શ્રાપિત - 21 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 21








તળાવના કિનારે પાણીમાં પગ બોળીને અવની બેઠી હતી. કોલકાતા શહેરની ભાગદોડ ભરી જીંદગીમાં પોતાનાં પાટે પણ સમય કાઢવો એક ચેલેન્જ બની ગયું હતું. આજે સરોવરનાં કિનારે સમીસાંજે આથમતાં સુરજના કિરણોનો આછો પ્રકાશ ચહેરા પર પડતાં પ્રકૃતિના ખોળે અવની ખુદને સમય આપી રહી હતી.

આકાશ અવનીની બાજુમાં આવીને બેઠો. અવનીનો મલકતો ચહેરો જોતાં આકાશએ થોડી હળવાશ અનુભવી.
પાણીમાં બોળીને રાખેલાં પગને જાણે અંદરથી કોઇ પોતાની તરફ ખેંચી રહ્યું હોય એવું અવનીને લાગ્યું. અવની ઝડપભેર પોતાનાં બન્ને પગ પાણીમાંથી બહાર કાઢી નાખ્યાં.

આકાશ : " અવની અચાનક શું થયું " ?

અવની : " આકાશ અંદર પાણીમાંથી કોઇએ મારો પગ ખેંચ્યો એવું લાગ્યું ".

આકાશને મનમાં ફરી એકવાર કોઈ દુર્ઘટના બનાવાની આશંકા ઉઠી. પોતે બધાં મિત્રોને ઘરે વહેલાં સમયસર પહોંચી જવા માટે આગ્રહ કર્યો.

ચાંદની : " યાર.... કેટલાં મસ્ત ફોટાઓ પાડવાંના બાકી રહી ગયા. આકાશ તું દર વખતે આવું જ કરે છે ".

દિવ્યા : " કોલેજમાં પણ કોઈ ફંકશન હોય ત્યારે પણ અવનીને અમારી પાસેથી લય જતો ".

ચાંદની : " હા દિવ્યા એકદમ સાચી વાત કરી તે, કોલેજમાં એક મિનિટ પણ અવનીને પોતાની નજરથી એકલી દુર નથી જવા દિધી. કોલેજના બેસ્ટ રોમેન્ટિક કપલના વિજેતા હતાં ".

બાજુમાં ઉભેલો સમીર આકાશ અને અવની તરફ જોતાં બોલ્યો એ બધું અત્યારે યાદ કરવાનો કોઈ અર્થ નથી. ચાલો બધાં ઘરે આકાશનાં લગ્નની તૈયારીઓ કરવાની બાકી છે.

અવની આકાશ તરફ જોયું અને ઉદાસ ચહેરો બનાવી હવેલી તરફ આગળ વધવા લાગી. બાજુમાં ઉભેલી દિવ્યા આને ચાંદનીને અચાનક યાદ આવ્યું. બધાં મિત્રો આકાશનાં લગ્ન માટે આવ્યાં હતાં. અજાણતાં આ વાત કરીને અવનીને દુઃખી કરી નાખી.

હવેથી પહોંચતા બધાં મિત્રો આકાશનાં લગ્નની તૈયારીઓ માટે આવેલાં સામાનની હેરફેર કરવામાં મદદ કરી રહ્યાં હતાં.

પિયુષ : " આકાશ એક વાત કહું, પણ ખોટું નહીં લગાડતો ".

આકાશ : " હા બોલને શું વાત છે ".

પિયુષ : " તે અવની જેવી છોકરીને છોડીને આગળ વધી ગયો. તારો અને અવનીનો પ્રેમ આખી કોલેજમાં કોઇથી અજાણ નથી. પછી શું થયું " ?

આકાશ પિયુષની વાત સાંભળીને બે ઘડી મૌન બનીને અવનીના વિચારોમાં ખોવાય ગયો. કોલેજમાં બે ઘડી પણ અવનીથી દુર રહેતાં જિંદગી અર્થ વગરની નિરર્થક લાગતી.આજે એ અવની સામે જ પોતાનાં લગ્નનો મંડપ શણગારવામાં આવી રહ્યો હતો.


