મેઘાની ડાયરી - 1 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેઘાની ડાયરી - 1

હું અને મારી સખી, મિત્ર, સથવારો જીવનનો કહી શકાય કદાચ, કેમ કે સંબંધ લોહીનાં નહીં મનનાં હતાં.
અમે બંને એમની બિલ્ડિંગના ત્રીજા માળે બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી.
વૈશાખનો વંટોળિયો અચાનક એવો આવ્યો કે અભરાઇ પરનાં છાપાંનો ઢગલો નીચે પડી વેર વિખરાઈ, આંખી રૂમમાં પેપર પેપર થઈ ગયા.

મેઘા રૂમમાં અસ્તવ્યસ્ત પેપરો સમેટી રહી હતી. એટલામાં મારી નજર એક ટૂટેલી ફાટેલી પેપર સાથે ડાયરી વેરવિખેર હાલતમાં હતી તેનાં પર પડી.અચાનક મેઘાના ફોનની રીંગ વાગી અને મેઘા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મે તે ડાયરી હાથમાં લીધી અને જોયું કે ડાયરી ના કવર પેજ પર લખ્યું હતું કે "મેધની ડાયરી" અને સાથે કૌસમાં લખ્યું હતું કે (માય ડિયર બેસ્ટી) આ વાચતા હું સમજી ગઈ કે કદાચ આ મેઘાની પર્સનલ ડાયરી હશે, કદાચ આ જ ડાયરીમાં મેઘાનો ભૂતકાળ હોવો જોઈએ. મને તે ડાયરી વાચવાની તાલાવેલી લાગી. મેઘાનું ધ્યાન તેનાં પર કેન્દ્રિત થાય તે પહેલાં મેં તેને જેમ ચોરી કરતી હોય એમ મારાં પર્સમાં મૂકી દિધી. મને એક ઘડી વિચાર પણ આવ્યો કે આવું ન કરવું જોઈએ પરંતુ પેલું કહેવાય છે ને કે પ્રેમ ઔર જંગ મેં સબકુછ જાયજ હૈ.

ત્યાર બાદ થોડીઘણી વાતો કરીને મે મેઘના ઘરેથી મારા ઘરે જવા માટે વિદાય લીધી અને અમે છુટા પડ્યા. આખા રસ્તે હું એ ડાયરી વિશે વિચારતી રહી. મેઘ આમ તો મારી પાકી સહેલી છે પરંતુ ઘણી વાર એ ગુમસુમ કંઇક વિચારતી હોય ત્યારે એક પહેલી જેવી લાગે. એવું લાગે જાણે એની અંદર દુઃખનો અપાર સાગર સમાયેલો હોય. એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં તેના સુકાઈ ગયેલા આંસુ મને સ્પષ્ટ દેખાતા હતા પણ ક્યારેક મે એને પૂછવાની કોશિશ નોહતી કરી કે તારું આમ હંમેશા ખોવાયેલું રહેવાનું કારણ શું? આજે આ ડાયરી જોઈને મેઘા ના ભૂતકાળ વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. કદાચ આ ડાયરી દ્વારા હું મેઘાની વધુ નજીક જઈ શકીશ..

આખા રસ્તે મારા મનમાં જાણે વિચારોનો વંટોળ ચાલતું હતું. ઘર સુધીની સફર કાપવી મુશ્કેલ થઈ રહી હતી અને એનું કારણ કદાચ આ ડાયરી જ હતી. હું જલદી થી મારા ફ્લેટમાં ગઈ. રસોડામાં ચા બનાવી અને ડાયરી લઈને બલકાનીમાં મારી મનપસંદ જગ્યા પર ડાયરી વાચવા બેસી ગઈ..
ડાયરીના આગળના ઘણા પાનાં તો ટૂટેલી હાલતમાં હતાં બે-ત્રણ ટૂટક પાનાંમાં શું લખ્યું છે કંઈ વંચાયું નહીં પરંતુ જે પાનેથી સ્ટાર્ટ કર્યું તે આ પ્રમાણે હતું.

