The Author वात्सल्य અનુસરો Current Read પરીક્ષા By वात्सल्य ગુજરાતી કંઈપણ Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 4 શંકરસિંહ શૈલેન્દ્રનું યોગદાન બોલીવુડના શોમેન રાજ કપૂરને તેમન... ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો પરીક્ષા (3) 1.1k 3.3k પરીક્ષા કેવી ગઇ?પેપર ફૂટ્યું ન્હોતું...હાશ!.....!!આ સવાલ દરેક હિતેચ્છુ એ પરીક્ષાર્થીને પૂછ્યો હશે.તમેં કરેલી સાચી ધગશથી મહેનત ક્યારેય એળે જતી નથી.પરીક્ષા એ સતત પ્રક્રિયા છે.ડગલે પગલે પરીક્ષા આપો જ છો અને આપશોજ.બધા સફળ થતા હોત તો પરીક્ષા જ ન હોત.બીજી વાત કહું.. તમામને સરકારી નોકરી જ જોઈએ છે.મોંઘી ફી ભરી પ્રાઇવેટમાં સ્ટડી કર્યાં પછી નોકરી સરકારી શોધે તે મને હજુ નથી સમજાતું.દરેક ઓફિસર કે પૈસાદાર પોતાનાં સંતાનને શિક્ષણ સારું મળે તેવા પ્રયત્ન કરતા જ હોય છે."જે દિવસ કલેકટર, ધારાસભ્ય કે મંત્રી ના છોકરાં સરકારી સ્કૂલ /કોલેજમાં ભણતાં થશે તે સમયથી કહેવું નહીં પડે કે શિક્ષણ સુધારો.આપોઆપ સુધરી જશે.કરોડો રૂપિયાનું આંધણ કરી આપણાં સંતાનને બહારના દેશમાં મોકલીએ છીએ પછી યુક્રેન-રશિયા જેવી મુસીબતોમાં આપણે આપણી રળેલી મૂડી ગુમાવીને રસ્તા પર આવી જઈએ છીએ.સંતોષ માનીયે છીએ કે આપણું સંતાન સલામત પાછું આવી જાય છે.બાકી આખી જિંદગી માં-બાપે સખત મજૂરી કરી ભૂખ્યા પેટે મજૂરી કરી મૂડી છોકરાંનાં ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચાયા પછી સંતાન પણ નિરાશ થઇ ઘેર આવે ત્યારે જીવવું કે આપઘાત કરવો તે સમજાતું નથી.આપણા સંતાનને બચપણના અભ્યાસ પરથી ખબર પડી જાય છે કે આ તેજસ્વી બનશે તો જ ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચ કરો.બાકી તેને તમારા કામધંધે વળગાડી દો.ઈર્ષા અદેખાઈના નાદ કરતાં આપણી પાસે ખેતીની જમીન હોય તો તેમાં સુધારેલી પદ્ધતિથી ખેતી કે પશુપાલન કે નાના મોટા ઘણા ધંધા છે.તેમાં જોડી દો.ખાતર,બીયારણ,પાણી,મજૂરી, વીજળીના પ્રશ્નો તો છે જ અને રહેવાના જ.દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી એજ પ્રશ્નો છે.માટે હવે સુખી થવું હશે કે નોકરી મેળવવી હશે તો સખત મહેનત કરવીજ પડશે.ચીનમાં આપણા કરતાં વસતી વધુ છે.પરંતુ ભૂખમરો નથી.કેમકે તેમણે સરકારી નોકરીની આશા છોડી દઈ નાનામાં નાની ઘર વપરાશથી માંડી બધી રીતની જરૂરિયાતની ચીજ વસ્તુ બનાવવમાં વિશ્વમાં મોખરે છે.ચિન સસ્તા રમકડાં વિશ્વમાં નિકાસ કરે છે.આપણી પાસે બુદ્ધિધન ખૂબ છે પરંતુ તે બુદ્ધિધનને અમેરિકા,દુબઇ જેવા દેશો ઊંચો પગાર આપી ખરીદી લે છે.