શ્રાપિત - 16 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 16

હવેલીની બહાર ગાડી ઉભી રાખીને આકાશ અને સમીર ગેટનો દરવાજો ખોલ્યો. અંદર હોલમાં સોફા પર બેસીને રડતી અવની બહાર ગાડીનો અવાજ સંભળીને સોફા પરથી ઉભી થઇને દોડીને આંગણમાં ઉભેલાં આકાશને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

આકાશ : " અવની...અવની... મારી તરત જોઈને જવાબ આપ તને શું થયું તારી હાલત તો જો રડી રડીને આંખો સોજી ગયેલી ".

આકાશને પોતાનાં બન્ને હાથ વડે જકડીને રડી હતી. ત્યાં સુધા આકાશની મમ્મી પાસે આવીને કાનમાં કહેવા લાગી. દીદી આકાશના લગ્ન થઇ જાય જલ્દી એટલ સારૂ આ છોકરીના લક્ષણ મને સારાં નથી લાગતાં. આકાશની મમ્મી સુધા તરત જોતાં સુધા મૌન બની જાય છે


અવની પિયુષનુ નામ રડતાં રડતાં બોલી. આકાશ અવનીને પોતાના બન્ને હાથ વડે હચમચાવીને પુછ્યું " પિયુષ ! શું કીધું તને પિયુષ ? કશું બોલાચાલી થઇ " .

અવની : " રડતાં રડતાં ના...પણ જ્યારે હું તને મળીને હોસ્પિટલમાંથી બહાર નીકળી ત્યા પિયુષ બહાર ગાડીમાં બેસીને મારી રાહ જોતો હતો. હું પિયુષની બાજુમાં આગળની સીટમાં ગાડીમાં બેઠી. હોસ્પિટલથી આગળ વધીને ગાડી હાઈવે પર આવી. ગાડીની ઝડપ એકદમ વધવા લાગી, જોરથી પવન ફુંકાવા લાગ્યો.‌ રોડ પરની બધી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંઘ થવા લાગી અને ઝડપથી રફતારમા ચાલતી ગાડીમાં પવન કાન પાસે આવીને અથડાતાં એક અલંગ ધ્વનિ કાનમાં ગુંજતી હતી.


મેં પિયુષને કહ્યું " પિયુષ શું કરે છે ! આટલી ઝડપથી ગાડી શું કામ ચલાવે છે "? પિયુષ કશું જવાબ આપ્યો નહીં. મેં ફરીથી પિયુષને કહ્યું આપણે ઘરે પહોંચવું છે.‌ શું કામ આટલી ઉતાવળ કરે છે ? પિયુષ મારી જોયું મેં મારી આંખો પિયુષના ચહેરા તરફ ફેરવી ત્યાં....અવની ફરીથી વાત કરતાં રડવા લાગી.

આકાશ અવનીને માંડ શાંત કરીને આગળ શું થયું ! એ પુછવા લાગ્યો.‌

અવની : " પિયુષના ચહેરા તરફ જોતાં પિયુષની ડરામણી લાલ રંગની આંખો અને ચહેરા પર એક ભયાનક હાસ્ય ફરકતું હતું. આકાશ મેં આવું ડરામણું દશ્ય ક્યારેય જોયું નથી. તારી સાથે કોલેજમાં પણ ઘણી હોરર ફિલ્મ પડદાં પર જોયેલી પરંતુ, આ એક મારી કલ્પના બહાર ડરામણો ચહેરો પિયુષનો હતો.

ત્યાં બાજુમાં ઉભેલી સુધા ઉધરસ ખાવા લાગી. " એટલે કોલેજમાં તમે બન્ને એટલે કે અવની તું અમારાં આકાશ સાથે ફિલ્મો જોવા જતી " ?

દિવ્યા : " આન્ટી અમે આખું કોલેજના મિત્રોનુ ગ્રુપ હારે જોવાં જતું ".

આકાશ અવનીની વાત સાંભળીને ગંભીર ચહેરા સાથે બાજુમાં ઉભેલાં સમીર તરફ નજર ફેરવી. સમીર પણ આગળની ઘટનાઓ પર એક નજર કરતાં આકાશ તરફ જોવા લાગ્યો.

આકાશ : " અવની પછી શું થયું ! પિયુષએ તને કોઈ ઇજા તો નથી પહોંચાડી ને ?

અવની : " ના... પિયુષના અચાનક બદલાયેલા આવાં ભયાનક સ્વરૂપને જોતાં હું ખુબ ડરી ગઈ. મારાં ધબકારા વધી ગયા. સુનાસાન સડક પર કોઈ સામું મળ્યું નહીં જેની હું મદદ માંગી શકું. ગાડી આગળ વધારે ગતિથી ચાલતી હતી. પિયુષનુ આવું ભયાનક સ્વરૂપ મને કોઈ હાનિ પહોંચાડે એની પહેલાં મેં ગાડીનાં સ્ટેરીંગને ધુમાવી નાખ્યું. પિયુષ પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને ગાડી જેવી થોડીક ધીમી થતાં હું કુદકો મારીને ગાડીની બહાર ઉતરી ગય ".

અવનીની વાત સાંભળીને સમીર વિચાર કરવા લાગ્યા. પિયુષ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અધિરાજની દેખરેખ રાખવા હોસ્પિટલમાં રોકાયો છે.

સમીર : " અવની તું મારી વાત પહેલાં ધ્યાનથી સાંભળ. તું આકાશને મળીને ગાડીમાં બેસીને હોસ્પિટલથી નીકળી બરાબર ને " ?

અવની : સમીરની વાત સાંભળીને માથું ધુણાવીને બોલી " હા ".

સમીર : " તું અને પિયુષ નીકળી ગયાં, એની થોડીવાર પછી બહાર ગાડીના હોર્નનો અવાજ સંભળીને આકાશ બહાર આવયો. ત્યાં બહાર ઉભેલા પિયુષએ કહ્યું અવનીને બહાર મોકલો ઘરેથી ફોન આવ્યો ".

સમીરની વાત સાંભળીને બાજુમાં ઉભેલી અવની, દિવ્યા, ચાંદની, આકાશની મમ્મી ,સુધા અને અક્ષય બધાનાં ચહેરા એકદમ સ્તબ્ધ બની જાય છે.

સમીર : " આકાશ તે એક વાત નોટિસ કરી " ?

આકાશ : " શું ".

સમીર : " પિયુષ આવીને બોલ્યો એને હોસ્પિટલમાં આવતી દવાની દુર્ગંધથી એલર્જી છે ".

આકાશ : " અરે...હા યાર આ વાત તો મને યાદ જ નહોતી ".


ક્રમશ....