સમીર : (થોડો ગુસ્સેથી)" એ વાત છોડો બધાંની જીંદગીમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. પણ આપણાં ફુટબોલ ચેમ્પિયન મિસ્ટર આકાશ ચૌધરી પોતાનાં લગ્નમાં કોલેજની પ્રેમિકાને આમંત્રણ આપીને લગ્નમાં બોલાવી ".

આકાશ : " એવું નથી મે બધાંને ગ્રુપમાં લગ્નનું આમંત્રણ આપ્યું હતુું. હવે મને થોડી ખબર હતી કે અવની લગ્નમાં આવશે ".

પિયુષ : " આકાશ હવે કાલે તો તારાં લગ્ન થવાનાં છે. પણ તારી થનારી પત્નીમાં કોઈ વાત તો હશે કે તે અવની જેવી ભણેલી હોશિયાર અને સુંદર છોકરીને છોડી દીધી ".

આકાશ : " હા્... કદાચ બની શકે પણ, ખબર નહીં વાસ્તવિકતા શું હોય ".

પિયુષ : " વાસ્તવિકતા શું હોય એનો અર્થ ? મને સમજાયું નહીં ".

આકાશ : " મારી એની સાથે કશું વાતચીત નથી થય ".

આકાશની વાત સાંભળીને બધાં મિત્રો એકબીજાનાં ચહેરા તરફ જોવા લાગ્યાં.

અક્ષય : " આકાશ તારી થનારી પત્ની સાથે તારી વાતચીત નથી થતી " ?

આકાશ : " ના... અહીં ગામડામાં લગ્ન પહેલાં આમ વાતો કરવાની અનુમતિ ના મળે ".

પિયુષ : કોઈ વ્યક્તિને ઓળખ્યાં વગર એનાં સ્વભાવની જાણકારી વગર ખાલી ચહેરો જોઈને આંખી જિંદગી કેમ કાઢવી " ?

આકાશ : " તમે બધાં હજું મારી વાત સરખી સમજ્યાં નથી. મેં વાતચીત પણ નથી કરીને ચહેરો પણ હજું સુધી નથી જોયો ".

આકાશની વાત સાંભળતાં બધાં મિત્રો એકદમ આંચકો લાગ્યો. આજનાં આધુનિક યુગમાં સગાઇ લગ્ન પહેલાં છોકરી છોકરો એકબીજાને મળીને વાતો કરીને અંતે લગ્ન કરવાં કે નહીં એવો નિણર્ય લેતાં હોય છે ".

પિયુષ : " આકાશ તું ખરેખર બધાં મિત્રો સાથે મજાક મસ્તી નથી કરી રહ્યો ને ! અને જો મજાક નથી તો આ વાત ખુબ આશ્ચર્યજનક છે. મને આ વાત ગળે નથી ઉતરી રહી ".
આકાશ : " આ વાત સાચી છે, કોઈ મજાક મસ્તી નથી કરતો. અહીં ગામડામાં આ પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે ".

અક્ષય : " આકાશ ખરેખર તું આવી માન્યતાઓ પર તારૂં આખું ભવિષ્ય અને આવનાર જિંદગીમા આ નિર્ણય સાચો સાબિત થશે " ?

આકાશ : " મમ્મી અને કાકા કાકીએ પસંદ કરી હતી. તો જરૂર કોઈ ખાસિયત હશે. તમને બધાંને ખબર છે હું કાકાની વાત અને એનાં લિધેલા નિર્ણયો પર ક્યારેય સવાલ નથી પુછતો ".


હવેલીમાં અંદર અનવી, દિવ્યા અને ચાંદની ત્રણેય. વાતો કરી હતી. અવની બાથરૂમમાં ફ્રેશ થવા માટે જાય છે. બાથરૂમમાં હાથ મોઢું ઘોવા ગયેલી અવની પોતાનાં પગ ધોતાં પગમાં આછાં ભુરા રંગનુ એક નિશાન દેખાયું. અવનીનું ધ્યાન નિશાન પર જતાં ફરી પોતાનાં હાથ વડે ઘસીને પાણીથી ધોવાનો પ્રયત્ન કર્યો છતાં કોઈ ફર્ક પડ્યો નહીં.

ક્રમશ....