Featured Books
શ્રેણી
શેયર કરો

નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 3

બસ મા બેસ્યા પછી અંબે મા ની જયકાર સાથે અમારો પ્રવાસ હિમાચલ ની એ વાદી માટે શરૂ કર્યો.બસ મા એક મુવી શરૂ થયુ ને બધા શાંતિ થી મુવી જોતા તા મુવી જોતા જોતા હુ ક્યારે સુઇ ગયો ખબર જ ના રહી.અચાનક ઠન્ડી ની લહેર ના અનુભવ ની લહેર નો અનુભવ થયો ને મારી આંખ ખુલી સુર્ય નારાયણ પોતાનો પ્રકાશ આ ધરતી પાથરી રહ્યા હતા બહાર ની બાજુ જોયુ તો ઉંચા પહાડો ની વચ્ચે થી અમારી બસ પસાર થઇ રહી હતી એક અનોખી તાજગી નો અહેસાસ હતો .શુધ્ધ હવા અમદાવાદ ના ટ્રાફિક ના ધુમાડા ની હવા કરતા આ મને અનોખી તાજગી નો અહેસાસ કરાવી રહી હતી. થોડા સમય પછી બહાર ની બાજુ બધુ ચોખ્ખુ દેખાવા લાગ્યુ હતુ.હજુ પણ હુ ઍ દ્રશ્ય જોઇ શકુ છુ ઠન્ડી હવાઓ સાથે ઉચ્ચા પર્વતો જે દ્રશ્યો મે ફક્ત ચિત્રો મા જોયા હતા ઍ મારી સામે હતુ. અમે હિમાલય ના શિવાલિક હિમાલય ની પર્વત શ્રેણી મા હતા . એક સ્ટોપ આવ્યુ ઍ શિમલા હતુ . શિમલા બહુ જ રમણીય જગ્યા છે બેદનસીબ થી અમારે આ સૌંદર્ય બસ માથી જ જોવાનું રહ્યુ . સમય જતા અમે આગળ નારકંડા આવ્યુ અમે ઉતર્યા સામાન ઉતાર્યો પણ હાસ્ય ની વાત તો એ છે કે આસ્લમ ને ત્યા ના કોઇ ધર્મશાલા જતા મુસાફર નો સામાન ની બેગ અમારી જોડે ઉતારી દીધી હતી . બધાએ પોત પોતાની બેગ લીધી તો ખ્યાલ આવ્યો કે એક બેગ વધારે છે . બધા પેલા તો વિચાર મા પડ્યા પછી બહુ જ હસ્યા . બેગ મા એ ભાઈ નો કોન્ટેક્ટ મલ્યો તો એમને વાત કરી ભાઇ ગુસ્સા મા હતા ભુલ અમારી હતી તો સાંભળી લીધુ ને આવતી કાલે એજ બસ મા બેગ પાછી મોક્લાવનિ વાત કરી .મને એમા ઇન્ટરેસ્ટ ન હતો હુ ફક્ત આ નાનકડા શહેર ને નિરખી રહ્યો હતો . સામે કઈક હોટલ હતી .એની બાજુમા ચાની કિટલી ને બસ આટલુ જોયા પછી મારી નજર બાજુ મા રહેલા એક મંદિર પર ગઈ તદ્દન અલગ જ શૈલી મા બનેલું હતુ .હુ સમજી શકુ તેટલો સક્શમ પણ ન હતો જે હતુ તે ખુબ અલગ હતુ . અમે અટલબિહારી બાજભાઇ માઉન્ટેનિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ મા દાખલ થયા . અમે જેવી રીતે ગયા હતા તેવી જ રીતે આસામ ની એક ટીમ ત્યા હતી . જેવુ ટ્રેનર ધ્વારા એમને કહેવામા આવ્યુ કે અમે ગુજરાત થી આવ્યા છિયે ત્યા તો તેઓ તુટી પડ્યા.અમને નવાઇ લાગી જાને અમે સેલિબ્રેટી હોઇયે તેમ ભાન ભુલી ને અમારી સાથે સેલ્ફિ લેવા મંડ્યા . થોડી વાર પછી આ ખેલ પુરો થયો. અમને અમારો સામાન મુકવા માટે ની જગ્યા બતાવવામા આવી . ડબલ ડેકર બૅડ ત્યારે મે વિચાર્યુ નિચે નહી ફાવે મે ઉપર ના બૅડ ની જગ્યા લીધી . સામાન મુક્યો ને અમે સવાર નો બ્રેકફાસ્ટ કરવા ભેગા થયા. બટર મા લસપસ પરોઠા ને આચાર લઈ ને દિવ્યા મારી જોડે આવી ને બોલી પહેલા તુ ખા તને ભાવે તો જ હુ ખાઇશ .મને પણ પહેલા જોતા અજીબ લાગ્યુ પણ પછી યાદ આવ્યુ કે હુ હોસ્ટેલ મા રહુ છુ . તેના કરતા તો સારુ જ હશે.સાચે એ નાસ્તો બહુ જ ટેસ્ટી હતો ને અત્યારે જ્યારે એ દિવસો યાદ કરુ તો એ સ્વાદ ને આજે પણ બહુ જ મિસ કરુ છુ .નાસ્તા પછી અમારો લેક્ચર શરૂ થયો લેક્ચર એટલા માટે જેમા બાકીના 15દિવસ અમારે શુ ધ્યાન રાખવાનું છે તેની કેટલીક સુચનાઓ હતી બધી વાતો માનવા હુ તૈયાર હતો ફક્ત એક જ વાત એવી હતી કે જેમા અમારે 15દિવસ નાહવા નુ ન હતુ.




વધુ ભાગ 4મા