ લેખક નો બચ્ચો ,  મારી રાત ના બગાડે તો સારું .  રાજ એક કર્તવ્ય નિષ્ઠ અને ઈમાનદાર પોલીસ  ઓફિસર  હતો, તે બે -ત્રણ વાર આ લેખક ને રૂબરૂ મળ્યો હતો . તેમને કોન્ટ્રોવસી લેખક પણ કહેવાતા. તે હિન્દૂ મુસ્લિમ - નિષ્ફળ સરકાર  .જેવા વિષયો  પર બેફામ લખતો..રાજ ને વાંચવા નો શોખ  નહિ પણ ક્યારેક થોડું વાંચી લેતો .કીર્તીકુમાર નું   ઉપનામ યશ છે .તે જુહુ જેવા પોશ વિસ્તાર માં પોતાની ફેમિલી સાથે રહેતા હતા  .એકબે વાર પોલીસ સ્ટેશન પર પણ આવ્યા  હતા ,તેમના લેખન થી જેને વાન્ધો હોય. કોઈને લાગણી દુભાઈ જાય ,તો રોષે ભરાયેલ લોકો જાહેર હિત ની અરજી પણ કરતા. બહુ વિવાદાસ્પદ તેમની બે  બુક " મજહબી -ગુલામ  અને  આંધળો ધર્મ "  હતી .

લોકો ની ધાર્મિક લાગણી દુભાતા  આ બુક નું વેચાણ  બંધ કર્યું હતું . આવી પરિસ્થિતિ માં પણ તેમને  " હિન્દૂ -મુસ્લિમ રમખાણો વિશે " પોતાની સોશ્યિલ  સાઈટ પર ખુલા વિચારો જાહેર કરેલા                  

રાજ  ઉભો થઇ ને ટહેલવા લાગ્યો .. હજુ તો એક પણ નથી વાગ્યો.

હજુ તો એક પણ નથી વાગ્યો અને સખારામ હજુ આવ્યો નહતો . રોજ ૧૨ વાગે તે નાસ્તો કે હલકું જમવા નું રાજ માટે લઇ આવતો . રાજ હજુ કુંવારો છે ,રાજકોટ થી અહીં જોબ માટે આવ્યો છે. હાલ બે જ વર્ષ થી પોલીસ ખાતા માં છે .

એટલા માં એકટીવા નો અવાજ સંભળાયો .સખારામ  ચા અને  વડાપાઉં લઇ આવ્યો .

"સખારામ , અત્યારે વડાપાઉં ?

" ખાઈ લો સાહેબ , ચીઝ વાળા સ્પેશ્યલ,છે, તમારા માટે .. "

 સખારામ વાતો કરતો કરો ચા કાઢે છે . રાજ વડા ખાય છે ..પાઉં  નથી ખાતો .

એટલા માં ફરી ફોન  રણકે છે . સખા રામ ઉપાડે છે ..

" એ હલો ; હલો. "

" ઇન્સ.સાહેબ હું કંચન,.. "

" ચાલુ રાખો.  સાહેબ  કોઈ કંચન  છે ..આપણે બોલાવે છે "

" હેલો , બોલો હું ઇન્સ. રાજ .. "

" સાહેબ ,જો તમે ઘરે આવી શકો તો .. આવખતે અવાજ વધારે ડરેલો અને ભય ભીંત લાગ્યો . "

" અડ્રેસ લખાવો , મેડમ ,

"  ૨૬, શિવકુંજ સોસાયટી , જુહુ . યમુના નગર પાસે .

"ઓકે " અમે  આવીયે છે "

સખારામ..ચાલ એકટીવા નિકાલ થોડી ઠંડી હવા ખાય ને આવીયે .. "

"આવ્યો સાહેબ .. કહું છું જીપ લેવી હોય તો '

" સખા ..  સાહેબ ની  એક કરડી નજર થી જ સખો એકટીવા ની ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાય ગયો .

માંડ દસ મિનિટ પણ નહીં થઇ હૉય ને .શિવકુંજ સોસાયટી આવીગઈ . રાતે કુતરા ના ભસવા સિવાય એકદમ શાંતિ હતી . એક જ ઘર ની લાઈટ ચાલુ હતું . ઘર શોધવા માં વાર ના લાગી.. ડોરબેલ  ની જરૂર ના પડી મુખ્ય દરવાજો ખુલો હતો .અંદર ગયા તો માં બેટી એક સોફા બેઠા હતા .બેઠક રમ સિવાય બધે અંધારું હતું . રાજે નોટિસ કર્યું કે કંચન રડતી પણ હતી અને ધ્રૂજતી પણ હતી . તેની મમ્મી તેન સાંત્વના આપતી હતી.

" બોલો મિસ ..કંચન .."

" સાહેબ ,પપ્પા સવાર થી ગાયબ છે  અને ..આ લો.."

એમ કહી તેમને હાથ માં એક પત્ર મુક્યો .હિન્દી માં હતો

" જનાબ

 આપ જો  લિખ  ને જા રહે હો વો ગલત હૈ . કિસી દિન ઇસકા અંજામ ગલત  હોગા ..આપકા મુહ બન્ડ રખ્ખો ગે તો તુમ ભી સલામત રહોગે ,તુમ્હારી ફેમિલી બી. યહાઁ કે હુકમરાન મેરા કુછ નહિ બિગાડ઼ સકેંગે .

ખુદા હાફિઝ "

 

છેલ્લા નામ નહોતું લખ્યું ..  સાથે કવર હતો તેની પર સિક્કો ઝાંખો હતો . કઈક વંચાય એમ ન હોતું .

