Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-74



એલ્વિસનો ભૂતકાળ:

એલ્વિસની મોટી વાતો સાંભળીને સેમ્યુઅલને હસવું આવ્યું.
"તું જરૂર મોટો માણસ બનીશ અને તે પણ જલ્દી જ.મારા પછી મારું બધું તમારું જ છે.એલ્વિસ,તારા નહીં તો રોઝા માટે વિચાર.તેને સારા ઇલાજની જરૂર છે.તેને કેન્સર છે.જિદ ના કર અને ચલ મારી સાથે."સેમ્યુઅલે એલ્વિસને સમજાવતા કહ્યું.

"મારે તમારી મદદની કોઈ જરૂર નથી. હું મારી બહેનનું ધ્યાન જાતે રાખી શકીશ અને હું તમને ચેલેન્જ આપું છું કે તમારી મદદ વગર મોટો માણસ બનીશ. "એલ્વિસે કહ્યું. સેમ્યુઅલ નિરાશ થઈને જતો રહ્યો.

તેના ગયા પછી વિન્સેન્ટે પૂછ્યું," એલ્વિસ,તે કહ્યું તો ખરા કે હું મોટા માણસ બનીશ પણ કેવી રીતે? આપણા તો ખાવાના પણ ફાંફા છે. મમ્મી પપ્પા અને અંકલઆંટીની જે પણ જમા મુડી છે તે હવે થોડીક જ છે રોઝાનો ઈલાજ કરાવવાનો છે. બધું કેવી રીતે થશે?તું સત્તર વર્ષનો અને હું પંદર વર્ષનો છું."

વિન્સેન્ટની વાત સાંભળીને એલ્વિસ વિચારમાં પડી ગયો. થોડીક વાર વિચાર્યા પછી તેણે કહ્યું,"વિન્સેન્ટ, આપણા બેમાંથી એક જણાએ ભણવાનું છોડી કમાવવા નીકળવું પડશે અને તે હું છું.હું જઈશ કમાવવા.મને પણ મોમની જેમ ખૂબજ સરસ ડાન્સ આવડે છે.હું ડાન્સ માસ્તર બનીશ એટલે કે કોરીયોગ્રાફર બનીશ.મોમની જેમ આસિસ્ટન્ટ બનીને નહીં રહું મોટો કોરીયોગ્રાફર બનીશ.વિન્સેન્ટ,તારે ખૂબજ ભણવાનું છે.તારા ભણવાનો બધો ખર્ચો હું ઉઠાવીશ."

એલ્વિસની વાત સાંભળીને વિન્સેન્ટ ખૂબજ ભાવુક થઈ ગયો.હવે તે લોકો એક જ ઘરમાં રહેતાં હતાં.વિન્સેન્ટે ભણવાનું ચાલુ રાખ્યું.રોઝા ઘરે રહેતી હતી તેની તબિયત સારી ન રહેતી હોવાના કારણે તે મોટાભાગે આરામ કરતી હતી.

એલ્વિસ કામ શોધવા સૌથી પહેલા તે કોરિયોગ્રાફર પાસે ગયો જેની સાથે તેની મોમ કામ કરતી હતી.તેણે પોતાને એક તક આપવા કહ્યું.

"તને કામ આપું? તને ખબર છે તારી મોમના કારણે મારું કેટલું નુકશાન થયું છે.તે અચાનક મારું કામ છોડીને સેમ્યુઅલ સાથે જતી રહી, મારે તાત્કાલિક નવી આસિસ્ટન્ટ શોધવી પડી.સેમ્યુઅલે મને ધમકાવીને સિલ્વીને ફ્રી કરવા કહ્યું.હું તને કામ નહીં આપું."તે કોરીયોગ્રાફરે ખૂબજ ગુસ્સાથી કહ્યું.

તે સિવાય તે કોરીયોગ્રાફરે તેની મા વિરુદ્ધ અને તેના ચારિત્ર વિશે ખરાબ શબ્દો કહ્યા.એલ્વિસને ખૂબજ ગુસ્સો આવ્યો તેણે તેનો કોલર પકડીને તેને મુક્કો માર્યો.

"હવે તો હું જોઉં છું કે તને આ ઇન્ડસ્ટ્રીમાં કોણ કામ આપે છે?"ધુંધવાયેલા કોરીયોગ્રાફરે કહ્યું.

