( શિનાએ કિઆરાને આપી હતી શિખામણ જેને ધ્યાન રાખી કિઆરાએ એલ્વિસને સંભાળી લીધો.વિન્સેન્ટ તે મહિલાને જોઇને અહાનાની યાદમાં ખોવાઇ ગયો.સૌમ્યભાઈ અને સોનલને વિન્સેન્ટ પોતાના ઘરે લઈ ગયો અને તે આયાનને મળવા ગયો.સિલ્વીએ એન્ડ્રિકને સેમ્યુઅલ દ્રારા આપવામાં આવેલી ઓફર વિશે કહ્યું.વિન્સેન્ટની મોમ આઈશા જે એન્ડ્રિકને પોતાનો ભાઈ માનતી હતી.તેને આ ઓફર અયોગ્ય લાગી.સિલ્વી સેમ્યુઅલના ઘરે ગઈ અને આઘાત પામી.)
એલ્વિસનો ભૂતકાળ
સિલ્વી સેમ્યુઅલના ઘરનું દ્રશ્ય જોઈને આઘાત પામી.સેમ્યુઅલ જમીન પર બેભાન પડ્યાં હતાં.નીચે કાચનો ગ્લાસ તુટેલો પડ્યો હતો અને દારૂની બોટલ ખાલી જમીન પર અહીંથી તહીં થતી હતી.
સિલ્વી ખૂબજ ગભરાઈ ગઈ.ઘરમાં કોઈ નોકર હાજર નહતો.એક કાયમી ઘરઘાટી કમ રસોઈયો હતો તે બહાર ગયો હતો.સિલ્વીએ તુરંત જ સિક્યુરિટી ગાર્ડને બોલવ્યા અને તેમને રૂમમાં સુવાડ્યાં.તેમણે ડોક્ટરને ફોન કરીને બોલાવ્યાં.
ડોક્ટરે તેમને તપાસીને ઈંજેક્શન આપ્યું પણ તેમને ભાન આવવામાં સમય લાગી શકે એમ હતો.સિલ્વી ખૂબજ પરેશાન હતી.તેણ એન્ડ્રિકને ફોન કરીને વાત કરી અને તેણે તેને ત્યાં જ રોકાવવા કહ્યું જ્યાં સુધી તેમને ભાન ના આવે.
મોડીરાત સુધી સિલ્વી ત્યાં જ રોકાઈ.અંતે મોડી રાત્રે સેમ્યુઅલને ભાન આવ્યું.
"સર,હવે તમને કેવું છે?આટલો બધો દારૂ કોણ પીવે કે પોતાની તબિયતનું પણ ધ્યાન ના રહે."સિલ્વીએ નારજગી સાથે કહ્યું.
"એકલતા ખૂબજ ખરાબ બિમારી છે.સિલ્વી,મારી આસપાસ બધાં જુઠ્ઠા લોકો છે.બધાંને મારા રૂપિયા જોઇએ છે.કોઇને મારાથી કોઇ જ લેવાદેવા નથી.હું ખૂબજ એકલો છું.એક દોસ્ત એવો નથી કે જેના પર વિશ્વાસ કરી શકું.કેમ બચાવ્યો મને?મરી જવા દેવો હતોને?"સેમ્યુઅલે કહ્યું.
"સર,તમે મને ઓફર આપી હતી.હું તેનો જવાબ આપવા આવી છું.મને તમારી નોકરી સ્વીકાર્ય છે અને તમારી નિર્મળ દોસ્તી પણ મંજૂર છે."સિલ્વીએ કહ્યું.
સિલ્વીની વાત સાંભળીને સેમ્યુઅલના ચહેરા પર ખુશી આવી અને જીવનમાં નવી આશા આવી.સિલ્વીએ બીજા જ મહિનેથી સેમ્યુઅલની પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું.સિલ્વીએ ઘરે આવતા જ પહેલું કામ સેમ્યુઅલના ઘરમાંથી દારૂની બોટલ ફેંકવાનું કર્યું.તેણે તેને ફિલોસોફી અને ધર્મ તરફ વાળ્યો.તેને રિહેબ સેન્ટરમાં મોકલીને તેને દારૂની લત છોડાવી.
