કાવ્ય અને ગઝલ સંગ્રહ - 4 Tru... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 4

Please read....And.....
If you like and enjoy.. please rate it .......
Have a great life.......
*****************
*****************
******************

1.કૃષ્ણને રાધા....
*********
*********
કેમ ના યાદ આવે કૃષ્ણને રાધા...
એ પ્રેમના શબ્દો, એ મૌનની ભાષા ....
નથી કોઈ શરત ને નથી કોઈ વચન...
બસ,પરસ્પર સ્વીકાર કરતા બે નયન....
સમર્પણ સર્વ બસ કોઈ અપેક્ષા વગર ...
લાગણીઓ ઘણી પણ સ્વાર્થ વગર...
તકરાર છે ઘણી પણ અણગમો નથી ...
ફરિયાદ ઘણી પણ તિરસ્કાર નથી...
પ્રેમ નો વરસાદ અને સ્નેહની હેલી...
અલગ છે રસ્તો પણ એક જ છે કેડી...
છે શરીર જુદા પણ હૃદય અંકબધ...
નિર્મળ,પવિત્ર પ્રેમભક્તિનો સંબંધ ...
પછી યાદ આવે જ ને કૃષ્ણને રાધા...

*********
*********
2.હળવાશ ની પળો....
*********
*********
હળવાશ ની પળો માં એક હળવાશ ભર્યો સંબંધ,
જાણે હૃદય ની સમીપે એક નાનડકડો પ્રસંગ... નદી ના નીર તો અવિરત વહેતા રહેવાના,
જાણે કિનારે અડકી ને વિસામો લેતી એક તરંગ...
સ્વાર્થ ની મહેફિલ માં ખોટી ઉજાણી ના જ દંભ,
જાણે દંભ માં પણ હરખી ને જિવાડતી સંગત...
જીવન ની રમત છે સિક્કા ની બે બાજુ,
બાજુ ગમે તે હોય સાથે રહે તે અંગત...
મન નું કામ જ છે વિચારો ના ભાર વધારવાનું, હૃદય ને પણ વિચારતું કરે તો હરપળ થાય મંગલ...
ઓછી આવે છે જીવન માં હળવાશ ભરી પળો, હર ક્ષણ ને હળવી બનાવે એ ની જ રંગત. ...
*********
*********
3.પ્રેમ....
**********
**********
પ્રેમ કરવો કેટલો સરળ...
આંખો મળે ને પ્રેમ થાય,આદત ગમે ને પ્રેમ થાય...
ચહેરો જુવે ને પ્રેમ થાય,હૃદય છલકાઈ ને પ્રેમ થાય...
બસ પ્રેમ થઈ જ જાય...
સવાર ની ઝાકળ જેવો,મૌસમ ના વરસાદ જેવો...
થનગનતા ઝરણાં જેવો,રણ માં રહેલ વીરડા જેવો...
બસ, પછી પ્રેમ સમજાવી જાય ...
માણસના સ્વભાવ,લોકોના હાવભાવ... ગમતાનો સરપાવ,ને કોઈ નો અભાવ... બસ ,પછી જીવી લેવાય...
આનંદ ની ક્ષણો,વિરહ ની પળો...
એકમેકનો સંગાથ,કે કસોટીઓ ની ભરમાર... બસ,પછી જીતી જવાય...
આનંદ જ આનંદ,પ્રેમ નો આનંદ...
શ્રેષ્ઠ નો આનંદ,જીવન નો આનંદ...
પ્રેમ કરવો કેટલો સરળ??? ...
**********
***********
4.પ્રેમ ની ભાષા
***********
***********
પ્રેમ ની કોઈ ભાષા નથી હોતી...
લાગણીઓને કોઈ વાચા નથી હોતી...
કોઈ અચાનક મળી જાય...
અને કોઈ અચાનક ખોવાય જાય...
પ્રત્યેક રાહ દરેક માટે ખાસ નથી હોતી...
કોઈ જોતાં જ ગમી જાય...
ને કોઈ મળતાજ વસી જાય...
ગમતું થતા કોઈ ને ફરિયાદ નથી હોતી...
કોઈ સાથે ચાલી ને અળગા રહે...
ને કોઈ વિચારોમાં જ સાથે રહે ...
અહેસાસ જેવી બીજી કોઈ વાત નથી હોતી ...
કોઈ કોરી આંખોમાં સપનું બને...
કોઈ ભીની આંખોનું કાજલ બને ...
આંખોની રમત જેવી કોઈ રમત નથી હોતી...
***********
************
5.તમારી આંખોમાં...
***********
***********
તમારી આંખો માં જાદુ હતો કે અમારી નજરમાં...
બસ મળી ને સુનામી આવી ગઈ એકમેકના હૃદયમાં...
કહેવાયું કઈ જ નહીં,ને સહેવાયું પણ નહિ...
અને ઈશારા થી વ્યવહાર કરતા રહેવાયું પણ નહિ...
હવે કેમ વધશે વાત મુંજવણ માં પડી ગયા...
સજા સારા અમે તો કલ્પનાઓમાં જ લૂંટાઈ ગયા...
ઈઝહાર પ્રેમ નો કરવામાં કવિ બની ગયા...
જીવન જીવવાનું કારણ જાણે સાર્થક કરી ગયા...
આવતા તમારી સામે સુધ બુધ ભૂલી ગયા...
કવિતાઓ તો ઠીક પોતાની જાત ને જ ભૂલી ગયા...