"કામ પણ મળશે અને પહેલી તક તમે જ આપશો.યાદ રાખજો એક દિવસ હું સુપરસ્ટાર બનીશ. ના ના સુપરસ્ટાર નહીં ડેશિંગ સુપરસ્ટાર બનીશ."એલ્વિસ ટણીમાં બોલીને જતો રહ્યો.

એલ્વિસ સવારથી કામ શોધવા નીકળી જતો હતો અને સાંજ થતા નિરાશ થઈને પાછો આવતો.ઘર ચલાવવા નાના છોકરાઓને ડ‍ાન્સ શીખવાડતો,ફિલ્મોમા બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતો અને કશુંજ ના મળે તો સ્પોટબોય તરીકે પણ કામ કરી લેતો.આવા નાનામોટા કામથી ઘર માંડ ચાલતું અને રોઝાની દવાની અને સારવાર કરવાની વ્યવસ્થા ના થઈ શકતી.

અા બધાં ઉપર નજર રાખતા સેમ્યુઅલને એલ્વિસની ખુદ્દારી પર ખૂબજ ગર્વ થયો.તેણે એક સામાજિક સંસ્થાના નામે પડદાની પાછળ રહીને રોઝાની સારવાર અને દવાનો ખર્ચ માથે લઈ લીધો.આ વાતથી એલ્વિસ સાવ અજાણ હતો.

બહુ મહિનાઓ થયા પણ એલ્વિસને કોઇ મોટું કામ ના મળ્યું કે તે પોતાનું નામ બનાવી શકે.તે સમયે વિન્સેન્ટને અેક ઉપાય સુઝ્યો.તેણે એલ્વિસને તે પ્રમાણે કરવા કહ્યું.

તેના પ્લાન પ્રમાણે વિન્સેન્ટે ગુંડાનો વેશ ઘરીને જ્વેલરી શોપમાંથી ખરીદી કરીને બહાર નિકળી રહેલા તે મોટા કોરીયોગ્રાફરની પત્નીની બેગ છિનવીને ભાગી ગયો.કોરીયોગ્રાફરની પત્નીએ બુમાબુમ કરી દીધી.બપોરનો સમય હોવાના કારણે બહુ લોકો નહતા.એલ્વિસે અને વિન્સેન્ટે આ પ્લાન અમલમાં મુકતા પહેલા તે કોરીયોગ્રાફરની પત્નીનો ઘણા દિવસ પીછો કર્યો હતો.એલ્વિસ વિન્સેન્ટની પાછળ ભાગ્યો.થોડે દૂર જઇને જ્યા કોઇ નહતું.વિન્સેન્ટે એલ્વિસને બેગ આપી.તે બેગ લઈને તે કોરીયોગ્રાફરની પત્ની પાસે ગયો.તેણે તેનો ખૂબજ આભાર માન્યો અને તેને ઈનામ આપવા ચાહ્યું.જવાબમ‍ાં એલ્વિસે તેને કહ્યું,"મેડમ,હું તમને ઓળખું છું અને આ ચોરીનું નાટક મે જાણીજોઈને કર્યું હતું.જેથી તમે મારી વાત સાંભળો."

એલ્વિસે તેમને પોતાની દર્દભરી દાસ્તાન સંભળાવી.જે સાંભળીતે મહિલાની આંખમાં આંસુ આવી ગયાં.તેણે એલ્વિસની મદદ કરવા ખાત્રી આપી.તે તુરંત જ એલ્વિસને પોતાના પતિ પાસે લઈ ગઈ અને તેને કામ આપવા કહ્યું.પત્નીના આગ્રહ અને જિદ આગળ તે કોરીયોગ્રાફર ઝુકી ગયો.તેણે મને કમને એલ્વિસને કામ આપ્યું."

આટલું કહીને એલ્વિસ અટક્યો.તેણે પાણીનો ગ્લાસ લઈને ગટગટાવી લીધો.

"કિઆર‍ા,જ્યારે બધું સારું થતું હોયને ત્યારે કઇંક ખરાબ કેમ થાય?રોઝાની સારવારની વ્યવસ્થા થઈ ગઈ હતી,વિન્સેન્ટનું પણ સારી સ્કુલમાં એડમિશન કરાવી દીધું અને મને પણ તે કોરીયોગ્રાફરને ત્ય‍ાં નોકરી મળી ગઈ.સિમા મને છોડીને જતી રહી."