સિલ્વી અનેે એન્ડ્રિકના પ્રેમલગ્ન હતાં પણ છેલ્લા અમુક વર્ષોથી તે માત્ર નામ પુરતા જ સંબંધ થઈ ગયા હતાં.સિલ્વી પોતાના બંને બાળકોને ખૂબજ પ્રેમ કરતી હતી.તે સેમ્યુઅલનું બધું જ કામ ખૂબજ સરસ રીતે સંભાળતી સાથે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાનું કામ પણ કરી લેતી.
સમય સમયનું કામ કરી રહ્યું હતું.એન્ડ્રિકના ઘરની સ્થિતિ હવે સુધરી રહી હતી.એલ્વિસને ડાન્સનો ખૂબજ શોખ હતો.તો સિલ્વી તેને પોતાના કોરીયોગ્રાફર પાસે ફી ભરીને ડાન્સ શીખવવા મોકલતી હતી.ઘરમાં કંકાસ ઓછો થઈ ગયો હતો.એન્ડ્રિક તેને સિલ્વીના બોલીવુડથી દૂર રહેવાનું પરિણામ માનતી જ્યારે કારણ કઇંક અલગ જ હતું.
સિલ્વી અન સેમ્યુઅલ પોતાની એકલતા વ્હેંચવા એકબીજા સાથે અાખો દિવસ વાતો કરતા અને એકબીજાનું ખૂબજ ધ્યાન રાખતા.બંને ખૂબજ નજીક આવી ગયાં હતાં.તેમની દોસ્તી એક સ્ટેપ તેમના જાણબહાર જ આગળ વધી ગઈ હતી.સેમ્યુઅલ હવે ખુશ રહેતો,હસતો.સિલ્વી તેના જીવનનો ખાસ હિસ્સો બની ગઈ હતી.
એક દિવસે ના થવાનું થઈ ગયું.સેમ્યુઅલ અને સિલ્વી એકબીજાની એટલા નજીક આવી ગયાં કે સેમ્યુઅલે સિલ્વીને કિસ કરી લીધી.સિલ્વી પણ ભાન ભુલી અને તેના આલિંગનમાં ખોવાઈ ગઈ.અહીં સિલ્વીની દિકરી એટલે કે એલ્વિસની બહેન રોઝાની તબિયત ખરાબ થઈ.એન્ડ્રિક અને બાકી બધાં તેને હોસ્પિટલ લઈ ગયા જ્યારે આઈશા સિલ્વીને બોલાવવા સેમ્યુઅલના ઘરે આવી.
સિક્યુરિટીને સિલ્વીના સગાની ઓળખ આપતા આઈશાને ઘરમાં જવા મળ્યું પણ અંદરનું દ્રશ્ય જોઈને સિલ્વી અને સેમ્યુઅલને એકબીજાના આલિંગનમાં જોઈને તે આઘાત પામી.
આઈશાએ આ વાત હાલમાં એન્ડ્રિકને ના જણાવી.તે સિલ્વી સાથે હોસ્પિટલ આવી.રોઝાને હવે સારું હતું.તે લોકો તેને લઈને ઘરે ગયાં પણ રાત્રે સમય જોઈને આઈશાએ સિલ્વી સાથે આ વિશે વાત કરી.
"હાઉ કેન યુ ડુ ધિસ,સિલ્વી?તું સેમ્યુઅલને કિસ કરી રહી હતી અને તેની બાહોંમાં છીં.તેની અને તારી ઊંમર તો જો.તું તારો આટલો સુખી અને સુંદર પરિવાર તારા હાથે કેમ તોડે છે?"આઈશાઅે કડક અવાજે પૂછ્યું.
"આઈશા,મને ખબર છે કે તું મને ખાસ પસંદ નથી કરતી પણ મારી લાઇફમાં દરમ્યાનગીરી કરવાનું બંધ કર અને મહેરબાની કરીને એન્ડ્રિકના કાન ના ભર."સિલ્વીએ તેને અપમાનજનક ભાષામાં કહી તો દીધું પણ આઈશાને ખૂબજ ખરાબ લાગ્યું.તેણે આ વાત તેના પતિ કેવિનને કરી.કેવિને ચુપ રહેવા કહ્યું પણ આવી બધી વાતો છુપાતી નથી.એક દિવસ અચાનક એન્ડ્રિક જરૂરી કામથી બહાર જતો હતો અને તેને સિલ્વીનું ખાસ કામ આવતા તે સેમ્યુઅલના ઘરે ગયો.સિલ્વી અને સેમ્યુઅલ એકબીજાના આલિંગનમાં રંગે હાથ ઝડપાઇ ગયાં.
