પીપ...પીપ... હોર્નનો જોરથી અવાજ સંભળાયો. આકાશ લોબીમાથી બહાર નીકળ્યો ત્યાં પિયુષ ગાડી લયને ઉભો હતો. પિયુષ બોલ્યો " અરે અવની ક્યાં છે"? ઘરેથી દિવ્યાનો ફોન હતો . અવનીને જમવાનું પણ બાકી છે. આથી અવનીને બહાર મોકલ. પિયુષની વાત સાંભળીને આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. અવની હમણાં જ પોતાને મળીને બહાર પિયુષ સાથે ઘરે જવા રવાનાં થય હતી.
આકાશ : " અવની તો હમણાં જ તારી સાથે જવા રવાનાં થય છે "
પિયુષ : " આકાશ તું શું વાત કરે છે ? હું અડધો કલાકથી બહાર ઉભો છું ".
આકાશ : " અરે પણ હમણાં તો તારી સાથે અવનીને જતાં મેં જોઈ ".
પિયુષ : ગભરાયેલા આકાશને બન્ને હાથવડે હચમચાવીને પુછ્યું " આકાશ તને ખબર છે ને મને હોસ્પિટલમાં આવતી દવાની દુર્ગંધથી મને એલર્જી છે. તેથી હું બહાર અવનીની રાહ જોઈને ઉભો છું ".
આકાશ : " તો અવની કોણી સાથ ગય હશે " ?
આકાશ અને પિયુષને વાતો કરતાં સાંભળીને સમીર ત્યાં આવે છે. કેમ શું થયું આકાશ ?" કેમ આટલો ગભરાયેલો લાગે છે".
પિયુષ : " સમીર આકાશ કહે છે કે અવની હમણાં તારી જોડે ગાડીમાં બેસીને ઘરે જવા નીકળી છે. પણ હું અહિયાં પાર્કિંગમા બેસીને અવનીની રાહ જોવ છું".
સમીર પોતાનાં મોબાઈલમાંથી અવનીને ફોન કરે છે. ત્યાં આવનીનો ફોન ચા સાથે લાવેલી થેલીમાં પડયો પડ્યો વાગતો હોય છે.
પિયુષની વાત સાંભળીને સમીરને પણ મગજમાં વિચાર આવવાં લાગ્યાં. એટલા દિવસમાં બનેલી ઘટનાઓ નજર સામે ફરતી હતી. પિયુષ ખિસ્સામાંથી ફોન કાઢીને ઘરે દિવ્યાને ફોન લગાડ્યો.
દિવ્યા : " અરે પિયુષ તમે હજુ સુધી કેમ આવ્યાં નથી ? આન્ટી તમારી રાહ જોવે છે".
પિયુષ : " હા...હા...બસ થોડીવાર રહીને આવી જઈશું ".
સ્પિકરમાં રાખેલો ફોન પિયુષ કટ કરે છે. ફોનમાં સાંભળેલી વાત પછી આકાશ, સમીર અને પિયુષ ત્રણેય એકબીજામાં ચહેરા તરફ જોવા લાગે છે.
સમીર : " આ વાત પરથી એટલું નક્કી જાણવું મળ્યું કે અવની હજુ સુધી ઘરે નથી પહોંચી ".
સમીર ઝડપથી બહાર હોસ્પિટલના દરવાજે ઉભેલા વોચમેનને પુછ્યું " કાકા તમે થોડીવાર પહેલાં અહીંથી એક છોકરીને જતાં જોઇ " ?
વોચમેન : " બેટા અહિયાં તો આખો દિવસ માણસોની અવરજવર ચાલુ રહે છે. અને મારી પણ ઉમર થવા આવી છે. માટે વધારે યાદ પણ નથી રહેતું ".