"હા એલ્વિસ,મારે પણ જાણવું છે સિમા વિશે.જેણે તમને પહેલા પ્રેમનો અહેસાસ કરાવ્યો અને તમને છોડીને જતી રહી.શું થયું હતું?"કિઆરાએ પૂછ્યું.

એલ્વિસ પાછો પોતાના ભૂતકાળમાં ખોવાઇ ગયો.

સિમાની સુંદરતા વિશે અને પોતાના એક જ શાળામાં ભણવા વિશે તેણે પહેલા જ કિઆરાને જણાવ્યું હતું પણ આજે તેણે આગળ વાત જણાવી.

સિમાનું ધ્યાન પોતાના ભણવા તરફ જ હતું.તે ત્રાંસી આંખે પોતાને હંમેશાં ઘુરતા એલ્વિસને જોઈ લેતી અને હસી લેતી પણ ક્યારેય તેની સાથે વાત ના કરતી.સિમાને પણ એલ્વિસ ગમતો હતો.સિમા જેટલી સુંદર હતી એલ્વિસ એટલો જ સોહામણો હતો.પોતાના સંકુચિત વિચારવાળા પરિવારના કારણે અને અલગ ધર્મના કારણે તેણે તે વિશે આગળ ક્યારેય ના વિચારવાનું નક્કી કર્યું હતું.

કિસ્મતમાં જે લખ્યું હોય તે થઈને જ રહે.એક વરસાદી સાંજ હતી.મુંબઇમાં વરસાદ અચાનક જ ધોધમાર વરસી જતો હોય છે.આવી એક સાંજે ખૂબજ મૂશળધાર વરસાદ વરસ્યો હતો.ગલીમાં પાણી ભરાઈ ગયા હતાં.સિમા છત્રી ભુલી ગઈ હતી અને પલળીને ઠરી ગઈ હતી.તે સમયે કોઈ દૂતની જેમ એલ્વિસ પોતાની છત્રી લઈને તેની પાસે આવ્યો હતો.એક છત્રીમાં એકબીજાનો સ્પર્શ થતાં.બંનેના શરીરમાં રોમાંચ વ્યાપી ગયો હતો.

ત્યારબાદ સિમા પોતાની જાતને પરિવાર અને ધર્મના બંધન તોડીને છુપાઈને એલ્વિસને મળતા અને તેના પ્રેમમાં પડતા ના રોકી શકી.પંદર વર્ષનો એલ અને ૧૪ વર્ષની સિમા એકબીજાના પ્રેમમાં પડી ગયા.

તેમનો પ્રેમ ખૂબજ પવિત્ર હતો.એલ્વિસના જીવનમાં ખરાબ સમય આવ્યો.તેના માતાપિતા મરી ગયાં.તેનું ભણવાનું છુટી ગયું પણ સિમાએ તેનો સાથ ના છોડ્યો.આખા દિવસનો થાકેલો એલ્વિસ સિમાને મળીને તેના ખોળામાં માથું રાખેને તો તેનો થાક ઊતરી જાય.સિમાના પ્રેમથી તેને એક અલગ જ તાકાત મળતી.

એલ્વિસને તે કોરીયોગ્રાફરના ત્યાં કામ કરતા જોઈ બધાં આશ્ચર્ય પામતાં.એલ્વિસને ડાન્સની કલા ગોડ ગિફ્ટ તરીકે મળી હતી.એલ્વિસની આવડતને કારણે તેના કોરીયોગ્રાફરને ઘણો ફાયદો થયો.તેને ઘણાબધા પ્રોજેક્ટ્સ મળતા થઈ ગયાં.તેણે હવે એલ્વિસનો પગાર અને તેનો હોદ્દો વધારી દીધો.કોરીયોગ્રાફરના મનમાં રહેલા અણગમાને તો એલ્વિસનો ડાન્સ ક્યારનો હટાવી ચુક્યો હતો.

લગભગ બે વર્ષ થઈ ગયા હતાં.રોઝાનો ઈલાજ ચાલું હતો પણ બે વર્ષથી તેની સ્થિતિમાં સામાન્ય જ સુધારો હતો.એલ્વિસને હવે બોલીવુડમાં બધા ઓળખતા થઈ ગયા હતાં.વિન્સેન્ટનું ભણવાનું પણ સારું ચાલી રહ્યું હતું.