" તમે ઘબરાશો નહિ , હું અહીં બે સુરક્ષા ગાર્ડ તમારી માટે મોકલી દવ છું .  હવે મને એ કહો કે કીર્તિ કુમાર શું પેહરી ને ગયા ? મીન્સ કેવા રંગ ના કપડાં ..કઈ ઓળખ .. "

"હાલ્ફ સ્લીવ ,ઓરેન્જ ટી શર્ટ , અને  મરૂન જેવા રંગ ની નાઇટી, બંને "મીકો " બ્રાન્ડ . હાથ માં એક ગુરુ ની રિંગ અને ગળામાં રુદ્રાક્ષ ની માલા .

" ઓ.કે. હવે તમે ચિંતા કાર્ય વિના સુઈ જાવ .ડરશો  નહિ . હું અત્યારેજ મારી ટીમ ને તપાસ કરવા મોકલું છે . "

તે જતા જતા કંઈક યાદ આવ્યું હોય તેમ પાછો આવ્યો " માફ કરજો ..મારે ફરજ ના ભાગ રૂપે થોડી પૂછ તાછ કરવી છે .

"પૂછો "

"ઘરમાં કોઈ ઝગડો થયો હોય  કે ..કોઈ પર્સનલ - ફેમિલી -tension. કહી તેને કંચન તરફ નજર નાખી ".

"ના સાહેબ  એવું કઈ નથી "

તો પછી તમે એમના મિત્રો ને ત્યાં તપાસ કેમ ના કરી "

" કરી પણ બધા નો એક જ જવાબ હતો ..અમારે ત્યાં નથી આવ્યા " 

આટલું  પૂછી ને સખારામ ને બમ પાડી .સખારામ બીડી પીતો તો સાહેબ નો અવાજ સાંભળી બીડી ફેંકી ને આવ્યો .

બોલો સાહેબ . જવું છે રીટર્ન

"હા ..પણ પેહલા  ચોકી માં થી બે માણસ ને અહીં રવાના કરવા નું કહી દે.

"થૅન્ક્યુ સર" .. પેહલી વાર કંચન નો અવાજ બરાબર લાગ્યો .                                                                                                         

 "હું સવારે  ફરી આવીશ" .. મેડમ અત્યારે રજા લઉ.કહી બંને બહાર નીકળ્યા એકટીવા પર ગોઠવાયા

  રાજ  જેટલો આ કેસ થી દૂર ભાગતો હતો તેટલોજ ઇન્વોલ્વ થતો ગયો .પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ૩ ને ૧૦ થઇ હતી .

"સખા ,ચા પીવી છે .શું કરીશું ?

" સાહેબ અત્યારે  તો  થોડું અઘરું ... હું કરું કંઈક . કહી ને સખો ગયો .

રાજ કાલી ભમ્મરિયાળી આંખો અને કંચન ને યાદ કરવા લાગ્યો .લેખક નું ગાયબ થવું અને ઘર માંથી ચીટ્ટી મળવી બે ઘટના ની કડી ક્યાંક તો જોડીયેલી લાગી .તેને તેની કાર્યવાહી શરૂ કરી દીધી  ટીમ ને બોલાવી જરૂરી આદેશ આપ્યા

સખારામ બે કલાક પછી આવ્યો .. ચા ની સાથે પેપર પણ લઇ આવ્યો .

" સાહેબ, ઠેક રેલવે સ્ટેશન થી ચા લઇ આવ્યો "

" એમ, પણ આપની પાછળ માર્કેટ યાર્ડ છે ત્યાં "

" ત્યાં બંધ છે એટલે તો ..

" સારું ..ચા આપ ક્યારે ની તડપ લાગી છે"

પેપર બાજુ પર મૂકી બંને ચાની ચુસ્કી નો આનન્દ લેછે .

ચા પત્યા પછી પેપર વાંચે છે "

"વિવાદાસ્પદ લેખક નું વિવાદાસ્પદ મોત..

વિગત વાર  એમ હતું કે ગઈ કાલે બપોર ના ૧ ના સુમારે કોઈ અવિનાશ  અને તેના સાથીદારે લાશ જોઈ .કપડાં ને  વીટી નું વર્ણન same એજ હતું જે તે જાણતો હતો .  કોઈ હત્યારા એ  તેમની હત્યા કરી લાશ ના ઓળખાય એ રીતે પાણી માં નાખી દીધી . અને તેનું કારણ તેમેં ને લખેલ બુકો જ છે . એવું પેપર વાળા નું પણ માનવું હતું . રાજ જાણતો હતો જુહુ ચોપાટી જેટલી  ભીડ કદાચ મુંબઈ ના બીજા કોઈ બીચ પર નાહોય  જુહુ  ની ચોપાટી પર સવાર અને સાંજ ના પ્રમાણ માં બપોર ઘણા ઓછા લોકો જોવા મળે .

આ અવિનાશ કોણ છે ..?

આટલા મોટા લેખક ની હત્યા ? તેપણ આરીતે ?

કંચન અને પત્ની યશોધરા નું શું ?

પેલી ચિટ્ટી નું રહસ્ય શું ?

કોણ છે કાતિલ ?

આ બધા પ્રશ્નો ઘેરી વળ્યાં ..અને તેની આંખો ઊંઘ થી મીંચાય જવા લાગી .. સખારામે  કીધું સાહેબ ..જાવ ક્વાર્ટર માં જઈ સુઈ જાવ એમ પણ સવાર ના સાત તો થાય ગયા ..                                             

(  ક્રમશઃ)