***********
************
6.ભૂલ પડી જવાની મજા
************
************
ભૂલા પડી જવાની મજા કોઈની યાદમાં...
ઝબકી જાગી જવાની વ્યથા કોઈની વાતમાં...
જીવન તો ઘટમાળ છે ઘટનાઓની...
ક્યાંય અટકવાની મજા કોઈના સાથમાં...
ડાહ્યા થઈ ને તો દુનિયા જીવે જ છે...
પાગલ બની મસ્ત ફરવાની મજા કોઈના ખ્યાલમાં...
કિનારે બેસી ખાલી ક્ષિતિજને માણી શકાય...
ડૂબીને જ તરી જવાની મજા આ સંસારમાં...
અઘરું અઘરું મેળવવના પ્રયત્નો ભરપૂર હોય છે...
સહેલું હોય એ માણવાની મજા પ્રત્યેક ક્ષણમાં...
સંબંધો તો ડગલે ને પગલે બદલવાના...
ખૂદ ને બદલવાની મજા કોઈ ના પ્રેમમાં...
ઈશ્વર ની કૃપા તો હરપળ વરસે સૌ કોઈ પર...
હમેંશા મગ્ન રહેવાની મજા સમર્પણમાં...
*************
************
7.એ વાત ખોટી....
**************
************
યાદ કરે ને હેડકી આવે જ એ વાત ખોટી...
ક્યાંક નજર મળે ને પ્રેમ થાય જ એ વાત ખોટી.
વાદળાં હોય એ તો વરસે જ એ વાત ખોટી...
લાગણી હોય એ અનુભવે જ એ વાત ખોટી...
મૌનમાં સમજી જ જાય પોતાના એ વાત ખોટી...
બોલવા થી સમજી જ જાય બીજા એ વાત ખોટી...
રસ્તે ચાલશો તો મંજિલ મળશે જ એ વાત ખોટી...
ક્યાંક બેસશો ને નસીબ ફળશે જ એ વાત ખોટી...
કોઈ કઈ સમજતું જ નથી એ વાત ખોટી...
કોઈ ને કોઈ ની પડી જ નથી એ વાત ખોટી...
જીવન ઘણું જ સરળ છે એ વાત ખોટી...
મૃત્યુ ઘણું જ કષ્ટદાયક છે એ વાત ખોટી...
સમય તો બદલાય છે ને બદલાતો રહેશે જ...
તમે રહેશો એવા ને એવા એ વાત ખોટી...


**************
**************
8.ટેવ પડી છે ....
************
************
હૃદયને આમ છલકાઈ જવાની ટેવ પડી છે...
અમને તો લાગણી માં લુંટાઈ જવાની ટેવ પડી છે...
બે ઘડી ના આનંદ માં જાણે જિંદગી જીવાઈ જાય છે...
ને પછીના સમયમાં એકલા ઝુરવા ની ટેવ પડી છે...
જોવાની ક્ષમતા તો આંખો બંધ કરી ને પણ અટકાવી શકાય...
આ વિચારો જ છે જેને આમ તેમ ભટકવાની ટેવ પડી છે...
આનંદ અંદર જ છે , શાંતિ પણ ભીતર જ છે..
આ મન જ છે જેને બહાર ફાંફા મારવાની ટેવ પડી છે...

************
************
9.પ્રેમ નો પર્યાય...
************
************
પ્રેમ નો સાચો પર્યાય છે કૃષ્ણ ને રાધા...
શીખવાડે આપણ ને પ્રેમ ની પરિભાષા...
બાંધ્યા નથી પણ બંધાયા છે સાથે...
પાસે નહિ પણ રહ્યા છે એ સાથે...
જીવ્યા માત્ર વિચારોમાં જ નહિ...
એતો જીવ્યા જ એક મેક ના શ્વાસે...
કોઈ અપેક્ષા નહિ કોઈ આરોપ નહિ...
બસ પ્રેમ સિવાય બીજી કોઈ જીદ નહિ...
સમર્પણ ને સ્વીકાર થી પૂર્ણ થયા ..
કૃષ્ણ ને રાધા મળી રાધાકૃષ્ણ થયા...
************
*************
10.ડાયરી ના પાનાં...
*************
*************
ડાયરીઓ ના પાનાં ફેરવતા મળ્યું એક ગુલાબ...
જાણે વીતેલી ક્ષણો ને મળી ગઈ નવરાશ..
યાદ આવ્યું એ હારબંધ કે સપષ્ટ નહોતું...
છતાં અનોખા આનંદ થી હૈયા ને ભરતું હતું..
ભૂતકાળ હતું એ, વતૅમાન કે ભવિષ્ય નહિ...
પણ વાગોળવાની અનેરી મીઠાશનું સરનામું હતું એ ગુલાબ....
સ્વીકાર કર્યું હતું ગુલાબ પણ એમને ખબર નહોતી...
નહોતો પ્રેમ નો એકરાર પણ સંમતિ મિત્રતાની હતી...
પરસ્પર ગાઢ આલિંગનનું સાક્ષી નહોતું એ ગુલાબ...
પણ,હાથમાં અધૂરા સ્પર્શનું ગવાહ જરૂર હતું એ ગુલાબ...
માટે જ કંઇક ખાસ હતું આ ગુલાબ....

**************
**************
***********Tru.....********

-Trupti.R.Rami (Tru.....)