શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 1 Vijay R Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 1

બે હાથ વચ્ચે માથું પકડીને પાંત્રીસ વર્ષનો ધ્વનિત સોફા ઉપર બેઠો હતો. સામે ઊભેલા હંસા બહેન દીકરાને ખખડાવી રહ્યા હતા.

''તારા અપલખ્ખણને લીધે એ ઘર છોડીને ગઈ છે.એને સમજાવીને પાછી લઈ આવ.'' એમના અવાજમાં પીડા હતી.

''તારે આખી જિંદગી એની જોડે કાઢવાની છે.અમે તો આજ છીએ ને કાલ નથી, ખરતું પાન કેવાઈ અમે.છાપામાં જાતજાતના સમાચાર આવે છે એ જોતો નથી?આજકાલ કેટલી ગુનાખોરી ની પ્રવૃત્તિ વધી ગઈ છે. હવે ફોન તો કર. બે કલાક પહેલાં પગ પછાડીને ઘરમાંથી ભાગી છે, પણ એ ક્યાં ગઈ હશે?'' કાંઈ ચિંતા જેવું છે તારે?

''ફોન નથી કરવો.'' રઘવાયેલા ધ્વનિતે દાંત ભીંસીને કહ્યું. ''એ મરી જાય તોય મને કોઈ પરવા નથી.'' આટલું બોલી પછી જનેતાના મોઢા પરનો હાવભાવ જોઈને એણે ઉમેર્યું. ''બીજે ક્યાં જવાની હોય? ભૂતનું ઠેકાણું આંબલી! અમરેલીમાં માં એના ડાકુ જેવા બે ભાઈઓ રહે છે એટલે ત્યાં પહોંચી ગઈ હશે. સવાર સુધીમાં ફોન નહીં આવે તો પોલીસમાં ફરિયાદ નોંધાવી દઈશ.'' આટલું બોલીને ધ્વનિત રૂમમાં ચાલ્યો ગયો.

''સાચું કહું? મને તો તારી ચિંતા થાય છે. જતી વખતે એ કેવું કેવું બોલીને ગઈ છે! તને સટોડિયો અને જુગારિયો કહ્યું ત્યાં સુધી વાંધો નહીં, એમાં તારા લખ્ખણનો વાંક છે. પણ એણે તો ધમકી આપીને કહ્યું ને કે મારા ભાઈઓ તને જોઈ લેશે.હંસાબેન મનમાં જ બોલી રહ્યા હતા.

હંસાબેન ધ્વનિતના રૂમ માં જાય છે અને તેને સમજાવાની કોશિશ કરે છે. "બેટા ધ્વનિત એના ભાઈઓનો કોઈ ભરોસો નહીં. બેઉ ગુંડા જેવા છે. તું સાચવીને રહેજે.''

'ચિંતા કર્યા વગર તું ઊંઘી જા. બીજી હજાર જાતની ચિંતા છે એટલે મનેય ઊંઘવા દે.''

હંસા બહેન પણ એમના રૂમમાં ગયા. ઉચાટ વચ્ચે ઊંઘ તો આવવાની નહોતી. પલંગમાં આડા પડીને એ મનોમન બબડતા હતા. હે ભગવાન! આ શું થવા બેઠું છે? છેલ્લા છ મહિનાથી ધ્વનિત સાવ બદલાઈ ગયો છે. એની વહુ જોડે તો ઝઘડે જ છે અને મનેય વાતે વાતે વડકા ભરે છે! એના ત્રાસથી કંટાળીને સાંજે ઝઘડો કરીને ધારા ઘર છોડીને જતી રહી પણ એમાં એનો વાંક ના કઢાય. વાંક તો બધો ધ્વનિત નો જ છે. આજના જમાનાની કઈ છોકરી આવી હૈયાહોળીમાં જીવવાનું પસંદ કરે? આ ધ્વનિતયો બેઠો બેઠો લાખના બાર હજાર કરે છે. જુગારિયા અને દારૂડિયા ધણીનો ત્રાસ એ બિચારી ક્યાં સુધી વેઠે?

સવારે ઉઠયા પછી રહેવાયું નહીં એટલે હંસા બહેને ધારા નો મોબાઈલ નંબર જોડયો, પણ એ બંધ આવતો હતો. દસ મહિના અગાઉ આવી રીતે ઝઘડો કરીને એ ઘરમાંથી નીકળી ગઈ હતી ત્યારે તો તેનો ફોન અમરેલી થી એનો ફોન આવી ગયેલો કે ચિંતા ના કરતા, હું અમરેલી ભાઈ ને ત્યાં આવી ગઈ છું . આજે તો કોઈનો ફોન ના આવ્યો અને એનો ફોન પણ બંધ છે. હે ભગવાન! શું થયું હશે? કોણ જાણે શું થયું?

એમણે ધ્વનિત ને જગાડયો. ''એની ચિંતા કરવાની જરૂર નથી. ફરિયાદ નોંધાવી દઈશ, એટલે પત્યું!'' માડી ને આટલો જવાબ આપીને એણે પાછી ચાદર ઓઢી લીધી.

સાડા અગ્યારહ વાગ્યે તૈયાર થઈને એણે બાઈક સ્ટાર્ટ કરી. પોલીસ સ્ટેશને પહોંચીને એ અંદર ગયો. ''એક ફરિયાદ નોંધાવવાની છે, સાહેબ!'' હેડ કોન્સ્ટેબલે એને ઈશારાથી જ સામેના બાંકડા પર બેસવા કહ્યું. ધ્વનિત સામેના બાંકડા પર બેસી ગયો.હાવલદારે એક ફરિયાદ પુરી થયાં પછી ધ્વનિતને બોલાવ્યો . ''હવે બોલો, શેની ફરિયાદ છે?'

''મારી મિસિસ કાલે સાંજે ઘરમાંથી નીકળી ગઈ છે, હજુ સુધી પાછી નથી આવી અને મોબાઈલ બંધ આવે છે.''

ક્રમશઃ