તે દિવસે સેમ્યુઅલના ઘરે જ સિલ્વી અને એન્ડ્રિક વચ્ચે ખૂબજ ઝગડો થયો.ઝગડો એ હદ સુધી વકરી ગયો કે એન્ડ્રિકે સિલ્વીને ડિવોર્સ આપવાની વાત કહી.બાળકો પોતાની પાસે જ રહેશે તે પણ કહી દીધું.અહીં સિલ્વી ખૂબજ દુઃખી હતી.સેમ્યુઅલથી તેનું દુઃખ ન જોવાયું.તેણે એન્ડ્રિકની સામે જ સિલ્વી સાથે લગ્ન કરવાની વાત કરી અને તેના બાળકોની કસ્ટડી માટે લડી લેવાની ધમકી પણ આપી.
પરંતુ કિસ્મતમાં શું લખ્યું હોય છે તે તો કોઈ જ નથી જાણતું.બરાબર તે જ સમયે કેવિનનો ફોન આવ્યો કે રોઝાની તબિયત ખૂબજ ખરાબ થઈ ગઈ છે.તે બધાં દોડીને હોસ્પિટલ ગયા.રોઝાના રિપોર્ટ્સ આવી ગયા હતા તેને બ્લડ કેન્સર હતું.સિલ્વી અને એન્ડ્રિક પર આભ તુટી પડ્યું.સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચો એક સાવ નિમ્ન મધ્યમવર્ગીય પરિવાર પર આવી પહોંચ્યો."
આ કહેતા જ એલ્વિસ અચાનક બેસી ગયો.
"કિઆરા, રોઝાની બિમારીએ ઘણુંબધું બદલી નાખ્યું.મોમ અને ડેડ રોઝાના કારણે અલગ ના થયા અને ના ડેડી મોમની નોકરી કે સેમ્યુઅલ અંકલ સાથેના સંબંધ છોડાવી શક્યાં.
આટલું થયા પછી પણ મોમ એ જ કહેતી હતી કે તેણે ક્યારેય સેમ્યુઅલ અંકલ સાથે અવૈધ સંબંધ નથી બાંધ્યાં.તે લોકો તો બસ એકબીજાની એકલતાના સાથી છે.સેમ્યુઅલ અંકલની મદદથી રોઝા ઠીક થઈ રહી હતી પણ મોમ ડેડ એકસાથે હોવા છતાં દૂર હતાં.
લાઈફમાં હંમેશાં કઇંકને કઇંક મુશ્કેલી આવ્યાં કરે છે.સેમ્યુઅલ અંકલના ભાઈ ડેનિસને સેમ્યુઅલ અને સિલ્વીના સંબંધ વિશે ખબર પડી ગઇ હતી.તેમની નજર સેમ્યુઅલ અંકલની પ્રોપર્ટી પર હતી.તેમના મનમાં એક ડર હતો કે સેમ્યુઅલ તેની બધી પ્રોપર્ટી સિલ્વીના નામે કરી દેશે.
સેમ્યુઅલ અંકલ,મોમ અને ડેડ ત્રણેય જણાએ આ સંબંધ કોઇને કોઇ મજબૂરીના કારણે પોતાના જીવનમાં સ્વીકારી લીધો હતો.રોઝાની બિમારીએ ડેડીને લાચાર બનાવી દીધાં હતાં.મોમે સેમ્યુઅલ અંકલ સાથેના સંબંધ ખૂબજ સીમિત બનાવી દીધાં હતા પણ મમ્મી અને ડેડી વચ્ચે ખૂબજ અંતર આવી ગયું હતું.આ અંતર દૂર કરવા કેવિન અંકલ અને આઈશા આંટીએ કઇંક પ્લાન કર્યું.પછી અમારા જીવનમાં એવું વાવાઝોડું આવ્યું કે બધું જ અસ્તવ્યસ્ત વેરવિખેર થઇ ગયું."એલ્વિસ આગળ બોલી ના શક્યો.
કિઆરા સમજી ગઇ કે આગળની વાત ખૂબજ તકલીફદાયી હશે જેના કારણે એલ્વિસના ચહેરા પર અને તેના અવાજમાં દર્દ ઝળકતું હતું.કિઆરાએ એલ્વિસને ચિયર કરવા કહ્યું,"એલ્વિસ,આજ માટે આટલું બસ.બાકી વાત કાલે જાણીશું પણ આજે આ સુંદર ફાર્મહાઉસના એકદમ સુંદર સ્વિમિંગપૂલમાં થોડીક મજા કરી લઇએ.