આપણા રાજકારણમાં રાજકારણીઓ કે તેના મળતાવળા લોકો રીતસર પ્રજાને લૂટે છે.દરરોજ નીત નવા ફતવા બહાર પાડી આપણો નોકરી ઇચ્છુક છોકરો આમથી તેમ ભટકી કંટાળી જાય છે.જ્યારથી પ્રાઇવેટ સ્કૂલ કોલેજની આડેધડ મંજૂરી મળવા લાગી ત્યારથી ભણતર ફી માફિયા નવી તરકીબ કરી ગરીબ છોકરાંને રીતસર ચૂસી લે છે.(મારો ભાણો હમણાં નર્સિંગ કોર્સ કરીને આવ્યો છે,હવે તેને ઇન્ટર્નશિપ છ માસની ફરજીયાત છે.તેને મેં પૂછ્યું કે પગાર આપશે? તો તે કહે " મામા! એ રૂલ્સ મુજબ તંત્ર ભલે છ માસ કહે પરંતુ વરસ કરે જ છે.અને આ તાલીમ દરમ્યાન 9000 શિષ્યવૃતિ આપે તે કૉલેજ ડેવલપના નામે સ્ટુડન્ટને નથી આપતા.તમામ શિષ્યવૃતિ હજમ કરી જાય છે.અન્ય છ માસનો રહેવા,જમવા,ટ્રાવેલિંગ ખર્ચ તો અલગ.)કહેવાતા શિક્ષણના પૂજારીઓ ગરીબને રીતસર ચૂસી લે છે.પછી ચુસાયેલા આવા નોકરિયાતોમાં ક્યાંથી પ્રામાણિકતાની આશા રાખવી?સરકારના પરીક્ષા બૉર્ડ કે ભરતી બૉર્ડમાં અવનવી ભરતીઓ થાય છે.તેમાં અસંખ્ય પ્રમાણમાં પેપર ફૂટે છે.તંત્ર પેપર ફોડ આગળ લાચાર બની બે શબ્દો ખાસ બોલે " "ચંમરબંધી"અને "સખતમાં સખત સજા"આવાં ઠાલાં વચનો આપી તે પ્રક્રિયા સમય પાસનું સાધન સમજી પાછળ ઠેલીને ઉકળતા ચરુંને ઠારી નાખે છે.માટે મિત્રો નોકરી મળવાનું પાક્કી ખાત્રી હોય,આત્મવિશ્વાસ હોય તો જ ટ્રાય કરો.બાકી આ દુનિયામાં ઘણા હુન્નર ધંધા છે.(હમણાં મુલકી સેવાની પરીક્ષા લેવાઈ તેમાં તમામ બિહારી હતા,તે એક્ઝામમાં ગૂજરાતી એક પણ સ્ટુડન્ટ પાસ થયો ન્હોતો)ગુજરાતમાં હાલ શિક્ષિત બેકારની છેલ્લી પોલીસ ભરતી,તલાટી ભરતી,ગ્રામસેવક જાહેરાતમાં આશરે 35 લાખથી વધુ અરજી થયાનો આંકડો હતો.બાકી સરકારની દરેક યુનિવર્સીટી, કૉલેજ,હાઈસ્કૂલ,પ્રાયમરી શાળા, દરેક ખાતાની ઓફિસ,એસ.ટી.નિગમોમાં વરસોથી જગ્યાઓ ખાલી છે.દર ચાર પાંચ ગામે એક તલાટી હાલમાં છે તો દરેક ગામે તલાટી એક હોવો જોઈએ.દરેક શાળામાં શિક્ષકોની ઘટ.આ બધી ઘટ પુરવામાં આવે તો ધારીએતો બેકારી,ગરીબી,બેરોજગાર ઘણા ઓછા કરી શકીએ.આજે દરેક જીવન જરૂરિયાતની તમામ ચીજનો તોતિંગ ભાવ વધારો દરરોજ વધે છે.પ્રજાની કેડ ભાગી ગઇ છે.ખેતીમાં આવક નથી.સરોવરમાં પાણી નથી,ઊભાં મૉલ સુકાય છે,વીજળી નથી,ભાવ મળતા નથી,રોગ જીવાતનો ઉપદ્રવ,બીયારણ મોંઘા,ખાતર, મજૂરી મોંઘી.આમ જોવાં જઈએ તો સરકાર દર વરસે કરોડોની સબસીડી અપે છે તે બંધ કરી ખેડૂતને વીજળી,પાણી,ખાતર સસ્તા કરવાં જોઈએ.મોંઘવારી કાબૂમાં લેવી હશે તો આ એકજ ક્ષેત્ર છે જે દેશને સોનાની ચીડિયા બનાવી શકે એમ છે. "સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી"(તા :12/04/2022)- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App