પ્રેમનો હિસાબ - 6 - છેલ્લો ભાગ Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો હિસાબ - 6 - છેલ્લો ભાગ

પ્રેમનો હિસાબ ભાગ-૬

રશ્મીના મનમાં મનોમંથન ચાલતું હતું. ત્યા દિગ્વિજય, અર્થવ અને નૂપૂર આવ્યા. તે બધા બેઠા અને વાતચીત ચાલુ કરી. રશ્મીએ અર્થવને પૂછયું અદિતિ વિશે તેના જવાબમાં તેણે કહ્યું કે, મને અદિતિ ગમે છે પણ એની સાથે લગ્ન કરીશ એવું કોઇ દિવસ વિચાર્યુ જ નથી. કદાચ વિચારવા માટે સમય જ ના મળ્યો, પરંતુ અદિતિ બહુ સારી છોકરી છે અને તમને બંનેને એ ગમતી હોય તો મને વાંધો પણ નથી. તમે મારા માટે પહેલા છો.’’ નૂપૂરે પણ અર્થવની વાતને સર્મથન આપ્યું. બહુ ચર્ચા પછી દિગ્વિજયે રશ્મીને કહ્યું કે, આ બધું હું તારા પર છોડું છું. તારી જે મરજી હશે તે અમને મંજૂર છે. ઓ.કે.’’ આમ પણ દિગ્વિજય રશ્મીને પોતાની પલકો પર રાખતો. એની ખુશીમાં જ તે પોતાની ખુશી જોતો. રશ્મીએ હકારમાં માથું હલાવ્યું. પણ દિગ્વિજય આ વખતે થોડો અસમંજસમાં હતો કે રશ્મી આટલું બધું વિચારે છે કેમ? કેમ કે, અદિતિને બધા તેઓ સારી રીતે ઓળખે છે અને તેનું ઘર-પરિવાર પણ સારું છે. પણ તેમને આ વિશે રશ્મી સાથે વાત કરવી યોગ્ય ના લાગી.

બીજા દિવસે રશ્મીએ નૂપૂર પાસેથી નંબર મેળવીને અનિકેતને ફોન લગાવ્યો. ફોન લગાવતા તેને ગભરાટ થતી હતી કે અનિકેત શું વિચારશે? પછી થયું કે છોડ, અનિકેતે તેના વિશે વિચાર્યુ હોય તો આજે પરિસ્થિતિ પણ કંઇક અલગ હોત અને સારું થયું તેના દિગ્વિજય સાથે લગ્ન થયા. એક સારું પાત્ર મળ્યું. પછી તે વિચારમાંથી બહાર આવીને અનિકેતને ફોન લગાવ્યો અને પોતાની ઓળખાણ આપી ટૂંકમાં જણાવ્યું કે, તમારી અદિતિના લગ્ન મારા અર્થવ સાથે કરવા હોય તો તમારા માતા-પિતા મને સગપણ માટે વાત કરે. તો જ હું લગ્ન માટે મંજૂરી આપીશ.’’ અનિકેત સમજી ગયો કે રશ્મી કેમ આમ કહે છે પણ તે પોતાની છોકરીની ઇચ્છા પૂરી કરવા માંગતો હતો. આથી તેણે સ્વીકારી લીધું. રશ્મીના જણાવ્યા મુજબ અદિતિના દાદા-દાદી આવ્યા અને બધી વાતચીત કરી અદિતિના લગ્ન અર્થવ સાથે થાય એ જણાવ્યું. રશ્મીએ સગપણ સ્વીકારી લીધું. બધા બહુ ખુશ થઇ ગયા. એકબીજાને મીઠાઇ ખવડાવી. અદિતિ બહુ જ ખુશ હતી. બધા ખુશીના માહોલમાં ખુશ હતા ત્યાં અનિકેત અને રશ્મીની આંખો એકબીજા સાથે ટકરાઇ ને જાણ અનિકેત રશ્મીનો આભાર માનતો હોય તેમ તેના હાવભાવ હતા. થોડી વાર પછી રશ્મીનો આભાર માનવા અદિતિના દાદા અને દાદી ગયા અને વાત કરતાં, રશ્મીએ તેમને અનિકેત અને તેના સંબંધની વાત કરી પોતાની ઓળખાણ અપાવી. તેઓ બહુ જ દિલગીરી મહેસુસ કરવા લાગ્યા. રશ્મીએ તેમને બધી વાત ભૂલી આગળની વાત કરવા કહ્યું. પછી તેણે ઉમેર્યુ કે, હું ધારત તો આ લગ્ન જ નવ થવા દેત પણ તમારી ભૂલની સજા હું અદિતિને ન આપી શકું. પણ મારે તમને કહેવું છે કે, જેમ અનિકેતે પોતાની પુત્રીના પ્રેમ ખાતર અહી સામેથી માંગુ લઇ આવ્યા એમ તમે પણ અનિકેતના પ્રેમનો સ્વીકાર કરી શકતા હતા. પરિસ્થિતિ દરેમ વ્યક્તિની બદલી શકે છે. એ દિવસે તમે મને એટલા મને અસ્વીકારી હતી કેમ કે હું તમારા સ્ટેટસને લાયક ન હતી. અને આજે મારી પાસે તમારા કરતાં પણ ઘણું વધારે છે, પણ હું મારી સભ્યતા નથી ભૂલી.’’ આ સાંભળી અદિતિના દાદા-દાદીની ઘણું જ દિલગીરી થયું..‘‘ જે થયું એ ભૂલી જાવ હવેથી અદિતિ અમારા ઘરનો હિસ્સો છે. તેને તમે જે રીતે લાડથી રાખી છે એ અહી પણ એ રીતે જ રહેશે’’- એમ રશ્મીએ રહ્યું. ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. બધા બહુ જ ખૂશ હતા.

થોડા દિવસ પછી અદિતી અને અર્થવની સગાઇ અને એ પછી લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા. બધા બહુ જ ખુશ હતા. આમ અદિતિએ પોતાની ગુસ્સો બાજુમાં મૂકીને બંને ઘરમાં ખુશીઓનો માહોલ લાવી દીધો.

સમાપ્ત.

- પાયલ ચાવડા પાલોદરા