એલ્વિસને સ્વિમિંગપૂલમાં ખૂબજ માનસિક શાંતિ અને ખુશી મળતી હતી.તેમા પણ અહીં બહાર પાછળની સાઈડ આવેલા સ્વિમિંગપૂલમાંથી બહારનો નજારો આહલાદક હતો.સ્વિમિંગપૂલમાંથી ખૂબજ સુંદર કુદરતી નજારો દેખાતો.એલ્વિસ સ્વિમિંગ કોશચ્યુમ પહેરીને પોતાનું ફેવરિટ મ્યુઝિક શરૂ કરીને કિઆરાની રાહ જોઈ રહ્યો હતો.થોડીક વાર પછી કિઆરા આવી તેણે બાથરોબ પહેરેલો હતો.એલ્વિસની અને કિઆરાની નજર એક થઈ.એકબીજાને બસ જોતા જ રહી ગયાં.બાથરોબ કાઢીને સ્વિમિંગ કોશચ્યુમમાં રહેલી કિઆરાને એલ જોતો જ રહી ગયો.
***********
વિન્સેન્ટ સૌમ્યભાઈ અને સોનલબેનને પોતાના ઘરે ગેસ્ટરૂમમાં આરામ કરવા કહીને આયાન પાસે ગયો.તેણે આયાનને એક ગાર્ડનમાં બોલાવ્યો હતો.
કિઆરાના અવગણવાના કારણે આયાન ખૂબજ દુઃખી રહેતો હતો.તેના મનમાં હજીપણ અહાનાના કરેલા અપમાનવાળી વાત હતી.તેને ડર હતો કે તે અપમાનવાળી વાત જાણીને કિઆરા તેને નફરત કરશે.
"વિન્સેન્ટજી,કેમ છો?મને કેમ યાદ કર્યો?"આયાને પૂછ્યું.
"આયાન,તારી સાથે સમય પસાર કરવાનો મારો કોઈ ઈરાદો નથી.કિઆરા અને એલ્વિસની સગાઈની પાર્ટીમાં મે તને અને અહાનાને ગળે લાગેલા જોયા હતાં.ત્યારબાદ અહાના કોલેજમા આવી અને અચાનક દિલ્હી જતી રહી.શું થયું હતું તમારા બંને વચ્ચે?"વિન્સેન્ટે સ્પષ્ટરીતે પૂછ્યું.
આયાન ડરી ગયો પણ ડરને છુપાવતા બોલ્યો,"તે એક ફ્રેન્ડલી હગ હતું.અમારા વચ્ચે શું થવાનું હતું?"
વિન્સેન્ટ આયાન પાસે ગયો અને તેના કોલરને જોરથી પકડ્યો.
"અહાના તને એકતરફી પ્રેમ કરે છે અને આ વાત તું જાણે છે.હવે સાચું બોલ નહીંતર મારે આ બધું કિઆરાને કહેવું પડશે."વિન્સેન્ટે આયાનની દુઃખતી નસ પર હાથ મુક્યો.
"અ ..બ..,એવું ક.ક..કશુંજ નહતું."આયાનનો અવાજ કાંપી રહ્યો હતો.
"તારો આ કાંપતો અવાજ અને પરસેવાથી રેબઝેબ ચહેરો બધું જ કહે છે.સાચું કહે છે કે એલ અને કિઆરાને બોલાવું?"વિન્સેન્ટ ખૂબજ ગુસ્સામાં હતો.વિન્સેન્ટ પહેલી વાર આટલો ગુસ્સે થયેલો હતો.આયાન તેના ગુસ્સાને જોઈને ડરી ગયો અને બધું જ એકદમ સાચું કહી દીધું.કશુંજ પણ છુપાવ્યા વગર.આયાને અહાનાને કરેલી કિસ વિશે જાણીને વિન્સેન્ટનું મગજ તેની કાબુ બહાર જતું રહ્યું.
શું વાવાઝોડું આવ્યું હશે એલ્વિસના જીવનમાં?
જાણો એલ્વિસના ભૂતકાળનો દર્દનાક હિસ્સો.
વિન્સેન્ટ આયાન સાથે શું કરશે?
જાણવા વાંચતા રહો.