બદકિસ્મતીની જગ્યા સદનસીબે લીધો હતો.એક દિવસ સાંજે કામથી થાકીને આવેલો એલ્વિસ સિમાના ખોળામાં માથું રાખીને સુતો હતો.સિમા તેના વાળ સાથે રમી રહી હતી.
એલ્વિસ ફરીથી પાણી પીવા ઊભો થયો.
"કિઆરા,મે તે સાંજે મારા પિતાને આપેલા વચનને તોડી કાઢ્યા હતાં.જેની મને સજા મળી ગઈ હતી.મારી ભૂલ મને સમજાઇ ગઈ હતી."

પ્રેમના સ્પર્શમાં ખોવાયેલા એલ્વિસે પોતાના પિતાને આપેલા વચન તોડીને સિમાના હોઠોને ચુમી લીધાં હતાં.પહેલા પ્રેમનું આ પહેલું ચુંબન તેમના શરીરમાં રોમાંચ જગાવી ગયું.ઉપરથી એકલતા તેમને એકબીજાના પ્રેમાલાપમાં ખોવાઈ જવા મજબૂર કરી ગયું.બરાબર તે જ સમયે સિમાના માતાપિતા ત્યાં આવ્યાં.એલ્વિસ અને સિમાના કપડાં પણ અવ્યવસ્થિત હતાં.સિમાને બે થપ્પડ અને એલ્વિસને ખૂબજ માર પડ્યો.તેમના માથે આભ તુટી પડ્યું જ્યારે આ પ્રેમની સજા તેમને તે ચાલી ખાલી કરવાના રૂપમાં મળી.

પોતાનો સામાન અને યાદો સમેટીને એલ્વિસ ચાલીમાંથી ઝુંપડપટ્ટીમાં આવી ગયો.એલ્વિસના કામ અને તેના કારણે થયેલા ફાયદાને જોઈને તે કોરીયોગ્રાફરે પોતાનો એક બેડરૂમનો ફ્લેટ તેને રહેવા આપ્યો.ફ્લેટની પરિસ્થિતિ બહુ સારી નહતી પણ તે ગંદી ચાલ અને બદતર ઝુંપડપટ્ટી કરતા સારી હતી.

આટલું થયા પછી સિમાના માતાપિતાએ એલ્વિસ તેને અહીં ચાલીમાં મળવા ના આવે તેના માટે તેને તેના ફોઈફુવાના ઘરે મોકલી દીધી.જે મુંબઇમાં જ રહેતા હતા પણ તે ફ્લેટમાં રહેતા હતાં.

સાચો પ્રેમ ક્યારેય હારતો નથી.સિમાના ફોઈ ફુવા અને એલ્વિસ એક જ સોસાયટીમાં રહેતા હત‍ાં.અનાયાસે એક દિવસ સિમા અને એલ્વિસ મળ્યાં.તેમનો પ્રેમ ફરીથી ખિલ્યો હતો.સિમાના ફોઇ ફુવા તેના માતાપિતાની જેમ સંકુચિત માનસવાળા નહતાં.તેમણે એલ્વિસ અને સિમાને મળતા જોયા હતા છતાં પણ તે વણદેખ્યું કર્યું.એલ્વિસના જીવનમાં ફરીથી જાણે વસંતઋતુ આવી ગઈ હતી."રાત ખૂબજ થઈ હોવાના કારણે અને કાલે મુંબઇ પાછા જવાનું હોવાના કારણે એલ્વિસ અટક્યો.

"કિઆરા, ત્યારે બધું જ એકદમ પરફેક્ટ હતું.અમે નક્કી કરી લીધું હતું કે સિમાના અઢાર વર્ષના થતાં જ અમે લગ્ન કરી લઈશું પણ તે સમયે મને એકસાથે બે ઝટકા મળ્યાં.તેમાનો એક ઝટકો મારા સો કોલ્ડ નાનાભાઈ રિયાન માર્ટિને આપ્યો.તે મારા જીવનમાં વાવાઝોડુ બનીને આવ્યો.ઓગણીસ વર્ષની ઊંમર ખૂબજ ભયાનક બની હતી."

કોણ છે આ રિયાન માર્ટિન?
સિમા અને એલ્વિસ કેવીરીતે અલગ થયા ?
આયાન કિઆરાને અહાના વિશે જણાવી શકશે?

જાણવા વાંચતા રહો.