The Author sneh patel અનુસરો Current Read નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 4 By sneh patel ગુજરાતી પ્રવાસ વર્ણન Share Facebook Twitter Whatsapp Featured Books આત્માનો કિનારો – ડુમ્મસ ડુમસનો દરિયા કિનારો. દિવસે, તે એક સામાન્ય પ્રવાસન સ્થળ... એકાંત - 74 પ્રવિણે નિસર્ગ પાસે એનાં મમ્મી અને પપ્પાને એક કરવાની વાત જણા... રમીલા 18 વર્ષની છોકરી ( અસ્મિતા )ની સગાઈ ચાલી રહી છે. જેવો જ એનો f... 'વ્હીસ્પરિંગ હિલ' નો રહસ્યમય પ્રેમ ભાગ ૧: મીઠી શરૂઆતઆરવ અને મિરા એકબીજાના બાળપણના મિત્રો હતા, જ... Stress Free Business Contents તૈયાર! નીચે એક જ કથા ને Bollywood, Comedy, અને Motivational... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા sneh patel દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન કુલ એપિસોડ્સ : 4 શેયર કરો નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 4 (1.6k) 2.3k 5.6k આકાશ હવે મારો મિત્ર બની ગયો હતો . એક એવો મિત્ર જને મલ્યા હજુ 2દિવસ નહતા થયા ત્યા મને લાગ્યુ કે આ વ્યક્તિ નો સ્વભાવ મને સેટ થશે . નાસ્તા પછી અંદર બેસી ને બધા એક બીજા ને વાત ચિત કરતા હતા ત્યા એક વયોવૃધ્ધ વ્યક્તિ જેમની દાઢી સફેદ હતી .માથે સફેદ વાળ હતા .ઍ વ્યક્તિ અમારી સામે આવી અને અમને કહેવામા આવ્યુ આ અમારા ટ્રેનર છે . નામ તો સરખુ યાદ નથી પરંતુ બધા જ એમને ગુરુજી કહેતા હતા . થોડા સમય ના ઇન્ટ્રોડક્શન પછી અમને બહાર લઈ જવામા આવ્યા . એક ખુલ્લા મેદાન મા એક અનોખી તાજગી વાતાવરણ મા ઠન્ડી નુ મોજુ અમારી આજુબાજુ લહેરાતુ હતુ . ખુલ્લુ મેદાન જોઇ ને મન પ્રફુલ્લિત થઇ ગયુ . એ દ્રશ્ય નુ વર્ણન કરવા જાઉ તો પર્વતો ના ઢાળ પર પથરાયેલું એ મેદાન પર ઉગેલુ નાનુ ઘાસ દુર સામે દેખાતા પર્વતો ,આમની વચ્ચે ક્યાક ક્યાક જોવા મળતા લાકડા ના બનેલા ઘર હતા .પવન ની લહેર મા થયેલી અનુભૂતિ મારી અત્યાર સુધી ની જિંદગી મા ક્યારેય ન હતી . સ્વર્ગ શુ હોય એતો ખબર ન હતી પરંતુ ઍ જગ્યા મને સ્વર્ગ થી પણ સુંદર લાગતી હતી. થયુ કે હિમાચલ મા આ હાલત છે તો કૈલાશ તો સાક્ષાત સ્વર્ગ જ હશે . ક્યાક ટીંબા તો ક્યાક મેદાન એવી જગ્યા મા આજુબાજુ પર્વતો પર ઉગતા ત્રિકોણીયા વૃક્ષ .ક્યાક દુર ઘાસ ખાતા હોર્સ હતા તો ક્યાક ઘેટા ચરતા હતા. અમારી કસરત ચાલુ થઇ .અમને દોડ કરાવવામા આવી . થાક્યા હોવા છતા ફોટા પડાવનો શોખ જાય ખરો . બધા ઍ ફોટોગ્રાફિ કરી લગભગ 2 કલાક બાદ અમે પાછા અમારી રહેવાની જગ્યાપર આવ્યા .ફ્રેશ થઈ થોડો આરામ કરી ત્યાર બાદ ભોજન ગ્રહણ કરી પાછા આરામ પર જવાનુ હતુ .બધા મસ્ત પોતાના મા ખોવાયેલા મોબાઇલ જોઇ રહ્યા હતા .કોઇક ઘરે વાત કરી રહ્યા હતા તો કોઇક મિત્રો સાથે વાતો . હુ દિવ્યા જોડે ગયો એને પુછયુ કે જમવાનું ગમ્યું અહિયા ફાવે છે . એના જવાબ મા એક સંતોષ હતો .ઍ જોઇ મને રાહત થઇ .અમારી રહેવાની જગ્યાઍ બહાર ની બાજુ ઍ એક થાંભલા જેવી રચના હતી ને એની ઉપર એક નાની ઓરડી જેવી રચના એની બહાર રંગીન કાપડ ના નાના ટુકડા માથી બનાવેલું તોરણ લટકતું હતુ .એક બેલ હતો .હુ ને આકાશ મુજવણ મા હતા કે આ છે શુ . ગુજરાત મા ક્યારેય આવી રચના જોઇ ન હતી . ત્યાના લોકલ પબ્લિક જોડે થી જણાવા મ્લ્યુ કે તે મંદિર છે . મને હજુ પણ નવાઇ ઍ હતી કે આવુ કેવુ મંદિર જેમા લોકો ભગવાન ને ના જોઇ શકે .ત્યા બાજુમા નાસ્તા ની શોપ હતી ત્યા મોમોસ હતા મે ત્યાજ આ વાનગી નુ નામ સાંભળ્યું હતુ પછી થી ખબર પડી કે લગભગ બધાજ મોમોસ ચાખી ચુક્યા છે હુ જ એવો હતો કે નામ જ પહેલી વાર સાંભળ્યું હતુ .એની બાજુમા બીજી શોપ પણ હતી. ને ડાભી બાજુમા એક આલ્કોહોલ ની શોપ પણ હતી . જોકે કેટલાક બોયસ ની નજરો ત્યાજ હતી પણ એમને ક્યારેય મોકો મળયો નહી અમદાવાદ છેલ્લે નહાયા હતા . તો નહાવાની ઇછ્છા બહુજ હતી પણ ઠન્ડી પણ એટલી જ હતી તો છોડી દીધુ . સાંજ નુ વાતાવરણ જાને ચોમાસુ આવ્યુ હોય તેમ હતુ હમણા જ વરસાદ પડશે એવુ લાગી રહ્યુ હતુ . બધા સાંજે પાછા ભેગા થયા ને જમવાનો ટાઇમ થાય ત્યા સુધી અમે ટ્રુથ એન્ડ ટ્રુથ રમ્યા . મજા કરી એક દિવસ પસાર કર્યો .વધુ આગળ ના ભાગ મા ‹ પાછળનું પ્રકરણનારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 3 Download Our App