શું કહું હું તને ક્યાંથી શરૂવાત કરું એ કાઈ ખબર નથી પડતી. આજે મન બહુ બેચેન છે, એટલે થયું કે લાવ આજે મારી પ્રિય ડાયરી સાથે થોડી વાતો કરી લવ. તારી સાથે વાતો કરું છું ને તો મન એકદમ શાંત થઈ જાય છે. મનની વ્યથા જે કોઈને પણ ના કહી શકાય એ બધું જ તને કહું છું ને ત્યારે એવું લાગે છે જાણે મન ઉપરથી કોઈ ભાર ઉતરી ગયો. જો મારી પ્રિય ડાયરી. આજે ફરી પપ્પાએ થાળીનો છૂટો ઘા કર્યો. પપ્પા જ્યારે પણ આવી રીતે ગુસ્સે થાય ત્યારે મમ્મીની બહું જ યાદ આવે. આમતો સારું થયું મમ્મી આ દુનિયામાં નથી. નહીં તો દરરોજ પપ્પાનાં હાથનો માર ખાવો પડત. મહેણાં ટોણાં ખાઈ ખાઈને મમ્મીને હાર્ટ એટેક આવ્યો હશે. બાકી સ્ત્રી સ્વભાવે સાવ નરમ મીણ જેવી હોય છે.વાત વાતમાં રડાય જાય એટલે હ્રદય ખાલી થઈ જાય. એટલે હાર્ટ એટેક આવવાની શકયતા બહુ જ ઓછી હોય છે.
એજ ક્ષણે મને વિચાર આવ્યો કે એક સ્ત્રી આજીવન પુરુષ માટે પોતાનું ઘર, પરીવાર, કુટુંબ બધું જ છોડીને આવે છે અને બદલામાં શું મળે છે. પતિનું ઘર તો સાસરી, પિતાનું ઘર પિયર આમાં સ્ત્રીઓનું ઘર કયું??
પાનું ફેરવ્યું....
કદાચ આંસુઓથી ખરડાયેલાં અક્ષરો સ્પષ્ટપણે દેખાતાં ન હતા મેં વાંચવા પ્રયત્ન કર્યો.
ઘણું બધું કહેવું છે પપ્પા, પણ મા ના ગયા પછી કોઈ સાંભળનાર અને સંભાળનાર ઘરમાં હતું જ નહીં. હું એક પણ વાત કોઈને નહોતી કરી શકતી ત્યારે આ ડાયરીમાં લખીને મારાં મનનો ભાર હળવો કરી લઉં છું.
મા ને મર્યાને ત્રણ વર્ષ વિતી ગયા. ઓરમાનો પ્રવેશ થયો અમારી લાઈફમાં. મારું હ્રદય આજ પણ ઝણઝણાવી જાય છે, આ શબ્દ લખતાં કઇ સજાનો ગુન્હો આપી રહ્યો છે ઈશ્વર કહેવાનું મન થઈ જાય છે. હું મા જેવડી થઈ, માનો લાડ, લાગણી, પ્રેમ, હૂંફ અધ્ધ વચ્ચે જ. શું મધ્હાનમાં સૂરજ ક્યારેય આથમી જાય છે? મારા જીવનમાં આ અંધારપટ અધ્ધ વચ્ચે શા માટે છવાયો?
મા માટે તો ગમે એટલું લખું ઓછું છે આ પૃથ્વી કાગળ હોય, દરિયો શાહી હોય અને કલ્પતરુ વૃક્ષ કલમ બનાવીને લખું તો પણ માના ગુણ વિશે ન લખી શકાય.
મહામહેનતે આંસુનાં બાંધ રોકી રાખી ઘરમાં બધા સામે ખુશ રહેવા પ્રયત્ન કરું છું. જેમ આપણે ખાવાની જરૂર પડે છે તેમ માણસને પ્રેમની જરૂર પડે છે પછી સંબંધ ગમે તે હોય.
મારે પણ પ્રેમ માણવો હતો. મારાં પણ અરમાન ઓરતાઓ આશાઓ છે. મને પણ કોઈ અદ્ભૂત અથાગ અનરાધાર પ્રેમ કરનાર મળે. કોઈ રાજકુમાર સફેદ ઘોડા પર સવાર થઈ મારો આજીવન સથવારો બને.
ઓરમાની વાતો માની પપ્પાએ મારું ભણતર પણ પુરું ન કરવા દિધું. મારે ભણીગણીને ડિગ્રી મેળવવી હતી. પણ કહેવાય છે ને આંગળીયો થી નખ વેગળા તેમ આખરે મા તો હતી પણ હતી તો ઓરમાને...?