સમીર આકાશ કહ્યુ " જો અવની કોઈ જોડે બહાર નીકળી છે. તો બહારના સિસિટીવી કેમેરામાં જોતાં નક્કી ખાત્રી થય જાસે. આકાશ અને સમીર હોસ્પિટલના સિક્યુરિટી રૂમમાં આવે છે. ત્યાં દરવાજો ખુલ્લો હોય છે. એક ખુરશીમાં માથું ઢાળીને બીજી ખુરસીમાં બન્ને પગ લાંબા કરીને સુતેલો સિક્યુરિટી ગાર્ડને સમીર જગાડ્યો.
સમીર : " અમારે અત્યારે હમણાં વિસ મિનિટ પહેલાનો બહારનાં ગેટના સિસિટીવી કેમેરાનુ રેકોર્ડિંગ જોવું છે.
આંખો ચોળીને આળસમાં ઉઠેલો સિક્યુરિટી ગાર્ડ : " સાહેબ બહારનો કેમેરો કાલનો ખરાબ થય ગયો છે".
આકાશ પોતાના બન્ને હાથવડે ગુસ્સોથી વોચમેનનો કાંઠલો પકડીને " કેમ નથી ચાલતો કેમેરા ? તમને અહિયાં સુવા માટેનો પગાર આપવામાં આવે છે ".
સમીર આકાશને રોકીને શાંત થવા માટે કહે છે. વોચમેન ગભરાય જાય છે. " સાહેબ હું તો ગરીબ માણસ છું. આખો દિવસ બીજી જગ્યાએ નોકરી કરીને રાત્રે અહીંયા કામ કરૂં છું. થાકના કારણે ઉંઘ આવી ગય ".
આકાશ અને સમીર સિક્યુરિટી રૂમમાંથી બહાર આવીને લોબીમાં બહાર બેસેલા પિયુષ પાસે આવે છે.
પિયુષ : " ખબર પડી કશું જાણવાં મળ્યું કે અવની કોની જોડે હતી ? ".
સમીર : " ના બહાર રાખેલા ગેટનો કેમેરો બંધ છે ".
પિયુષ : " તો આગળ શું કરવું "?
પિયુષના ફોનની રિંગ ફરી વાગી " હાલો પિયુષ તું અને અવની કયારે આવવાનાં છો ! નીકળી ગયાં કે નહીં ?
પિયુષના હાથમાંથી ફોન લયને સમીર બોલ્યો : " દિવ્યા તમે બધાં નિરાંતે જમી લેજો પિયુષ અને અવની અહિયાં રોકાશે અમારી સાથે ".
દિવ્યા : " ઠીક છે જમવાની વ્યવસ્થા કરી લેજો અવની આવી ત્યારથી કશું જમી નથી ".
સમીર : " હા એ વ્યવહાર કરી આપશું તમે નિરાંતે જમી લેજો કામ હસે ત્યારે ફોન કરીશ ".
આટલી વાત પતાવીને સમીર ફોન કટ કરી નાખે છે. સમીર, આકાશ અને પિયુષ ત્રણેય વિચાર કરતાં હતાં. આટલી મોડી રાત્રે અવની ક્યાં ગય હસે. પિયુષને અધિરાજની તબિયતનુ ધ્યાન રાખવાનુ કહીને સમીર આકાશ સાથે મળીને અવનીને શોધવાં જવાનું નક્કી કરે છે.
આકાશ : " પિયુષ તું અહિયાં કાકાની તબિયતનુ ધ્યાન રાખજે કશું પણ આડાઅવળુ જણાય તો સમીરના ફોનમાં ફોન કરજે. ઘરેથી કોઈનો ફોન આવે તો કહેજે બધાં અહિયાં જ છે અને પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. એવું બધાને કહેજે.
પિયુષ : " હા એ તમે ચિંતા કરતાં નહીં હું બધું અહિયાં સભાળી લઇશ ".
પિયુષ પાસેથી ગાડીની ચાવી લયને આકાશ અને સમીર અવનીને શોધવાં નીકળે છે.
ક્રમશ...